રાજ્ય કક્ષાની ઓનલાઇન ટમટમ બાળવાર્તા સ્પર્ધા -RESULT
સ્પર્ધા સમય:- 1-જુલાઈ-2021 થી 31-જુલાઈ-2021
પરિણામ તારિખ:- 15-ઑગસ્ટ- 2021
આંતર જિલ્લાના નવાચારી શિક્ષકો દ્વારા રાજ્ય કક્ષાની ઓનલાઇન ટમટમ બાળવાર્તા સ્પર્ધા યોજવામાં આવી.આ સ્પર્ધામાં આખા રાજ્યમાંથી 173 જેટલાં સ્પર્ધકોએ ભાગ લીધો.જેમાં વિદ્યાર્થીઓ,શિક્ષકો,આચાર્યો તથા અન્ય સાહિત્યક્ષેત્રના સ્પર્ધકોએ ભાગ લઇ 171 જેટલી બાળવાર્તાઓ ડિજિટલ પ્લેટફોર્મ મારફતે આયોજકોને મોક્લી હતી.
બાળવાર્તા એક નવું વિશ્વ બાળક સામે મૂકી શકે છે. બાળવાર્તાથી બાળકની સર્જનશક્તિ અને કલ્પના શક્તિ વધે છે. બાળવાર્તા ગમે તે ભાષામાં હોય તો પણ બાળક નવા શબ્દો શીખે છે અને તેનો શબ્દવૈભવ વધે છે.અત્યારે જ્યારે સમગ્ર વિશ્વ કોરોનાની ભયંકર મહામારીમાં સપડાઇ રહ્યો છે ત્યારે ટમટમ બાળવાર્તા સ્પર્ધા જુલાઈ 2021વિષય અંતર્ગત સંકલિત થયેલ આ બાળવાર્તાઓ ઉત્તમ બાળસાહિત્યકારોની સર્વોત્તમ કૃત્તિઓનું સંકલન છે.જે પુસ્તક સ્વરૂપે સાહિત્ય જગતનું અમૂલ્ય નજરાણું બની રહેશે.આ સ્પર્ધામાં બે વિભાગમાં નીચે મુજબ વિજેતાઓ પસંદ કરવામાં આવેલ છે.
વિદ્યાર્થી વિભાગના વિજેતા:
(1) પ્રથમ નંબર:-સામાણી દીપેન અરવિંદભાઈ, યાજ્ઞવલ્ક્ય વિદ્યામંદિર -પોરબંદર. 501 રૂ, + પ્રમાણપત્ર
(2) દ્વિત્તીય નંબર:-પકાઈ નિરાલી નરેશકુમાર, પી.જી. ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ સ્ટડીઝ જ વલ્લભ વિદ્યાનગર.(ઠાસરા - ખેડા)351 રૂ, + પ્રમાણપત્ર
(3) તૃત્તીય નંબર:-પરમાર હેત હરેશ કુમાર કુમકુમ વિદ્યાલય -અમદાવાદ, 251 રૂ. + પ્રમાણપત્ર
જનરલ વિભાગના વિજેતા:
(1) ભરતભાઈ વી.પરમાર "વાલમ". પાંથાવાડા પે.કેન્દ્ર.શાળા, બનાસકાંઠા.1501 રૂ, + પ્રમાણપત્ર
(2) મહેશ "સ્પર્શ" મહાલક્ષ્મી કન્યાશાળા,ઠાસરા - ખેડા,1001 રૂ,+ પ્રમાણપત્ર
(3) જાદવ મનિષાબેન રાઘવભાઇ- ફુલકા પ્રાથમિક શાળા -સોનાપરા ગીરસોમનાથ, 551 રૂ, + પ્રમાણપત્ર
તમામ વિજેતાઓને ઓનલાઇન ટ્રાન્જેક્શન મારફતે ઇનામની રાશી પોંહચાડવામાં આવેલ છે.
આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકેની કામગીરી :-
ઓનલાઈન ટમટમ બાળવાર્તા સ્પર્ધાની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
સ્પર્ધાના સર્જક તરીકે :-
👉શ્રી દિનેશભાઈ ચૌહાણ (ઉ.શી.), ઉંટવેલિયા પ્રાથમિક શાળા તાલુકો : થરાદ બનાસકાંઠા
સંયોજક તરીકે:-
👉શ્રી નરેન્દ્ર મણિલાલ કાલરીયા ,જડસા પ્રાથમિક શાળા તાલુકો :ભચાઉ-કચ્છ,
👉શ્રી રાજેશભાઈ ડાભી ,સારંગવાડા પ્રાથમિક શાળા, તાલુકો: અબડાસા- કચ્છ
સંકલનકાર તરીકે:-
👉શ્રી રાજેશકુમાર એન પટેલિયા (મુખ્યશિક્ષક શ્રી) નવાનગર નખત્રાણા કુમાર પ્રાથમિક શાળા, તા:નખત્રાણા- કચ્છ
👉શ્રી હિરેનભાઈ ગોહિલ , શ્રી અનગઢ ગ્રુપ પ્રાથમિક શાળા -વડોદરા અને
સમગ્ર ગુજરાતમાંથી ધણા બાળપ્રેમીઓ અને સાહિત્યકારોએ તમામ વિજેતા સ્પર્ધકો તથા આયોજક ટીમને શુભેચ્છા તથા અભિનંદન પાઠવ્યાં હતાં..
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.
0 Comments:
Post a Comment