શિક્ષણ , સર્જન , સિદ્ધિ

શિક્ષણકુંજ ઈ મેગેઝીન
Join Us On
Whatsapp
Join Us On
Telegram
Showing posts with label COMPITITION. Show all posts
Showing posts with label COMPITITION. Show all posts

રંગોની દુનિયા ચિત્રસ્પર્ધા

 રંગોની દુનિયા ચિત્રસ્પર્ધા


શિક્ષણકુંજ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની ઑનલાઈન "રંગોની દુનિયા" ચિત્રસ્પર્ધા, 
ઑગસ્ટ/સપ્ટેમ્બર- 2026



  • ધોરણ 4 થી 12માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ માટે સોનેરી તક
  • "રંગોની દુનિયા" ચિત્રસ્પર્ધામાં ચિત્રો મોકલવાની તારીખ - તા : 19/08/2026 થી  તા : 20/09/2026 સુધી.
  • "રંગોની દુનિયા" ચિત્રસ્પર્ધાનાં  પરિણામની તારીખ - 01/10/2026



વધુ માહિતી માટે PDF ફાઇલ ડાઉનલોડ કરો: અહીં ક્લિક કરો 


🔰 *"રંગોની દુનિયા" ચિત્રસ્પર્ધા બે વિભાગમાં યોજવામાં આવશે.* 

*📌વિભાગ - 1 :  ધોરણ 4 થી 8 નાં વિદ્યાર્થીઓ*

*📌વિભાગ - 2 : ધોરણ 9 થી 12 નાં વિદ્યાર્થીઓ*


🏆 *પ્રોત્સાહિત ઈનામની રકમ :*

*વિભાગ 1 : ધોરણ 4 થી 8 સુધીના વિદ્યાર્થીઓ માટે* 🏆

પ્રથમ નંબર:- 301 રુપિયા + સર્ટિફિકેટ 

દ્વિતીય નંબર:- 201 રુપિયા + સર્ટિફિકેટ 

તૃતીય નંબર:- 101 રૂપિયા + સર્ટિફિકેટ 


*વિભાગ - 2 : ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે* 🏆

પ્રથમ નંબર:- 301 રુપિયા + સર્ટિફિકેટ 

દ્વિતીય નંબર:- 201 રુપિયા+ સર્ટિફિકેટ 

તૃતીય નંબર:- 101 રૂપિયા+ સર્ટિફિકેટ


ચિત્રસ્પર્ધાનાં વિષયો : 

નીચે આપેલ વિષયોમાંથી કોઈપણ એક વિષય પર ચિત્ર દોરવું.

1) સ્વતંત્રતા દિવસ (15મી ઑગસ્ટ)

2) રક્ષાબંધન

3) જન્માષ્ટમી

4) મેળો 

5) વર્ષાઋતુ

6) કુદરતી દૃશ્ય (નદી, પર્વત, સૂર્યોદય, વૃક્ષો, પક્ષીઓ)

7) સ્વચ્છ ભારત અભિયાન

8) બેટી બચાવો, બેટી પઢાવો.

9) સ્વાતંત્ર્ય સેનાનીઓ 

10) શિક્ષક દિન 


 *👉 શિક્ષણકુંજ  દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની ઑનલાઈન "રંગોની દુનિયા"   ચિત્રસ્પર્ધાના નિયમો :* 

1) A4 સાઈઝનાં સફેદ કાગળ અથવા ડ્રોઈંગ શીટમાં ચિત્ર દોરવું.

2) એક વિદ્યાર્થી (સ્પર્ધક) માત્ર એક જ ચિત્ર મોકલી શકશે.

3) ચિત્ર JPG , JPEG ફોર્મેટમાં જ મોકલવું. ( માત્ર ફોટો ફોર્મેટ માંજ)

4) ચિત્ર સંપૂર્ણપણે સ્પર્ધકનું સ્વરચિત (Original) હોવું જોઈએ.

5) AI દ્વારા બનાવેલા અથવા ઈન્ટરનેટ પરથી ડાઉનલોડ કરેલા ચિત્રો માન્ય ગણાશે નહીં.

6) ચિત્રમાં કોઈપણ પ્રકારની અપમાનજનક અથવા કૉપિરાઈટનું ઉલ્લંઘન કરતી સામગ્રી ન હોવી જોઈએ.

7) ચિત્રમાં નીચે  ગુજરાતીમાં ચિત્રનું શીર્ષક,  ચિત્ર બનાવનારનું પૂરું નામ, ધોરણ, શાળાનું નામ, તાલુકો, જિલ્લો, મોબાઈલ નંબર અને વિભાગ ફરજિયાત લખવાનો રહશે. જો આ માહિતી ચિત્રમાં નીચે લખેલી નહીં હોય તો ચિત્રને અવગણવામાં આવશે, એટલે કે સ્પર્ધામાંથી બાકાત કરવામાં આવશે 

8) A4 પર ચિત્ર બનાવો ત્યારે તે કાગળ ( શીટ ) પર ફરતે 1.5 સે.મી. અથવા 2 સે.મી. જેટલી જગ્યા છોડવી અને ફરતી બોર્ડર બનાવવી. પછીજ અંદર ચિત્ર બનાવવું. ઉપર જે જગ્યા હોય ત્યાંજ માહીતી ( ક્રમ 7 મુજબ) લખવી. 

9) સ્પર્ધકે ગૂગલ ફોર્મમાં પોતાનું નામ ગુજરાતીમાં જ લખવું અને પૂરું નામ લખવું. સ્પર્ધક જેવું નામ લખશે તેવું જ પ્રમાણપત્ર મળશે.

10) જે શિક્ષક પોતાની શાળાના 20 થી વધુ વિદ્યાર્થીઓને "રંગોની દુનિયા" ચિત્રસ્પર્ધામાં ભાગ લેવડાવશે તે શિક્ષકને સન્માનપત્ર આપવામાં આવશે.

11) "રંગોની દુનિયા" ચિત્રસ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકે શિક્ષણકુંજ WhatsApp ગ્રૂપમાં ફરજિયાત જોડાઈ જવું, કારણ કે પરિણામ અને પ્રમાણપત્રો ફક્ત શિક્ષણકુંજ WhatsApp ગ્રૂપમાં જ શેર કરવામાં આવશે.

12) "રંગોની દુનિયા" ચિત્રસ્પર્ધાનાં સૌથી શ્રેષ્ઠ ચિત્રો શિક્ષણકુંજ E-Magazineમાં ક્રમશઃ પ્રકાશિત કરવામાં આવશે. 

13) "રંગોની દુનિયા" ચિત્રસ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકને આકર્ષક પ્રમાણપત્ર આપવામાં આવશે.

14) નિર્ણાયકશ્રીઓનો નિર્ણય આખરી રહેશે.


 *ચિત્ર અપલોડ કરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.* 
https://forms.gle/m5qbEJJ7sgTTSH38A

*"રંગોની દુનિયા" ચિત્રસ્પર્ધા વિશે વધુ માહિતી મેળવવા માટે શિક્ષણકુંજના સંચાલકોનો સંપર્ક કરવો.*

*🌈" શિક્ષણકુંજ "ના સંચાલકો*

🤝શ્રી દિનેશભાઈ ધનાભાઇ ચૌહાણ - 9712824892

🤝શ્રી નરેન્દ્ર મણિલાલ કાલરિયા -  9722500197

 🤝શ્રી રાજેશભાઈ  ધનજીભાઈ ડાભી - 9099498094


🙏🙏🙏🙏🙏🙏🙏🙏


*🪀શિક્ષણકુંજ WhatsApp ગ્રૂપ join કરવા નીચેની લિંક પર ક્લિક કરો.*

https://chat.whatsapp.com/BDRuAz6kTWbElvXE8ZAnoZ?s=cl&p=a&ilr=1

Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

CRC, BRC અને HTAT પરીક્ષા માટે ઉપયોગી ટૂંકા પ્રશ્નો

 *CRC, BRC અને HTAT પરીક્ષા માટે ઉપયોગી ટૂંકા પ્રશ્નો* 


(1) CRCનું પૂરું નામ જણાવો.

જવાબ : Cluster Resource Centre (જૂથ સંસાધન કેન્દ્ર).

(2) CRC કૉ-ઑર્ડિનેટરની પસંદગી કેવી રીતે થાય છે?

જવાબ: લાયકાત ધરાવતા પ્રાથમિક શિક્ષકોમાંથી પરીક્ષા દ્વારા

(3) CRC કૉ-ઑર્ડિનેટરનું મુખ્ય કાર્ય શું છે?

જવાબ: શાળાઓની મુલાકાત લેવી અને સ્થળ પર માર્ગદર્શન આપવું.

(4) CRCના કાર્યક્ષેત્રમાં સરેરાશ કેટલી શાળાઓ આવે છે?

જવાબ : 10 થી 12 શાળાઓ.

(5) શિક્ષકો માટે 'કલસ્ટર લેવલ મિટિંગ' (CLM)નું આયોજન કોણ કરે છે?

જવાબ: CRC કૉ-ઑર્ડિનેટર

(6) શાળા અને સમુદાય વચ્ચે કડીરૂપ ભૂમિકા કોણ ભજવે છે?

જવાબ : CRC કૉ-ઑર્ડિનેટર

(7) બાળકોના સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન (SCE) ના પત્રકોનું નિરીક્ષણ કોણ કરે છે?

જવાબ: CRC કૉ.ઑર્ડિનેટર

(8) CRC ભવન સામાન્ય રીતે ક્યાં આવેલું હોય છે?

જવાબ: કલસ્ટરની મુખ્ય શાળા (પે-સેન્ટર શાળા)માં

(9) શાળામાં પ્રવેશોત્સવ અને ગુણોત્સવમાં ડેટા એન્ટ્રીનું ધ્યાન કોણ રાખે છે?

જવાબ: CRC કૉ.ઑર્ડિનેટર

(10) વર્ગખંડ પ્રક્રિયાનું અવલોકન કરી શિક્ષકોને મદદ કરવી એ કોની જવાબદારી છે?

જવાબ : CRC કૉ.ઑર્ડિનેટરની



CRC, BRC અને HTAT પરીક્ષા માટે ઉપયોગી ટૂંકા પ્રશ્નો



*NCF-2005 નાં IMP પ્રશ્નો અને જવાબ* 


(1) NCF-2005 નું પૂરું નામ શું છે? 

જવાબ : National Curriculum Framework 2005

(2) NCF 2005 નું મુખ્ય સૂત્ર ક્યુ છે?

જવાબ : ભાર વિનાનું ભણતર (Learning Without Burden)


(3) NCF 2005 કઈ સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવ્યું ? NCERT


(4) NCF 2005 મુજબ શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ શું છે?:-

જવાબ : બાળકનું સર્વાંગી વિકાસ અને વ્યક્તિત્વનું નિર્માણ

(5) NCF 2005 મુજબ શિક્ષકની ભૂમિકા કેવી હોવી જોઈએ?

જવાબ : સુવિધા પ્રદાતા (Facilitator)


(6)  NCF 2005 માં ‘શાંતિ માટે શિક્ષણ' તરીકે કયા વિષયને ઓળખાવ્યું છે? 

જવાબ : મૂલ્ય શિક્ષણ

(7) બાળકોની ભૂલ શા માટે મહત્ત્વની છે?

જવાબ:- બાળકની વિચારવાની પ્રક્રિયા સમજવામાં મદદ કરે છે

(8) NCF 2005 મુજબ પરીક્ષા પ્રણાલી કેવી હોવી જોઈએ?

જવાબ:- વધુ લવચીક અને પ્રવૃત્તિ આધારિત

(9) NCF 2005 કયા રિપોર્ટના આધારે તૈયાર થયું?

જવાબ: Learning Without Burden રિપોર્ટ

(10) ગણિત શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ શું છે?

જવાબ : બાળકના ચિંતનનું ગણિતીકરણ કરવું

(11)  NCF 2005 માં ભાષા માટે કયું સૂત્ર આપવામાં આવ્યું છે?

જવાબ : ત્રિ-ભાષા સૂત્ર

(12)  NCF 2005 મુજબ મૂલ્યાંકન કેવી રીતે થવું જોઈએ?

જવાબ : સતત અને વ્યાપક મૂલ્યાંકન (CCE)

(13)  NCF 2005 માં ભણતરને કોની સાથે જોડવાની મનાઈ કરી છે? 

જવાબ:- ગોખણપટ્ટી સાથે




*Special Training Programme (STP)* 


(1) STPનું પૂરું નામ શું છે?

જવાબ : Special Training Programme (સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ)


(2) STP કયા અધિનિયમ હેઠળ અમલમાં મુકવામાં આવે છે? : 

જવાબ : Right to Education Act, 2009 (RTE Act-2009)


(3) RTE Act મુજબ મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર કઈ વયના બાળકોને છે?

જવાબ : 6 થી 14 વર્ષ.


(4) STPનો મુખ્ય હેતુ શું છે?

જવાબ : શાળાએ ન ગયેલા અને શાળામાંથી ડ્રોપઆઉટ થયેલા બાળકોને મુખ્ય શૈક્ષણિક પ્રવાહમાં જોડવા.


(5) STP હેઠળ કયા બાળકોને આવરી લેવામાં આવે છે?

જવાબ: 6 થી 14 વર્ષના શાળાની બહારના બાળકો (Out of School Children) (OOSC)/શાળામાં દાખલ ન થયેલા / અભ્યાસથી વંચિત બાળકો


(6) STP દ્વારા બાળકોને કયા ઘોરણમાં પ્રવેશ આપવામાં ઘરે આવે છે?

જવાબ: વયાનુરૂપ ઘોરણમાં (બાળકની ઉંમરના આધારે જે તે ધોરણમાં પ્રવેશ આપવામાં આવે છે.)


(7) STP માટે SSA Framework કોણે તૈયાર કર્યુ છે?

જવાબ : MHRD (Ministry of Human Resource Development)


(8) STP પૂર્ણ કર્યા પછી બાળકોને શું કરવામાં આવે છે?

જવાબ : Mainstreaming

(સામાન્ય શાળામાં સમાવિષ્ટ) કરવામાં આવે છે.


(9)STP (બિનનિવાસી) ટૂંકા ગાળાનો કાર્યકમ કેટલા સમયનો હોય છે?

જવાબ: 3 માસ (એપ્રિલથી જૂન)


(10) 3 માસના STPમાં કયા બાળકોનો સમાવેશ થાય છે?

જવાબ : 6 થી 8 વર્ષના અને એક વર્ષથી ઓછી સમયના ડ્રોપઆઉટ બાળકો.


(11) STP (બિનનિવાસી) લાંબા ગાળાનો કાર્યકમ કેટલા સમયનો હોય છે?

જવાબ : 12 માસ


(12) 12 માસનાં STPમાં કયા બાળકોનો સમાવેશ થાય છે?

જવાબ : 8 થી 14 વર્ષના કદી શાળાએ ન ગયેલા તથા એક વર્ષથી વધુ સમયના ડ્રોપઆઉટ બાળકો.



(13) STP મહત્તમ કેટલા માસ સુધી ચલાવી શકાય?

જવાબ : 24 માસ.



(14) 24 માસ સુધી STP કોના માટે ચલાવવામાં આવે છે?

જવાબ: 12 થી 14 વર્ષના કદી શાળાએ ન ગયેલા અને બે વર્ષથી વધુ સમયથી ડ્રોપઆઉટ બાળકો માટે


(15) STP હેઠળ બાળકોને કઈ યોજનાનો લાભ મળે છે ?

જવાબ : મધ્યાહ્ન ભોજન યોજના.


(16) STP દ્વારા બાળકોમાં કયા ગુણોનો વિકાસ થાય છે?

જવાબ : આત્મવિશ્વાસ, આત્મસુખ અને શૈક્ષણિક ક્ષમતાનો વિકાસ



(17) બાલમિત્ર/બાલસખી કાર્યક્રમ શું છે?

જવાબ : STP કેન્દ્રોમાં બાળકોને શિક્ષણ અને માર્ગદર્શન આપવા માટેનો કાર્યકમ



(18) બાલમિત્ર/બાલસખી માટેની લઘુતમ લાયકાત શું છે?

જવાબ :  સ્નાતક/PTC/B.Ed.



(19) STP કેન્દ્રમાં આવરી લેવાયેલા તમામ બાળકોની શું કરવી પડે?

જવાબ: ઑનલાઈન એન્ટ્રી કરવી પડે


(20) બાલમિત્રને માનદ વેતનનો કેટલો ભાગ દર મહિને મળે છે?

જવાબ : 90%.


(21) બાકીનું 10% માનદ વેતન ક્યારે મળે છે?

જવાબ: બાળકોને વયાનુરૂપ ધોરણમાં Mainstreaming કર્યા પછી/શાળાની બહારના બાળકોને ફરીથી નિયમિત શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડ્યા પછી




*HTAT/CRC/BRC  પરીક્ષા માટે ઉપયોગી ટૂંકા પ્રશ્નો*


SMC વિશે ખૂબ જ મહત્ત્વનાં 25 પ્રશ્નો અને જવાબો 


1. પ્રશ્ન: SMC નું પૂરું નામ શું છે?


જવાબ: School Management Committee (શાળા વ્યવસ્થાપન સમિતિ).


2. પ્રશ્ન: SMC ની રચના કયા કાયદા હેઠળ કરવામાં આવે છે?


જવાબ: શિક્ષણનો અધિકાર અધિનિયમ (RTE Act, 2009).


3. પ્રશ્ન: SMC નો મુખ્ય હેતુ શું છે?


જવાબ: શાળાના વિકાસ, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સમુદાયની ભાગીદારી સુનિશ્ચિત કરવી.


4. પ્રશ્ન: SMC માં કુલ કેટલા સભ્યો હોય છે?


જવાબ: 16 સભ્યો.


5. પ્રશ્ન: SMC માં આશરે કેટલા ટકા સભ્યો વાલીઓ હોવા જોઈએ?


જવાબ: 75 ટકા.


6. પ્રશ્ન: SMC ના સભ્ય-સચિવ કોણ હોય છે?


જવાબ: મુખ્ય શિક્ષક (Head Teacher).


7. પ્રશ્ન: SMC નો કાર્યકાળ કેટલો હોય છે?


જવાબ: 2 વર્ષ.


8. પ્રશ્ન: SMC ની બેઠક ઓછામાં ઓછી કેટલા સમયાંતરે યોજવી?


જવાબ: દર ત્રણ મહિને ઓછામાં ઓછી એક બેઠક.


9. પ્રશ્ન: SMC નું મુખ્ય કાર્ય શું છે?


જવાબ: શાળાના વિકાસની દેખરેખ રાખવી.


10. પ્રશ્ન: School Development Plan (SDP) કોણ તૈયાર કરે છે?


જવાબ: SMC.


11. પ્રશ્ન: SMC વિદ્યાર્થીઓના કયા મુદ્દા પર વિશેષ ધ્યાન આપે છે?


જવાબ: હાજરી, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને ડ્રોપઆઉટ ઘટાડવા.


12. પ્રશ્ન: SMC શાળાની કઈ સુવિધાઓ પર દેખરેખ રાખે છે?


જવાબ: સ્વચ્છતા, પીવાનું પાણી, શૌચાલય અને સુરક્ષા.


13. પ્રશ્ન: SMC માં શિક્ષક પ્રતિનિધિ હોય છે?


જવાબ: હા.


14. પ્રશ્ન: SMC માં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાનો પ્રતિનિધિ હોય છે?


જવાબ: હા.


15. પ્રશ્ન: SMC માં મહિલા પ્રતિનિધિત્વને મહત્વ આપવામાં આવે છે?


જવાબ: હા.


16. પ્રશ્ન: SMC નો મુખ્ય હેતુ માત્ર નાણાકીય દેખરેખ છે?


જવાબ: ના, શૈક્ષણિક અને સર્વાંગી વિકાસ પણ.


17. પ્રશ્ન: શાળાની ગ્રાન્ટના ઉપયોગની દેખરેખ કોણ રાખે છે?


જવાબ: SMC.


18. પ્રશ્ન: SMC કોની સાથે સંકલન વધારવાનું કાર્ય કરે છે?


જવાબ: શાળા અને વાલીઓ/સમુદાય વચ્ચે.


19. પ્રશ્ન: દિવ્યાંગ બાળકોના શિક્ષણ પર ધ્યાન આપવાની જવાબદારી કોની છે?


જવાબ: SMC.


20. પ્રશ્ન: બાળ સુરક્ષા અને સ્વચ્છ શાળા વાતાવરણની દેખરેખ કોણ રાખે છે?


જવાબ: SMC.


21. પ્રશ્ન: SMC ની બેઠકની કાર્યવાહી ક્યાં નોંધવામાં આવે છે?


જવાબ: કાર્યવાહી નોંધપોથી (Minutes Register) માં.


22. પ્રશ્ન: SMC નો મુખ્ય આધાર કઈ નીતિ સાથે પણ જોડાયેલો છે?


જવાબ: રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020).


23. પ્રશ્ન: SMC નો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ માટે શું છે?


જવાબ: ગુણવત્તાયુક્ત અને સર્વસમાવેશક શિક્ષણ.


24. પ્રશ્ન: SMC દ્વારા તૈયાર થતી વિકાસ યોજના શું કહેવાય?


જવાબ: School Development Plan (SDP).


25. પ્રશ્ન: 22-06-2026ના GR નું મુખ્ય મહત્ત્વ શું છે?


જવાબ: SMC ની રચના, કામગીરી અને જવાબદારીઓ માટે નવી માર્ગદર્શિકા અમલમાં લાવવામાં આવી છે.


> નોંધ: જો આ GRમાં સભ્યોની સંખ્યા, બેઠકની આવર્તન અથવા અન્ય જોગવાઈઓ અગાઉના નિયમોથી અલગ દર્શાવવામાં આવી હોય, તો પરીક્ષા માટે હંમેશાં GRમાં આપેલી મૂળ જોગવાઈને જ અંતિમ માનવી.

Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

CRC, BRC અને HTAT પરીક્ષા માટે ઉપયોગી જનરલ નૉલેજ


 *CRC, BRC અને HTAT પરીક્ષા માટે ઉપયોગી જનરલ નૉલેજ*


*✌️વિશ્વની મહત્ત્વની સંસ્થાઓ સંગઠનો મોસ્ટ imp*


*સંયુક્ત રાષ્ટ્ર સંઘ (United Nations - UNO)*


📍UNO ની સ્થાપના ક્યારે થઈ? - 24 ઓક્ટોબર 1945 


📍સંયુક્ત રાષ્ટ્રનું નામ કોણે આપ્યું? - ફ્રેન્કલિન ડી. રૂઝવેલ્ટ (અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ)


📍UNO ના ચાર્ટરમાં કેટલા પ્રકરણો અને કલમો છે? - 19 પ્રકરણો અને 111 કલમો 


📍UNO નું મુખ્ય મથક ક્યાં આવેલું છે? - ન્યૂયોર્ક, અમેરિકા 


📍UNO ના કેટલા અંગો છે? - 6 અંગો 


📍વિશ્વની 'લઘુ સંસદ' કોને કહેવામાં આવે છે? - યુએન જનરલ એસેમ્બલી (મહાસભા) 


📍UNO માં હાલમાં કેટલા સભ્ય દેશો છે? - 193 


📍UNO ના 193મા સભ્ય દેશનું નામ શું છે? - દક્ષિણ સુદાન 


📍UNO ની અધિકૃત ભાષાઓ કેટલી છે? - 6 (અંગ્રેજી, ફ્રેન્ચ, રશિયન, સ્પેનિશ, ચાઈનીઝ અને અરબી) 


📍કઈ ભાષા સૌથી છેલ્લે ઉમેરવામાં આવી? - અરબી (1973 માં) 


📍મહાસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા? - વિજયલક્ષ્મી પંડિત (ભારત) 


📍યુએન સચિવાલયના વડાને શું કહેવાય? - મહાસચિવ (Secretary-General) 


📍UNO ના પ્રથમ મહાસચિવ કોણ હતા? - ટ્રિગવે લી (નોર્વે) 


📍વર્તમાન મહાસચિવ કોણ છે? - એન્ટોનિયો ગુટેરેસ (પોર્ટુગલ) 


📍મહાસચિવનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? - 5 વર્ષ 


*✓સુરક્ષા પરિષદ (Security Council)*


💧કોને 'વિશ્વના પોલીસમેન' તરીકે ઓળખવામાં આવે છે? - યુએન સુરક્ષા પરિષદ 


💧સુરક્ષા પરિષદમાં કુલ કેટલા સભ્યો હોય છે? - 15 (5 કાયમી અને 10 બિન-કાયમી) 


💧બિન-કાયમી સભ્યોનો કાર્યકાળ કેટલો હોય છે? - 2 વર્ષ 


💧કાયમી સભ્યો પાસે કઈ વિશેષ સત્તા હોય છે? - વીટો (Veto) પાવર 



💧કયા 5 દેશો કાયમી સભ્યો છે? - રશિયા, ફ્રાન્સ, અમેરિકા, ચીન અને ઈંગ્લેન્ડ (P5)


💧ભારત અત્યાર સુધી કેટલી વખત બિન-કાયમી સભ્ય બન્યું છે? - 8 વખત 


*✓આંતરરાષ્ટ્રીય ન્યાયાલય (International Court of Justice - ICJ)*


📍ICJ નું મુખ્ય મથક ક્યાં છે? - હેગ, નેધરલેન્ડ 

📍ICJ માં ન્યાયાધીશોની કુલ સંખ્યા કેટલી છે? - 15 

📍ન્યાયાધીશોનો કાર્યકાળ કેટલો હોય છે? - 9 વર્ષ 

📍ICJ માં પ્રથમ ભારતીય મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? - જસ્ટિસ નાગેન્દ્ર સિંહ 

📍વર્તમાન ભારતીય ન્યાયાધીશ કોણ છે? - દલવીર ભંડારી 


*✓વિશ્વ વેપાર સંગઠન (World Trade Organization - WTO)*


📍WTO ની સ્થાપના ક્યારે થઈ? - 1 જાન્યુઆરી 1995

📍WTO કયા સંગઠનનું સ્થાન લીધું? - GATT (General Agreement on Trade and Tariffs) 

📍WTO નું મુખ્ય મથક ક્યાં છે? - જિનેવા, સ્વિટ્ઝર્લેન્ડ 

📍વર્તમાન વડા કોણ છે? - નાગોઝી ઓકોન્જો-ઇવેલા (પ્રથમ મહિલા વડા) 


*યુરોપિયન યુનિયન (EU)*


📍EU નું મુખ્ય મથક ક્યાં છે? - બ્રસેલ્સ, બેલ્જિયમ 

EU માં કેટલા સભ્ય દેશો છે? - 27


📍બ્રિટનનું EU માંથી અલગ થવું કયા નામે ઓળખાય છે? - બ્રેક્ઝિટ (Brexit) 


*આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) અને વિશ્વ બેંક (World Bank)*


💧IMF અને વર્લ્ડ બેંકને શું કહેવામાં આવે છે? - બ્રેટન વૂડ્સ ટ્વિન્સ (Twin Sisters) 


💧IMF નું મુખ્ય મથક ક્યાં છે? - વોશિંગ્ટન ડીસી, અમેરિકા 



💧SDR નું પૂરું નામ શું છે? - Special Drawing Rights


💧 શેને 'પેપર ગોલ્ડ' કહેવામાં આવે છે? - SDR 


💧વિશ્વ બેંકના વર્તમાન વડા કોણ છે? - અજય બંગા (ભારતીય મૂળના) 


*✓અન્ય મહત્વના સંગઠનો*


📍OPEC (પેટ્રોલિયમ નિકાસ કરતા દેશો) નું મુખ્ય મથક ક્યાં છે? - વિયેના, ઓસ્ટ્રિયા 


📍G20 2023 ની યજમાની કયા દેશે કરી હતી? - ભારત 


📍G20 2023 ની થીમ શું હતી? - વસુધૈવ કુટુમ્બકમ (One Earth, One Family, One Future) 


📍G20 માં કયા નવા સંઘને સામેલ કરવામાં આવ્યો? - આફ્રિકન યુનિયન (AU) 


📍SAARC (દક્ષિણ એશિયાઈ પ્રાદેશિક સહકાર સંગઠન) ની સ્થાપના ક્યારે થઈ? - 1985 માં


📍SAARC નું મુખ્ય મથક ક્યાં છે? - કાઠમંડુ, નેપાળ 


📍SCO (શાંઘાઈ સહકાર સંગઠન) નું મુખ્ય મથક ક્યાં છે? - બેઇજિંગ, ચીન 


📍NATO ની સ્થાપના ક્યારે થઈ? - 1949 માં 


📍NATO નું મુખ્ય મથક ક્યાં છે? - બ્રસેલ્સ, બેલ્જિયમ 


📍રેડ ક્રોસ સંસ્થાના સ્થાપક કોણ હતા? - હેનરી ડ્યુનાન્ટ 


📍એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) નું મુખ્ય મથક ક્યાં છે? - મનિલા, ફિલિપાઇન્સ

 

*1 . આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026 માટેની સત્તાવાર થીમ (Official Theme) શું રાખવામાં આવી છે?*

*જવાબ: - સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ (Yoga for Healthy Aging)*

 

*2 . જૂન 2026 માં ભારતે કયા યુરોપિયન દેશ સાથે પોતાના દ્વિપક્ષીય સંબંધોને 'વ્યાપક ભાગીદારી' (Comprehensive Partnership) નો દરજ્જો આપ્યો અને 11 કરારો પર હસ્તાક્ષર કર્યા?*

*જવાબ: - સ્લોવાકિયા*

 

*3 . વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026 નો મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમ કયા શહેરમાં આયોજિત કરવામાં આવશે?*

*જવાબ: - કોલકાતા*

 

*4 .  જૂન 2026 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કયા દેશના સર્વોચ્ચ રાજ્ય સન્માન 'દ ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ડબલ ક્રોસ (ફર્સ્ટ ક્લાસ)' થી નવાજવામાં આવ્યા છે?*

*જવાબ: - સ્લોવાકિયા*

 

*5 . જૂન 2026 માં સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા (DRDO) દ્વારા ઓડિશાના દરિયાકાંઠેથી કઈ સ્વદેશી મિસાઈલનું સફળ ઉડાન પરીક્ષણ કરવામાં આવ્યું?*

*જવાબ: - લોંગ રેન્જ લેન્ડ એટેક ક્રૂઝ મિસાઈલ (LRLACM)*

 

*6 . 'TIME100 મોસ્ટ ઇન્ફ્લુએન્શિયલ પીપલ ઇન સ્પોર્ટ્સ 2026' ની યાદીમાં સ્થાન મેળવનારા એકમાત્ર ભારતીય કોણ છે?*

*જવાબ: - સ્મૃતિ મંધાના*

 

*7 . તાજેતરમાં પ્રિક્સ વર્સેલ્સ (Prix Versailles) ની 2026 ની દુનિયાના સૌથી સુંદર હવાઈ મથકોની યાદીમાં કયા બે ભારતીય હવાઈ મથકોનો સમાવેશ કરવામાં આવ્યો છે?*

*જવાબ: - નવી મુંબઈ અને ગુવાહાટી*

 

*8 . તાજેતરમાં પતંગિયા કે અન્ય જીવજંતુઓની જેમ જ કરોળિયાની એક નવી પ્રજાતિ 'હમાતલિવા માવલિંગોટ' (Hamataliwa mawlyngot) ભારતની કઈ પર્વતમાળામાંથી મળી આવી છે?*

*જવાબ: - ખાસી હિલ્સ (મેઘાલય)*

 

*9 . એવા રિટેલ બિઝનેસ મોડલને શું કહેવામાં આવે છે જેમાં વિક્રેતા (Seller) ઉત્પાદનોને સ્ટોકમાં રાખ્યા વિના સીધા જ ગ્રાહકોના ઓર્ડર સ્વીકારે છે?*

*જવાબ: - ડ્રોપશિપિંગ (Dropshipping)*

 

*10 . કુચાઈ સિલ્ક સાડીઓ,  ભોયા સાડીઓ, કેસરિયા કલાકાંડ, ડોકરા હસ્તકલા, જડોપાટિયા પેઇન્ટિંગ્સ અને તુસાર સિલ્કને  પ્રતિષ્ઠિત 'GI ટેગ' આપવામાંઆવ્યા છે, આ ઉત્પાદનો કયા રાજ્ય સાથે સંબંધિત છે?*

*જવાબ: - ઝારખંડ*


 

*11 . કયો દેશ યુરોપ ખંડમાં આવેલો હોવા છતાં તેનું ભૌગોલિક સ્થાન લેન્ડલોક્ડ (ચારેય બાજુ જમીનથી ઘેરાયેલો) છે અને બ્રાતિસ્લાવા તેની રાજધાની છે?*

*જવાબ: - સ્લોવાકિયા*

 

*12 . ભારતીય બંધારણના કયા ભાગ (Part) માં કેન્દ્ર-રાજ્ય સંબંધો (Center-State Relations) ની વહીવટી અને નાણાકીય જોગવાઈઓ દર્શાવવામાં આવી છે?*

*જવાબ: - ભાગ 11 અને 12*

 

*13 . પ્રખ્યાત 'છોટાનાગપુરનો ઉચ્ચપ્રદેશ' (Chota Nagpur Plateau) મુખ્યત્વે ભારતના કયા રાજ્યમાં વિસ્તરેલો છે અને તે ખનિજોનો ભંડાર ગણાય છે?*

*જવાબ: - ઝારખંડ*

 

*14 . ભારતમાં દર વર્ષે કયા દિવસને 'રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ' (National Statistics Day) તરીકે ઉજવવામાં આવે છે?*

*જવાબ: - 29 જૂન (પી. સી. મહાલનોબિસનો જન્મદિન)*

 

*15 . પ્રકાશનું કિરણ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે ત્યારે તેની દિશા બદલવાની ઘટનાને શું કહેવાય છે?*

*જવાબ: - પ્રકાશનું વક્રીભવન (Refraction of Light)*

Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

સપ્તરંગી રંગોળી સ્પર્ધા, ઑક્ટોબર - 2022 પરિણામ

 

 સપ્તરંગી રંગોળી  સ્પર્ધા, ઑક્ટોબર - 2022 પરિણામ


🌈🌈🌈🌈🌈🌈🌈

*શિક્ષણકુંજ દ્વારા આયોજિત રાજ્યકક્ષાની ઑનલાઇન "સપ્તરંગી રંગોળી સ્પર્ધા- ઑક્ટોબર -૨૦૨૨"માં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને શિક્ષણકુંજના સંચાલકો તરફથી અભિનંદન પાઠવવામાં આવે છે.*

🌈🌈🌈🌈🌈🌈🌈🌈


શિક્ષણકુંજ સાથે જોડાવવા માટેની દરેક લિંક એકજ પેજ પર  અહી ક્લિક કરો



🎍 શિક્ષણકુંજ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની ઑનલાઈન "સપ્તરંગી" રંગોળી  સ્પર્ધા, ઑક્ટોબર - 2022


♦️વિદ્યાર્થીઓ, શિક્ષકો, અન્ય વ્યવસાય સાથે જોડાયેલ   સજ્જનો, ગૃહિણીઓ અને તમામ  માટે સોનેરી તક♦️

🎍🎍🎍🎍🎍🎍🎍🎍

👍 સ્પર્ધામાં રંગોળી મોકલવાની તારીખ - 21/10/2022 થી  તા. 05 /11/2022 સુધી.


*🌹 પરિણામ તારીખ - 13/11/2022*


🔰 "સપ્તરંગી" રંગોળી સ્પર્ધા બે વિભાગમાં યોજવામાં આવશે.


*📌વિભાગ - 1*


ધોરણ 5 થી 12 નાં વિદ્યાર્થીઓ


*📌વિભાગ - 2*


કૉલેજીયન, શિક્ષકો, અન્ય વ્યવસાય ક્ષેત્રે જોડાયેલ સજ્જનો તથા ગૃહિણીઓ અને તમામ



પરિણામ👇👇👇👇👇👇







🏆 પ્રોત્સાહિત ઈનામની રકમ ધોરણ 5 થી 12 સુધીના રચનાકારો માટે 🏆


પ્રથમ નંબર:- 351 રુપિયા + સર્ટિફિકેટ 


દ્વિતીય નંબર:- 251 રુપિયા + સર્ટિફિકેટ 


તૃતીય નંબર:- 151 રૂપિયા + સર્ટિફિકેટ 






🏆 પ્રોત્સાહિત ઈનામની રકમ કૉલેજથી આગળના તમામ રચનાકારો માટે 🏆


પ્રથમ નંબર:- 351 રુપિયા + સર્ટિફિકેટ 


દ્વિતીય નંબર:- 251 રુપિયા+ સર્ટિફિકેટ 


તૃતીય નંબર:- 151 રૂપિયા+ સર્ટિફિકેટ






પ્રમાણપત્ર 1 થી 3 નંબર  pdf અહી ક્લિક કરો




*🌈શિક્ષણકુંજ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની  ઑનલાઈન "સપ્તરંગી" રંગોળી સ્પર્ધામાં આપ સૌને પ્રમાણપત્ર એનાયત કરતા હર્ષની લાગણી અનુભવીએ છીએ.*🌈
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

નીચે આપેલી લિંક ક્લિક કરીને આપ સૌ આપનું પ્રમાણપત્ર મેળવી શકો છો. 

પ્રમાણપત્ર ડાઉનલોડ કરો

💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻


*☀️"શિક્ષણકુંજ"* સાથે જોડાવવા આપ નીચેની કોઈ પણ સોશિયલ લિંક દ્વારા જોડાઈ શકો છો.


*💥ખાસ*

👉🏻દર મહિને *ફેસબુક ગ્રૂપ* માં Top-10  પોસ્ટ અને Commenter રજૂ કરવામાં આવે છે.

👉🏻દર બે મહિને શિક્ષણ ને લગતી સ્પર્ધાઓ યોજવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને દરેક વ્યક્તિ સ્પર્ધામાં ભાગ લઈ પોતાની પ્રતિભા સમગ્ર ગુજરાત સમક્ષ રજૂ કરી શકે 

👉🏻દરરોજ *દિન વિશેષ, જાણવા જેવું, જનરલ નૉલેજ, સુવિચાર, અવનવું, પંચાગ, આજની મહત્વની ઘટનાઓ* જેવી ઉપયોગી પોસ્ટ ગ્રૂપ માં જ મૂકવામાં આવે છે.



*💫શિક્ષણકુંજ બ્લોગ*  crt+D પ્રેસ કરીને બુકમાર્ક કરો.. મુલાકાત લેતા રહો🙏🏻

shixankunj.blogspot.com



*💫શિક્ષણકુંજ YouTube  ચેનલ* ( એક વીડિયો પણ બનાવીએ. તમે ગૂગલ ફોર્મ ભરીને અમને વીડિયો મોકલી શકો છો) બ્લોગ માં માહિતી મળી જશે

https://youtube.com/channel/UCv-A4J3u-7hTyzXrakP5vZA


*💫શિક્ષણકુંજ Telegram ચેનલ* ( એક ચેનલ ઓલ પોસ્ટ)

https://t.me/+EvC172FupI43NDBl


*💫શિક્ષણકુંજ Facebook ગ્રૂપ* ( તમારી પણ શૈક્ષણિક પોસ્ટ કરી શકો છો.)

https://www.facebook.com/groups/604101860782564/?ref=share



*💫શિક્ષણકુંજ WhatsApp ગ્રૂપ*

https://chat.whatsapp.com/I04NYUAcq9H4E2NALRJFEq


*💫શિક્ષણકુંજ Instagram*

https://instagram.com/shikshankunj1?igshid=YmMyMTA2M2Y=



આપના સાથ અને સહકાર સાથે આભાર🙏🏻

*☀️શિક્ષણકુંજ☀️*
















══════════════════════════════


 👉 "સપ્તરંગી" રંગોળી સ્પર્ધાના નિયમો :


  • ૧) ઘરના આંગણામાં રંગોળી બનાવવી.
  • ૨) રંગોળી બનાવતાં હોય ત્યારે શરૂઆતનો ફોટોગ્રાફ, અડધી રંગોળી તૈયાર થાય ત્યારનો ફોટોગ્રાફ અને રંગોળી સંપૂર્ણ તૈયાર થઈ જાય ત્યારનો  ફોટોગ્રાફ એમ કુલ ત્રણ ફોટોગ્રાફ્સ અપલોડ કરવાના રહેશે. 
  • ૩) રંગોળીનો ફોટો પાડો ત્યારે  સ્પર્ધક રંગોળી બનાવતા હોય તેવો એક ફોટો ફરજિયાત રાખવો.
  • ૪) ઘરના આંગણામાં બનાવેલી રંગોળીના ત્રણેય ફોટોગ્રાફની નીચે  ગુજરાતીમાં રંગોળી બનાવનારનું પૂરું નામ, ધોરણ, વ્યવસાય, તાલુકો, જિલ્લો, મોબાઈલ નંબર અને વિભાગ ફરજિયાત લખવાનું રહશે. જો આ માહિતી રંગોળીના ફોટોગ્રાફની નીચે લખેલી નહીં હોય તો રંગોળીને અવગણવામાં આવશે, એટલે કે સ્પર્ધામાંથી બાકાત કરવામાં આવશે.
  • ૪) રંગોળીનો ફોટોગ્રાફ સ્પષ્ટ, કોઈ પણ એડિટિંગ વગરનો હોવો જોઈએ.
  • ૫) તમારું નામ ગુજરાતીમાં જ લખવું અને પૂરું નામ લખવું. તમે જેવું નામ લખશો તેવું જ પ્રમાણપત્ર મળશે.
  • ૬) કાગળમાં દોરેલી રંગોળી કોઈએ મોકલવાની નથી. ઘરના આંગણામાં દોરેલી રંગોળી જ મોકલવાની રહેશે.
  • ૭) રંગોળી સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકને પ્રમાણપત્ર આપવામાં આવશે.
  • ૮) જે શિક્ષક પોતાની શાળાના 20 થી વધુ વિદ્યાર્થીઓને 'સપ્તરંગી' રંગોળી સ્પર્ધામાં ભાગ લેવડાવશે તે શિક્ષકને સન્માનપત્ર આપવામાં આવશે.
  • ૯) સ્પર્ધકે પોતાનો મોબાઈલ નંબર અને વિભાગ ફરજિયાત લખવો. જો સ્પર્ધકે વિભાગ અને મોબાઈલ નંબર દર્શાવેલ નહીં હોય તો તેમનું ચિત્ર અવગણવામાં આવશે.

🎍🎍🎍🎍🎍🎍🎍🎍

 *રંગોળી અપલોડ કરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.* 

https://forms.gle/BRTKRB14UNK9HJ8eA

🎍🎍🎍🎍🎍🎍🎍🎍

*"સપ્તરંગી" રંગોળી સ્પર્ધા વિશે વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ મોબાઈલ નંબર પર સંપર્ક કરવો.*


🌸🌸🌸🌸🌸🌸🌸

*🌈" શિક્ષણકુંજ "ના આયોજક*

🤝શ્રી દિનેશભાઈ ધનાભાઇ ચૌહાણ 9712824892

🤝શ્રી નરેન્દ્ર મણિલાલ કાલરિયા 9722500197

 🤝શ્રી રાજેશ ધનજીભાઈ ડાભી 9099498094

🤝 શ્રી રાજેશકુમાર એન. પટેલિયા 9712948627

🙏🙏🙏🙏🙏🙏🙏🙏







*🪀શિક્ષણકુંજ WhatsApp ગ્રૂપ join કરવા નીચેની લિંક પર ક્લિક કરો.*

https://chat.whatsapp.com/HM4adiRvGjT0YV8tRX1K1Q

Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

સપ્તરંગી રંગોળી સ્પર્ધા, ઑક્ટોબર - 2022

 સપ્તરંગી રંગોળી  સ્પર્ધા, ઑક્ટોબર - 2022




🎍 શિક્ષણકુંજ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની ઑનલાઈન "સપ્તરંગી" રંગોળી  સ્પર્ધા, ઑક્ટોબર - 2022


♦️વિદ્યાર્થીઓ, શિક્ષકો, અન્ય વ્યવસાય સાથે જોડાયેલ   સજ્જનો, ગૃહિણીઓ અને તમામ  માટે સોનેરી તક♦️

🎍🎍🎍🎍🎍🎍🎍🎍

👍 સ્પર્ધામાં રંગોળી મોકલવાની તારીખ - 21/10/2022 થી  તા. 05 /11/2022 સુધી.


*🌹 પરિણામ તારીખ - 13/11/2022*


🔰 "સપ્તરંગી" રંગોળી સ્પર્ધા બે વિભાગમાં યોજવામાં આવશે.


*📌વિભાગ - 1*


ધોરણ 5 થી 12 નાં વિદ્યાર્થીઓ


*📌વિભાગ - 2*


કૉલેજીયન, શિક્ષકો, અન્ય વ્યવસાય ક્ષેત્રે જોડાયેલ સજ્જનો તથા ગૃહિણીઓ અને તમામ



🏆 પ્રોત્સાહિત ઈનામની રકમ ધોરણ 5 થી 12 સુધીના રચનાકારો માટે 🏆


પ્રથમ નંબર:- 351 રુપિયા + સર્ટિફિકેટ 


દ્વિતીય નંબર:- 251 રુપિયા + સર્ટિફિકેટ 


તૃતીય નંબર:- 151 રૂપિયા + સર્ટિફિકેટ 


🏆 પ્રોત્સાહિત ઈનામની રકમ કૉલેજથી આગળના તમામ રચનાકારો માટે 🏆


પ્રથમ નંબર:- 351 રુપિયા + સર્ટિફિકેટ 


દ્વિતીય નંબર:- 251 રુપિયા+ સર્ટિફિકેટ 


તૃતીય નંબર:- 151 રૂપિયા+ સર્ટિફિકેટ


 👉 "સપ્તરંગી" રંગોળી સ્પર્ધાના નિયમો :


  • ૧) ઘરના આંગણામાં રંગોળી બનાવવી.
  • ૨) રંગોળી બનાવતાં હોય ત્યારે શરૂઆતનો ફોટોગ્રાફ, અડધી રંગોળી તૈયાર થાય ત્યારનો ફોટોગ્રાફ અને રંગોળી સંપૂર્ણ તૈયાર થઈ જાય ત્યારનો  ફોટોગ્રાફ એમ કુલ ત્રણ ફોટોગ્રાફ્સ અપલોડ કરવાના રહેશે. 
  • ૩) રંગોળીનો ફોટો પાડો ત્યારે  સ્પર્ધક રંગોળી બનાવતા હોય તેવો એક ફોટો ફરજિયાત રાખવો.
  • ૪) ઘરના આંગણામાં બનાવેલી રંગોળીના ત્રણેય ફોટોગ્રાફની નીચે  ગુજરાતીમાં રંગોળી બનાવનારનું પૂરું નામ, ધોરણ, વ્યવસાય, તાલુકો, જિલ્લો, મોબાઈલ નંબર અને વિભાગ ફરજિયાત લખવાનું રહશે. જો આ માહિતી રંગોળીના ફોટોગ્રાફની નીચે લખેલી નહીં હોય તો રંગોળીને અવગણવામાં આવશે, એટલે કે સ્પર્ધામાંથી બાકાત કરવામાં આવશે.
  • ૪) રંગોળીનો ફોટોગ્રાફ સ્પષ્ટ, કોઈ પણ એડિટિંગ વગરનો હોવો જોઈએ.
  • ૫) તમારું નામ ગુજરાતીમાં જ લખવું અને પૂરું નામ લખવું. તમે જેવું નામ લખશો તેવું જ પ્રમાણપત્ર મળશે.
  • ૬) કાગળમાં દોરેલી રંગોળી કોઈએ મોકલવાની નથી. ઘરના આંગણામાં દોરેલી રંગોળી જ મોકલવાની રહેશે.
  • ૭) રંગોળી સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકને પ્રમાણપત્ર આપવામાં આવશે.
  • ૮) જે શિક્ષક પોતાની શાળાના 20 થી વધુ વિદ્યાર્થીઓને 'સપ્તરંગી' રંગોળી સ્પર્ધામાં ભાગ લેવડાવશે તે શિક્ષકને સન્માનપત્ર આપવામાં આવશે.
  • ૯) સ્પર્ધકે પોતાનો મોબાઈલ નંબર અને વિભાગ ફરજિયાત લખવો. જો સ્પર્ધકે વિભાગ અને મોબાઈલ નંબર દર્શાવેલ નહીં હોય તો તેમનું ચિત્ર અવગણવામાં આવશે.

🎍🎍🎍🎍🎍🎍🎍🎍

 *રંગોળી અપલોડ કરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.* 

https://forms.gle/BRTKRB14UNK9HJ8eA

🎍🎍🎍🎍🎍🎍🎍🎍

*"સપ્તરંગી" રંગોળી સ્પર્ધા વિશે વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ મોબાઈલ નંબર પર સંપર્ક કરવો.*


🌸🌸🌸🌸🌸🌸🌸

*🌈" શિક્ષણકુંજ "ના આયોજક*

🤝શ્રી દિનેશભાઈ ધનાભાઇ ચૌહાણ 9712824892

🤝શ્રી નરેન્દ્ર મણિલાલ કાલરિયા 9722500197

 🤝શ્રી રાજેશ ધનજીભાઈ ડાભી 9099498094

🤝 શ્રી રાજેશકુમાર એન. પટેલિયા 9712948627

🙏🙏🙏🙏🙏🙏🙏🙏







*🪀શિક્ષણકુંજ WhatsApp ગ્રૂપ join કરવા નીચેની લિંક પર ક્લિક કરો.*

https://chat.whatsapp.com/HM4adiRvGjT0YV8tRX1K1Q

Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

રિસર્ચ પેપર (સંશોધન પત્ર) શિક્ષણકુંજ દ્વારા આયોજિત, ઑનલાઈન રાજ્યકક્ષાની સંગોષ્ઠી

રિસર્ચ પેપર (સંશોધન પત્ર)  શિક્ષણકુંજ દ્વારા આયોજિત, ઑનલાઈન રાજ્યકક્ષાની સંગોષ્ઠી


શિક્ષણકુંજ દ્વારા આયોજિત, ઑનલાઈન રાજ્યકક્ષાની સંગોષ્ઠી

 " આઝાદીનો અમૃત મહોત્સવ :સ્વાતંત્ર્ય ચળવળ અને ગુજરાત "


 તા. ૨૮ ઑગસ્ટ, ૨૦૨૨
રવિવાર, સાંજે ૪ : ૦૦ વાગ્યે
(માધ્યમ : ગૂગલ મીટ)


રિસર્ચ પેપર (સંશોધન પત્ર) માટેની સબથીમ


(નીચે આપેલ સબથીમ પર " આઝાદીનો અમૃત મહોત્સવ  : સ્વાતંત્ર્ય ચળવળ અને ગુજરાત" ના સંદર્ભને ધ્યાનમાં રાખીને રિસર્ચ પેપર તૈયાર કરવાનું રહેશે.) 

૧. સ્વાતંત્ર્ય ચળવળ અને ગાંધીજી
૨. ગુજરાતના સ્વાતંત્ર્ય નરવીરો
૩. ગુજરાતની મહિલા સ્વાતંત્ર્ય સેનાનીઓ
૪. સ્વાતંત્ર્ય ચળવળ અંતર્ગત ગુજરાતમાં થયેલી વિવિધ લડતો/આંદોલનો/સત્યાગ્રહો
૫. દાંડીકૂચ
૬. સ્વાતંત્ર્ય ચળવળ અને સરદાર વલ્લભભાઈ પટેલ
૭. તમારા જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાનીઓ
૮. જૂનાગઢનું ભારતસંઘ સાથે જોડાણ- વિલીનીકરણ



રિસર્ચ પેપર (સંશોધન પત્ર) માટેના સૂચનો, નિયમો

◆ ફોન્ટ સાઈઝ : ૧૨ શ્રુતિ - ગુજરાતી
 ખાસ નોંધ : રિસર્ચ પેપર ગુજરાતી શ્રુતિ ફોન્ટમાં અને વર્ડ ફાઈલમાં જ સબમિટ કરવું.

◆ રિસર્ચ પેપર ઑનલાઈન સબમિટ કરવાની તારીખ : તા. ૧૧/૦૮/૨૦૨૨ થી ૨૫/૦૮/૨૦૨૨

◆ શબ્દ મર્યાદા : ૧૦૦૦ શબ્દો

◆ રિસર્ચ પેપર સબમિટ કરવાની ગૂગલ લિંક : અહી ક્લિક કરો

◆ રજૂઆત માટે સમય મર્યાદા : પાંચ મિનિટ



રિસર્ચ પેપર સેમિનાર સહભાગિતા માટેની પાત્રતા :


 ■ ફક્ત ગુજરાત રાજ્યના

★  માન્ય શાળાના  શિક્ષકો - આચાર્યો (પ્રાથમિક, ઉચ્ચતર પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક)

◆ સી.આર.સી.કૉ. ઓર્ડીનેટર્સ 
◆ બી.આર.સી.કૉ. ઓર્ડીનેટર્સ 
◆ કૉલેજના અધ્યાપકો 

◆ D.EL.Ed, B.ed, DIET વ્યાખ્યાતાઓ 
◆ PH.D. કરતાં વિદ્યાર્થીઓ 
◆ B.Ed. કરતાં વિદ્યાર્થીઓ 
◆ M.Ed, M.Phil કરતાં વિદ્યાર્થીઓ 
◆ D.EL.Ed. કરતાં વિદ્યાર્થીઓ 



સંપર્ક :

શ્રી દિનેશભાઈ ચૌહાણ (મો.૯૭૧૨૮૨૪૮૯૨)
શ્રી નરેન્દ્રભાઈ કાલરિયા (મો.૯૭૨૨૫૦૦૧૯૭)
શ્રી રાજેશભાઈ ડાભી (મો.૯૦૯૯૪૯૮૦૯૪)
શ્રી રાજેશભાઈ પટેલિયા (મો.૯૭૧૨૯૪૮૬૨૭)


રિસર્ચ પેપર સેમિનાર માટેની માહિતી વાંચવા અહી ક્લિક કરો 






 

Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

કલશોર સમર કેમ્પ-2022

 

શિક્ષણકુંજ દ્વારા આયોજિત રાજ્યકક્ષાનો ઑનલાઈન કલશોર સમર કેમ્પ-2022






સમર કેમ્પની તારીખ :

 29/05/2022 થી04/06/2022


શિક્ષણકુંજ દ્વારા આયોજિત રાજ્યકક્ષાના ઑનલાઈન "કલશોર" સમર કેમ્પ-2022માં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે.


રજિસ્ટ્રેશન કરવા માટે અહી લિંક પર ક્લિક કરો


શિક્ષણકુંજ દ્વારા આયોજિત રાજ્યકક્ષાના ઑનલાઈન "કલશોર" સમર કેમ્પ-2022માં  વિદ્યાર્થીઓ, વાલી, શિક્ષકો, તથા ગુજરાત રાજ્યના  તમામ નાગરિકો રજિસ્ટ્રેશન કરીને ભાગ લઈ શકે છે.


શિક્ષણકુંજ દ્વારા આયોજિત રાજ્યકક્ષાના ઑનલાઈન કલશોર સમર કેમ્પ-2022માં ભાગ લેનાર દરેક વ્યક્તિએ ઓછામાં ઓછી બે પ્રવૃત્તિઓ અપલોડ કરવી પડશે.


શિક્ષણકુંજ દ્વારા આયોજિત રાજ્યકક્ષાના ઑનલાઈન "કલશોર" સમર કેમ્પ-2022માં રજિસ્ટ્રેશન કરીને ભાગ લેનાર દરેક વ્યક્તિને સમર કેમ્પ પૂર્ણ થયા પછી આકર્ષક ઈ-સર્ટિફિકેટ આપવામાં આવશે.


શિક્ષણકુંજ સાથે આપ  નીચેની લિંક પર ક્લિક કરી જોડાઈ શકો છો.....




Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

રાજ્યકક્ષાનો ઑનલાઈન ટી.એલ.એમ./રમકડાં/પપેટ નિર્માણ વર્કશોપ

 🌈 *શિક્ષણકુંજ દ્વારા આયોજીત* 🌈

🔮 *રાજ્યકક્ષાનો ઑનલાઈન ટી.એલ.એમ./રમકડાં/પપેટ નિર્માણ વર્કશોપ*🔮

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

🖥️ *તારીખ, વાર અને સમય*🖥️

*તા.13/03/2022*

*રવિવાર*

*સમય : સાંજે 4:00 વાગ્યે*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

🔖 *ખાસ સૂચના :* 🔖

*ઑનલાઈન વર્કશોપમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ફક્ત સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાના શિક્ષકો જ રજીસ્ટ્રેશન કરી શકશે. અન્ય કોઈએ રજીસ્ટ્રેશન કરવું નહીં.* 






🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*રજીસ્ટ્રેશન લિંક*

https://forms.gle/KTJWDpGwTrrQgUDWA

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*રજીસ્ટ્રેશન કરાવવાની તારીખ :*

*તા.20/02/2022થી તા.06/03/2022*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ઑનલાઈન ટી.એલ.એમ./રમકડાં/પપેટ નિર્માણ વર્કશોપના નિયમો રજીસ્ટ્રેશન લિંકમાં આપેલા છે.* *નિયમો વાંચીને પછી રજીસ્ટ્રેશન કરવું.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*🏵️" શિક્ષણકુંજ " ના સંચાલક શ્રી 🏵️*

*(1) શ્રી દિનેશભાઈ ધનાભાઈ ચૌહાણ*

        મદદનીશ શિક્ષક

        શ્રી રૂણી પ્રાથમિક શાળા

        તા.ધાનેરા, જિ. બનાસકાંઠા

*(2) શ્રી  નરેન્દ્ર મણિલાલ  કાલરિયા*

        મદદનીશ શિક્ષક

        શ્રી જડસા પ્રાથમિક શાળા

        તા.ભચાઉ, જિ. કચ્છ

*(3) શ્રી રાજેશ ધનજીભાઈ ડાભી*

        મદદનીશ શિક્ષક

       શ્રી સારંગવાડા પ્રાથમિક શાળા

        તા.અબડાસા, જિ. કચ્છ

*(4) શ્રી રાજેશકુમાર એન.પટેલિયા*

        મુખ્ય શિક્ષક

        શ્રી નવાનગર કુમાર પ્રા.શાળા

        તા. નખત્રાણા, જિ. કચ્છ

*(5) શ્રી મુકેશકુમાર ચંદ્રકાન્તભાઈ  વાઘેલા*

        મોજીલા માસ્તર

       શ્રી અવાણિયા કુમાર પ્રા.શાળા

       તા.ઘોઘા, જિ.ભાવનગર

 🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

*શિક્ષણકુંજ દ્વારા આયોજીત રાજ્યકક્ષાના ઑનલાઈન ટી.એલ.એમ./રમકડાં/પપેટ નિર્માણ વર્કશોપ વિશે વધુ માહિતી મેળવવા માટે મોબાઈલ નંબર 9722500197 અથવા 97128 24892માં સંપર્ક કરવો.*


વર્કશોપ માટેની PDF ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો


આપનું વર્કશોપનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો






















Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

શિક્ષણકુંજ દ્વારા આયોજિત રાજ્યકક્ષાનું ઑનલાઈન કવિ સંમેલન

 🌈 *શિક્ષણકુંજ દ્વારા આયોજિત*🌈

 🪔 *રાજ્યકક્ષાનું ઑનલાઈન કવિ સંમેલન*









🌸🌸🌸🌸🌸🌸🌸🌸

🖥️ *તારીખ, વાર અને સમય*🖥️

*તા. 30/01/2022*

*રવિવાર*

*સમય : સાંજે 5:00 વાગ્યે*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

🎤 *ખાસ સૂચના :*🎤

*ઑનલાઈન કવિ સંમેલનમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*રજિસ્ટ્રેશન લિંક*

https://forms.gle/KdCgzFMZ2peycPzd8

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

 *રજિસ્ટ્રેશન કરાવવાની  તારીખ* 

*તા. 10/01/2022થી તા. 27/01/2022* 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

 *ઑનલાઈન કવિ સંમેલનના નિયમો રજિસ્ટ્રેશન લિંકમાં આપેલા છે.* 

*નિયમો વાંચીને પછી રજિસ્ટ્રેશન કરવું.* 


નિયમો : 

(1) 10 વર્ષથી વધુ ઉંમરના કોઈ પણ વ્યક્તિ ઑનલાઈન કવિ સંમેલનમાં ભાગ લઈ શકે છે.

(2) ઑનલાઈન કવિ સંમેલનમાં પોતાની સ્વરચિત રચનાનું પઠન અથવા ગાન કરવાનું રહેશે અને પોતાની રચના સ્વરચિત છે તેવી લેખિત બાંહેધરી આપવી પડશે.

(3) ઑનલાઈન કવિ સંમેલનમાં ભાગ લેનાર વ્યક્તિ પોતાની સ્વરચિત રચનાનું ફક્ત ગુજરાતી અથવા હિન્દી ભાષામાં પઠન અથવા ગાન કરવાનું રહેશે. 

(4) ઑનલાઈન કવિ સંમેલનમાં ફક્ત ગુજરાત રાજ્યના અને ગુજરાતમાં વસવાટ કરતા હોય તે વ્યક્તિ જ ભાગ લઈ શકશે. 

(5) ઑનલાઈન કવિ સંમેલન google meetના માધ્યમથી યોજાશે. તેથી ભાગ લેનાર વ્યક્તિએ પોતાના મોબાઈલમાં google meet એપ્લિકેશન ડાઉનલોડ કરીને રાખવી.

(6) ઑનલાઈન કવિ સંમેલનમાં ભાગ લેનાર તમામ વ્યક્તિને  આકર્ષક  e-certificate  (ઈ-સર્ટિફિકેટ) આપવામાં આવશે. 

(7) ઑનલાઈન કવિ સંમેલનમાં આપની સ્વરચિત રચનાનું પઠન અથવા ગાન કરવા માટે 10 મિનિટનો સમય આપવામાં આવશે.

(8) ઑનલાઈન કવિ સંમેલનમાં ભાગ લેવા માટે તા.10/01/2022 થી તા.27/01/2022 સુધીમાં  રજિસ્ટ્રેશન કરાવવું.

(9) ઑનલાઈન કવિ સંમેલનમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવાની અંતિમ તારીખ 27/01/2022 છે.

(10) ઑનલાઈન કવિ સંમેલન તા. 30 જાન્યુઆરી, 2022 રવિવારના દિવસે સાંજે 5:00 વાગ્યે યોજાશે.

(11) કોઈ પણ ધર્મ, જાતિ, જ્ઞાતિ, દેશ, સંસ્કૃતિ કે વ્યક્તિની લાગણીને ઠેસ પહોંચે એવી રચના રજૂ કરવી નહીં.

(12) ઑનલાઈન કવિ સંમેલન વિશે વધુ માહિતી મેળવવા માટે મોબાઈલ નંબર 97128 24892 માં સંપર્ક કરવો.

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*🏵️" શિક્ષણકુંજ " ના સંચાલક શ્રી 🏵️*

*(1) શ્રી દિનેશભાઈ ધનાભાઈ ચૌહાણ*

        મદદનીશ શિક્ષક

        શ્રી ઉંટવેલિયા પ્રાથમિક શાળા

        તા.થરાદ, જિ. બનાસકાંઠા

*(2) શ્રી  નરેન્દ્ર મણિલાલ  કાલરિયા*

        મદદનીશ શિક્ષક

        શ્રી જડસા પ્રાથમિક શાળા

        તા.ભચાઉ, જિ. કચ્છ

*(3) શ્રી રાજેશકુમાર એન.પટેલિયા*

        મુખ્ય શિક્ષક

        શ્રી નવાનગર કુમાર પ્રા.શાળા

        તા. નખત્રાણા, જિ. કચ્છ

*(4) શ્રી રાજેશ ધનજીભાઈ ડાભી*

        મદદનીશ શિક્ષક

       શ્રી સારંગવાડા પ્રાથમિક શાળા

        તા.અબડાસા, જિ. કચ્છ

*(5) શ્રી મુકેશકુમાર ચંદ્રકાન્તભાઈ  વાઘેલા*

        મોજીલા માસ્તર

       શ્રી અવાણિયા કુમાર પ્રા.શાળા

       તા.ઘોઘા, જિ.ભાવનગર

 🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

*ઑનલાઈન કવિ સંમેલન વિશે વધુ માહિતી મેળવવા માટે મોબાઈલ નંબર 97128 24892 અથવા 9722500197માં સંપર્ક કરવો.*



PDF ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો

આપનું કવિ સંમેલનનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો



















Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube
Join us on Facebook Group

Followers

VISITERS