શિક્ષણ , સર્જન , સિદ્ધિ

શિક્ષણકુંજ ઈ મેગેઝીન
Join Us On
Whatsapp
Join Us On
Telegram
Showing posts with label BALVARTA. Show all posts
Showing posts with label BALVARTA. Show all posts

મીઠી વાર્તાઓ વાર્તા સ્પર્ધા સપ્ટેમ્બર 2025

 મીઠી વાર્તાઓ વાર્તા સ્પર્ધા સપ્ટેમ્બર 2025


*શિક્ષણકુંજ દ્વારા આયોજિત રાજ્યકક્ષાની ઑનલાઈન "મીઠી વાર્તાઓ"   વાર્તા સ્પર્ધા, ઑગસ્ટ/સપ્ટેમ્બર- 2025* 

વિદ્યાર્થીઓ, શિક્ષકો, અન્ય વ્યવસાય સાથે જોડાયેલ   સજ્જનો, ગૃહિણીઓ અને ગુજરાતના તમામ નાગરિકો માટે સોનેરી તક






સ્પર્ધામાં વાર્તા મોકલવાની તારીખ -

તારીખ : 24/08/2025 થી  તારીખ 21/09/2025 


"મીઠી વાર્તાઓ" વાર્તા સ્પર્ધાનું પરિણામ 

તારીખ : 28/09/2025 ના રોજ જાહેર કરવામાં આવશે.



"મીઠી વાર્તાઓ" વાર્તા સ્પર્ધા બે વિભાગમાં યોજવામાં આવશે.

📌વિભાગ - 1

ધોરણ 5 થી 12 નાં વિદ્યાર્થીઓ

📌વિભાગ - 2

કૉલેજિયન, શિક્ષકો, અન્ય વ્યવસાય ક્ષેત્રે જોડાયેલ સજ્જનો તથા ગૃહિણીઓ અને ગુજરાતના તમામ નાગરિકો 


પ્રોત્સાહિત ઈનામની રકમ :

વિભાગ 1 : ધોરણ 5 થી 12 સુધીના સ્પર્ધકો માટે

પ્રથમ નંબર:- 301 રુપિયા + સર્ટિફિકેટ 

દ્વિતીય નંબર:- 201 રુપિયા + સર્ટિફિકેટ 

તૃતીય નંબર:- 101 રૂપિયા + સર્ટિફિકેટ 


વિભાગ - 2 : કૉલેજિયન, શિક્ષકો, અન્ય વ્યવસાયકારો, ગૃહિણીઓ વગેરે સ્પર્ધકો માટે

પ્રથમ નંબર:- 301 રુપિયા + સર્ટિફિકેટ 

દ્વિતીય નંબર:- 201 રુપિયા+ સર્ટિફિકેટ 

તૃતીય નંબર:- 101 રૂપિયા+ સર્ટિફિકેટ


👉 "મીઠી વાર્તાઓ"  વાર્તા સ્પર્ધાના નિયમો : 

1) વાર્તા સ્વરચિત હોવી જોઈએ. 

2) વાર્તા અન્ય કોઈ વર્તમાનપત્રો કે સામયિકમાં પ્રકાશિત થયેલ ન હોવી જોઈએ.

3) વાર્તા ફક્ત વર્ડ ફાઈલમાં જ મોકલવી. PDF મોકલવી નહીં.

4) વાર્તા ફક્ત ગુજરાતી ભાષામાં અને ગુજરાતી શ્રુતિ ફોન્ટમાં લખવી. ફોન્ટની સાઈઝ 11 રાખવી.

5) લેખક/લેખિકા પોતાના મનગમતા વિષય પર વાર્તા લખી શકશે.

6) લિંકમાં તમારું નામ ગુજરાતીમાં જ લખવું અને પૂરું નામ લખવું. તમે જેવું નામ લખશો તેવું જ પ્રમાણપત્ર મળશે.

7) વાર્તામાંથી મળતો બોધ હકારાત્મક હોવો જોઈએ.

8) વાર્તા ઓછામાં ઓછા એક પેજમાં અને વધુને વધુ બે પેજમાં લખવી. 

9) કોઈ ધર્મ, જ્ઞાતિ કે વ્યક્તિની લાગણી દુભાય એવી વાર્તા મોકલવી નહીં. આવી વાર્તા સ્પર્ધામાંથી બાકાત કરવામાં આવશે.

10) સ્પર્ધકે વાર્તાના અંતે લેખક/લેખિકા તરીકે પોતાનું નામ, શાળા, સંસ્થા કે સોસાયટીનું નામ,  પોતાનો મોબાઈલ નંબર અને વિભાગ ફરજિયાત લખવો. જો સ્પર્ધકે વિભાગ અને મોબાઈલ નંબર દર્શાવેલ નહીં હોય તો તેમની વાર્તા માન્ય ગણવામાં આવશે નહીં અને પ્રમાણપત્ર મળશે નહીં.

11) વાર્તા સ્પર્ધામાં આવેલ વાર્તાઓ શિક્ષણકુંજ E-Magazine માં ક્રમશ: પ્રકાશિત કરવામાં આવશે.

12) નિર્ણાયકોનો નિર્ણય આખરી રહેશે.


"મીઠી વાર્તાઓ" વાર્તા સ્પર્ધા અંતર્ગત વાર્તા અપલોડ કરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો. 

https://forms.gle/dQY8R9oSomtfiES99



વધુ માહિતી માટે PDF ડાઉનલોડ કરવા અહિં ક્લિક કરો.



"મીઠી વાર્તાઓ " વિશે વધુ માહિતી મેળવવા માટે શિક્ષણકુંજના સંચાલકોનો સંપર્ક કરવો.

🌈" શિક્ષણકુંજ "ના સંચાલકો

🤝શ્રી દિનેશભાઈ ધનાભાઇ ચૌહાણ 9712824892

🤝શ્રી નરેન્દ્ર મણિલાલ કાલરિયા 9722500197

🤝શ્રી રાજેશ ધનજીભાઈ ડાભી 9099498094



વાર્તા સ્પર્ધા નું પરિણામ 



નમસ્કાર, શિક્ષણકુંજ દ્વારા આયોજિત રાજ્યકક્ષાની ઑનલાઈન "મીઠી વાર્તાઓ" વાર્તા સ્પર્ધા, સપ્ટેમ્બર -2025માં ભાગ લીધેલ તમામ સ્પર્ધકોએ નીચે આપેલ લિંકમાંથી પોતાનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા નમ્ર વિનંતી.

પ્રમાણપત્ર ડાઉનલોડ કરવાની લિંક

https://drive.google.com/drive/folders/1dRImAOsYr8nNuzcon63zvJxAUuBE49TC




🪀શિક્ષણકુંજ WhatsApp ગ્રૂપ join કરવા નીચેની લિંક પર ક્લિક કરો.

https://chat.whatsapp.com/K6p08pBOirVCDfzktf0ZSy?mode=ac_t

Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

વન વગડો" વાર્તા સ્પર્ધા, માર્ચ - 2024

વન વગડો"   વાર્તા સ્પર્ધા, માર્ચ - 2024


શિક્ષણકુંજ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની ઑનલાઈન "વન વગડો"  વાર્તા સ્પર્ધા, માર્ચ - 2024









વિદ્યાર્થીઓ, શિક્ષકો, અન્ય વ્યવસાય સાથે જોડાયેલ   સજ્જનો, ગૃહિણીઓ અને ગુજરાતના તમામ નાગરિકો માટે સોનેરી તક


સ્પર્ધામાં વાર્તા મોકલવાની તારીખ -

તારીખ : 06/02/2024 થી  તારીખ 05/03/2024 સુધી.


 પરિણામની તારીખ - 15 /03/2024


"વન વગડો" વાર્તા સ્પર્ધા બે વિભાગમાં યોજવામાં આવશે.


📌વિભાગ - 1

ધોરણ 5 થી 12 નાં વિદ્યાર્થીઓ


📌વિભાગ - 2

કૉલેજીયન, શિક્ષકો, અન્ય વ્યવસાય ક્ષેત્રે જોડાયેલ સજ્જનો તથા ગૃહિણીઓ અને ગુજરાતના તમામ નાગરિકો 


પ્રોત્સાહિત ઈનામની રકમ :


વિભાગ 1 : ધોરણ 5 થી 12 સુધીના સ્પર્ધકો માટે

  1. પ્રથમ નંબર:- 301 રુપિયા + સર્ટિફિકેટ 
  2. દ્વિતીય નંબર:- 201 રુપિયા + સર્ટિફિકેટ 
  3. તૃતીય નંબર:- 101 રૂપિયા + સર્ટિફિકેટ 


વિભાગ - 2 : કૉલજિયન, શિક્ષકો, અન્ય વ્યવસાયકારો, ગૃહિણીઓ વગેરે સ્પર્ધકો માટે

  1. પ્રથમ નંબર:- 301 રુપિયા + સર્ટિફિકેટ 
  2. દ્વિતીય નંબર:- 201 રુપિયા+ સર્ટિફિકેટ 
  3. તૃતીય નંબર:- 101 રૂપિયા+ સર્ટિફિકેટ


👉 "વન વગડો"  વાર્તા સ્પર્ધાના નિયમો : 

  • ૧) વાર્તા સ્વરચિત હોવી જોઈએ. વાર્તામાં ઓછામાં ઓછી એક કહેવતનો ઉપયોગ કરેલ હોવો જોઈએ.
  • ૨) વાર્તા અન્ય કોઈ વર્તમાનપત્રો કે સામયિકમાં પ્રકાશિત થયેલ ન હોવી જોઈએ.
  • ૩) વાર્તા ફક્ત વર્ડ ફાઈલમાં જ મોકલવી. PDF મોકલવી નહીં.
  • ૪) વાર્તા ફક્ત ગુજરાતી ભાષામાં લખવી.
  • ૪) વાર્તા ગુજરાતી શ્રુતિ ફોન્ટમાં લખવી અને ફોન્ટની સાઈઝ 11 રાખવી.
  • ૫) વાર્તામાં કહેવતો અને રૂઢિ પ્રયોગોનો ઉપયોગ થયેલો હોવો જોઈએ.
  • ૫) લિંકમાં તમારું નામ ગુજરાતીમાં જ લખવું અને પૂરું નામ લખવું. તમે જેવું નામ લખશો તેવું જ પ્રમાણપત્ર મળશે.
  • ૬) વાર્તામાંથી મળતો બોધ હકારાત્મક હોવો જોઈએ.
  • ૭) જો વાર્તામાં કહેવતો અને રૂઢિપ્રયોગોનો ઉપયોગ કરેલો નહીં હોય તો તે વાર્તા માન્ય ગણવામાં નહીં આવે અને પ્રમાણપત્ર મળશે નહીં.
  • ૮) વાર્તા ઓછામાં ઓછા એક પેજમાં અને વધુને વધુ બે પેજમાં લખવી. 
  • ૯) સ્પર્ધકે વાર્તાના અંતે લેખક/લેખિકા તરીકે પોતાનું નામ, શાળા, સંસ્થા કે સોસાયટીનું નામ,  પોતાનો મોબાઈલ નંબર અને વિભાગ ફરજિયાત લખવો. જો સ્પર્ધકે વિભાગ અને મોબાઈલ નંબર દર્શાવેલ નહીં હોય તો તેમની વાર્તા માન્ય ગણવામાં આવશે નહીં અને પ્રમાણપત્ર મળશે નહીં.
  • ૧૦) નિર્ણાયકોનો નિર્ણય આખરી રહેશે.


વન વગાડો વાર્તા સ્પર્ધા માર્ચ - 2024 નું પરિણામ












સ્પર્ધા મા ભાગ લીધેલ પોતાનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા : અહીં ક્લિક કરો




"વન વગડો" વાર્તા સ્પર્ધા માટે ઉપયોગી  કેટલીક કહેવતો નીચે આપેલ છે.

  • 1) દીકરી ને ગાય, દોરે ત્યાં જાય.
  • 2) અધૂરો ઘડો, છલકાય ઘણો.
  • 3) ખોટો રૂપિયો, ચળકે ઘણો.
  • 4) ખાલી ચણો, વાગે ઘણો.
  • 5) પાકા ઘડે કાંઠા ન ચડે
  • 6) દોરડી બળે પણ વળ ન મૂકે.
  • 7) ઝાઝા હાથ, રળિયામણા.
  • 8) બે હાથ વગર તાળી ન પડે.
  • 9) સંપ ત્યાં જંપ.
  • 10) વિના સહકાર, નહિ ઉદ્ધાર.
  • 11) દુઃખે પેટ ને ફૂટે માથું.
  • 12) ખાય પીએ ખાંડણી ને કૂટાઈ મરે સૂપડું.
  • 13) અન્ન તેવો ઓડકાર.
  • 14) વાવે તેવું લણે.
  • 15) ખોદ્યો ડુંગર ને નીકળ્યો ઉંદર.
  • 16) બકરી કાઢતાં ઊંટ પેઠું.
  • 17) ભાવતું હતું ને વૈદ્યે કહ્યું.
  • 18) ગાજ્યા મેઘ વરસે નહીં.
  • 19) બોલે તેના બોર વેચાય
  • 20) ન બોલવામાં નવ ગુણ.
  • 21) ખાડો ખોદે તે પડે.
  • 22) બળિયાના બે ભાગ
  • 23) દાઝ્યા પર ડામ
  • 24) પડ્યા પર પાટું.
  • 25) પીળું એટલું સોનુ નહીં.
  • 26) બુદ્ધિ આગળ બળ પાણી ભરે.
  • 27) ધીરજના ફળ મીઠા
  • 28) બાપ એવા બેટા ને વડ એવા ટેટા
  • 29) કરડે માંકડ ને માર ખાય ખાટલો.
  • 30) સૂકા ભેગું લીલું બળે.






"વન વગડો" વાર્તા સ્પર્ધા અંતર્ગત વાર્તા અપલોડ કરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો. 

https://forms.gle/U4ZYtWXvGLy8Ltet8



PDF ફાઈલ ડાઉનલોડ કરવા  અહીં ક્લિક કરો 👇




"વન વગડો વાર્તા સ્પર્ધા" વિશે વધુ માહિતી મેળવવા માટે શિક્ષણકુંજના સંચાલકોનો સંપર્ક કરવો.


🌈" શિક્ષણકુંજ "ના સંચાલકો

🤝શ્રી દિનેશભાઈ ધનાભાઇ ચૌહાણ 9712824892

🤝શ્રી નરેન્દ્ર મણિલાલ કાલરિયા 9722500197

🤝શ્રી રાજેશ ધનજીભાઈ ડાભી 9099498094


🪀શિક્ષણકુંજ WhatsApp ગ્રૂપ join કરવા નીચેની લિંક પર ક્લિક કરો.

https://chat.whatsapp.com/Kr6Q56hM42F6fjlmHXetHl























Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

રાજ્ય કક્ષાની ઓનલાઇન ટમટમ બાળવાર્તા સ્પર્ધા - RESULT

 રાજ્ય કક્ષાની ઓનલાઇન ટમટમ બાળવાર્તા સ્પર્ધા -RESULT


સ્પર્ધા સમય:- 1-જુલાઈ-2021 થી  31-જુલાઈ-2021

પરિણામ તારિખ:- 15-ઑગસ્ટ- 2021


            આંતર જિલ્લાના નવાચારી શિક્ષકો દ્વારા રાજ્ય કક્ષાની ઓનલાઇન ટમટમ બાળવાર્તા સ્પર્ધા યોજવામાં આવી.આ સ્પર્ધામાં આખા રાજ્યમાંથી 173 જેટલાં સ્પર્ધકોએ ભાગ લીધો.જેમાં વિદ્યાર્થીઓ,શિક્ષકો,આચાર્યો તથા અન્ય સાહિત્યક્ષેત્રના સ્પર્ધકોએ ભાગ લઇ 171 જેટલી બાળવાર્તાઓ ડિજિટલ પ્લેટફોર્મ મારફતે આયોજકોને મોક્લી હતી.

          બાળવાર્તા એક નવું વિશ્વ બાળક સામે મૂકી શકે છે. બાળવાર્તાથી બાળકની સર્જનશક્તિ અને કલ્પના શક્તિ વધે છે. બાળવાર્તા ગમે તે ભાષામાં હોય તો પણ બાળક નવા શબ્દો શીખે છે અને તેનો શબ્દવૈભવ વધે છે.અત્યારે જ્યારે સમગ્ર વિશ્વ કોરોનાની ભયંકર મહામારીમાં સપડાઇ રહ્યો છે ત્યારે ટમટમ બાળવાર્તા સ્પર્ધા જુલાઈ 2021વિષય અંતર્ગત સંકલિત થયેલ આ બાળવાર્તાઓ ઉત્તમ બાળસાહિત્યકારોની સર્વોત્તમ કૃત્તિઓનું સંકલન છે.જે પુસ્તક સ્વરૂપે સાહિત્ય જગતનું અમૂલ્ય નજરાણું બની રહેશે.આ સ્પર્ધામાં બે વિભાગમાં નીચે મુજબ વિજેતાઓ પસંદ કરવામાં આવેલ છે.


વિદ્યાર્થી વિભાગના વિજેતા:

(1) પ્રથમ નંબર:-સામાણી દીપેન અરવિંદભાઈ, યાજ્ઞવલ્ક્ય વિદ્યામંદિર -પોરબંદર.  501 રૂ, + પ્રમાણપત્ર


(2) દ્વિત્તીય નંબર:-પકાઈ નિરાલી નરેશકુમાર, પી.જી. ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ સ્ટડીઝ જ વલ્લભ વિદ્યાનગર.(ઠાસરા - ખેડા)351 રૂ, + પ્રમાણપત્ર


(3) તૃત્તીય નંબર:-પરમાર હેત હરેશ કુમાર કુમકુમ વિદ્યાલય -અમદાવાદ, 251 રૂ. + પ્રમાણપત્ર


જનરલ વિભાગના વિજેતા:

(1)  ભરતભાઈ વી.પરમાર "વાલમ". પાંથાવાડા પે.કેન્દ્ર.શાળા, બનાસકાંઠા.1501 રૂ, + પ્રમાણપત્ર


(2) મહેશ "સ્પર્શ" મહાલક્ષ્મી કન્યાશાળા,ઠાસરા - ખેડા,1001 રૂ,+ પ્રમાણપત્ર


(3)  જાદવ મનિષાબેન રાઘવભાઇ- ફુલકા પ્રાથમિક શાળા -સોનાપરા ગીરસોમનાથ, 551 રૂ, + પ્રમાણપત્ર



તમામ વિજેતાઓને ઓનલાઇન ટ્રાન્જેક્શન મારફતે ઇનામની રાશી પોંહચાડવામાં આવેલ છે.


આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકેની કામગીરી :-

ઓનલાઈન ટમટમ બાળવાર્તા સ્પર્ધાની ટીમ દ્વારા કરવામાં આવી હતી.


સ્પર્ધાના સર્જક તરીકે :-

👉શ્રી દિનેશભાઈ ચૌહાણ (ઉ.શી.), ઉંટવેલિયા પ્રાથમિક શાળા તાલુકો : થરાદ બનાસકાંઠા 


સંયોજક તરીકે:-

👉શ્રી નરેન્દ્ર મણિલાલ કાલરીયા ,જડસા પ્રાથમિક શાળા તાલુકો :ભચાઉ-કચ્છ,

👉શ્રી રાજેશભાઈ ડાભી ,સારંગવાડા પ્રાથમિક શાળા, તાલુકો: અબડાસા- કચ્છ

 


સંકલનકાર તરીકે:- 

👉શ્રી રાજેશકુમાર એન પટેલિયા (મુખ્યશિક્ષક શ્રી) નવાનગર નખત્રાણા કુમાર પ્રાથમિક શાળા, તા:નખત્રાણા- કચ્છ 

👉શ્રી હિરેનભાઈ ગોહિલ , શ્રી અનગઢ ગ્રુપ પ્રાથમિક શાળા -વડોદરા અને 


 સમગ્ર ગુજરાતમાંથી ધણા બાળપ્રેમીઓ અને સાહિત્યકારોએ તમામ વિજેતા સ્પર્ધકો તથા આયોજક ટીમને શુભેચ્છા તથા અભિનંદન પાઠવ્યાં હતાં..










Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube
Join us on Facebook Group

Followers

VISITERS