શિક્ષણ , સર્જન , સિદ્ધિ

શિક્ષણકુંજ ઈ મેગેઝીન
Join Us On
Whatsapp
Join Us On
Telegram
Showing posts with label Festival. Show all posts
Showing posts with label Festival. Show all posts

ભાઈબીજ


 *ભાઈબીજ* 


तोड़ने से भी ना तूटे ये रिश्ता,

भाईदूज पर और गहरा होता है ये रिश्ता, 

थोड़ा खट्टा, थोड़ा मीठा, सबसे प्यारा, 

ऐसा होता है भाई बहन का रिश्ता।


દર વર્ષે કારતક માસના સુદ પક્ષની બીજી તિથિએ ભાઈબીજ ઉજવવામાં આવે છે. તેને યમ દ્વિતીયા પણ કહેવામાં આવે છે. ભાઈબીજ, ભાઈદૂજ અથવા કારતક સુદ બીજ હિંદુ પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના પહેલા મહિનાનો બીજો દિવસ છે. આ દિવસે બહેનો પોતાના ભાઈના લાંબા આયુષ્ય અને સુખભર્યા જીવન માટે પ્રાર્થના કરે છે અને ભાઈ બહેનને ભેટ આપે છે. ગુજરાતમાં આ દિવસે બહેન ભાઈને પોતાને ઘેર ભોજન માટે આમંત્રણ પાઠવી ભાઈ બીજની ઉજવણી કરે છે. ભાઈબીજનો તહેવાર ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, ગોવા, પશ્ચિમ બંગાળ, કર્ણાટકમાં વધારે લોકપ્રિય છે.


ભાઈબીજ એક એવો તહેવાર છે જેમાં સુગંધ છે ભાઈ-બહેનના મીઠા સંબંધોની. આ તહેવાર કર્તવ્ય અને મંગલકામનાનું પ્રતીક છે. ભાઈની સલામતી માટે અને લાંબા આયુષ્ય માટે વર્ષોથી આ તહેવાર બહેનો મનાવતી આવી છે. રક્ષાબંધન અને ભાઈબીજના તહેવારોને કારણે જ તો ભાઈ-બહેનનો પ્રેમ વધુ મજબૂત બનતો જાય છે.


ભાઈબીજના દિવસે બહેન ભાઈને પોતાના ઘેર જમવા બોલાવે છે. ભાઈ બહેનના ઘરે જમવા જાય છે. આગળના દિવસોમાં ગળ્યું બહુ ખાધુ હોવાથી આ દિવસે ખીચડી, કઢી, શાક, રોટલા,મીઠાઈ વગેરેનું ખૂબ મહત્ત્વ છે. બહેનો આ દિવસે ભાઈને તિલક કર્યા પછી શ્રદ્ધા અને આદરપૂર્વક ભોજન કરાવે છે. ભાઈ બીજના દિવસે બહેન પોતાના ભાઈને મનગમતી રસોઈ બનાવીને ભાઈને એ અહેસાસ કરાવે છે કે આજે પણ બહેનને ભાઈ પ્રત્યે એટલો જ પ્રેમ છે અને ભાઈ પણ બહેનના પ્રેમને સમજી તેને ખુશ કરવા તેને પસંદ આવે તેવી ભેટ આપે છે. ભેટની કિંમત મહત્ત્વ નથી હોતી, મહત્ત્વ તો હોય છે એક ભાઈનું બહેનના ઘરે આગમન.


પૌરાણિક કથા મુજબ યમુનાને યમની બહેન માનવામાં આવે છે અને આ દિવસે યમરાજા બહેન યમુનાને ત્યાં ભોજન માટે ગયા હતા એવી માન્યતા છે. ત્યારથી આ પર્વ ઉજવવામાં આવે છે. બીજી કથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ નરકાસુર રાક્ષસનો વધ કર્યા પછી બહેન સુભદ્રાને મળવા માટે ગયા હતા. ત્યારથી આ દિવસને ભાઈબીજ તરીકે ઉજવવામાં આવે છે.


ભાઈબીજની પંક્તિઓ 


1) બહેન ઈચ્છે છે ભાઈનો પ્રેમ,

ના કે કિંમતી ઉપહાર, 

સદીઓ સુધી રહે આ સંબંધ અતૂટ,

મળે મારા ભાઈને ખુશીઓ અપાર.


2) ભાઈ એટલે બહેનના પડખે રહેતો 

એક પિતાતુલ્ય પડછાયો, 

જેની હાજરીમાં બહેન હંમેશાં

ખુશ અને નિર્ભય રહે છે !


3);ઓવારણાં લેશે ઉતારી આરતી,

આશીષે દેશે એનું હૈયુ ને આંખડી,

ભાવે ભીંજાશે આજ મારી બેનડી, 

અણમોલ સ્નેહની જે મીઠી છે વીરડી,

 *ભાઈબીજની હેતભરી શુભકામનાઓ*

Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

બેસતું વર્ષ


 *બેસતું વર્ષ* 


બેસતું વર્ષ એટલે કારતક સુદ એકમ, જે દિવાળી પછીનો દિવસ છે અને આ દિવસથી ગુજરાતી નવુ વર્ષ શરૂ થતું હોવાથી તેને બેસતા વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. દિવાળી પછીના દિવસને ગુજરાતમાં નવા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસથી નવું વિક્રમ સંવત વર્ષ શરૂ થાય છે. બેસતું વર્ષ જેને આપણે નૂતન વર્ષ પણ કહીએ છીએ. હિંદુ ધર્મમાં આ દિવસનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. આ દિવસે લોકો એકબીજાને નવા વિક્રમ સંવત વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે.


નવા વિક્રમ સંવત વર્ષના પ્રથમ દિવસે લોકો મંદિરોમાં જાય છે અને દેવી-દેવતાના દર્શન કરે છે, આ રીતે નવા વર્ષની શરૂઆત કરે છે. નવા વર્ષે મહિલાઓ ઘરના આંગણામાં દીવો પ્રગટાવે છે. સ્વાદિષ્ટ અને અવનવી વાનગીઓ બનાવે છે. આ દિવસે નાના બાળકોથી લઈને મોટા લોકો નવા કપડાં પહેરે છે અને એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ આપે છે. બેસતા વર્ષના દિવસે સાલ મુબારક અને નૂતન વર્ષાભિનંદન કહીને એકબીજાને શુભેચ્છા પાઠવવા આવે છે. સાલનો અર્થ વર્ષ અને મુબારક જે મૂળ અરેબિક શબ્દ છે, તેનો અર્થ શુભેચ્છા અથવા આશિષ થાય છે. ગુજરાતીમાં લોકો નૂતન વર્ષાભિનંદન અને અંગ્રેજીમાં HAPPY NEW YEAR કહે છે. હિન્દી ભાષા બોલતા પ્રદેશોમાં લોકો नया साल मुबारक हो। કહે છે. નવુ વર્ષ એટલે શુભ સંકલ્પનો દિવસ. નવા વર્ષે લોકો શુભ સંકલ્પ લે છે.


વિક્રમ સંવત એ ભારતીય ઉપખંડમાં પ્રચલિત એવા હિંદુ ધર્મના વૈદિક પંચાંગની એક પ્રણાલી પ્રમાણે વર્ષનું નામ છે. એક માન્યતા પ્રમાણે રાજા વિક્રમાદિત્યએ શક રાજાઓને હરાવીને અવન્તિ દેશને મુક્ત કર્યો હતો એના માનમાં ઈસવીસન પૂર્વે છપ્પનમાં આ સંવતની શરુઆત કરવામાં આવી હતી. વિક્રમ સંવત મુજબ વર્ષના બાર મહિનાઓ મુજબ છે : કારતક, માગશર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો.


નવા વર્ષમાં ઈશ્વર આપને અને આપના પરિવારને સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને તંદુરસ્તી અર્પે એ જ શુભકામના.


"સાલ બદલાશે,

વહાલ નહીં !"


"અંતરની અયોધ્યામાં રામનો વાસ હો,

આંગણે આપના દિવાળી બારેમાસ હો."


HAPPY NEW YEAR

Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

નૂતન વર્ષનાં શુભેચ્છા સંદેશ


 *નૂતન વર્ષનાં શુભેચ્છા સંદેશ* 


1) “સૂર્યના કિરણો જેવી ચમક

 તમારા જીવનમાં આવે,

નવી ઊર્જા અને નવી ઉમ્મીદ સાથે 

સફળતાની નવી રાહ પર ચાલતા રહો”

HAPPY NEW YEAR


2) દિલની દુઆ કબૂલ થઈ જશે,

તમારી માંગણી મંજૂર થઈ જશે.

દિલથી સંબંધ રાખજો અમારી સાથે,

નવા વર્ષે બધું જ શુભ-મંગલ થઈ જશે.

સાલ મુબારક


3) સપનાને પાંખ મળે, 

ઈચ્છાઓને ઉડાન મળે,

તમારા પરિવારને દરેક પળે 

નવા સ્મિતનો ઉપહાર મળે.

આપ અને આપના પરિવારને

નૂતન વર્ષાભિનંદન...


4) નવા વર્ષે તમારા સપનાઓ

હકીકતમાં પરિણમે, 

તમારું આરોગ્ય સારું રહે,

તમારું ભાગ્ય ચમકે તેમજ

તમારા પરિવારમાં પ્રેમ બની રહે

એવી શુભેચ્છાઓ.

Happy New Year 


5) આજથી શરુ થતું નવું વર્ષ આપના જીવનમાં

આનંદ, શાંતિ અને પ્રગતિના નવા પથ ખોલે,

 તેમજ આપ અને આપના પરિવારમાં 

સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય જળવાઈ રહે 

એવા આશીર્વાદ! નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...


6) નવા વર્ષે તમારા બધા સપનાઓ અને 

ઈચ્છાઓ સફળતાપૂર્વક પૂરા થાય, 

તેમજ નવું વર્ષ ખુશહાલ અને

 ઉમંગથી ભરેલું રહે એવી મંગલ કામના.

HAPPY NEW YEAR


7) નવા વર્ષમાં તમે જે પણ કાર્યો હાથ ધરો, 

તેમાં ઉતીર્ણ થાઓ, સફળતાના નવા શિખરો 

સર કરો, તેમજ તમારું જીવન મીઠી યાદોથી અને આનંદથી ભરપૂર રહે એવી ઈશ્વરને પ્રાર્થના. 

હેપ્પી ન્યૂ યર!


8) તમારી આંખો હસે અને હોઠ મલકે,

નવુ વરસ બસ આમ જ છલકે. 

નૂતન વર્ષા અભિનંદન..


9) વર્ષ નવું, હર્ષ નવો, નવો છે ઉત્સાહ-ઉમંગ,

નૂતન વર્ષાભિનંદન પાઠવું અંતઃકરણપૂર્વક...

આવનારું નવું વર્ષ સર્વે લોકોના જીવનમાં

હર્ષ, ઉમંગ અને સમૃદ્ધિ લાવે તેવી શુભેચ્છા.


10) નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃદ્ધિમાં ઉત્તરો ઉત્તર વધારો થાય અને દરેક ક્ષેત્રમાં પ્રગતિ થાય એવી શુભકામનાઓ..


11) આવનારું વર્ષ તમારા જીવનને

ખુશીઓથી ભરી નાખે અને તમારી 

દરેક મનોકામનાઓ પૂર્ણ થાય તથા 

ભગવાન તમારા પર સદાય મહેરબાન રહે 

તેવી પ્રાર્થના...Happy New Year...


12) નવું વર્ષ આપના માટે લાભદાયી,

શુભદાયી રહે, સુખ-સમૃદ્ધિ વધે,

આરોગ્ય સારું રહે તેવી

હૃદયપૂર્વકની શુભેચ્છાઓ.


13) મારા અને મારા પરિવાર તરફથી

 આપને અને આપના પરિવારને

નવા વર્ષની શુભકામનાઓ...

તમારું આવનાર નવું વર્ષ

આનંદમય અને સુખમય રહે

 એવી અભિલાષા સાથે

નૂતન વર્ષાભિનંદન...


14) સુખનું તોરણ ઝૂલતું રહે, 

ભાગ્યનું પાનું ખુલતું રહે,

ધનનું ભંડાર ભરેલું રહે,

 દુ:ખ તમારા દ્વારને ભૂલતું રહે.

ઈશ્વર આપને અને આપનાં પરિવારને 

સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને તંદુરસ્તી આપે

એવી શુભકામના સાથે આવનારું નવું વર્ષ આપના માટે ખૂબ ખૂબ લાભદાયી રહે એવી શુભેચ્છા...


15) નવું વર્ષ આપના અને આપના પરિવારમાં ખુશીઓ લઈને આવે, રિદ્ધિ-સિદ્ધિ આપને દ્વાર બિરાજે, ઉત્તમ સ્વાસ્થ્ય અને સાત્વિક વિચારોથી પરિપૂર્ણ વર્ષ માટે શુભેચ્છાઓ...


16) માફી માગવાની શરુઆત હું કરું,

માફી આપવાની શરુઆત તમે કરો,

મારાથી કંઈ ભૂલચૂક થઈ હોય,

તમારી લાગણી દુભાઈ હોય તો

 હું દિલથી માફી માંગું છું.


નવા વર્ષના શુભ દિવસોની મારા અને મારા પરિવાર વતી ખૂબ ખૂબ શુભકામનાઓ...

 આવનાર નવું વર્ષ આપને ખૂબ પ્રગતિ કરાવે અને આપની તમામ મનોકામના પૂર્ણ થાય એવી ભગવાનને પ્રાર્થના...

Happy New Year


17) વીતી ગઈ દિવાળી,

લો આવ્યું પાછું નવું વર્ષ,

નવા ઉમંગો ને નવલા સ્વપ્નો

કાજે કરીયે ઉત્કર્ષ,

ન ભૂલીએ જૂના સંબંધો 

એ તો હો જાણે વટવૃક્ષ..

નૂતન વર્ષાભિનંદન


18) નવું વર્ષ, નવા વિચાર, નવી આશા 

અને નવા સંકલ્પની સાથે 

આપને અને આપના પરિવારને

 સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે

 નૂતન વર્ષનો અરુણોદય...

સાલ મુબારક


19) નવું વર્ષ આપના માટે 

ખુશીઓ ભર્યું રહે,

આપના સહ પરિવારમાં

સુખ-શાંતિ બની રહે.

HAPPY NEW YEAR


20) ભૂલી જાઓ ભૂતકાળને, 

દિલમાં વસાવી લો આવતીકાલને,

હસો અને હસાવો, ગમે તે હોય ક્ષણ, 

સુખ લઈને આવશે આવતીકાલ.

નૂતન વર્ષાભિનંદન...


21) ફૂલો ખીલતા રહે તમારા જીવનના માર્ગમાં, 

સ્મિત હોઠ પર અને ચમક રહે તમારી આંખોમાં, 

દિલથી માત્ર એક જ પ્રાર્થના છે તમારા માટે,

નવા વર્ષમાં તમે રહો ખુશીના વાતાવરણમાં.

નૂતન વર્ષાભિનંદન

Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

પડતર દિવસ


 *પડતર દિવસ* 


પડતર દિવસ અથવા ધોકો (ધોખો) અથવા ખાલી દિવસ એટલે દિવાળી અને નૂતન વર્ષ વચ્ચે આવતો વધારાનો દિવસ. એ દિવસે દિવાળી આગળના દિવસે પુરી થઈ ગયેલી હોય છે અને નવું વર્ષ અથવા બેસતું વર્ષ હજુ શરૂ નથી થયું હોતું. આવું થવા પાછળનું કારણ એ છે કે ભારતીય વર્ષની ગણતરી ચંદ્રની કળાને આધારે બનતી તિથિઓને આધારિત મહિનાઓ અને દિવસો વડે થતી હોય છે. ભારતીય પંચાંગ પ્રમાણે ચંદ્રની કળાઓને ૩૦ ભાગમાં વહેચવામાં આવી છે, જ્યારે હકીકતમાં ચંદ્ર એ ૩૦ કળાઓને ૩૦ દિવસ કરતા ઓછા સમયમાં પૂર્ણ કરી લે છે. આથી દર મહીને પંચાંગમાં એકાદ તિથિનો ક્ષય કે વૃદ્ધિ થતી જોવા મળે છે. વ્યાવહારિક સરળતા ખાતર ચંદ્રની તિથિ સૂર્યોદય સમયે જે હોય તેને આખા દિવસ માટે ગણી લેવામાં આવે છે. પણ શક્ય છે કે દિવસ દરમિયાન તિથિ બદલાઇ જતી હોય.


પડતર દિવસ અથવા ધોકા (ધોખા)ને દિવસે સૂર્યોદય સમયે હજુ અમાસ હોય છે અને નવા વર્ષની પહેલી તિથિ શરુ થઈ હોતી નથી. નવા વર્ષની શરૂઆત તો સવારે દેવ-દર્શનથી જ થવી જોઇએ એવી માન્યતાને લીધે એ તરત જ પછીના દિવસે સવારે પહેલી તિથિ ચાલુ હોય એ દિવસને નવા વર્ષનો પહેલો દિવસ ગણવામાં આવે છે. આમ બે વર્ષની વચ્ચે બેમાંથી એક પણ વર્ષનો ભાગ ન હોય એવો એક દિવસ ક્યારેક આવી જાય છે.


સામાન્ય રીતે વિક્રમ સંવતના મહિનાઓ ચંદ્ર જે તે નક્ષત્રમાં પ્રવેશે તે પરથી નક્કી થતા હોય છે. દરેક માસની શરૂઆત, ચંદ્રના જે તે નક્ષત્રમાં પ્રવેશથી શરૂ થતી હોય. જેમકે, 'કૃતિકા' નક્ષત્રથી કારતક માસ, 'મૃગશીર્ષ' નક્ષત્રથી માગશર, 'પુષ્ય'થી પોષ, 'મઘા'થી મહા વગેરે. આવી જ રીતે 'આસો' માસની અમાસ બાદ, ચંદ્રએ 'કૃતિકા' નક્ષત્રમાં પ્રવેશવાનું હોય છે. ચંદ્રના પૃથ્વી સાપેક્ષ પરિક્રમણ સમય 'પૂર્ણ દિવસ'માં ન હોવાથી, ક્યારેક તે 'કૃતિકા' નક્ષત્રમાં પ્રવેશી શકતો નથી. આથી તે દિવસે તે માસની એકમ ન થતાં, તેના પછીના દિવસે એકમથી નવો મહિનો શરૂ થાય. પરંતુ 'દિવાળી' એટલે કે આસો માસની અમાસ બાદ વિક્રમ સંવત પૂર્ણ થયું ગણાય. વળી નવું વર્ષ શરૂ નથી થયું તેથી આ દિવસ બંને વર્ષ વચ્ચેનો પડતર દિવસ અથવા ધોકો (ધોખો) અથવા ખાલી દિવસ ગણાય છે.

Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

દિવાળી


 *દિવાળી (દીપાવલી)* 


दीपों का ये त्यौहार, 

लाया खुशियां हजार, 

मुबारक हो आप सभी को,

दिवाली का त्यौहार ।


            દિવાળી અથવા દીપાવલી એ હિંદુ ધર્મનો મહત્ત્વપૂર્ણ તહેવાર છે. દિવાળી એ આપણા ભારત દેશમાં ઉજવવામાં આવતો સૌથી મોટો તહેવાર છે. દિવાળીનો તહેવાર આસો મહિનાની વદ અમાસના દિવસે ઉજવવામાં આવે છે. દિવાળીનો તહેવાર અંધકાર પર પ્રકાશની જીત અને માનવીની અંદર રહેલા દુર્ગુણો પર સદ્ગુણોના વિજયના પ્રતીકરૂપે ઉજવવામાં આવે છે. દિવાળીના તહેવારમાં લોકો માટીના નાનકડા કોડિયામાં રૂની દિવેટ બનાવીને મૂકેલા દીવામાં તેલ ભરીને તેને પ્રગટાવે છે. દિવાળીનો તહેવાર પ્રકાશના પર્વ તરીકે જાણીતો છે. દિવાળીના દિવસે સમગ્ર ભારત દેશમાં જાહેર રજા હોય છે. દિવાળીના તહેવારે લોકો પોતાના ઘરને દીવા, મીણબત્તીઓ અને રંગબેરંગી રોશનીથી શણગારે છે. ઘરના આંગણામાં રંગોળી બનાવે છે. દિવાળીના તહેવારમાં લોકો સ્વાદિષ્ટ મીઠાઈઓનો આનંદ માણે છે.


         ભગવાન શ્રીરામનું અયોધ્યા આગમન : વનવાસ અને યુદ્ધમાં રાવણના મૃત્યુ પછી ૧૪ વર્ષે અયોધ્યાના રાજા ભગવાન શ્રીરામ પોતાની પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે અયોધ્યા પરત ફર્યા તેની ખુશીમાં પણ દિવાળી ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માર્ગમાં પ્રકાશ પાથરવા માટે અયોધ્યાના લોકોએ ઘીના દીવા પ્રગટાવ્યા હતા.


દીપાવલીનો અર્થ થાય છે દીવડાઓની હારમાળા (સંસ્કૃત : દીપ= દીવડો અને આવલી = હારમાળા, હાર) અસત પર સતના વિજયને પ્રદર્શિત કરતો આ તહેવાર અંતરના અંધકારને દૂર કરવાનો પણ દિવસ છે. દિવાળીના દિવસે લોકો નવા કપડાં પહેરે છે અને એકબીજાને મિઠાઈ તથા ફરસાણ ખવડાવે છે.


દિવાળી પહેલા ઘરની સફાઈ કરી તેને શણગારવામાં આવે છે. ઘર, દુકાન,ઓફિસમાં પૂજા થાય છે. આ શુભ દિવસોમાં કર્મચારીઓને બોનસ તથા રજાઓ આપવામાં આવે છે. આ શુભ દિવસોમાં લોકો સોનું તથા સંપત્તિ પણ ખરીદે છે. ફટાકડા, નવા કપડાં અને મીઠાઈઓના કારણે દિવાળી એ બાળકોનો પણ પ્રિય તહેવાર છે. આ તહેવાર દરમિયાન ભગવાન શ્રી ગણેશ અને મા લક્ષ્મીની પૂજા કરવાની પણ પરંપરા છે. દિવાળીના તહેવારમાં લોકો કપડાં અને મીઠાઈનું દાન પણ કરતાં હોય છે.


घर-घर हो खुशहाली, 

हर कोई मनाए दिवाली, 

गले मिलकर सबको कहो,

मुबारक हो आपको दिवाली।

Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

અવનવી રંગોળી









































 

Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

હોળી

 


હોળી


हाथों में रंग लिए, 

दिल में उमंग लिए,

मन में खुशियां लिए, 

अपनों को संग लिए, 

रंगो का खुमार लिए, 

चलो रंगो वाला त्यौहार मनायें।

होली की हार्दिक शुभकामनाएं।





     હોળી, જેને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે, તે ભારત દેશમાં ભારે લોકચાહના ધરાવતો હિંદુ તહેવાર છે. આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. હોળી ફાગણ માસની પૂનમનાં દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે સાંજે ગામનાં પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા, લાકડાંની 'હોળી' ખડકવામાં આવે છે. ત્યાર બાદ બધાં લોકો ત્યાં વાજતે ગાજતે (ઢોલ,શરણાઇ જેવાં વાજીંત્રો વગાડતાં) એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે. જો કે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીતો હોય છે, પરંતુ દરેકની ભાવના એક જ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું. હિંદુ ધર્મમાં આને લગતી "હોળીકા અને પ્રહલાદ"ની કથા બહુ જાણીતી છે.

         હોળીનાં બીજા દિવસે ધુળેટી મનાવાય છે. આ તહેવાર 'રંગોનો તહેવાર' એટલેજ  કહેવાય છે કે આ દિવસે સવારથી સૌ કોઇ નાના મોટા એકબીજા પર અબિલ, ગુલાલ તેમજ કેસુડાનાં રંગો છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે.


પૌરાણિક કથા


        હોળી સાથે પૌરાણિક કથાઓ સંકળાયેલી છે.  હિરણ્યકશિપુ એ દાનવોનો રાજા હતો. અને તેમને બ્રહ્માજીનું વરદાન હતું કે તે 'દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભૂમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વારા કોઇપણથી તેનું મૃત્યુ થશે નહીં', આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો કે તેને મારવો તે લગભગ અસંભવ થઇ ગયું. આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો, તથા સ્વર્ગ અને પૃથ્વી પર બધેજ હાહાકાર મચાવી દીધો. તેમણે ઇશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરાવવાનું શરૂ કર્યું.

         આ દરમિયાન, હિરણ્યકશિપુનો પોતાનો દિકરો, પ્રહલાદ, જે ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. તેને કંઇ કેટલાં પ્રલોભનો તથા બીક બતાવી તેમણે ઇશ્વર ભક્તિથી દુર કરવાના પ્રયત્નો કર્યા પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી. તેણે પ્રહલાદને મારવા માટે પણ કંઇ કેટલા ઉપાય કર્યા, પરંતુ ઇશ્વરકૃપાથી તે દરેક નિષ્ફળ રહ્યા. અંતે પ્રહલાદને મારવાનાં ઉદ્દેશથી હિરણ્યકશિપુ પ્રહલાદને, પોતાની બહેન હોળીકાનાં ખોળામાં બેસી, અગ્નિપરિક્ષા આપવાનો આદેશ આપ્યો. હોળીકા, કે જેની પાસે એક એવી ઓઢણી (સ્ત્રીઓએ માથે ઓઢવાનું કાપડ) હતી કે જે તેને ધારણ કરે તેનાથી અગ્નિ પણ બાળી શકે નહીં. પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાથના કરી. અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે પેલી ઓઢણી હોલિકાનાં માથા પરથી ઉડી અને પ્રહલાદને વીંટાઈ ગઈ, આથી હોળીકા અગ્નિમાં બળીને ભસ્મ થઇ અને પ્રહલાદ સાજો સારો બહાર આવ્યો. આમ હોળીકાનું દહન થયું તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની.


પછીથી ભગવાન વિષ્ણુ દ્વારા હિરણ્યકશિપુના વધની કથા આવે છે, જેમાં વિષ્ણુએ નૃસિંહ અવતાર ધારણ કરી (જેમાં ભગવાનનું અડધું શરીર મનુષ્યનું અને અડધું સિંહનું છે) અને બરાબર સંધ્યા સમયે, ઘરનાં ઉંબરા વચ્ચે, પોતાનાં ખોળામાં પાડીને, પોતાનાં નખ દ્વારા ચીરી નાખી, હિરણ્યકશિપુનો વધ કર્યો. આમ આસુરી શક્તિઓ પર દૈવી શક્તિઓના વિજયનું આ પર્વ છે.


પરંપરા


ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં, હોળીને 'હુતાસણી'થી પણ ઓળખવામાં આવે છે, અમુક વિસ્તારોમાં હોળીનો તહેવાર બે કે ત્રણ દિવસ સુધી ઉજવાય છે. આ દિવસોમાં પુરુષો દ્વારા દાંડીયા રાસ રમવાનો રિવાજ પણ કેટલાક વિસ્તારમાં છે. ઘણાં વિસ્તારોમાં હોળી પ્રગટાવ્યા પછી તેની આસપાસ પારંપારીક નૃત્ય કરવામાં આવે છે. યુવાનો દ્વારા આ દિવસોમાં શોર્યપુર્ણ રમતો રમવામાં અને વિવિધ પારંપારીક હરીફાઇ યોજવામાં આવે છે, જેમકે ઘોડાદોડ, આંધળો પાટો, શ્રીફળ ફેંકવાની હરીફાઇ વગેરે. ગ્રામ્ય વિસ્તારોમાં ગામને પાદર આવેલા પૂર્વજોનાં પાળિયાઓનું પૂજન અર્ચન કરવામાં આવે છે. ઘણાં વિસ્તારોમાં હોળીનાં દિવસોમાં ગામ લોકો વાજતે ગાજતે ગામમાં બધાજ લતાઓ, મહોલ્લાઓ કે વિસ્તારોમાં ફરી અને હોળી માટેનો ફાળો (ગોઠ) ઉઘરાવવા નિકળે છે, આ લોકોને ઘેરૈયાઓ કહેવાય છે.

       હોળીનાં દિવસે જેને ત્યાં ગત વર્ષમાં દીકરાનો જન્મ થયો હોય તે લોકો બાળકને શણગારીને હોળીની પ્રદક્ષિણા કરાવે છે,તથા ગામલોકોને પતાસા તથા ખજુર વગેરેની 'લાણ' વહેંચે છે


સંગીતમાં હોળી


હોળીનાં દિવસે હોળી પ્રગટાવ્યા પછી મોડી રાત્રી સુધી હોળીની આસપાસ બેસી અને જે ગીતો કે દુહાઓ ગાવામાં આવે છે તેને "હોળીનાં ફાગ" તરીકે ઓળખવામાં આવે છે (આ પરંપરા હજુ અમુક ગ્રામ્ય વિસ્તારોમાં ચાલુ છે). આ હોળીનાં ફાગ એક પ્રકારે વસંતોત્સવનું પ્રતિક છે,જેમાં થોડી શૃંગારિક ભાષાનો ઉપયોગ થાય છે. આમાં પ્રકૃતિનું રસિક વર્ણન તેમજ સ્થાનિક પ્રેમગાથાઓ પણ વણી લેવાયેલાં હોય છે.

         ગુજરાતી,હિન્દી અને અન્ય ભારતીય ચલચિત્રોમાં હોળીના ગીતો ભરપુર પ્રમાણમાં મળી આવે છે.અમુક પ્રસિદ્ધ ગીતો જોઇએ તો:


"રંગ બરસે ભિગે ચુનરવાલી રંગ બરસે..."

"હોલી કે દિન દિલ ખીલ જાતે હૈ, જૈસે રંગો મેં રંગ મિલ જાતે હૈ"



હોળીનો વૈજ્ઞાનિક આધાર-


આપણા સનાતન ધર્મ સાથે જોડાયેલી ઘણી પરંપરાઓ અને તહેવારો એક યા બીજી પૌરાણિક કથા સાથે સંબંધિત હોઈ શકે છે, પરંતુ તેમાંથી મોટા ભાગના ચોક્કસ વૈજ્ઞાનિક આધારો સાથે સંબંધિત છે. હોળીના તહેવાર પાછળ એક મજબૂત વૈજ્ઞાનિક આધાર પણ છે. હોળીનો તહેવાર મોટાભાગે શિયાળો પૂર્ણ થવાના આરે અને ઉનાળાની શરૂઆત સાથે ઊજવવામાં આવે છે. આને બે ઋતુનો 'સંધિકાળ' કહે છે. આ 'સંધિકાળ' જંતુઓનો પિતા છે જે અનેક રોગો અને બીમારીઓને જન્મ આપે છે. આ સમયગાળા દરમિયાન, સામાન્ય લોકો વધુ રોગોનો શિકાર બને છે, કારણ કે પર્યાવરણમાં આ 'સંધિકાળ' દ્વારા ઉત્પન્ન થતા કીટાણુઓની સંખ્યા વધુ હોય છે. આ જંતુઓને મારવા માટે ભીષણ આગની ગરમી જરૂરી છે. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, આ સમયે હોલિકા દહન કરવામાં આવે છે, જેથી વાતાવરણમાં પૂરતી ગરમી અને ધુમાડો ઉત્પન્ન થાય, જે ઝેરી જીવાણુઓનો નાશ કરી શકે.






Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

પતંગ (ઉતરાયણ, મકરસંક્રાંતિ) વિશે અવનવું , નિબંધ

 પતંગ (ઉતરાયણ, મકરસંક્રાંતિ) વિશે અવનવું , નિબંધ
પતંગ વિશે અવનવું | Interesting stories about kites




પતંગ વિશે જાણવા જેવુ : મકરસંક્રાંતિ (ઉત્તરાયણ) નાના-મોટા સૌ માટે આનંદ અને આકર્ષણનું કેન્દ્ર છે. આ લેખમાં આપ પતંગો વિશે અવનવી માહિતી વાંચી શકશો. જે ખુબ જ રસપ્રદ છે. – Interesting stories about kites



Kite festival, પતંગો વિશે જાણવા જેવુ, Kites world records, મકરસંક્રાંતિ, ઉત્તરાયણ, મકરસંક્રાંતિ ઇતિહાસ, ઉત્તરાયણનું ધાર્મિક મહત્વ, પતંગોત્સવ, Kites festival Gujarat, kite festival in india, kite festival, નિબંધ, 




આપણા દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં મકરસંક્રાંતિ (ઉત્તરાયણ) ખુબ જ ધામધુમથી ઉજવવામાં આવે છે. જેનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ છે. બાળકો અને મોટેરાઓમાં આનંદ અને ઉત્સાહ જોવા મળે છે. પ્રાચીન સમયથી જ આ તહેવાર પતંગનો પર્યાય બની ગયો છે. તો આજે પતંગો વિશેની કેટલીક રસપ્રદ વાતો આપની સમક્ષ રજુ કરી રહ્યા છીએ.


પતંગનો ઇતિહાસ

પતંગો વિશે અનેક કથાઓ અને વાતો પ્રચલિત છે. એ રીતે જોઇએ તો તુલસીદાસ કૃત રામચરિતમાનસમાં પણ પતંગનો ઉલ્લેખ જોવા મળે છે. બાલકાંડમાં લખેલ ચોપાઇ મુજબ ભગવાન શ્રીરામે ભાઇઓ સાથે પતંગ ઉડાવી હતી. ” રામ ઇક દિન ચંગ ઉડાઇ, ઇન્દ્રલોક પહુચ જાઈ” અને લગભગ ૩૦૦૦ વર્ષ પહેલા વનસ્પતિના પાંદડાંમાથી પણ પતંગો બનતી હોવાનું માનવામાં આવે છે. અર્વાચીન સંશોધન મુજબ પતંગનો આવિષ્કાર ચીનમાં થયો હોવાનું માનવામાં આવે છે.


સૌ પ્રથમ ઇ.સ. પૂર્વે 206માં પ્રથમ પતંગ ચગાવનાર ચીનના હુઆન થેંગ હતા તેમ મનાય છે. તેમણે પ્રથમ ભમરા જેવી પતંગ બનાવી હતી. ચીનમાં પતંગનો ઉપયોગ લશ્કરમાં સંકેત તરીકે કરવામાં આવતો હતો. આ પતંગબાજીનો શોખ ઊડતાં ઊડતાં ભારતખંડમાં, પશ્ચિમ એશિયામાં, અગ્નિ એશિયામાં, ઇજિપ્તમાં, ગ્રીસમાં આવ્યો.




પતંગ વિશે અવનવું

  • સૌથી પહેલો પતંગ ત્રણ હજાર વર્ષ પૂર્વે પાંદડાંમાંથી બનાવવામાં આવ્યો હતો એવું માનવામાં આવે છે.

  • વિશ્વનો સૌથી નાનો પતંગ પાંચ મિલીમીટર જેટલું ઊંચો ઊડયો હતો.

  • વિશ્વના સૌથી વિશાળ પતંગને મેગા ફ્લેગ તરીકે ઓળખવામાં આવે છે. તે ૬૩૦ ચોરસ મીટરનું કદ ધરાવે છે. પીટર લીન નામની વ્યક્તિએ આ પતંગ બનાવ્યો હતો.

  • વિશ્વનો સૌથી લાંબો પતંગ ૧૦૩૪ મીટર લંબાઈ ધરાવે છે.

  • જાપાનના પતંગબાજ દ્વારા એક જ દોરી પર ૧૧,૨૮૪ પતંગ ઉડાડવાનો વિક્રમ સ્થાપિત કરવામાં આવ્યો હતો.

  • એકદમ દૂર પતંગ ઉડાડવાની હરીફાઈ જમાવતા હો છો ને! અત્યાર સુધીમાં સૌથી દૂર એટલે કે સૌથી વધુ ઊંચાઈ પર પતંગ ઉડાડવાનો વિક્રમ ૩૮૦૧ મીટરનો છે.

  • અત્યાર સુધીમાં સૌથી ઝડપી ઉડાડવામાં આવેલો પતંગ ૧૯૩ કિમી પ્રતિ કલાકની ઝડપે આકાશમાં ઉડાડવામાં આવ્યો હતો.

  • ન્યૂઝીલેન્ડના માઓરી જાતિના લોકો વૃક્ષની છાલ અને પાંદડાંમાંથી અદ્ભુત પક્ષીઓના આકારના પતંગ બનાવવા માટે સમગ્ર વિશ્વમાં જાણીતા છે.


  • કોડી મેનલિફ્ટિંગ કાઇટ સિસ્ટમ શોધનારા સેમ્યુઅલ ફ્રેન્કલિન કોડી ૧૯૦૩માં પતંગની મદદથી ઇંગ્લિશ ચેનલ પાર કરનારી પ્રથમ વ્યક્તિ બન્યા હતા.

  • થાઇલેન્ડમાં પતંગ ઉડાડવા માટે ૭૮ જેટલા નિયમો નક્કી કરવામાં આવ્યા છે.

  • ૧૭૬૦માં જાપાનમાં પતંગ ઉડાડવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો, કારણ કે લોકો કામ કરવાનું છોડીને આખો દિવસ પતંગ ઉડાડતા હતા.


  • અમેરિકામાં જ્યારે આંતરવિગ્રહ થયો ત્યારે અમેરિકન સૈન્ય અધિકારીઓ પતંગનો ઉપયોગ સંદેશાવ્યવહાર માટે કરતા હતા.

  • ૧૯૦૧માં માર્કોનીએ પતંગની મદદથી પહેલી વાર રેડિયો તરંગોના માધ્યમથી સંદેશાને એટલાન્ટિક સમુદ્રની પાર મોકલવામાં સફળતા મેળવી હતી.ચીનના ડ્રેગન આકારના પતંગ ખૂબ જાણીતા છે.

  • પૂર્વ જર્મનીમાં પણ એક જમાનામાં મોટાં મોટાં પતંગ ઉડાડવા પર પ્રતિબંધ હતો, કારણ કે જર્મન શાસકોનું માનવું હતું કે આવા વિશાળ પતંગોના સહારે લોકો ર્બિલનની દીવાલ પાર કરીને પશ્ચિમ જર્મનીમાં પહોંચી શકે છે.

  • ચીનમાં પણ એક સમયે પતંગ ઉડાડવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જો કોઈ વ્યક્તિ પતંગ ઉડાડતી નજરે ચડે તો તેને ત્રણ વર્ષ સુધી કારાવાસની સજા ફરમાવવામાં આવતી. પતંગનું ચીની નામ ફેન ઝેંગ છે.

  • પેરાગ્લાઇડિંગ એટલે પેરાશૂટની મદદથી હવામાં ઉડાડવાની જે રમત છે તે રોગાલો નામના પતંગની પ્રેરણાથી અસ્તિત્વમાં આવી છે. ૧૯૪૮માં ફ્રાન્સિસ રોગાલોએ આ પતંગની ડિઝાઇન તૈયાર કરી હતી.

  • વિશ્વના જુદા જુદા દેશોમાં ઓક્ટોબર મહિનાના બીજા રવિવારે, ‘વન સ્કાય વન વર્લ્ડ’ સૂત્રને સાર્થક સાબિત કરવા અને વિશ્વમાં શાંતિ, ભાઈચારા અને એકતાનો સંદેશો પ્રસરાવવા પતંગ ઉડાડવામાં આવે છે.

  • સૌથી લાંબો સમય પતંગ ઉડાડવાનો વિક્રમ ૧૮૦ કલાકનો છે.




પતંગનો અવનવો ઉપયોગ

  • અઢારમી સદીમાં પતંગનો ઉપયોગ ફોટોગ્રાફી કરવા પણ થયો છે.

  • છઠ્ઠી સદીમાં ચીનના ગાઓ યેન્ગ નામના રાજાએ તો પતંગને લઈને અનેક પ્રયોગો કરેલા. રાજા મૃત્યુની સજા પામેલા ચોરને એક ઊંચાઈ પર લઈ જતો અને એક મોટો પતંગ બાંધી તે ચોરને તે ઊંચાઈ પરથી ધક્કો મારી દેતા. જો પતંગ સાથે ચોર ઊડે તો પ્રયોગ સફળ નહિતર ચોર બિચારો પછડાઈને મરી જતો. જોકે રાજાનો પહેલો પ્રયોગ નિષ્ફળ ગયો હતો.
  • સોળમી સદીમાં એક ચોર પતંગના સહારે એક કિલ્લાની ટોચ પર લગાવેલી સોનાની માછલીઓ ચોરી ગયો હતો.
  • ૧૯૮૪માં ચેકોસ્લોવેકિયાનો એક પંદર વર્ષનો છોકરો પતંગના અને હેન્ગગ્લાઇડરના વૈજ્ઞાનિક નિયમોનો અભ્યાસ કરીને સામ્યવાદી શાસનની કેદમાંથી નાસી છૂટ્યો હતો.
  • ઈ.સ. ૧૭૪૯માં સ્કોટલેન્ડની ગ્લાસગો યુનિવર્સિટીના બે શિક્ષકો એલેક્ઝાન્ડર મિલ્સન્ટ અને ટોમસ મેલવલેએ છ પતંગ એક દોરી પર ચગાવી સાથે થર્મોમીટર બાંધીને વાદળનું ઉષ્ણતામાન નોંધવાની કોશિશ કરી હતી.
  • ૧૯૦૭માં ગ્રેહામ બેલે ૫૦ ફૂટ ઊંચો પતંગ સાત મિનિટ આકાશમાં ઉડાડીને હવામાન વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
  • ઈ.સ. ૧૮૦૦ની સાલમાં ફ્રેન્કલીને આકાશમાં પતંગ ચડાવીને વાદળાંની વીજળીને દોરી વડે આકર્ષવાનો પ્રથમ પ્રયોગ કર્યો હતો. વિજ્ઞાનીઓએ બનાવેલી વીજળી અને વાદળોમાં પેદા થતી વીજળી વચ્ચેનો ભેદ જાણવા ફ્રેન્ક્લીને આ પ્રયોગ કર્યો હતો. ફ્રેન્કલીન ઘણા અંશે સફળ રહ્યો હતો.
  • એવું કહેવાય છે કે શરૂઆતમાં યુદ્ધ વખતે કે કટોકટી દરમિયાન સંદેશા મોકલાવવા, બે સ્થળો વચ્ચેનું અંતર માપવા કે પવનની દિશા અને ઝડપ જાણવા પતંગનો ઉપયોગ થતો. કદાચ આ માટે જ શરૂઆતમાં પતંગની શોધ થઈ હશે.

  • વૈજ્ઞાનિક સંશોધનમાં અને માણસને આકાશમાં ઉડાવવા પતંગનો ઉપયોગ થયો છે. એવું કહેવાય છે કે પશ્ચિમના દેશોમાં અને ખાસ કરીને અમેરિકામાં જે વિશાળ કદના હેન્ગગ્લાઇડરો બન્યા છે તે પતંગની સુધારેલી આવૃત્તિ જ છે.

  • ઈ.સ. ૯૦૦માં કોરિયા અને રશિયાના તત્કાલીન સેનાપતિઓએ દુશ્મનોની સેનાને ડરાવવા માટે પતંગ સાથે હથિયારધારી ઘોડેસવાર માણસનાં પૂતળાં બાંધીને દુશ્મનોના વિસ્તાર તરફ ઉડાવ્યા હતા. એવું કહેવાય છે કે આનાથી દુશ્મનોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને તેનો લાભ પણ સેનાપતિઓને મળ્યો હતો.
  • ઈ.સ. ૧૮૨૭માં જ્યોર્જ પોકોક નામના એક અંગ્રેજે પતંગોના સહારે એક ગાડી દોડાવી હતી.
  • વૈજ્ઞાનિક કોડીએ તો પતંગથી ચાલતી બોટ બનાવી ઇંગ્લિશ ચેનલ પાર પણ કરી હતી.
  • પતંગની શોધનો દાવો કરનાર ગ્રીકો અને ચીનાઓની માન્યતા પ્રમાણે પતંગ સૌ પ્રથમ હકીમલ કમાન નામના માણસે બનાવ્યો હતો. સૌ પ્રથમ ચીનમાં ડ્રેગન નામનો પતંગ બનાવાયો હતો.
  • ચીન, કોરિયા, જાપાનમાં પતંગનો ઉપયોગ જાહેરખબર માટે કરવામાં આવતો હતો.
  • ચીનના તીઆન જલ નામના એક પતંગ-ઉસ્તાદે અનેક આકારના પતંગની શોધ કરી હતી. તેની ડિઝાઇનોની નકલ આજે પણ કરવામાં આવે છે.
  • પતંગનો અદ્ભુત, વિસ્તૃત ઇતિહાસ ફોટોગ્રાફ્સ સાથે માણવો-જાણવો હોય તો અમદાવાદના પાલડી ખાતે આવેલ `કાઇટ મ્યુઝિયમ’ની મુલાકાત લેવી પડે.
  • થાઇલેન્ડમાં પતંગ ઉડાવતી વખતે ૭૮ પ્રકારના અલગ-અલગ નિયમોનું પાલન કરવું પડે છે.
  • ૧૭૬૦માં જાપાનમાં પતંગ ઉડાવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો, કારણ કે લોકો કામ કરવા કરતાં પતંગ ઉડાડવાનું વધુ પસંદ કરતા હતા.
  • ચીનમાં ઊડી રહેલા પતંગને એમ ને એમ છોડી દેવાને અપશુકન માનવામાં આવે છે અને બીમારીને આમંત્રણ આપનારી ઘટના સાથે સાંકળી જાેવામાં આવે છે.
  • કોરિયામાં પતંગ પર બાળકનું નામ અને જન્મતારીખ લખીને પતંગ ઉડાવવામાં આવે છે. આ પાછળનું કારણ એવું માનવામાં આવે છે કે વર્ષ દરમિયાન બાળક પર આવનારી મુશ્કેલીઓ, પીડાઓ પતંગની સાથે દૂર જતી રહે.
  • થાઇલેન્ડમાં લોકો સારો વરસાદ પડે તે માટે પ્રાર્થના કરવા માટે પતંગ ઉડાવે છે અને ત્યાં કપાયેલી પતંગ ઊઠાવવી એ અપશુકન માનવામાં આવે છે.


મકરસંક્રાંતિની રજાની શરુઆત ક્યારથી થઇ ?

સુરતમાં જન્મેલા નાનાભાઇ હરિદાસે આ રજા જાહેર કરાવી હોવાનો ઉલ્લેખ મળે છે. 1873 માં નાનાલાલને મુંબઇ હાઇકોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિમણુંક મળી. જેઓ પતંગ ચગાવવા માટે ખાસ મુંબઇથી સુરત આવતા હતા. તેમણે 1884 માં મહારાણી વિક્ટોરીયા પાસે મકરસંક્રાંતિ ની ખાસ રજા જાહેર કરાવી હતી.


જુદા જુદા રાજ્યોમા મકરસંક્રાંતિ ક્યા નામથી ઓળખાય છે

સંક્રાંતિ સમગ્ર દક્ષિણ પૂર્વ એશિયામાં થોડા સ્થાનિક ફેરફાર સાથે મનાવાય છે:


🔹ઉતર ભારતમાં,


🎈હિમાચલ પ્રદેશ – લોહડી અથવા લોહળી


🎈પંજાબ – લોહડી અથવા લોહળી


🔹પૂર્વ ભારતમાં,


🎈બિહાર – સંક્રાંતિ


🎈આસામ – ભોગાલી બિહુ


🎈પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા – મકરસંક્રાંતિ


🔹પશ્ચિમ ભારતમાં


🎈ગુજરાત અને રાજસ્થાન – મકરસંક્રાંતિ


🎈મહારાષ્ટ્ર – संक्रान्त, સંક્રાન્ત


🔹 દક્ષિણ ભારતમાં,


🎈આંધ્ર પ્રદેશ – તેલુગુ


🎈તામિલ નાડુ – પોંગલ


🎈કર્ણાટક – સંક્રાન્થી


🎈સબરીમાલા મંદિરમાં મકર વલ્લાકુ ઉત્સવ.


🔹 અન્ય


🎈નેપાળમાં,થારૂ લોકો – માઘી


🎈અન્ય લોકો- માઘ સંક્રાંતિ કે માઘ સક્રાતિ


🎈થાઇલેન્ડ – સોંગ્ક્રાન


🎈લાઓસ – પિ મા લાઓ


🎈મ્યાનમાર – થિંગયાન




મકરસંક્રાંતિ વિશે નિબંધ અને ધાર્મિક, ઐતિહાસિક મહત્વ જાણો



મકરસંક્રાંતિ વિશે નિબંધ અને ધાર્મિક, ઐતિહાસિક મહત્વ, ઉત્તરાયણ એટલે શુ ?, ઉત્તરાયણ ક્યારે ઉજવાય છે ?, જુદા જુદા રાજ્યોમા મકરસંક્રાંતિ કેવી રીતે ઉજવાય છે, ઉત્તરાયણ અને ભિષ્મ પિતામહ, મકરસંક્રાંતિ વિશે સંપુર્ણ માહિતી, Makarsankrati vishe Nibandh


મકરસંક્રાંતિ વિશે નિબંધ

પ્રાચીનકાળથી સૂર્યઉપાસનાનું મહત્ત્વ રહેલું છે. વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથ ગણાતા ઋગ્વેદમાં સૂર્ય માટે ‘પતંગ’ શબ્દ વપરાયો છે. આર્યોસૂર્યતત્ત્વની પ્રાચીન કાળથી ઉપાસના કરતા હતા. વેદકાળમાં સૂર્યને લગતા અનેક મંત્રો પણ પ્રાપ્ત થાય છે. પ્રાચીન ગ્રંથો મુજબ સૂર્ય પાસે કલ્યાણ થાય તથા અમંગળ, દરિદ્રતા અને રોગ દૂર થાય તેવી માંગણી કરવામાં આવી છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તેને મકરસંક્રાંતિ કહે છે. જયોતિષશાસ્ત્ર મુજબ આ સંક્રાંતિમાં સૂર્યપૂજા-ઉપાસનાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. સૂર્ય મકરમાં પ્રવેશતાં કમુરતા પૂર્ણ થાય છે અને લગ્નાદિ માંગલિક કાર્યોનો પ્રારંભ થાય છે. મકરસંક્રાંતિનું વિશેષ મહત્ત્વ હોવાથી મહાભારત કાળમાં ભીષ્મએ મકરસંક્રાંતિમાં જ દેહ છોડવાનું પસંદ કર્યું હતું.


મકર સંક્રાતિએ જ્ઞાનની દેવી મા સરસ્વતીની પૂજા, આદર કરવાનો પણ તહેવાર છે. જીવનનાં લક્ષ્યો પુરા કરવાની ઇચ્છા રાખનાર માટે આ આદર્શ સમય મનાય છે.


મકરસંક્રાંતિનો મહત્વપુર્ણ સમય, પરિવર્તનનો, જુનું તજી અને નવું અપનાવવાનો સમય છે. ગુજરાતમાં આ સમયે છડેલા ધાન્યની અને તલની મિઠાઇઓ, ખાધ પદાર્થો બનાવી અને દાન કરવામાં આવે છે. ગુજરાતમાં આ દિવસે ઘઉં, બાજરી કે જુવારને છડીને તેનો ખીચડો બનાવવામાં આવે છે, બહેન-દિકરી તથા અન્ય લોકોને ખીચડો ખવડાવવાથી પુણ્ય મળે છે તેવી માન્યતા ગુજરાતીઓમાં પ્રવર્તે છે આ ઉપરાંત ઘઉંની ધુધરી કરીને ગાયોને ખવડાવવામાં આવે છે.


ભારતનાં અન્ય પ્રાંતોમાં આજનાં દિવસે માલિક પોતાનાં નોકરોને અન્ન,વસ્ત્ર અને ધન વગેરે સામગ્રી દાન-ભેટ સ્વરૂપે આપે છે.મકરસંક્રાંતિનાં પછીનાં દિવસે પશુ-પ્રાણીઓ,ખાસતો ગાયને પણ યાદ કરાય છે.નાની બાળાઓનાં હસ્તે પશુ,પક્ષી અને માછલીઓને ભોજન ખવડાવાય છે.આ દિવસે યાત્રા-પ્રવાસ કરવો અનુચિત મનાય છે,કારણકે આ દિવસ કુટુંબ-પરિવારનાં મિલન અને પરિવાર માટે સમર્પણનો છે.આ દિવસે ગુરુજનો પોતાનાં શિષ્યોને આશિષ આપે છે.



પાક લહેરાવવા માંડે છે..

આ દિવસથી વસંત ઋતુની પણ શરૂઆત થાય છે અને આ તહેવાર સંપૂર્ણ અખંડ ભારતમાં પાકના આગમનની ખુશીના રૂપમાં ઉજવાય છે. ચોમાસાનો પાક કપાય ચુક્યો હોય છે અને ખેતરોમાં રવી (વસંત ઋતુ)નો પાક લહેરાય છે. ખેતરમાં સરસવના ફૂલ મનમોહક લાગે છે.


 ઉત્તરાયણનુ સાંસ્કૃતિક મહત્વ

મકર સંક્રાંતિના આ તહેવારને ભારતના જુદા જુદા રાજ્યોમાં ત્યાના સ્થાનીક રિવાજો મુજબ ઉજવવામાં આવે છે. દક્ષિણ ભારતમાં આ તહેવારને પોંગલના રૂપમાં ઉજવાય છે. ઉત્તર ભારતમાં તેને લોહડી, ખિચડી પર્વ, પતંગોત્સવ વગેરે કહેવાય છે. મધ્યભારતમાં તેને સંક્રાંતિ કહેવાય છે. મકર સંક્રાતિને ઉત્તરાયણ, માઘી, ખિચડી વગેરે નામથી પણ ઓળખવામાં આવે છે.


 તલ-ગોળના લાડુ અને પકવાન

શરદીની ઋતુમાં તાપમાન ખૂબ ઓછુ રહેવાને કારણે શરીરમાં રોગ અને બીમારી જલ્દી પ્રવેશી જાય છે આથી આ દિવસ ગોળ અને તલથી બનેલા મિષ્ટાન કે પકવાન બનાવાય છે. ખવાય છે અને વહેંચાય પણ છે. તેમા ગરમી પેદા કરનારા તત્વો સાથે જ શરીર માટે લાભકારી પોષક પદાર્થ પણ હોય છે. ઉત્તર ભારતમાં આ દિવસે ખિચડીનો ભોગ લગાવાય છે. ગોળ-તલ, રેવડી, ગઝકનો પ્રસાદ વહેંચવામાં આવે છે.


 સ્નાન, દાન પુણ્ય અને પૂજા

એવુ કહેવાય છે કે આ દિવસે સૂર્ય પોતાના પુત્ર શનિદેવ પ્રત્યે ગુસ્સો ત્યજીને તેમના ઘરે આવી ગયા હતા. આથી આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન, દાન, પૂજા વગેરે કરવાથી પુણ્ય હજાર ગણુ થઈ જાય છે. આ દિવસે ગંગાસાગરમાં મેળો ભરાય છે. આ દિવસથી મળમાસ પણ સમાપ્ત થઈ જાય છે નએ શુભ મહિનો શરૂ થઈ જાય છે જેથી લોકો દાન-પુણ્યથી સારી શરૂઆત કરે છે. આ દિવસ સુખ અને સમૃદ્ધિનો ગણાય છે.



પતંગ મહોત્સવનો તહેવાર

આ તહેવારને પતંગ મહોત્સવના નામથી પણ ઓળખાય છે. પતંગ ઉડાવવા પાછળનુ મુખ્ય કારણ છે થોડા કલાક સૂર્યના પ્રકાશમાં વિતાવવા. આ સમય ઠંડીનો હોય છે અને આ ઋતુમાં સવારનો સૂર્ય પ્રકાશ શરીર માટે લાભદાયક હોય છે અને ત્વચા તેમજ હાડકા માટે અત્યંત લાભદાયક હોય છે. તેથી ઉત્સવ સાથે જ આરોગ્યનો પણ લાભ મળે છે.


 સારા દિવસની શરૂઆત

ભગવાન શ્રીકૃષ્ણએ પણ ઉત્તરાયણનુ મહત્વ બતાવતા ગીતામાં કહ્યુ છે કે ઉત્તરાયણના 6 મહિનાના શુભ કાળમાં જ્યારે સૂર્યદેવ ઉત્તરાયણ થાય છે અને પૃથ્વી પ્રકાશમય રહે છે તો આ પ્રકાશમાં શરીરનો પરિત્યાગ કરવાથી વ્યક્તિનો પુનર્જન્મ થતો નથી. આવા લોકો બ્રહ્મને પ્રાપ્ત કરે છે. આ જ કારણ હતુ કે ભીષ્મ પિતામહે શરીર ત્યા સુધી ત્યજ્યુ નહોતુ જ્યા સુધી સૂર્ય ઉત્તરાયન નહોતો થઈ ગયો.


 મકરસંક્રાંતિ ઐતિહાસિક તથ્ય

હિન્દુ ધર્મશાસ્ત્રો મુજબ મકર સંક્રાતિથી દેવતાઓનો દિવસ શરૂ થાય છે. જે અષાઢ મહિના સુધી રહે છે. મહાભારત કાળમાં ભીષ્મ પિતામહે પોતાનો દેહ ત્યાગવા માટે મકર સંક્રતિના દિવસની જ પસંદગી કરી હતી. મકર સંક્રાંતિના દિવસે જ ગંગાજી ભગીરથીની પાછળ પાછળ ચાલીને કપિલ મુનિના આશ્રમથી પસાર થઈ સાગરમાં જઈને મળી હતી. મહારાજ ભગીરથે પોતાના પૂર્વજો માટે આ દિવસે તર્પણ કર્યુ હતુ તેથી મકર સંક્રાતિના દિવસે ગંગાસાગરમાં મેળો ભરાય છે.




મકરસંક્રાંતિ – ઉત્તરાયણનુ ધાર્મિક મહત્વ

મકરસંક્રાંતિ એટલે શુ ?

ઉત્તરાયણ એટલે મકરસંક્રાંતિ-સંક્રાંતિનો ઉત્સવ એટલે નિસર્ગનો ઉત્સવ ,આ ઉપરાંત ઉત્તરાયણને મકરસંક્રાંતિ પણ કહે છે.હિંદુ ધર્મમાં એક માસને બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે. એક છે સુદ પક્ષ અને બીજો છે વદ પક્ષ. એ જ રીતે વર્ષના પણ બે ભાગ પાડવામાં આવ્યા છે. પહેલો છે ઉત્તરાયણ અને બીજો છે દક્ષિણાયન. આ બંને અયન મળીને એક વર્ષ થાય છે આ દિવસે સૂર્ય ઉત્તરની સાથે સાથે એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થાનાંતર કરે છે. સૂર્યની આ ક્રિયાને સંક્રાંતિ કહેવાય છે. આ પ્રમાણે બાર રાશિ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે.


14 જાન્યુઆરીએ સૂર્ય ધન રાશિમાંથી પોષ મહિનામાં સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે અને માટે જ એને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે.



ઉત્તરાયણ એટલે શુ ?

ઉત્તરાયણ શબ્દની ઉત્પત્તિ સમજવા જેવી છે. આ શબ્દનો સંસ્કૃત અર્થ એટલે ‘ઉત્તરાયન’. ઉત્તર + અયન = ઉત્તરાયન અર્થાત્ ઉત્તરાયણ એટલે સૂર્યનું ઉત્તર તરફનું પ્રયાણ…સૂર્ય એની પૃથ્વી આસપાસની પરિભ્રમણ દિશા બદલી સહેજ ઉત્તર તરફ ખસતો જાય છે તેથી ઉત્તરાયણ પણ કહેવાય છે સૂર્યના આ પરિવર્તનથી આ દિવસે રાત-દિવસ સરખા એટલે કે 12-12 કલાકના હોય છે અને બીજા દિવસથી શિયાળાની લાંબી રાત ટૂંકી બને છે. એટલે કે ઉત્તરાયણ પછી દિવસ લાંબો અને રાત ટૂંકી બની જાય છે. , આ દિવસે અંધારું ધીરે ધીરે ઘટતું જાય છે, દેવો ઊંઘમાંથી જાગે છે સારા કામો કરવા માટેના શુભ દિવસોની શરૂઆત થાય છે.


સંક્રાંતિ એટલે સંગક્રાંતિ ,માણસોએ આ દિવસે સંગમુક્ત થવાનો સંકલ્પ કરવો જોઈએ ,કામ ક્રોધ ,લોભ ,મોહ ,માયા ,મદ ,મત્સર ,ઈત્યાદી વિકારોની અસરમાંથી શક્ય તેટલા મુક્ત થઇ છુટવાનો પ્રયતન કરવો જોઈએ ,સારા માણસોના સંગકરી અધોગતિથી બચવું જોઈએ, કર્ણ ધુતરાષ્ટ્ર , શકુની, દુર્યોધન અને દુ:સાસન કુસંગથી અધોગતિ પામ્યા .


આ દિવસે તલ અને ગોળમાંથી બનેલી વાનગીઓ ખાવામાં આવે છે. તલ અને ગોળ આયુર્વેદ અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ ગુણકારી હોય છે. આ ઋતુમાં તેમાંથી બનેલી વાનગીઓ ખાવાથી શરીરને પોષણ મળે છે અને અનેક પ્રકારના રોગ સામે રક્ષણ મળે છે.આ દિવસે લોકો તલગોળના લાડુ એકબીજાને ખવડાવી રૂક્ષ થયેલા આપણા સંબંધોમાં સિનગ્ધતા તલ લાવે છે કારણ તલમાં સિનગ્ધતા છે ગોળ ની મીઠાસ મનની કડવાસ દુર કરી સંબધોને વધુ મજબુત બનાવે છે


આ જ એક એવું પર્વ છે જેને એક જ ધર્મ સાથે કોઈ લેવા-દેવા નથી…પણ બધા ધર્મોમાં તેનું મહત્વ બતાવ્યું છે. ઉત્તરાયણ એટલે મકરસંક્રાંતિ અને પતંગનું ઋતુવિજ્ઞાન છે. એવી સાદી સમજ છે. મકરસંક્રાંતિનો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ પણ સમજવો જરૂરી છે.સૂર્ય પૂર્વથી દક્ષિણ તરફ ગમન કરે છે ત્યારે તેનાં કિરણોને ખરાબ માનવામાં આવે છે, પરંતુ જ્યારે તે પૂર્વથી ઉત્તરની તરફ ગમન કરવા લાગે છે ત્યારે તેનાં કિરણો સ્વાસ્થ્ય અને શાંતિ વધારે છે. બધું જ પ્રકૃતિના નિયમ પ્રમાણે થાય છે. છોડ પ્રકાશમાં સારો ખીલે છે, જ્યારે અંધકારમાં મૂરઝાઈ જાય છે.


તિલ ગુળ ધ્યા આણિ ગોડ ગોડ બોલા…


મકરસંક્રાંતિના દિવસે મહારાષ્ટ્રમાં ‘તિલ ગુળ ધ્યા આણિ ગોડ ગોડ બોલા’ વાક્ય સૌનાં મોઢે સાંભળવા મળે છે. આ દિવસે આ વાક્ય બોલવાની સાથે એકબીજાને ઉપહાર કે ભેટ આપવામાં આવે છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ આ દિવસે બીજી સ્ત્રીઓને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપે છે અને તેમને હળદર-કંકુ લગાવીને તલ-ગોળની સાથે ઉપહારોની પૂજા કરીને તેમને ભેટ આપે છે.


મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણના દિવસે પતંગ ઉડાડવાની વિશેષ પરંપરા ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં જોવા મળે છે.પતંગ ઉડાડવાની પરંપરાનો ઉલ્લેખ શ્રીરામચરિતમાનસમાં તુલસીદાસે પણ કર્યો છે. તેમાં બાલ કાંડમાં ઉલ્લેખ છે કે, ‘રામ ઈક દિન ચંગ ઉડાઈ, ઈંદ્રલોક મેં પહૂંચી ગઈ.’ ત્રેતાયુગમાં એવા ઘણાં પ્રસંગ છે જ્યારે ભગવાન શ્રીરામે પોતાના ભાઈઓ અને હનુમાનજી સાથે પતંગ ઉડાડી હતી


આપણા જીવનની પતંગની દોર પણ વિશ્વની પાછળ રહેલી કોઈ અદ્રષ્ટ શક્તિ જ્ઞાન દ્વારા ચગાવે છે ,માટે પ્રભુ પાસે પ્રાર્થના કરવાની કે મને જ્ઞાનવડે પ્રકાશ ભણી (ઉત્તરાયણ)…લઇ જાઓ જેથી મારો જીવન પતંગ ઝોલે ન ચડે ,


આ પ્રસંગે સૂર્યનો પ્રકાશ , તલગોળની મીઠાશ , આપણા જીવનમાં સાકાર થાય તો આપણા જીવનનું યોગ્ય સંક્રમણ ગણાય


મકરસંક્રાંતિનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ

મકરસંક્રાંતિનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ સમજવા જેવો છે. તા.૧૪ જાન્યુઆરીથી સૂર્ય દક્ષિણના બદલે હવે ઉત્તર દિશામાં ગમન કરવા લાગે છે. જ્યાં સુધી સુર્ય પર્વથી દક્ષિણ તરફ ગમન કરે છે. ત્યારે તેના કિરણો ખરાબ માનવામાં આવે છે. પરંતુ જ્યારે તે પૂર્વથી ઉત્તર તરફ ગમન કરવા લાગે છે. ત્યારે તે કિરણો સ્વાસ્થ્ય અને શાંતિને વધારનારા બની જાય છે.


ઉત્તરાયણનુ ઐતિહાસિક મહત્વ

હિન્દુ સંસ્કૃતિએ તો મૃત્યુને પણ ઉત્તરાયણના સૂર્યમાં જ પવિત્ર માન્યું છે. બાણ શય્યા પર પોઢેલા ભીષ્મ પિતામહ ઉત્તરાયણની પ્રતિક્ષામાં આ કારણે જ મૃત્યુને રોકી રાખ્યાની મહાભારતની કથા સુવિદિત છે કે, બ્રહ્મ ચર્યનિષ્ઠ અને મહાબળવાન ભીષ્મ પિતામહનું શરીર યુદ્ધ ભૂમિમાં વિંધાઇ ગયું. તેમનો અંતકાળ નજીક આવ્યો ત્યારે તેમને જાણ થઇ કે સૂર્ય તો દક્ષિણાયનમાં છે માટે ધ્રુમ્રમાર્ગમાં પ્રાણ ત્યાગ કરવો સુયોગ્ય નથી.


તેથી તેઓ બાણશય્યા પર અસહ્ય કષ્ઠ વેઠીને સૂર્ય ઉત્તરાયણ થાય તેની રાહ જોવા લાગ્યા. જ્યારે સૂર્ય ઉત્તરાયણનો થયો અને જ્યોતિમાર્ગ ચાલુ થયો ત્યારે જ તેમણે પ્રાણનો ત્યાગ કર્યો. જાણ થઇ કે સૂર્ય તો દક્ષિણાયનમાં છે માટે ધ્રુમ્રમાર્ગમાં પ્રાણ ત્યાગ કરવો સુયોગ્ય નથી.


તેથી તેઓ બાણશય્યા પર અસહ્ય કષ્ઠ વેઠીને સૂર્ય ઉત્તરાયણ થાય તેની રાહ જોવા લાગ્યા. જ્યારે સૂર્ય ઉત્તરાયણનો થયો અને જ્યોતિમાર્ગ ચાલુ થયો ત્યારે જ તેમણે પ્રાણનો ત્યાગ કર્યો.


મકરસંક્રાંતિના દિવસે જ ભગવાન વિષ્ણુએ અસુરોનો અંત કરીને યુદ્ધ સમાપ્તિની ઘોષણા કરી હતી તથા બધા જ અસુરોના શીશને મંદાર પર્વતમાં દબાવી દીધા હતા. આ રીતે આ દિવસ અનિષ્ટોના નાશનો દિવસ પણ માનવામાં આવે છે.


મકરસંક્રાંતિમાં પવિત્ર નદીના જળમાં સૂર્યોદય પહેલા સ્નાન કરી ભગવાનની પૂજા- અર્ચના કરવાનો મહિમા છે.


મકરસંક્રાતિના દિવસે તલના દાનનો પણ અનોખો મહિમા છે. ખાસ કરીને તલના લાડવામાં પૈસો મૂકી ગુપ્તદાન કરવામાં આવે છે. સાથે સાથે અનાજ, વસ્ત્ર, ઉનનાં વસ્ત્રો, શેરડી, વિવિધ ફળની દાન કરવાથી શારીરિક કષ્ટોમાંથી મુક્તિ મળે છે. આ દિવસે ગાયોને ઘાસ ખવડાવવાનો પણ મહિમા છે. મકરસંક્રાંતિના દિવસે એક ગણું દાનને હાજારગણું ફળ એમ કહેવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઝોળી દાનનું સવિશષે મહત્વ છે.



મકરસંક્રાતિની ઉજવણી

ઉત્તરાયણના દિવસે સારાય વિશ્વમાં અને ભારતમાં તેની ઉજવણી કરવામાં આવે છે. બાળકો અને યુવાનોમાં આ ઉત્સવ અત્તિ લોકપ્રિય બની ગયો છે. તેની બે- બે માસથી તૈયારીઓ થવા લાગે છે. ઉત્તરાયણના કેટલાય દિવસ અગાઉથી બાળકો પતંગ ચગાવવા લાગે છે. હવે તો વિદેશથી પંતગરસિયાઓ ગુજરાત- અમદાવાદના પતંગ ઉત્સવમાં આવે છે.


પતંગોત્સવમાંથી આપણને જીવન જીવનની કળા પણ શીખવા મળે છે. આપણે ઉત્તરાયણના દિવસ માટે પતંગની ખરીદી કરીએ છીએ ત્યારે કેટલા પતંગ ખરીદીએ છીએ ? એક-બે- પાંચ નંગ ?


ના. કોડીની સંખ્યામાં ખરીદીએ છીએ. કારણ કે, આપણને ખબર છે કે, આપણે પતંગ ચગાવીશું અને બીજાની સાથે પેચ લગાવીશું એટલે અમુક વખત આપણે બીજાના પતંગને કાપી શકીશું અને ઘણીવખત આપણો પોતાનો પણ પતંગ કપાવવાનો જ છે. તેમ દરેક મનુષ્યના જીવનમાં સદાયને માટે સુખના દિવસો ટકતાં નથી. દુ:ખના દિવસો પણ આવે જ છે. તેથી જીવનમાં સુખ અને દુ:ખ માટે તૈયાર રહેવું જોઇએ. તેથી જ કોઇ કવિએ કહ્યું છે કે,


ન તમારી ન મારી નથી કોઇની પણ

સ્થિતિ સાવ સારી નથી કોઇની પણ

કદી સ્હેજ ઉપર, કદી સ્હેજ નીચે,

દશા એકધારી નથી કોઇની પણ


કોઇની જીંદગીમાં એક સરખા દિવસ ક્યારેય પસાર થતા જ નથી. ઋતુમાં વસંત પછી પાનખર આવે છે. દરિયામાં ભરતી પછી ઓટ આવે છે. સૂર્યક્ષેત્રે ઉદય પછી અસ્ત આવે છે, ચંદ્ર ક્ષેત્રે સુદ પછી વદ આવે છે. તેથી જીંદગી જીવવી છે તો સુખ ને દુ:ખ બંને આવવાના છે એમ માનીને જીવવું પડશે. ફૂલ જોઇએ છે તો તેની સાથે કાંટાને પણ સ્વીકારવા જ પડશે.


ચાહતે હો ફૂલ યદિ, તો કાંટે ભી મિલેંગે,

કાંટે સે ડરનેવાલે, ફૂલ નહિ મિલેંગે


જેમ દોરીથી પતંગને આકાશમાં ઊંચો – નીચો, આસપાસ ચગાવીએ છીએ તેમ મનની વૃત્તિરૃપી દોરી વડે ભગવાનની મૂર્તિમાં વૃત્તિ સાધીને મૂર્તિ રૃપી પતંગને આકાશમાં ઉડાવતા શીખવું જોઇએ અને એવી રીતે અખંડ ભગવાનના સ્વરૃપમાં વૃત્તિ રહેવા લાગે તેથી બીજી અધિક પ્રાપ્તિ કોઇ છે જ નહી અને આવી રીતે વૃત્તિ રહે તો સદાય દિવ્યાતિ દિવ્ય આનંદ વધતો ને વધતો જ રહેશે.


જેથી આપણું જીવન પણ રંગબેરંગી પતંગોની જેમ જુદા – જુદા સદ્ગુણોરૃપી રંગોથી દીપી ઊઠશે અને ઉન્નત બનશે.



મકરસંક્રાંતિ – ઉત્તરાયણ – પર્વનો સંદેશ

આપણા દેશના લોકો પોતાના ધર્મ અને પ્રદેશની માન્યતા, પ્રાચીન પ્રણાલિકા મુજબ તહેવાર ઉજવે છે. આ પર્વ આપણી કુવૃત્તિઓને સદ્વૃત્તિઓમાં સંક્રાંતિ કરવાની પ્રેરણા આપે છે. જ્યોતિષની દૃષ્ટિએ દરેક પર્વ દરમિયાન કરેલ પાપ-પુણ્ય ગુણાંકમાં વધે છે, માટે જીવનની સાર્થકતા માટે પાપથી બચવું અને પુણ્યમાં પ્રવૃત્ત થવું આવશ્યક છે.


આ દિવસે ગાયોને તિલક કરી ઘાસચારો, દાણા, લાપસી વગેરે ખવડાવવામાં આવે છે. મહારાષ્ટ્રમાં કહેવાય છે કે તીલ ગુડ દ્યા ગુડ બોલા’ એટલે કે તલ-ગોળ ખાઓ અને મધુર વાણી બોલો. પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં આ પર્વ ‘લોહિડી’ના નામથી ઉજવવામાં આવે છે.


લોકકથા અનુસાર મકર સંક્રાંતિના દિવસે કંસે શ્રીકૃષ્ણને મારવા લોહીતા નામની એક રાક્ષસીને ગોકુળમાં મોકલી હતી, જેનો શ્રીકૃષ્ણે વધ કર્યો હતો. રાજસ્થાનની પ્રથા અનુસાર આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ તલના લાડુ, ઘેબર, મોતીચૂરના લાડુ વગેરે પર રૃપિયા રાખીને, પોતાની સાસુને પ્રણામ કરીને અર્પણ કરે છે.


બંગાળમાં આ દિવસે સ્નાન કરી તલનું દાન આપવાનું મહત્ત્વ છે. અસામમાં આ દિવસ બિહૂના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં આ પર્વને ખીસર કે ખીચડો કહે છે. દક્ષિણ ભારતમાં આ તહેવાર પોંગલને નામે જાણીતો છે. પુષ્ટિ મંદિરોમાં જોગી ઉત્સવ મનાવાય છે.


ઉત્તરાયણનું પર્વ જગતને અધ્યાત્મનો સંદેશ આપે છે. ઉત્તરાયણનું પર્વ દાનનો મહિમા દર્શાવતું પર્વ છે. જૈન ધર્મમાં દાનને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. ગૃહસ્થધર્મના બે પાયા ભક્તિ (પૂજા) અને દાન કહ્યાં છે. ઔષધદાન, શાસ્ત્રદાન, આહારદાન, જ્ઞાનદાન, અભયદાન વગેરે દાનના અનેક પ્રકારો છે. જે પોતાની આવકના ૨૫ ટકા દાન આપે તે ઉત્તમ દાની, ૧૦ ટકા આપે તે મધ્યમ દાની અને ૬ ટકા આપે તે જ ધન્ય દાની ગણાય છે.


સાવધાની : પતંગ ઉડાવવાના મોહમાં અને ઉત્સાહના અતિરેકમાં આપણે જીવલેણ દોરાઓ વાપરી પંચેન્દ્રિય જીવોની હિંસામાં નિમિત્ત તો નથી બનતાને? પતંગ લૂંટવામાં, પેચ લગાવવામાં મસ્ત બની આપણા પોતાના કે અન્યની જાનના દુશ્મન તો નથી બનતા ને?


ચાઈનીઝ તુક્કલનો ઉપયોગ કરી ક્યાંક આગ લાગવાના પ્રસંગમાં આપણે નિમિત્ત નથી બનતાને? દોરી-પતંગ પાછળ કરાતા ખર્ચની જગ્યાએ કોઈ ભૂખ્યાને ભોજન, ગરીબ દર્દીને દવા, ગરીબ વિદ્યાર્થીને શિક્ષણ આપવામાં સહાયક બની પુણ્યકાર્યમાં જરૃર સદ્ભાગી બની શકીએ. ઉત્તરાયણ પર્વમાં આપણે યથાશક્તિ દાન આપી સંતોષ ગુણને કેળવીએ તેવી અભ્યર્થના.


મકરસંક્રાંતિના મેળાઓ

મકરસંક્રાંતિ પર ઘણા મેળાઓ યોજાય છે, ખુબજ પ્રખ્યાત મેળો કુંભ મેળો છે જે દર બાર વર્ષે હરિદ્વાર, પ્રયાગ(અલ્હાબાદ), ઉજ્જૈન અને નાસિક આ ચાર જગ્યાએ વારાફરતી યોજાય છે. માઘ મેળો કે મીની કુંભ મેળો દર વર્ષે પ્રયાગમાં અને ગંગાસાગર મેળો, કલકત્તા નજીક ગંગા નદી જ્યાં બંગાળના ઉપસાગરને મળે છે, ત્યાં યોજાય છે. કેરળનાં સબરીમાલામાં મકરસંક્રાંતિ ઉજવાય છે, જ્યાં ‘મકર વિલક્કુ’ ઉત્સવ પછી ‘મકર જ્યોથી’ નાં દર્શન કરાય છે.


પૂરાણમાં ઉત્તરાયણ

પ્રાચીનકાળથી સૂર્યઉપાસનાનું મહત્ત્વ રહેલું છે. વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથ ગણાતા ઋગ્વેદમાં સૂર્ય માટે ‘પતંગ’ શબ્દ વપરાયો છે. આર્યોસૂર્યતત્ત્વની પ્રાચીન કાળથી ઉપાસના કરતા હતા. વેદકાળમાં સૂર્યને લગતા અનેક મંત્રો પણ પ્રાપ્ત થાય છે. પ્રાચીન ગ્રંથો મુજબ સૂર્ય પાસે કલ્યાણ તથા અમંગળ, દરિદ્રતા અને રોગ દૂર થાય તેની માગણી કરવામાં આવી છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તેને મકરસંક્રાંતિ કહે છે. જયોતિષશાસ્ત્ર મુજબ આ સંક્રાંતિમાં સૂર્યપૂજા-ઉપાસનાનું વિશેષ મહત્ત્વ રહેલું છે.


સૂર્ય મકરમાં પ્રવેશતાં કમુરતા પૂર્ણ થાય છે અને લગ્નાદિ માંગલિક કાર્યોનો પ્રારંભ થાય છે. ઉત્તરાયણનું વિશેષ મહત્ત્વ હોવાથી મહાભારત કાળમાં ભીષ્મએ ઉત્તરાયણમાં જ દેહ છોડવાનું પસંદ કર્યું હતું. મહાભારતમાં કુરુ વંશનાં સક્ષક ભીષ્મ પિતામહે કે જેમને ઈચ્છા મૃત્યુનું વરદાન પ્રાપ્ત હતું તેમણે બાણ શય્યા પર પડ્યા રહીને ઉત્તરાયણનાં દિવસે એટલે કે જ્યારે સૂર્ય ઉત્તર અયનમાં પ્રવેશે ત્યારે જ પોતાનો દેહ ત્યાગ કરવાનું કહ્યું હતું. આપણા શાસ્ત્રોમાં દક્ષિણાયન કરતાં ઉત્તરાયણને શુભ માનવામાં આવે છે. આમ ઉત્તરાયણનો દિવસ તે ભીષ્મ દેહોત્સર્ગના પર્વ તરિકે પણ ઉજવવામાં આવે છે.



〰〰〰〰〰〰 શિક્ષણકુંજ 〰〰〰〰〰〰





Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

સ્વાતંત્ર્ય દિન (૧૫મી ઑગસ્ટ)

 સ્વાતંત્ર્ય દિન (૧૫મી  ઑગસ્ટ)
ભારતનો સ્વતંત્રતા દિવસ








ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે ૧૫મી ઓગસ્ટના દિવસને ઉજવવામાં આવે છે. ઇ.સ. ૧૯૪૭નાં વર્ષમાં આ દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો, આથી આઝાદીની લડતમાં સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ કરી તેની ખુશીમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસને ભારતભરમાં રાષ્ટ્રીય તહેવાર તરીકે જાહેર કરવામાં આવેલો છે. દેશનાં તમામ કાર્યાલયોમાં આ દિવસે જાહેર રજા આપવામાં આવે છે. આખા દેશમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ (રાજ્ય સરકારો, જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતો) દ્વારા ધ્વજ વંદનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. મુખ્ય સમારંભ નવી દિલ્હીમાં ઉજવવામાં આવે છે જેમાં ભારતના વડાપ્રધાન લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવે છે અને પ્રજાજોગ સંદેશ આપે છે, જેનું ટેલિવિઝન પર જીવંત પ્રસારણ કરવામાં આવે છે. આ સંદેશામાં તેઓ સરકારની પાછલા વર્ષની સિદ્ધિઓ વર્ણવે છે, મહત્ત્વનાં મુદ્દાઓ જણાવે છે અને વધુ પ્રગતિ તથા વિકાસ માટે દેશને પડકાર કરે છે. વડા પ્રધાન આઝાદીની ચળવળનાં નેતાઓને શહિદોને શ્રદ્ધાંજલિ આપે છે અને સ્વાતંત્ર્ય સેનાનિઓને યાદ કરે છે. ભારતની સાંસ્કૃતિક વિવિધતાનું પ્રદર્શન, વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે દેશે કરેલી પ્રગતિ વિગેરેની ઝાંખી, ભારતની શસ્ત્ર તાકાતનું નિદર્શન અને દેશના સુરક્ષા દળોની પરેડ આ ઉજવણીનું અભિન્ન અંગ છે.


ઉજવણી


સ્વતંત્રતા દિવસ, સમગ્ર ભારતમાં બધા ભારતીય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મનાવવામાં આવે છે. સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ ભારતના રાષ્ટ્રપતિ દેશને સંબોધન કરે છે અને સંદેશો આપે છે. તેમજ ૧૫ મી ઓગસ્ટ ના રોજ વડા પ્રધાન દિલ્હીનો લાલ કિલ્લો જે એતિહાસિક સ્થળની બાજુમાં ભારતીય રાષ્ટ્ર ધ્વજ (તિરંગો) ફરકાવે છે. તેઓ ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતાઓને શ્રદ્ધાંજલિ આપે છે . ભારતીય રાષ્ટ્રગાન, " જન ગણ મન " ગવાય છે. ભાષણ પછી ભારતીય સશસ્ત્ર દળ અને અર્ધ સૈન્ય દળોના વિભાગોના માર્ચ પાસ્ટ આવે છે . પરેડ અને તસ્વીરો સ્વતંત્રતા સંગ્રામ અને ભારતની વિવિધ સાંસ્કૃતિક પરંપરાના દ્રશ્યો દર્શાવે છે. આવી જ ઘટનાઓ રાજ્યની રાજધાનીઓમાં થાય છે જ્યાં વ્યક્તિગત રાજ્યોના મુખ્યમંત્રીઓ રાષ્ટ્રધ્વજ લહેરાવે છે, ત્યારબાદ પરેડ અને અનુક્રમણિકા અનુસાર થાય છે. ૧૯૭૩ સુધી, રાજ્યના રાજ્યપાલે રાજ્યની રાજધાની પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. ફેબ્રુઆરી ૧૯૭૪ માં, તમિળનાડુના મુખ્યમંત્રી એમ. કરુણાનિધિએ તત્કાલિન વડા પ્રધાન ઇન્દિરા ગાંધી પાસે આ મુદ્દો ઉઠાવ્યો કે મુખ્ય પ્રધાનોને સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાની છૂટ આપવામાં આવે, જે રીતે સ્વતંત્રતા દિવસ પર વડા પ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવે છે. બાદમાં સંબંધિત રાજ્યોના મુખ્યમંત્રીઓને ૧૯૭૪ થી સ્વતંત્રતા દિવસની ઉજવણી પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાની છૂટ છે. દેશભરની સરકારી અને બિન-સરકારી સંસ્થાઓમાં ધ્વજવંદન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. શાળાઓ અને કોલેજોમાં ધ્વજવંદન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે. મુખ્ય સરકારી ઇમારતો મોટેભાગે લાઇટના તારથી શણગારવામાં આવે છે. દેશ પ્રત્યેની નિષ્ઠાના પ્રતીક માટે વિવિધ કદના રાષ્ટ્રધ્વજનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ થાય છે.


આઝાદી કા અમૃત મહોત્સવ


 આઝાદી કા આ અમૃત મહોત્સવની શરૂઆત


આઝાદીનો આ અમૃત મહોત્સવ 12 માર્ચ 2021ના રોજ શરૂ થયો હતો. 12 માર્ચ 2021 ના ​​રોજ, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની શરૂઆત કરી. આ કાર્યક્રમ અમદાવાદ, ગુજરાતમાં થઈ હતી અને આ તહેવાર એવા શહેરમાંથી શરૂ કરવામાં આવ્યો હતો જે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય કેન્દ્રો હતા.


તેમાં સાબરમતી આશ્રમ, પંજાબમાં જલિયાવાલા બાગ, આંદામાન અને નિકોબાર ટાપુઓની સેલ્યુલર જેલ વગેરેનો સમાવેશ થાય છે. વડાપ્રધાને સાબરમતી આશ્રમથી દાંડી કૂચને લીલી ઝંડી બતાવીને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની શરૂઆત કરી હતી.


આઝાદી કા અમૃત મહોત્સવનો હેતુ :


આઝાદીનો અમૃત મહોત્સવ એ ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી માટે ભારત સરકાર દ્વારા આયોજિત જુદાજુદા કાર્યક્રમોનો ક્રમ છે. જે તહેવારને જાહેર ઉત્સવ તરીકે ચિહ્નિત કરવામાં આવશે. અને 75 અઠવાડીયા સુધી ઉજવવામાં આવશે.

          આઝાદીનો આ અમૃત મહોત્સવ 15મી ઓગસ્ટ 2023ના રોજ સમાપ્ત થશે.


આઝાદી કા અમૃત મહોત્સવનો અર્થ :



આઝાદી કા અમૃત મહોત્સવનો અર્થ નવા વિચારોનું અમૃત છે. આઝાદી કા અમૃત મહોત્સવ એવો જ એક ઉત્સવ છે જેનો અર્થ સ્વતંત્રતાની ઉર્જાનું અમૃત છે. મતલબ કે ક્રાંતિકારીઓ , સ્વાતંત્ર્ય સેનાનીઓ, દેશભક્તોની આઝાદીનું એવું અમૃત કે જે આપણને હંમેશા દેશ પ્રત્યે સમર્પિત રહેવાની પ્રેરણા આપે છે . આપણા મનમાં નવા વિચારો, નવા સંકલ્પોની ક્રાંતિ લાવે છે.


આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી.  :


આઝાદી કા અમૃત મહોત્સવ એ પ્રગતિશીલ સ્વતંત્ર ભારતના 75 વર્ષની ઉજવણી અને સ્વતંત્રતા સેનાનીઓને યાદ કરવા માટે ભારત સરકારની પહેલ છે . આઝાદીના અમૃત મહોત્સવ દ્વારા , ભારત તેના લોકો , સંસ્કૃતિ અને ગૌરવશાળી ઇતિહાસની સિદ્ધિઓની ઉજવણી કરી રહ્યું છે. આઝાદી કા અમૃત મહોત્સવ એ ભારતની પ્રગતિશીલ સામાજિક , સાંસ્કૃતિક , રાજકીય અને આર્થિક ઓળખનું એક સ્વરૂપ છે.


“ આઝાદી કા અમૃત મહોત્સવ ” ની સત્તાવાર યાત્રા 12 માર્ચ , 2021 ના રોજ સાબરમતી આશ્રમથી શરૂ થઈ હતી , જ્યારે વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ભારતની આઝાદીના 75 વર્ષની સ્મૃતિમાં 75 અઠવાડિયા લાંબી ઉજવણીને લીલી ઝંડી આપી હતી. આઝાદીનો આ અમૃત ઉત્સવ 15 મી ઓગસ્ટ 2023 સુધી ચાલશે.


મહાત્મા ગાંધીએ 12 માર્ચ 1930 ના રોજ સાબરમતી આશ્રમથી દેશની આત્મનિર્ભરતા અને સ્વાભિમાનની જાગૃતિ માટે દાંડી યાત્રાનો પ્રારંભ કર્યો હતો અને આ દિવસે 2021 માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પ્રતિકાત્મક દાંડી યાત્રા શરૂ કરી હતી જે આપણા આત્મનિર્ભરતા અને સ્વાભિમાનના પુનરુત્થાનનું પ્રતિક છે .


આઝાદી કા અમૃત મહોત્સવ ભારતના એ તમામ લોકોને સમર્પિત છે. જેમણે માત્ર ભારતની વિકાસ યાત્રામાં મહત્વની ભૂમિકા જ ભજવી નથી , પરંતુ તેમની અંદર એવી શક્તિ અને ક્ષમતા પણ છે , જે ભારત 2.0 ને સફળ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશી ભાવનાથી પ્રેરિત આત્મનિર્ભર ભારતને સાકાર કરી રહ્યાં છે.


આઝાદી કા અમૃત મહોત્સવના સફળ આયોજન અને અમલીકરણ માટે જનભાગીદારી સાથે દેશભરમાં વિવિધ અભિયાનો યોજવામાં આવી રહ્યા છે. લોકભાગીદારી દ્વારા સ્થાનિક સ્તરે નાના ફેરફારો નોંધપાત્ર રાષ્ટ્રીય લાભાં મદદ કરશે.


આઝાદી કા અમૃત મહોત્સવના સફળ આયોજન અને અમલીકરણ માટે જનભાગીદારી સાથે દેશભરમાં વિવિધ અભિયાનો યોજવામાં આવી રહ્યા છે. લોકભાગીદારી દ્વારા સ્થાનિક સ્તરે નાના ફેરફારો નોંધપાત્ર રાષ્ટ્રીય લાભમાં મદદ કરશે.


સ્વાતંત્ર્ય સેનાનીઓની સ્મૃતિમાં ભારત સરકાર દ્વારા દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવના નામથી વિવિધ સ્વતંત્રતા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે . આ ઈવેન્ટ્સમાં ફોટો એક્ઝિબિશન , મૂવિંગ વાન , વિવિધ સ્પર્ધાઓ વગેરેનો સમાવેશ થાય છે જે સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાનને દર્શાવે છે.


કેટલાક સ્થળોએ આઝાદી કા અમૃત મહોત્સવ ‘ પ્રદર્શનો બે ભાગમાં પ્રદર્શિત કરવામાં આવ્યા હતા – મહાત્મા ગાંધીના આગમન પહેલાની આઝાદીની ચળવળ અને ગાંધીજીની આગેવાની હેઠળનો સ્વતંત્રતા સંગ્રામ . ગાંધીજીના આગમન પહેલા , લાલા લાજપત રાય , લોકમાન્ય તિલક અને લાલ – બાલ – પાલ તરીકે જાણીતા બિપિન ચંદ્ર પાલના યોગદાનને ઐતિહાસિક ફોટોગ્રાફ્સ દ્વારા દર્શાવવામાં આવ્યું છે .


આ સાથે અન્ય ક્રાંતિકારીઓની ચળવળમાં તેમની ભૂમિકા ખૂબ સારી રીતે દર્શાવવામાં આવી હતી . જેમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ , મંગલ પાંડે , રાજા રામમોહન રાય , સ્વામી દયાનંદ , સ્વામી વિવેકાનંદ , ખુદીરામ બોઝ , વીર સાવરકર , કરતાર સિંહજી , ભીખાઇજી કામા અને એની બેસન્ટ વગેરેનો સમાવેશ થાય છે.


ફોટો પ્રદર્શન શ્રેણીમાં , 1915 માં દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા પછી ગાંધીજીનો ભારતીય રાજકારણમાં પ્રવેશ અને સ્વતંત્રતા ચળવળની નવી દિશા ખૂબ જ વ્યવસ્થિત રીતે બતાવવામાં આવી હતી.


અસહકાર ચળવળ ( 1921 ) થી દાંડી સત્યાગ્રહ ( 1930 ) થી ચંપારણ સત્યાગ્રહ ( 1917 ) , ખેડા સત્યાગ્રહ ( 1918 ) જલિયાવાલા બાગ હત્યાકાંડ ( 1919 ) સુધી સત્યાગ્રહ દ્વારા લડવામાં આવેલા વિવિધ સ્વતંત્રતા યુદ્ધોને ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવ્યા છે .


આ દરમિયાન ચંદ્રશેખર આઝાદ , ભગત સિંહ , સુખદેવ , રાજગુરુની શહાદતને યાદ કરવામાં આવી હતી . પ્રદર્શનમાં સ્વતંત્રતા ચળવળમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ અને સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિકા વિશેષ સંદર્ભ સાથે દર્શાવવામાં આવી છે તેમજ રાષ્ટ્રીય એકીકરણમાં સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિકા પ્રદર્શનમાં દર્શાવવામાં આવી હતી.


આઝાદી કા અમૃત મહોત્સવ ‘ ઉત્સવ એ છેલ્લા 75 વર્ષમાં ભારતે કરેલી ઝડપી પ્રગતિ અને ઉન્નતીની અનુભૂતિનો તહેવાર છે . આ તહેવાર આપણને આપણી છુપાયેલી શક્તિઓને ફરીથી ઉજાગર કરવા માટે પ્રોત્સાહિત કરે છે અને રાષ્ટ્રોના સમૂહમાં આપણું યોગ્ય સ્થાન પાછું મેળવવા માટે પ્રામાણિક અને ક્રિયાત્મક પગલાં લેવાની પ્રેરણા આપે છે.



ભારતની આઝાદીનો  ઈતિહાસ

● અંગ્રેજોએ ભારતમાં પોતાની પ્રથમ કોઠી સુરતમાં, ઈ. સ. 1613માં સ્થાપી.

● જહાંગીર બાદશાહે અંગ્રેજોને સુરતમાં કોઠી સ્થાપવાની પરવાનગી આપી. 

● પ્લાસીનું યુદ્ધ ઈ. સ. 1757માં થયું હતું.

● પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળમાં અંગ્રેજોની સત્તા સ્થપાઈ.

● ચતુર્થ મૈસૂર વિગ્રહમાં અંગ્રેજો સામેના યુદ્ધમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યા.

● લોર્ડ કૉર્નવૉલિસે ઈ.સ. 1793માં ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરી હતી.

● રૈયતવારી મહેસૂલ પદ્ધતિના પ્રણેતા થૉમસ મૂનરો હતા.

● હોલ્ટ મેકેન્ઝીએ ભારતમાં મહાલવારી પદ્ધતિ દાખલ કરી હતી.

● ઈ. સ.1818 સુધીમાં અંગ્રેજોએ ભારત પર પોતાની સંપૂર્ણ સત્તા સ્થાપી દીધી હતી.

● લોર્ડ વેલેસ્લી સહાયકારી યોજનાનો જનક હતો.

● અંગ્રેજોની વહીવટી વ્યવસ્થા લોકો માટે ત્રાસદાયક હતી.

● અંગ્રેજોની જકાતનીતિથી સમાજનો ખેડૂત વર્ગ બરબાદ થઈ ગયો.

● ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામની સૌપ્રથમ શરૂઆત ભારતીય સૈનિકોએ કરી હતી. 

● અંગ્રેજ સરકારે સૈનિકો માટે ઍન્ફિલ્ડ રાઇફલ ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું.

● સૌપ્રથમ બંગાળ પ્રાંતના સિપાઈઓએ ઍન્ફિલ્ડ રાઈફલના કારતૂસો વાપરવાનો ઈન્કાર કર્યો.

● મંગલ પાંડેએ અંગ્રેજ અધિકારી બમેજર હ્યુસનની હત્યા કરી.  

● મંગલ પાંડે ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામના પ્રથમ શહીદ બન્યા.

● ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામની ખરી શરૂઆત 10 મે, 1857ના રોજ થઈ હતી.

● 10 મે, 1857ના રોજ 1857નો સ્વાતંત્ર્યસંગ્રામ મેરઠમાં શરૂ થયો હતો.

● ગુજરાતમાં 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ ગરબડદાસ મુખીએ કર્યું હતું. 

● મહીસાગર જિલ્લાના પાંડરવાડાના આદિવાસીઓએ અંગ્રેજો સામે લડત ચલાવી હતી.

● હિંદી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન 28 ડિસેમ્બર, 1885ના રોજ મુંબઈમાં મળ્યું હતું. 72 પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.

● હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનના પ્રમુખ વ્યોમેશચંદ્ર બેનરજી હતા.

●  લોર્ડ કર્ઝને 'ભાગલા પાડો અને રાજ કરો'ની નીતિ અપનાવી હતી.

● ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓના પ્રથમ પ્રણેતા વાસુદેવ બળવંત ફડકે હતા.

● ઈ.સ.1900માં વિનાયક સાવરકરે 'મિત્રમેલા' નામની ક્રાંતિકારી સંસ્થા સ્થાપી હતી.

● અશફાક ઉલ્લાખાન અને રામપ્રસાદ બિસ્મિલે હિંદુ-મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.


● ચંદ્રશેખર આઝાદ બાળપણથી જ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં સક્રિય બન્યા હતા.

● ચંદ્રશેખર આઝાદ અલાહાબાદના આલ્ફ્રેડ બાગમાં અંગ્રેજો સાથેના સંઘર્ષમાં પોતાની પિસ્તોલથી જ શહીદ થયા હતા.

● શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં 'ઈન્ડિયન હોમરૂલ સોસાયટી' સ્થાપી હતી.

● શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં 'ઈન્ડિયન સોશિયોલૉજિસ્ટ' સામયિક શરૂ કર્યું હતું.

● મદનલાલ ઢીંગરાએ અંગ્રેજ અધિકારી વિલિયમ વાયલીની હત્યા કરી હતી.

● ઈ.સ. 1902માં મૅડમ ભિખાઈજી કામાએ લંડનમાં 'વંદે માતરમ્' વર્તમાનપત્ર શરૂ કર્યું હતું. 

● સરદારસિંહ રાણાએ પેરિસમાં સભાઓ ભરી અંગ્રેજી દમનનો વિરોધ કર્યો હતો.

● ઈ.સ.1915માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવ્યા.

● ગાંધીજીએ ઈ.સ.1915માં કોચરબ આશ્રમની સ્થાપના કરી.

● ગાંધીજીના શરૂઆતના સત્યાગ્રહોને પરિણામે તેમને વલ્લભભાઈ પટેલ અને રાજેન્દ્ર પ્રસાદ સાથીદારો મળ્યાં.

● ગાંધીજીએ બિહારમાં ચંપારણ સત્યાગ્રહ કર્યો.

● અંગ્રેજ સરકારે ઈ.સ.1919માં રૉલેટ એક્ટ પસાર કર્યો.

● મહાત્મા ગાંધીજીએ રૉલેટ ઍક્ટને 'કાળો કાયદો' કહ્યો.

● 13 એપ્રિલ, 1919ના રોજ જલિયાંવાલા બાગ હત્યાકાંડ થયો હતો.

● જલિયાંવાલા બાગમાં જનરલ ડાયરે બેફામ ગોળીબાર કરાવ્યો હતો. 

● રવીન્દ્રનાથ ટાગોરે 'નાઈટહૂડ'ની પદવી અંગ્રેજ સરકારને પાછી આપી દીધી. 

● ગાંધીજીએ ઈ.સ.1920માં 'અસહકારનું આંદોલન' શરૂ કર્યું હતું.

● 1928માં 'બારડોલી સત્યાગ્રહ'  થયો હતો.

● વલ્લભભાઈ પટેલને લોકોએ 'સરદાર'નું બિરુદ આપ્યું.

● ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે મધ્યસ્થ ધારાસભામાં બૉમ્બ ફેંક્યો હતો.

● બંગાળાના ક્રાંતિકારી જતીનદાસે જેલમાં ખરાબ ખોરાક અને ખરાબ વર્તન સામે ઉપવાસ શરૂ કર્યા હતા. 

● મીઠાના કાયદાનો ભંગ કરવા ગાંધીજીએ 12 માર્ચ, 1930ના રોજ દાંડીકૂચ કરી હતી.

● ગાંધીજીએ 370 કિલોમીટરની દાંડીયાત્રા કરી હતી.

● ગાંધીજીએ બીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી.

● 8 ઑગસ્ટ, 1942ના રોજ મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિએ 'હિંદ છોડો'નો ઐતિહાસિક ઠરાવ પસાર કર્યો.

● સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી, 1897ના રોજ ઓડિશા રાજ્યના કટક શહેરમાં થયો હતો.

● સુભાષચંદ્ર બોઝે 'ચલો દિલ્લી'નું સૂત્ર આપ્યું હતું.

● સુભાષચંદ્ર બોઝે રચેલી મહિલા લશ્કરી બ્રિગેડને 'લક્ષ્મીબાઈ' નામ આપવામાં આવ્યું હતું.

● 15 ઑગસ્ટ 1947ના રોજ ભારત દેશ સ્વતંત્ર થયો હતો.


Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube
Join us on Facebook Group

Followers

VISITERS