શિક્ષણ , સર્જન , સિદ્ધિ

શિક્ષણકુંજ ઈ મેગેઝીન
Join Us On
Whatsapp
Join Us On
Telegram

VIDEO COMPRESSION

VIDEO COMPRESSION 






 Fast compress videos, reduce video size, convert to MP4. Batch image compressor.


Quickly compress video, convert to MP4,  cut video, extract MP3 audio from video.

Reduce video size, shrink video, save your device's storage space.


Batch Image Compressor, support quickly batch compress images, save your storage space.


Features:

# Compress videos with high/normal/low quality

# Cut and compress video

# Fast forward and compress video

# Video to MP3 converter, can extract MP3 from video file 

# Use hardware codec, fast compression

# Share videos

# Batch compress images

# Free and Easy-to-use


Download video compress : Click Here





Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

ધમાચકડી સમર કેમ્પ-2024

 ધમાચકડી સમર કેમ્પ-2024


🎯 શિક્ષણકુંજ દ્વારા આયોજિત રાજ્યકક્ષાનો ઑનલાઈન "ધમાચકડી" સમર કેમ્પ-2024🎯




*સમર કેમ્પની તારીખ :*

 *12/05/2024 થી*  *18/05/2024*


*શિક્ષણકુંજ દ્વારા આયોજિત રાજ્યકક્ષાના ઑનલાઈન "ધમાચકડી" સમર કેમ્પ-2024માં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે.* 


 *રજિસ્ટ્રેશન તારીખ : 08/04/2024 થી 10/05/2024* 



*રજિસ્ટ્રેશન કરવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો*

https://forms.gle/KDmB4t3QX4kmsexj8



શિક્ષણકુંજની Youtube channel ને પણ Subscribe કરવી. જેથી દરેક વિડિયો આપને સૌથી પહેલા મળી રહે...

Subscribe કરવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

https://youtube.com/@shikshankunj




  • *શિક્ષણકુંજ દ્વારા આયોજિત રાજ્યકક્ષાના ઑનલાઈન "ધમાચકડી" સમર કેમ્પ-2024માં  વિદ્યાર્થીઓ, વાલી, શિક્ષકો, તથા ગુજરાત રાજ્યના તમામ નાગરિકો રજિસ્ટ્રેશન કરીને ભાગ લઈ શકે છે.
  • *શિક્ષણકુંજ દ્વારા આયોજિત રાજ્યકક્ષાના ઑનલાઈન "ધમાચકડી" સમર કેમ્પ-2024માં ભાગ લેનાર દરેક વ્યક્તિએ ઓછામાં ઓછી બે પ્રવૃત્તિઓનાં Video અપલોડ કરવાં પડશે.*



ખાસ નોંધ: વિડિયો ની સાઈઝ 500MB થી નાની રાખવી...

વિડિયો ની સાઈઝ નાની કરવા અહી ક્લિક કરો...


*ધમાચકડી સમર કેમ્પ -2024માં નીચે દર્શાવેલ પ્રવૃત્તિઓના Video અપલોડ કરી શકો છો.* 


  • આર્ટ, 
  • ક્રાફટ, 
  • ચીટક કામ, 
  • કાગળ કામ, 
  • માટી કામ, 
  • દેશી રમત,  વાર્તા, અભિનય ગીત, બાળગીત, નાટક, યોગ, સંગીત, હાથ વણાટ, ગણિત- વિજ્ઞાનની પ્રવૃત્તિઓ, વિજ્ઞાનના પ્રયોગો, પપેટ નિર્માણ, TLM નિર્માણ, રમકડાં નિર્માણ, વેસ્ટમાંથી બેસ્ટ, વાનગી બનાવવી, પ્રકૃતિ શિક્ષણ, સ્વચ્છતા શિક્ષણ, ઔષધિ વિશે માહિતી, વિવિધ વૃક્ષો વિશે માહિતી, ઐતિહાસિક સ્થળનો video વગેરે






ધમાચકડી સમર કેમ્પ 2024 ની માહિતી માટે pdf ડાઉનલોડ કરો 



*શિક્ષણકુંજ દ્વારા આયોજિત રાજ્યકક્ષાના ઑનલાઈન "ધમાચકડી" સમર કેમ્પ-2024માં રજિસ્ટ્રેશન કરીને ભાગ લેનાર દરેક વ્યક્તિને સમર કેમ્પ પૂર્ણ થયા પછી આકર્ષક ઈ-સર્ટિફિકેટ આપવામાં આવશે.*

🌸🌸🌸🌸🌸🌸🌸

*🌈" શિક્ષણકુંજ "ના સંચાલકો 🌈*

🤝શ્રી દિનેશભાઈ ધનાભાઇ ચૌહાણ - 9712824892

🤝શ્રી નરેન્દ્ર મણિલાલ કાલરિયા - 9722500197

 🤝શ્રી રાજેશ ધનજીભાઈ ડાભી - 9099498094



☀️"શિક્ષણકુંજ"* સાથે જોડાવવા આપ નીચેની કોઈ પણ સોશિયલ લિંક દ્વારા જોડાઈ શકો છો.


*💫શિક્ષણકુંજ બ્લોગ*  crt+D પ્રેસ કરીને બુકમાર્ક કરો.. મુલાકાત લેતા રહો🙏🏻


*💫શિક્ષણકુંજ YouTube  ચેનલ* ( એક વીડિયો પણ બનાવીએ. તમે ગૂગલ ફોર્મ ભરીને અમને વીડિયો મોકલી શકો છો) બ્લોગ માં માહિતી મળી જશે




*💫શિક્ષણકુંજ WhatsApp ગ્રૂપ*


*💫શિક્ષણકુંજ Telegram ચેનલ* ( એક ચેનલ ઓલ પોસ્ટ)


*💫શિક્ષણકુંજ Facebook ગ્રૂપ* ( તમારી પણ શૈક્ષણિક પોસ્ટ કરી શકો છો.)



*💫શિક્ષણકુંજ Instagram*

આપના સાથ અને સહકાર સાથે આભાર🙏🏻

*☀️શિક્ષણકુંજ☀️*


Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

ભારતીય રિઝર્વ બેંક Reserve Bank of India RBI

 ભારતીય રિઝર્વ બેંક Reserve Bank of India RBI



    આજે ભારતીય રિઝર્વ બેંક 'Reserve Bank of India'નો સ્થાપના દિવસ છે. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (RBI)ની સ્થાપના ૧ એપ્રિલ,૧૯૩૫ના રોજ થઈ હતી. મુંબઈ ખાતે રિઝર્વ બેંકનું વડું મથક આવેલું છે. રિઝર્વ બેંક ભારતની સર્વોચ્ચ બેંક છે.

      ભારતીય રિઝર્વ બેંક અથવા ટૂંકમાં આર.બી.આઈ. (RBI) ભારતની કેન્દ્રીય બેંક છે જે ચલણી નાણાને લગતી નાણાકીય નીતિનું નિયમન કરે છે. રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાની સ્થાપના ૧ એપ્રિલ, ૧૯૩૫ ના રોજ રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા એક્ટ ૧૯૩૪ મુજબ કરવામાં આવી હતી. ભારતીય રિઝર્વ બેંક ભારત સરકારની વિકાસ નીતિઓમાં અગત્યનો ભાગ ભજવે છે.

      રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાની સ્થાપનામાં ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબે મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબ અર્થશાસ્ત્રી હતા. ભારતીય રિઝર્વ બેન્કની સ્થાપના ડૉ. બાબા સાહેબ આંબેડકર દ્વારા આપવામાં આવેલા દિશા-નિર્દેશો અથવા નિર્દેશક સિદ્ધાંતોના આધારે કરવામાં આવી હતી.  બેંકની કાર્યપદ્ધતિ અથવા કામ કરવાની શૈલી અને તેનો દૃષ્ટિકોણ બાબાસાહેબે હિલ્ટન યંગ કમિશન સમક્ષ મૂક્યો હતો. જ્યારે વર્ષ ૧૯૨૬માં રોયલ કમિશન ઑન ઈન્ડિયન કરન્સી એન્ડ ફાઈનાન્સના નામે આ કમિશન ભારતમાં આવ્યું ત્યારે તેના તમામ સભ્યોએ ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબ દ્વારા લખાયેલ પુસ્તક The Problem of the Rupee - Its Origin and Its Solution ની જોરદાર હિમાયત કરી અને સમર્થન કર્યું. બ્રિટિશ લેજિસ્લેટિવ એસેમ્બલીએ તેને કાયદાનું સ્વરૂપ આપ્યું અને તેને રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા એક્ટ ૧૯૩૪ નામ આપ્યું.

      રિઝર્વ બેંકની મધ્યસ્થ કચેરી શરૂઆતમાં કલકત્તામાં સ્થાપવામાં આવી હતી, જે ૧૯૩૭માં કાયમી ધોરણે મુંબઈમાં સ્થળાંતરિત કરવામાં આવી હતી. સેન્ટ્રલ ઑફિસ એ ઑફિસ છે જ્યાં ગવર્નરો બેસે છે અને નીતિઓ નક્કી કરવામાં આવે છે. સ્વતંત્ર ભારતમાં ૧ જાન્યુઆરી, ૧૯૪૯ના રોજ રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. ત્યારથી તેની સંપૂર્ણ માલિકી ભારત સરકારની છે.

       ભારતીય રિઝર્વ બેંકના મહત્ત્વપૂર્ણ કાર્યો: ભારતમાં નાણાકીય સ્થિરતા હાંસલ કરવા અને સામાન્ય રીતે દેશના હિતમાં ચલણ અને ધિરાણ પ્રણાલીનું સંચાલન કરવા માટે બેંક નોટોના મુદ્દા પર નિયંત્રણ રાખવું, અનામત ભંડોળ રાખવું. નાણાકીય નીતિની રચના, અમલીકરણ અને દેખરેખ રાખવી. નાણાકીય વ્યવસ્થાનું નિયમન અને દેખરેખ. વિદેશી વિનિમય વ્યવસ્થાપન. સરકાર માટે બેંકર અને બેંકો માટે બેંકર તરીકે કામ કરવું. ક્રેડિટ નિયંત્રણ. ચલણ વ્યવહારો નિયંત્રિત કરવા. કરન્સી અને સિક્કાઓનું નિયમન કરવું. નાણાકીય બજારોની ગતિવિધિ પર સતત ધ્યાન આપવું. વિદેશી વિનિમયને મેનેજ કરવું. ચૂકવણી અને સેટલમેન્ટ પર ધ્યાન આપવું. સરકારી દેવું મેનેજ કરવું. વિવિધ પ્રકારની બેંકોનું નિયમન કરવું. કેન્દ્રીય બેન્ક તરીકેનું કામ કરવું. ગ્રાહકને બેન્કિંગ અંગે માહિતી આપવી અને તેની સિક્યોરિટી સુનિશ્ચિત કરવી.



વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


વધુ માહિતી માટે અહીં ક્લિક કરો






Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

રંગોનો તહેવાર હોળી

 રંગોનો તહેવાર હોળી



હોળી, જેને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે, તે ભારતમાં ભારે લોકચાહના ધરાવતો હિંદુ તહેવાર છે. આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. હોળી ફાગણ માસની પુનમનાં દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે સાંજે ગામનાં પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા, લાકડાં ની 'હોળી' ખડકવામાં આવે છે. ત્યાર બાદ બધાં લોકો ત્યાં વાજતે ગાજતે (ઢોલ,શરણાઇ જેવાં વાજીંત્રો વગાડતાં) એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે. જો કે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીતો હોય છે, પરંતુ દરેકની ભાવના એક જ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્ત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું. હિંદુ ધર્મમાં આને લગતી "હોળીકા અને પ્રહલાદ"ની કથા બહુ જાણીતી છે.


હોળીનાં બીજા દિવસે ધુળેટી મનાવાય છે. આ તહેવાર 'રંગોનો તહેવાર' એટલેજ કહેવાય છે કે આ દિવસે સવારથી સૌ કોઇ નાના મોટા એકબિજા પર અબિલ, ગુલાલ તેમજ કેસુડાનાં રંગો છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે. જો કે હવેનાં સમયમાં ક્યાંક ક્યાંક રસાયણિક રંગોનો ઉપયોગ પણ કરાય છે, જેનો ઉપયોગ બને તેટલો ટાળવો હિતાવહ છે.

      

 *પરંપરા :* 


     ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં, હોળીને 'હુતાસણી'થી પણ ઓળખવામાં આવે છે.   ઘણાં  વિસ્તારોમાં હોળી પ્રગટાવ્યા પછી તેની આસપાસ પારંપારીક નૃત્ય કરવામાં આવે છે. યુવાનો દ્વારા આ દિવસોમાં શૌર્યપૂર્ણ રમતો રમવામાં અને વિવિધ પારંપારીક હરીફાઇ યોજવામાં આવે છે, જેમકે ઘોડાદોડ, આંધળો પાટો, શ્રીફળ ફેંકવાની હરીફાઇ વગેરે. ગ્રામ્ય વિસ્તારોમાં ગામને પાદર આવેલા પૂર્વજોનાં પાળિયાઓનું પૂજન અર્ચન કરવામાં આવે છે. ઘણાં વિસ્તારોમાં હોળીનાં દિવસોમાં ગામ લોકો વાજતે ગાજતે ગામમાં બધાજ લતાઓ કે વિસ્તારોમાં ફરી અને હોળી માટેનો ફાળો (ગોઠ) ઉઘરાવવા નિકળે છે, આ લોકોને ઘેરૈયાઓ કહેવાય છે. હોળીનાં દિવસે જેને ત્યાં ગત વર્ષમાં દીકરાનો જન્મ થયો હોય તે લોકો બાળકને શણગારીને હોળીની પ્રદક્ષિણા કરાવે છે,તથા ગામલોકોને પતાસા તથા ખજૂર વગેરેની 'લાણ' વહેંચે છે.

    

 *સંગીતમાં હોળી* 


     હોળીનાં દિવસે હોળી પ્રગટાવ્યા પછી મોડી રાત્રી સુધી હોળીની આસપાસ બેસી અને જે ગીતો કે દુહાઓ ગાવામાં આવે છે તેને "હોળીનાં ફાગ" તરીકે ઓળખવામાં આવે છે (આ પરંપરા હજુ અમુક ગ્રામ્ય વિસ્તારોમાં ચાલુ છે). આ હોળીનાં ફાગ એક પ્રકારે વસંતોત્સવનું પ્રતીક છે. ગુજરાતી,હિન્દી અને અન્ય ભારતીય ફિલ્મોમાં હોળીના ગીતો ભરપુર પ્રમાણમાં મળી આવે છે. અમુક પ્રસિદ્ધ ગીતો જોઇએ તો :


"હોલી કે દિન દિલ ખીલ જાતે હૈ, જૈસે રંગો મેં રંગ મિલ જાતે હૈ,"

ભૂલે શિકવે દોસ્તો 

દુશ્મન ભી ગલે મિલ જાતે હૈ.



 *હોળી પર ફરવાનું વિચારી રહ્યા છો, તો આ શહેરોમાં પરિવાર સાથે ઉજવો યાદગાર તહેવારો* 


હોળી રંગોનો તહેવાર છે. બાળકો આ તહેવારની શરૂઆત રંગ,  પિચકારી અને ફુગ્ગાથી કરે છે. તમે આ અવસર પર પ્રવાસનું આયોજન પણ કરી શકો છો. ચાલો જાણીએ કે તમે હોળીની ઉજવણી માટે કઇ જગ્યાએ જઇ શકો છો

   

બનારસ -  હોળીના અવસર પર તમે બનારસ જઈ શકો છો. ગંગા ઘાટ પર દેશ-વિદેશના પ્રવાસીઓ આવે છે. આકાશમાં ઉડતા ગુલાલ સાથે આ ઉત્સવ જોવા જેવો છે.


    મથુરા - મથુરા અને વૃંદાવનની હોળીનો આનંદ માણવા માટે માત્ર દેશ જ નહીં વિદેશથી પણ લોકો આવે છે. તમે અહીં લઠ્ઠમાર હોળી, લડ્ડુમાર હોળી અને ફૂલો કી હોળીનો આનંદ માણી શકો છો.


     પુષ્કર - રાજસ્થાનના શહેરોમાં લોકો હોળીનો તહેવાર ખૂબ જ ખાસ રીતે ઉજવે છે. જો તમે હોળીના તહેવારને યાદગાર બનાવવા માંગતા હોવ તો તમે રાજસ્થાનના પુષ્કર પણ જઈ શકો છો. રાજસ્થાનમાં હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે.


ઉદયપુર - હોળી દરમિયાન આ શહેર ખૂબ જ સુંદર લાગે છે. હોળીના પર્વમાં લોકો લોકગીતો ગાય છે. ખરેખર આ નજારો જોવા જેવો છે. તમે અહીં હોળીની ઉજવણી માટે પણ જઈ શકો છો.

   

 *હોળીના લોકગીતો* 


હોળીના લોકગીતો એ ઉત્તર ભારતના લોકો માટે અત્યંત લોકપ્રિય લોકગીતો છે. આ ગીતોમાં હોળી રમવાનું વર્ણન આવતું હોય છે. આ ગીતો હિંદી ભાષા ઉપરાંત વ્રજ ભાષા, રાજસ્થાની, પહાડી, બિહારી, બંગાળી વગેરે અનેક પ્રદેશોની અનેક ભાષાઓ અને બોલીઓમાં ગાવામાં આવતાં હોય છે. 


ફાગણ એ હિંદુ વૈદિક પંચાગ અંતર્ગત વિક્રમ સંવતનો પાંચમો મહિનો છે. આ ઉપરાંત હિંદુ વૈદિક પંચાગ અંતર્ગત શક સંવતનો બારમો મહિનો છે. ફાગણ મહિના પહેલાં મહા મહિનો આવે છે, જ્યારે ફાગણ મહિના પછી ચૈત્ર મહિનો આવે છે.


 *ફાગણ મહિનો* 


ફાગણ એ હિંદુ વૈદિક પંચાગ અંતર્ગત વિક્રમ સંવતનો પાંચમો મહિનો છે. આ ઉપરાંત હિંદુ વૈદિક પંચાગ અંતર્ગત શક સંવતનો બારમો મહિનો છે. ફાગણ મહિના પહેલાં મહા મહિનો આવે છે, જ્યારે ફાગણ મહિના પછી ચૈત્ર મહિનો આવે છે. ફાગણ મહિનો ઉનાળાની ઋતુમાં આવતો મહિનો છે. આ મહિનામાં ખાખરાના વૃક્ષ પર ફૂલો બેસે છે, જેને કેસુડો તરીકે ઓળખવામાં આવે છે.


    

 *હોળીનું કાવ્ય* 


અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા

અમે ફાગણનો ફાલ છીએ ઘેરૈયા


અમે તલવાર ને ઢાલ છીએ ઘેરૈયા

અમે આજ અને કાલ છીએ ઘેરૈયા

ઘેરૈયા ઘેરૈયા ઘેરૈયા…

અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા…


અમે સંમદર ને પાળ છીએ ઘેરૈયા

અમે સોનેરી વાળ છીએ ઘેરૈયા

ઘેરૈયા ઘેરૈયા ઘેરૈયા…

અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા…


અમે રેશમી રૂમાલ છીએ ઘેરૈયા

અમે ધાંધલ ધમાલ છીએ ઘેરૈયા

ઘેરૈયા ઘેરૈયા ઘેરૈયા…

અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા…


અમે ખૂલ્લો સવાલ છીએ ઘેરૈયા

અમે જાદુ કમાલ છીએ ઘેરૈયા

ઘેરૈયા ઘેરૈયા ઘેરૈયા…

અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા…


– સુરેશ દલાલ



પિચકારી રે પિચકારી,

 તું કેવી મજાની પિચકારી !


 હોળીમાં તું યાદ આવે,

    ને બાળકોને હરખાવે.

            પિચકારી રે પિચકારી...


 લાલ પીળા રંગો સમાવી,

    ને સખીઓને મોજ કરાવી.

            પિચકારી રે પિચકારી....


 બંદૂકવાળી રૂપાળી,

    ને ડબ્બલ ઢાંકણવાળી.

            પિચકારી રે પિચકારી....


નાનાં-મોટાં સૌને ગમતી,

   ને સંગી બનીને રહેતી.

             પિચકારી રે પિચકારી....


રંગોની કરે છે લ્હાણી,

 ને ભેરુઓ સંગે ઉજાણી.

            પિચકારી રે પિચકારી....


કવયિત્રી : નીલમ જાદવ 'જયનીલ'




*હોળીની પંક્તિઓ* 


1.મથુરાકી ખુશબૂ, ગોકુલ કા હાર...

વૃંદાવન કી સુગંધ, બરસાને કી ફૂહાર..

રાધા કી ઉમ્મીદ ઔર કાન્હા કા પ્યાર...

મુબારક હો આપકો હોલી કા ત્યૌહાર...

હોલી મુબારક



2. સૂરજ કી પહેલી કિરન મેં સાત રંગ હો,

બાગોમેં ફૂલોકી ખુશબૂ સંગ હો,

આપ જબ ભી ખોલેં અપની પલકે, 

આપકે ચેહરે પર હોલી કા રંગ હો....

હોલી મુબારક



3. દિલ સે હોલી મુબારક હો આપકો બાર બાર,

રંગીન હો આપકી દુનિયા પુરી,

હોલી કા હર રંગ મુબારક,

મુબારક હો આપકો હોલી કા ત્યૌહાર...

હોલી મુબારક



4. ગુલાલ કા રંગ, ગુબ્બારોની માર,

સૂરજ કી કિરને, ખુશિયોં કી બહાર,

ચાંદ કી ચાંદની અપનો કા પ્યાર,

મુબારક હો આપકો રંગો કા ત્યૌહાર,

હોલી મુબારક!



5. ખુશિયોં સે ભરી આપકી દુનિયા હો,

જિંદગીમેં હંમેશા પ્યાર ઔર બહાર હો,

આપકે સંસારમેં હર રંગોની ભરમાર હો,

મુબારક આપકો યે હોલી કા ત્યૌહાર હો.

Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

CET, PSE

 CET, PSE પ્રશ્નાવલી



1.        નીચેના પૈકી કયો પદાર્થ અપારદર્શક છે

પાણી      હવા        કાચ        દૂધ

2.        માટલા બનાવનાર ને શું કહેવાય

મોચી      દરજી      સુથાર     કુંભાર

3.        ગ્રામ પંચાયતના વડાને શું કહે છે

કોટવાળ                પગી       તલાટી   સરપંચ

4.        કઈ વાનગી બાફીને રાંધવામાં આવે છે

પૂરી        થેપલા    ખીચડી   ભાખરી

5.        બલુનમાં કયો વાયુ ભરવામાં આવે છે

હિલિયમ                નાઇટ્રોજન

ઓક્સિજન            હાઈડ્રોજન

6.        ગુજરાતના મુખ્યમંત્રી હાલ કોણ છે

ભુપેન્દ્રભાઈ પટેલ                વિજયભાઈ રૂપાણી

શંકરભાઈ ચૌધરી                જીતુભાઈ વાઘાણી

7.        આહારના મુખ્ય કેટલા રસ છે

9             6             4            8

8.        ધમાલ એ કઈ જાતિના લોકોનું નૃત્ય છે

મેર         વાઘેર     ભીલ       સિદ્ધિ

9.        રાવણના પત્નીનું નામ શું હતું

સુલોચના              મંદોદરી

તારામતી              મંથરા

10.   સુરત કઈ નદીના કિનારે આવેલું છે

સાબરમતી            હાથમતી

વિશ્વામિત્રી             તાપી

11.   આકાશમાં ઉડનારા સજીવ ને શું કહે છે

ભૂચર      ખેચર   

જળચર  ઉભયજીવી

12.   દરિયાઈ લુંટારાઓ કયા નામથી ઓળખાય છે?

અગરિયા               લાંચિયા

વણઝારા               ચાંચિયા

13.   મહારાણા પ્રતાપ ના ઘોડા નું નામ શું હતું

કનક       માણેક    ચેતક      નવરંગ

14.   ભારતની લાંબામાં લાંબી નદી કઈ છે?

નર્મદા    કાવેરી    બ્રહ્મપુત્ર ગંગા

15.   રાણકીવાવ કયા શહેરમાં આવેલી છે

પાટણ                    વિસનગર           

જુનાગઢ                વડનગર

 

16.   કાનમ પ્રદેશ શાના ઉત્પાદન માટે જાણીતો છે

કપાસ     મગફળી                તમાકુ     ડાંગર

17.   પીરોટન ટાપુ કયા જિલ્લામાં આવેલો છે

દેવભૂમિ દ્વારકા     મોરબી

બોટાદ                   જામનગર

18.   રોમન અંક માં નવ કેવી રીતે લખાય

XI           VIIII       IX           IIIIV

19.   રણ ઉત્સવ તરીકે જાણીતું સફેદ રણ કયા જિલ્લામાં આવેલું છે

સુરેન્દ્રનગર           અમદાવાદ

ગાંધીનગર            કચ્છ

20.   એશિયાનું સૌથી ઊંચું ઘાસ ગુજરાતના કયા જિલ્લામાં ઉગે છે

કચ્છ       ડાંગ      દાહોદ     અરવલ્લી

21.   ભારતના પ્રથમ અવકાશયાત્રી કોણ હતા

જે આર ડી ટાટા                   રાકેશ શર્મા

કલ્પના ઝાલા                      સુનિતા વિલિયમ્સ

22.   + સંકેત ક્યાં સ્થાનનો સૂચન કરે છે

દવાખાનું               ફાયર બ્રિગેડ

પોલીસ સ્ટેશન      નિશાળ

23.   ગુજરાતમાં મીઠાનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે

અમદાવાદ            કચ્છ

જામનગર             નવસારી

24.   કયા દિવસે ચંદ્ર પૂર્ણ જોવા મળે છે

એકમ      આઠમ   પૂનમ     અમાસ

25.   કયો વાયુ જીવવા માટે અત્યંત જરૂરી છે

મિથેન                   નાઇટ્રોજન

ઓક્સિજન            કાર્બન ડાયોક્સાઇડ

26.   વનસ્પતિના રસોડા તરીકે કોણ ઓળખાય છે?

મૂળ         પ્રકાંડ    પર્ણ      પુષ્પ

27.   મહાવીર સ્વામીનું સાચું નામ શું હતું

ગૌતમ    ચાણક્ય               અશોક    વર્ધમાન

28.   ઘુડખર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે

કચ્છ       ભાવનગર             બોટાદ

29.   વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા કયા દેશમાં આવેલી છે

અમેરિકા ચીન     ભારત    જાપાન

 

 


30.   કેવો સ્વાદ હાનિકારક જુવાનો નાશ કરે છે

મીઠો       ખારો      તીખો      તુરો

31.   કાળિયાર માટેનો અભયારણ્ય કયા સ્થળે આવેલું છે

ડાંગ        જામનગર   વેળાવદર       ગીર

32.   દહીં જમવું એ એક કેવી પ્રક્રિયા છે

ભૌતિક    રાસાયણિક  જૈવિક આથવણ

33.   પાણી કેટલા તાપમાને ઉકળે છે

110° c                  100° c

120° c                  130 ° c

34.   ગુજરાત રાજ્યમાં જિલ્લાઓની સંખ્યા જણાવો

31          33         24          29

35.   સિધ્ધરાજ જયસિંહની માતાનું નામ શું હતું

સરસ્વતી દેવી                     મિનળદેવી

જાનકી દેવી                         રંભાદેવી

Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube
Join us on Facebook Group

Followers

VISITERS