શિક્ષણ , સર્જન , સિદ્ધિ

શિક્ષણકુંજ ઈ મેગેઝીન
Join Us On
Whatsapp
Join Us On
Telegram
Showing posts with label SPECIAL DAY. Show all posts
Showing posts with label SPECIAL DAY. Show all posts

આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ

આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ




2026 થીમ:

The theme for International Mother Language Day 2026

 (celebrated on February 21) is 

“Youth voices on multilingual education.”


2025 થીમ:

International Mother Language Day

2025 theme : 

Silver Jubilee Celebration of International Mother Language Day


આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ 

(International Mother Language Day)  આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ પાછળનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથા બહુભાષાવાદને પ્રોત્સાહન આપવું છે. દુનિયાભરના દેશોમાં માતૃભાષાનું જતન કરવા માટે આંતરરાષ્ટ્રીય કક્ષાએ દર વર્ષે 21મી ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. નવેમ્બર 1999માં યુનેસ્કોએ વૈશ્વિક સ્તરે માતૃભાષા દિવસ ઉજવવાનું નક્કી કર્યું હતું. આ પછી ઈ.સ. 2000થી દર વર્ષે 21મી ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસ ઉજવવામાં આવે છે. તેની પાછળનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથા બહુભાષાવાદને પ્રોત્સાહન આપવું છે


21 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કેમ?

ઢાકા યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ અને સામાજિક કાર્યક્રતાઓએ તત્કાલીન પાકિસ્તાન સરકારની ભાષા નીતિનો 21 ફેબ્રુઆરી, 1952માં વિરોધ કર્યો હતો. તેમનું પ્રદર્શન પોતાની માતૃભાષાના અસ્તિત્વને બચાવવાનું હતું. પ્રદર્શનકારીઓએ બંગાળી ભાષાને સત્તાવાર દરજ્જો આપવાની માંગણી કરી રહ્યા હતા. પાકિસ્તાનની પોલીસે પ્રદર્શનકારીઓ પર ગોળીઓ વરસાવી હતી પણ વિરોધ અટકવાની જગ્યાએ વધુ ઉગ્ર બન્યો હતો. આ કારણે સરકારે બંગાળી ભાષાને સત્તાવાર દરજ્જો આપવો પડ્યો હતો. આ આંદોલનમાં શહીદ થયેલા યુવાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે યુનેસ્કોએ નવેમ્બર, 1999માં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઊજવવાનો નિર્ણય લીધો. ત્યાર બાદ આંતરરાષ્ટ્રીયભરમાં 21 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે


માતૃભાષાનો અર્થ શું?

બાળકને માતા તરફથી મળેલી ભાષા, પરિવારમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા. જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું, તેમજ લાગણીઓ અને વિચારો પ્રદર્શિત કરવાનું બાળક શીખ્યું તે ભાષા એટલે માતૃભાષા. બાળકને માતા તરફથી મળેલી ભાષા, પરિવારમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા. જે ભાષામાં બાળક હસ્યું, રડ્યું, જે ભાષાનો શબ્દ બાળકે સૌપ્રથમ સાંભળ્યો, કાલુ-કાલુ બોલવાનો પ્રયત્ન જે ભાષામાં બાળકે કર્યો, બાદમાં તે ભાષાનું શબ્દભંડોળ સમૃદ્ધ થવાથી તેના પર પ્રભુત્વ આવ્યું, જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું, તેમજ લાગણીઓ અને વિચારો પ્રદર્શિત કરવાનું બાળક શીખ્યું તે ભાષા એટલે માતૃભાષા.


 આપણી માતૃભાષા ગુજરાતીનું મહત્ત્વ શા માટે?

બાળકો અંગ્રેજી ભાષામાં શિક્ષણ લેતાં થયા તેથી ગુજરાતી લખતા-વાંચતા ભૂલી ગયા. 'ભાષા જાય તો સંસ્કૃતિ જાય' એ ન્યાયે માતૃભાષાની સાથે-સાથે ભારતીય સંસ્કૃતિનું અસ્તિત્વ જોખમમાં મુકાયું. બાળકોને અંગ્રેજી માધ્યમની શાળામાં કોણ મૂકે છે? તેમના વાલીઓ. શા માટે? 'અંગ્રેજી લખતા, બોલતા, વાંચતા આવડતું હશે તો બાળકોનું ભવિષ્ય ઊજળું છે' એવી સમજણ હોવાથી. શાળા અને ટ્યુશન ક્લાસીસ સિવાયના સમયમાં પોતાના પરિવારના સભ્યો, મિત્રો, સગાં-વ્હાલાઓ સાથે માતૃભાષામાં વ્યવહાર કરતો બાળક ગુજરાતી ભૂલી જાય એવું બને છે કારણ કે શાળા સિવાય બાળકને ગુજરાતીમાં બોલવા તેમજ સાંભળવા તો મળે છે પરંતુ લખવા કે વાંચવાની તાલીમ મળતી નથી.

હાલમાં એક ચીલો ચાલી રહ્યો છે, અંગ્રેજી બોલતા આવડે એટલે હોશિયાર, સ્માર્ટ. પણ એ મૂર્ખ લોકોનું અજ્ઞાન છે, કારણકે અંગ્રેજી એ એક મામુલી ભાષા છે, કોઈ જ્ઞાન નથી.

લગભગ તમામ દેશોમાં ગુજરાતી પરિવારો વસે છે. આપણા માટે ગર્વની વાત એ છે કે, માત્ર પૃથ્વી પર જ નહીં પરંતુ, અંતરિક્ષમાં પણ ગુજરાતી મૂળનાં લોકો પહોંચી ગયા છે. આપણાં ગુજરાતી કવિ એ પોતાની સુંદર કાવ્ય રચનામાં ઉલ્લેખ કર્યો છે કે, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત..જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત..!!

    

ગુજરાતી ભાષા સામેના પડકારો ?

આજના જમાનામાં અંગ્રેજી મીડિયમમાં ભણાવવાનો ક્રેઝ વધ્યો છે. ઘરે બધા ગુજરાતી બોલતા હોવા છતા દરેક માતા-પિતા પોતાના બાળકને અંગ્રેજી મીડિયમમાં મુકવાનો આગ્રહ રાખે છે. અંગ્રેજી લખતા, બોલતા, વાંચતા આવડતું હશે તો બાળકોનું ભવિષ્ય ઊજળું બનશે તેવી આશામાં પણ અંગ્રેજી મીડિયમમાં મોકલવામાં આવે છે. બાળકો અંગ્રેજી ભાષામાં શિક્ષણ લેતાં થતા ગુજરાતી લખતા-વાંચતા ભૂલી રહ્યા છે. કોઇ રેસ્ટોરન્ટમાં કે જાહેર જગ્યાએ પણ ગુજરાતીના બદલે હિન્દીમાં વાત કરતા જોવા મળે છે. માતૃભાષા આવડતી હોવા છતા તે વાત કરવાનું ટાળે છે. હાલમાં ઘણાં લોકો એવું માને છે કે અંગ્રેજી બોલતા આવડે એટલે હોશિયાર. પણ એ ભૂલી જાય છે કે અંગ્રેજી પણ એક ભાષા જ છે.


હિન્દી આંતરરાષ્ટ્રીયની ત્રીજી સૌથી બોલાતી ભાષા

વર્લ્ડ લેન્ગવેજ ડેટાબેઝના 22મા સંસ્કરણ ઇથોનોલોજ મુજબ આંતરરાષ્ટ્રીયભરની 20 સૌથી બોલાતી ભાષાઓમાં છ ભારતીય ભાષાઓ છે, જેમાં હિન્દી ત્રીજા સ્થાન પર છે. આંતરરાષ્ટ્રીયભરમાં 61.5 કરોડ લોકો હિન્દી ભાષાનો ઉપયોગ કરે છે. હિન્દી પછી બંગાળી આંતરરાષ્ટ્રીયભરમાં બોલાતી ભાષાઓમાં સાતમા સ્થાને છે. આંતરરાષ્ટ્રીયભરમાં 26.5 કરોડ લોકો બંગાળી ભાષાનો પ્રયોગ કરે છે. 17 કરોડ લોકોની સાથે 11મા ક્રમો ઉર્દૂનું સ્થાન છે. 9.5 કરોડ લોકોની સાથે 15મા સ્થાને મરાઠી છે. 9.3 કરોડની સાથે 16મા ક્રમે તેલુગુ અને 8.1 કરોડ લોકોની સાથે 19મા ક્રમે તમિળ ભાષા આવે છે. આપણા ભારતમાં જ 22 માન્ય ભાષાઓ ઉપરાંત 1635 ભાષાઓ પણ છે.


2023 માતૃભાષા દિવસ થીમ – Vishv Matrubhasha divas Theme

દરેક વર્ષે અલગ અલગ થીમ ઉપર આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે.  આ વર્ષ 2023 માતૃભાષા દિવસ થીમ Vishv Matrubhasha divas Theme  : ‘’Multi lingual Education-A Necessity to transfor ’’ Education (બહુભાષી શિક્ષણ – શિક્ષણને બદલવાની જરુરીયાત) છે.


માતૃભાષાની વિશેષતાઓ

▪આપણને વિચારો માતૃભાષામાં જ આવે છે.

▪આપણને સપનાં પણ માતૃભાષામાં જ આવે છે. 

▪માતૃભાષા હૈયે છે ને તરત હોઠે આવે છે.

▪આપણે કોઈ પણ ભાષામાં વાંચીએ કે સાંભળીએ પણ સમજીએ છીએ અને યાદ રાખીએ છીએ માતૃભાષામાં.

▪હાથ કરતાં પણ વધુ હાથવગી માતૃભાષા છે.


મને ફાંકડું અંગ્રેજી લાગણીના જળ વડે મર્દન કરું છું,
શબ્દો કાગળ પર ઘસી ચંદન કરું છું,
બે ગઝલ, બે કવિતાના પુષ્પો અર્પણ કરી,
પ્રથમ માતૃભાષાને વંદન કરું છું.

                                                 - પિનાકીન ઠાકોર



ન આવડવાનો અફસોસ નથી,
પણ મને કડકડાટ 
ગુજરાતી આવડવાનો ગર્વ છે.

                                                     - કવિ નર્મદ



મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે,
ભૂંસાવા ક્યાં દીધો કક્કો હજી પાટીમાં રાખ્યો છે,
મલક કંઈ કેટલા ખૂંદ્યા બધાની ધૂળ ચોંટી પણ,
હજુ પણ મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે.

                                                                    - રઈશ મનીઆર



 ઉમાશંકર જોષીની માતૃભાષા વિશે સુંદર કવિતા વાંચીએ...


સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,

મળી માતૃભાષા મને ગુજરાતી.


રમે અન્ય સખીઓ થકી દેઇ તાળી,

સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી.

કરે બોલતા જે ભર્યા ભાવ છાતી,

રમો માતૃભાષા મુખે ગુજરાતી.


મળી હેમઆશિષ, નરસિંહ-મીરાં,

થયા પ્રેમભટ્ટ ને અખો ભક્ત ધીંરા,

પૂજી નર્મદે કાન્ત ગોવર્ધને જે,

સજી ન્હાનલે કલ્પનાભવ્ય તેજે.


ધ્રુવા સત્ય-સાથી અહિંસા સુહાતી,

નમો ધન્ય ગાંધીગિરા ગુજરાતી.

                                         – ઉમાશંકર જોષી


આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ વિશે વધુ જાણકારી માટે આ લિન્ક પર ક્લિક કરો









Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

કાળી ચૌદસ


 *કાળી ચૌદસ* 


દિવાળીના એક દિવસ પહેલા આસો વદ ચૌદસના દિવસે કાળી ચૌદસની ઉજવણી કરવામાં આવે છે. કાળી ચૌદસ એટલે દિવાળીની આગલી રાત. દિવાળીના તહેવારો પૈકીનો એક તહેવાર એટલે કાળી ચૌદસ. ધનતેરસ પછીના દિવસને કાળી ચૌદસ તરીકે ઉજવવામાં આવે છે. આજના દિવસે ખીર અને વડા બનાવવાનો રિવાજ છે. કાળી ચૌદસે ખાસ કરીને તળેલી વસ્તુઓ બનાવીને ખાવામાં આવે છે. એમ માનવામાં આવે છે કે જેટલું તેલ બળે તેટલો કકળાટ ટળે.

       કાળી ચૌદસને 'છોટી દિવાળી' (छोटी दिवाली) અને 'રૂપ ચૌદસ' પણ કહેવામાં આવે છે. કાળી ચૌદસને નરક ચતુર્દશી પણ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ નરકાસુર નામના અસુરનો વધ કરીને પ્રજાજનોને તેના ત્રાસમાંથી ઉગાર્યા હતા, તેથી તેનું નામ નરક ચતુર્દશી પડેલું છે. નરકાસુરના વધની યાદમાં નરક ચતુર્દશીનો તહેવાર ઉજવવામાં આવે છે.

      કાળી ચૌદસ એટલે ઘરમાંથી કંકાસ કાઢવાનો દિવસ. કાળી ચૌદસની પૂજાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે. આ દિવસે મહાકાળી માતાની પૂજાથી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે. મહાકાળી માતા ભક્તોનું સદાય કલ્યાણ કરે છે. ભક્તો આ દિવસને પૂરા ઉત્સાહથી ઉજવે છે અને આ દરમિયાન સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે. મહાકાળી માતા દુષ્ટોનો નાશ કરે છે અને ભક્તોને આશીર્વાદ આપે છે. કાળી ચૌદસની પૂજાથી લગ્નજીવનમાં કંકાસ હોય તો તે પણ દૂર થાય છે.

      કાળી ચૌદસના દિવસે લોકો સાંજે પોતાના ઘરમાં દીવો પ્રગટાવે છે અને યમરાજની પૂજા કરે છે. આ દરમિયાન અકાળ મૃત્યુથી બચવા અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવે છે. કાળી ચૌદસે લોકો હનુમાનજીના મંદિરોમાં દર્શન કરવા જાય છે અને ભગવાન હનુમાનજીની પૂજા કરવામાં આવે છે.


કાળી ચૌદસ એટલે અંધકારથી પ્રકાશ તરફનું એક પગલું. કાળી ચૌદસે મા કાળીનું પૂજન કરવું ખૂબ જ શુભ મનાય છે. નકારાત્મકતાને દૂર કરવા ઉજવાય છે કાળી ચૌદસ. કાળી ચૌદસને નરક ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસ પર દેવી કાળીનું પૂજન કરવામાં આવે છે, જે દુષ્ટ શક્તિઓને પરાજિત કરવાનો પ્રતીક છે.


કાળી ચૌદસ દિવાળીના એક દિવસ પહેલા ઉજવવામાં આવે છે. નરક ચતુર્દશીને છોટી દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે લોકો સાંજે પોતાના ઘરમાં દીવો પ્રગટાવે છે. આ દરમિયાન અકાળ મૃત્યુથી બચવા અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવે છે.

Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

ધનતેરસ

ધનતેરસ



दिनों दिन बढ़ता जाए आपका व्यापार, 

परिवार में रहे स्नेह और प्यार,

 होती रहे सदा धन की बौछार,

 ऐसा हो आपका धनतेरस का त्यौहार ।


ધનતેરસ એ હિંદુ ધર્મના મહત્ત્વના તહેવારોમાંનો એક છે, જે ભારત દેશમાં ખૂબ જ ઉત્સાહ અને ખુશી સાથે ઉજવવામાં આવે છે. ધનતેરસનો તહેવાર આસો માસની વદ તેરસ એટલે કે દિવાળીનાં બે દિવસ પહેલાં ઉજવવામાં આવે છે. આ શુભ દિવસે લોકો વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓમાં જોડાય છે અને ભગવાન કુબેર, ભગવાન ધન્વંતરિ અને દેવી લક્ષ્મીની પૂજા કરે છે. લોકો તેમના ઘરની બહાર દીવા પ્રગટાવે છે. દર વર્ષે દિવાળીના બે દિવસ પહેલા ધનતેરસ ઉજવવામાં આવે છે.


ધનતેરસના દિવસે ઘર, દુકાન કે ઓફીસ વગેરેને દીવાઓ વડે, રોશની વડે શણગારીને આગળ રંગોળી કરવામાં આવે છે. ધનતેરસના દિવસે રંગોળીમાં લક્ષ્મીજીના પગલાંની આકૃતિ ખાસ કરવામાં આવે છે. ધનતેરસના દિવસે સોનું-ચાંદી ખરીદવું શુકનવંતુ ગણાય છે. લોકો આ દિવસે ધનની પૂજા પણ કરે છે. ધનતેરસના શુભદિને ધન-ધાન્ય, સમૃદ્ધિના દેવ કુબેરની પૂજાનું પણ અનેરું મહત્ત્વ છે.


આ દિવસને સમુદ્ર મંથનના ફળ સ્વરૂપે ભગવાન ધન્વંતરિ પ્રગટ થયાં હોવાથી તેને ધન્વંતરિ ત્રયોદશી કે ધન્વંતરિજયંતી તરીકે પણ ઓળખવામાં આવે છે અને આરોગ્યનાં દેવતા તથા આયુર્વેદનાં પ્રણેતા ભગવાન ધન્વંતરિનું પૂજન કરવામાં આવે છે.


પ્રાચીન સમયથી શાસ્ત્રોમાં ધનતેરસનો વિશેષ મહિમા વર્ણવ્યો છે. ધનતેરસે કરવામાં આવતી દેવી લક્ષ્મીની પૂજા સહસ્ત્ર ગણી ફળદાયી બને છે. માટે અનાદી કાળથી ધનતેરસે દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. ધનતેરસે ધન્વંતરિ દેવનું અને કુબેર દેવનું પણ પૂજન કરવું અનિવાર્ય છે. કુબેર સમૃદ્ધિ અને ઐશ્વર્યના દેવ છે. ધન્વંતરિ આરોગ્યના દેવ છે. લક્ષ્મીકૃપા અને કુબેર કૃપા તેની જ સાર્થક કહેવાય જેનું આરોગ્ય સારું હોય અને તે ધન એશ્વર્ય અને સુખ સમૃદ્ધિ ભોગવી શકે માટે જ આ દિવસે લક્ષ્મી પૂજન સાથે આ બંને દેવો (કુબેર અને ધન્વંતરિ)ની આરાધના કરવાનો મહિમા છે.


ધનતેરસના દિવસે સાંજે ઘરના મુખ્ય દ્વાર અને આંગણામાં દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે. આ દિવસે સોનું, ચાંદી, વાસણો સહિત કેટલીક નવી વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે. આ જ કારણ છે કે મોટાભાગના લોકો ધનતેરસની રાહ જોતા હોય છે અને નવી ખરીદી કરતા હોય છે. ઘણા લોકો ધનતેરસના દિવસે વાસણો, ઝવેરાત, વાહનો અને નવી ચીજવસ્તુઓ ખરીદે છે. કેટલાક લોકો પોતાનો નવો વ્યવસાય શરૂ કરવા માટે ધનતેરસને શુભ માને છે.



ધનતેરસથી લઈને ભાઈબીજ સુધીના પાંચ દિવસના પર્વના શુભ મુહૂર્ત..

https://share.google/8zrlfXXoq84kFCoX7




Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

વાક્ બારસ (વાઘ બારસ)

 વાક્ બારસ (વાઘ બારસ)



વાઘ બારસ અથવા વાક્ બારસ એ દિવાળીનાં પર્વની શરૂઆતનો દિવસ છે. ગુજરાતીઓ આજના દિવસથી ઉંબરા પૂજવાની શરૂઆત કરે છે અને તેને દિવાળીના તહેવારનો પહેલો દિવસ ગણે છે. આસો મહિનાની વદ બારસ એટલે વાઘ બારસ (વાક્ બારસ). વાઘ બારસ અથવા વાક્ બારસના દિવસે સરસ્વતી માતા અને ગાય માતાની પૂજા કરવાનો અનેરો મહિમા છે. આ તહેવારનું અન્ય એક પૌરાણિક નામ "વસુ બારસ" છે. 'વસુ' એટલે ગાય, ગાયને ઇશ્વરનું સ્વરૂપ માનવામાં આવે છે અને આ દિવસે ગાય અને વાછરડાંની પૂજા કરવામાં આવે છે.


વાઘ બારસ (વાક્ બારસ) એ દીપાવલી દરમિયાન ઉજવવામાં આવતો એક શુભ દિવસ છે. તે ભારત અને સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ તહેવાર અનિષ્ટ પર સારાની જીત, અંધકાર પર પ્રકાશની જીત અને અજ્ઞાન પર જ્ઞાનની જીતનો પણ સંકેત આપે છે. દિવાળીનો તહેવાર વાઘ બારસ (વાક્ બારસ) થી ભાઈ બીજ સુધી ઉજવવામાં આવે છે. વાઘ બારસને દિવાળી પર્વનો પહેલો દિવસ માનવામાં આવે છે.


વાઘ બારસને ગાય-પૂજાનો તહેવાર માનવામાં આવે છે, કારણ કે મનુષ્યના જીવનમાં ગાયનું મહત્ત્વનું સ્થાન છે. વાઘ બારસ આસો વદ બારસના રોજ ઉજવવામાં આવે છે. વાઘ બારસને ગોવત્સ દ્વાદશી, નંદિની વ્રત, વાઘ બારસ અને વસુ બારસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન કૃષ્ણના ભક્તો ગાયની પૂજા કરે છે અને તેમને અનાજ અથવા ઘાસ ખવડાવે છે. તેઓ તેમના ઘરે પૂજા કરે છે અને શ્રી કૃષ્ણ ભગવાનને યાદ કરે છે. કેટલાક લોકો આ દિવસે ઉપવાસ પણ કરે છે.


હિંદુ ધર્મના લોકો સંપૂર્ણ ભક્તિ સાથે વાઘ બારસ અથવા ગોવત્સ દ્વાદશીની ઉજવણી કરે છે. આ દિવસે પરિણીત મહિલાઓ પોતાના બાળકોની રક્ષા માટે એક દિવસનું વ્રત રાખે છે. આ દિવસે મહિલાઓ પોતાના બાળકોના સુખ અને લાંબા આયુષ્ય માટે નંદિની વ્રત રાખે છે. આ તહેવાર દ્વાદશી પર આવે છે, એટલે કે એકાદશીના એક દિવસ પછી અને ધનતેરસના એક દિવસ પહેલા.


વાક્ એટલે કે વાણી. મા સરસ્વતી આપણી વાણી, વાચા, ભાષાને સારી રાખે, આપણી વાણીથી કોઈની લાગણી ના દુભાય, કોઈનું મન ના દુભાય તે માટે દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. લોકો વાઘ બારસ (વાક્ બારસ)ના દિવસે સરસ્વતી માતાની પૂજા કરે છે. આમ વાઘ બારસનો તહેવાર હિંદુ ધર્મના લોકો ખૂબ જ ધામધૂમથી ઉજવે છે.

Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

ગણેશ ચતુર્થી

ગણેશ ચતુર્થી



 वक्रतुण्ड महाकाय सूर्यकोटिसमप्रभ।

निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा।।




ગણેશ ચતુર્થી કે ગણેશ ચોથનો તહેવાર વિક્રમ સંવતની ભાદરવા સુદ ૪ (ભાદરવા સુદ ચોથ અથવા ચતુર્થી)નાં રોજ મનાવવામાં આવે છે. આ શુભ દિવસને શ્રી ગણેશજીનો જન્મદિવસ માનવામાં આવે છે. ગણેશ ચતુર્થી હિંદુ ધર્મનો ધાર્મિક તહેવાર છે. શ્રી ગણેશનાં પિતા શિવ અને માતા પાર્વતી છે. શ્રી ગણેશનું વાહન ઉંદર (મૂષક) છે. શ્રી ગણેશની પ્રિય મીઠાઈ લાડુ (મોદક) છે. શ્રી ગણેશના અન્ય નામ ગણપતિ, ગજાનન, વિઘ્નહર્તા વગેરે છે.

       ગણેશ ચતુર્થીને સમગ્ર ભારત દેશમાં ઉજવવામાં આવે છે. હિંદુ ધર્મ મુજબ આ દિવસે ભગવાન શ્રી ગણેશનો જન્મ થયો હતો. ભગવાન શ્રી ગણેશના જન્મોત્સવના રૂપમાં આ તહેવારને ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ગણેશ ચતુર્થી પછી ૧૦ દિવસ સુધી ગણેશોત્સવ ઉજવવામાં આવે છે. ભક્તો આ સમય દરમિયાન પોતપોતાના ઘરમાં ભગવાન શ્રી ગણેશની પ્રતિમા (મૂર્તિ)ની સ્થાપના કરી ભક્તિભાવથી દસ દિવસો સુધી ભગવાન શ્રી ગણેશની પૂજા કરે છે. ગણેશોત્સવના અંતિમ દિવસ મતલબ અનંત ચતુર્દશીના દિવસે ગણપતિની પ્રતિમા (મૂર્તિ)નું વિસર્જન કરવામાં આવે છે.

      ભાદરવા સુદની ચતુર્થી આખા વર્ષની ચતુર્થીમાં સૌથી મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા કરવામાં આવે છે. હિંદુ ધર્મમાં દરેક શુભકાર્યની શરૂઆતમાં વિઘ્નહર્તા શ્રી ગણેશનું સ્મરણ અને પૂજા કરવામાં આવે છે.

     ભાદરવા સુદ ચતુર્થી (ચોથ)થી ગણેશ મહોત્સવનો પ્રારંભ થાય છે. ૧૦ દિવસ ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ૧૦ દિવસ દરમિયાન મંદિરોમાં ગણપતિની વિશેષ આરતી સહિતના આયોજનો કરવામાં આવે છે. ગણપતિ દાદાનું સ્થાપન કરવામાં આવે છે. હવે લોકો ઈકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરે છે. ગણેશ ચતુર્થીના પાવન અવસર પર મંદિરને ફૂલહાર તેમજ રોશનીના શણગાર કરવામાં આવે છે. ગણેશોત્સવ દરમિયાન વાતાવરણ ‘ગણપતિ બાપા મોરિયા, મંગલમૂર્તિ મોરિયા'ના નાદથી છવાઈ જાય છે.


વધુ માહિતિ માટે ક્લિક કરો

Ganesh Chaturthi Celebration: શા માટે થાય ગણેશ ચતુર્થીની ઉજવણી? જાણો પૌરાણિક કથા | Gujarat News | Sandesh 

https://share.google/W4jD5shufBIoh5iN8





Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

રાષ્ટ્રીય બંધારણ દિવસ

 રાષ્ટ્રીય બંધારણ દિવસ 


        ભારત દેશમાં દર વર્ષે ૨૬ નવેમ્બરે રાષ્ટ્રીય બંધારણ દિવસ (राष्ट्रीय संविधान दिवस) (National Constitution Day)ની ઉજવણી કરવામાં આવે છે. ૨૬ નવેમ્બર, ૧૯૪૯ના દિવસે ભારતની બંધારણ સભાએ ભારતના બંધારણને સ્વીકાર્યુ હતું અને ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના દિવસે બંધારણ અમલમાં આવ્યું હતું. ભારતે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે. બંધારણીય મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

    ૧૯ નવેમ્બર, ૨૦૧૫ના રોજ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, ભારત સરકાર દ્વારા દર વર્ષે ૨૬ નવેમ્બરને 'રાષ્ટ્રીય બંધારણ દિવસ' તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૧૫માં ૨૬ નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું તે એટલા માટે પણ ખાસ છે કારણ કે તે વર્ષે બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબની ૧૨૫મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી રહી હતી.

      ભારત દેશના બધા લોકોને સમાન તક મળી રહે તે માટે તેમજ દેશના સરળ સંચાલન માટે બંધારણ ઘડવામાં આવ્યું હતું. બંધારણ ઘડવા માટે રચવામાં આવેલી સભાને 'બંધારણ સભા' કહે છે. બંધારણ સભામાં કુલ ૩૮૯ સભ્યો હતા. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ બંધારણસભાના અધ્યક્ષ હતા અને ડૉ. ભીમરાવ આંબેડકર બંધારણની ખરડા (મુસદ્દા) સમિતિના અધ્યક્ષ હતા. બંધારણ સભાની પ્રથમ બેઠક ૯ ડિસેમ્બર, ૧૯૪૬ના રોજ મળી હતી. ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબને ભારતીય બંધારણના ઘડવૈયા કહેવામાં આવે છે. ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબે બંધારણના નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ૨૬ નવેમ્બર, ૧૯૪૯ના રોજ તૈયાર થયેલા બંધારણને બંધારણસભાએ સ્વીકાર્યું હતું અને ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ બંધારણને અમલમાં મૂકવામાં આવ્યું હતું.

 


      ભારત દેશના બંધારણની મૂળ નકલો ટાઈપ કે પ્રિન્ટ કરવામાં આવી ન હતી. તે હસ્તલિખિત હતું. બંધારણ લખવાની કામગીરી ૨ વર્ષ ૧૧ મહિના ૧૮ દિવસમાં પૂર્ણ થઈ હતી. ભારતીય બંધારણ એ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે. તેના ઘણા ભાગ યુનાઇટેડ કિંગડમ, અમેરિકા, જર્મની, આયર્લૅન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને જાપાનના બંધારણમાંથી લેવામાં આવ્યા છે. બંધારણમાં દેશના નાગરિકોના મૂળભૂત અધિકારો, મૂળભૂત ફરજો, સરકારની ભૂમિકા, વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રીની સત્તાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. વિધાનસભા, કારોબારી અને ન્યાયતંત્રનું કામ શું છે, દેશ ચલાવવામાં તેમની ભૂમિકા શું છે, આ તમામ બાબતોનો ઉલ્લેખ બંધારણમાં કરવામાં આવ્યો છે.

      રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણીનો હેતુ દેશના લોકોમાં બંધારણના મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે જાગૃતિ ફેલાવવાનો છે. આ દિવસે સરકારી કચેરીઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ વગેરે સ્થળોએ બંધારણના આમુખના વાચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. બંધારણ નિર્માણમાં મહત્ત્વનું યોગદાન આપનાર ભારતના પ્રથમ કાયદામંત્રી, ભારત રત્ન ડૉ. આંબેડકર સાહેબને આ દિવસે ખાસ યાદ કરવામાં આવે છે.

         આપણો દેશ લોકશાહી દેશ છે. આપણા દેશમાં વિવિધ ધર્મ, જાતિ અને ભાષા ધરાવતા લોકો વસે છે. અનેક વિવિધતા છતાં દરેકને સમાન તક મળી રહે તે માટે આપણા દેશનું બંધારણ ઘડવામાં આવ્યું છે.  દરેક સ્વતંત્ર રાષ્ટ્રને તેનું પોતાનું બંધારણ હોય છે. બંધારણ એ દેશનો મૂળભૂત દસ્તાવેજ છે, જેને અનુસરીને સરકાર દેશનો વહીવટ કરે છે. 


    બંધારણનો અર્થ :  'કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે.'




       બંધારણસભા : બંધારણ ઘડવા માટે રચવામાં આવેલી સભાને 'બંધારણસભા' કહે છે. બંધારણસભામાં કુલ ૩૮૯ સભ્યો હતા.બંધારણ ઘડતરની પ્રક્રિયા માટે વિવિધ વિષયોને સાંકળતી ૨૩ સમિતિઓની રચના કરવામાં આવી હતી. ડૉ.રાજેન્દ્ર પ્રસાદ બંધારણસભાના અધ્યક્ષ હતા. ડૉ. ભીમરાવ આંબેડકર બંધારણની ખરડા (મુસદ્દા) સમિતિના અધ્યક્ષ હતા. બંધારણ નિર્માણની પ્રક્રિયામાં ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબનું વિશેષ યોગદાન હતું, તેથી તેઓને બંધારણના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે.

      બંધારણસભાની પ્રથમ બેઠક  ૯ ડિસેમ્બર, ૧૯૪૬ ના રોજ મળી હતી. બંધારણસભાએ ૨ વર્ષ ૧૧ માસ અને ૧૮ દિવસમાં મળેલી કુલ ૧૬૬ બેઠકોમાં બંધારણના ઘડતરની કામગીરી પૂર્ણ કરી હતી. આ પ્રક્રિયામાં દુનિયાના જુદા જુદા દેશોના બંધારણની મહત્ત્વની બાબતોનો અભ્યાસ કરીને ભારતીય બંધારણને આખરી સ્વરૂપ આપ્યું હતું. ભારત દેશની આઝાદી બાદ ૨૬ નવેમ્બર, ૧૯૫૦ ના રોજ તૈયાર થયેલા બંધારણને બંધારણસભાએ સ્વીકાર્યું હતું. ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ ના રોજ બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું હતું. 

      દર વર્ષે ૨૬ નવેમ્બરે રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. બંધારણ દિવસની પૂર્વ સંધ્યાએ દિલ્લીમાં સંસદભવન અને રાષ્ટ્રપતિ ભવનને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવે છે. બંધારણ નિર્માણમાં મહત્ત્વનું યોગદાન આપનાર ડૉ.ભીમરાવ આંબેડકર સાહેબને આ દિવસે ખાસ યાદ કરવામાં આવે છે. 

      આપણા દેશનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ છે. બંધારણની શરૂઆત આમુખથી થાય છે. આમુખ એટલે પ્રસ્તાવના. ભારતે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે. ભારત બિનસાંપ્રદાયિક દેશ છે.  ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર છે. ભારત સંઘ રાજ્ય છે એટલે કે ભારત જુદા જુદા રાજ્યોનો બનેલો એક સંઘ છે. સંઘીય શાસન વ્યવસ્થામાં બે પ્રકારની રચના કરવામાં આવી છે. (૧) સંઘ સરકાર (૨) રાજ્ય સરકાર. સંઘ સરકારને કેન્દ્ર સરકાર તરીકે ઓળખવામાં આવે છે. ભારત દેશનું બંધારણ નાગરિકોને લોકશાહીના મૂળભૂત હકો અને ફરજોની પ્રતીતિ કરાવે છે. 



     મૂળભૂત હકો : (૧) સમાનતાનો હક (૨) સ્વતંત્રતાનો હક (૩) શોષણ સામે વિરોધનો હક (૪) ધાર્મિક સ્વતંત્રતાનો હક (૫) સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક (૬) બંધારણીય ઈલાજોનો હક



જાણવા જેવું

👉 બંધારણ નિર્માણ વખતે મતાધિકાર માટે ૨૧ વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી હતી. બંધારણ અમલી બન્યાનાં ૩૯ વર્ષ પછી ઈ.સ. ૧૯૮૯ માં બંધારણમાં ૬૧મો સુધારો કરવામાં આવ્યો ત્યાર પછી મતાધિકાર માટેની ઉંમર ૧૮ વર્ષ નક્કી કરવામાં આવી.

👉 ઈ.સ. ૧૯૭૬ના  ૪૨માં બંધારણીય સુધારાથી આમુખમાં 'બિનસાંપ્રદાયિક' શબ્દ ઉમેરવામાં આવ્યો.

👉 મૂળભૂત ફરજોનો સમાવેશ ઈ. સ. ૧૯૭૬માં બંધારણમાં સુધારો કરીને કરવામાં આવ્યો છે.




વધુ માહિતિ માટે  ક્લિક કરો : અહિ ક્લિક કરો


Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

ભારતીય રિઝર્વ બેંક Reserve Bank of India RBI

 ભારતીય રિઝર્વ બેંક Reserve Bank of India RBI



    આજે ભારતીય રિઝર્વ બેંક 'Reserve Bank of India'નો સ્થાપના દિવસ છે. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (RBI)ની સ્થાપના ૧ એપ્રિલ,૧૯૩૫ના રોજ થઈ હતી. મુંબઈ ખાતે રિઝર્વ બેંકનું વડું મથક આવેલું છે. રિઝર્વ બેંક ભારતની સર્વોચ્ચ બેંક છે.

      ભારતીય રિઝર્વ બેંક અથવા ટૂંકમાં આર.બી.આઈ. (RBI) ભારતની કેન્દ્રીય બેંક છે જે ચલણી નાણાને લગતી નાણાકીય નીતિનું નિયમન કરે છે. રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાની સ્થાપના ૧ એપ્રિલ, ૧૯૩૫ ના રોજ રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા એક્ટ ૧૯૩૪ મુજબ કરવામાં આવી હતી. ભારતીય રિઝર્વ બેંક ભારત સરકારની વિકાસ નીતિઓમાં અગત્યનો ભાગ ભજવે છે.

      રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાની સ્થાપનામાં ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબે મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબ અર્થશાસ્ત્રી હતા. ભારતીય રિઝર્વ બેન્કની સ્થાપના ડૉ. બાબા સાહેબ આંબેડકર દ્વારા આપવામાં આવેલા દિશા-નિર્દેશો અથવા નિર્દેશક સિદ્ધાંતોના આધારે કરવામાં આવી હતી.  બેંકની કાર્યપદ્ધતિ અથવા કામ કરવાની શૈલી અને તેનો દૃષ્ટિકોણ બાબાસાહેબે હિલ્ટન યંગ કમિશન સમક્ષ મૂક્યો હતો. જ્યારે વર્ષ ૧૯૨૬માં રોયલ કમિશન ઑન ઈન્ડિયન કરન્સી એન્ડ ફાઈનાન્સના નામે આ કમિશન ભારતમાં આવ્યું ત્યારે તેના તમામ સભ્યોએ ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબ દ્વારા લખાયેલ પુસ્તક The Problem of the Rupee - Its Origin and Its Solution ની જોરદાર હિમાયત કરી અને સમર્થન કર્યું. બ્રિટિશ લેજિસ્લેટિવ એસેમ્બલીએ તેને કાયદાનું સ્વરૂપ આપ્યું અને તેને રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા એક્ટ ૧૯૩૪ નામ આપ્યું.

      રિઝર્વ બેંકની મધ્યસ્થ કચેરી શરૂઆતમાં કલકત્તામાં સ્થાપવામાં આવી હતી, જે ૧૯૩૭માં કાયમી ધોરણે મુંબઈમાં સ્થળાંતરિત કરવામાં આવી હતી. સેન્ટ્રલ ઑફિસ એ ઑફિસ છે જ્યાં ગવર્નરો બેસે છે અને નીતિઓ નક્કી કરવામાં આવે છે. સ્વતંત્ર ભારતમાં ૧ જાન્યુઆરી, ૧૯૪૯ના રોજ રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. ત્યારથી તેની સંપૂર્ણ માલિકી ભારત સરકારની છે.

       ભારતીય રિઝર્વ બેંકના મહત્ત્વપૂર્ણ કાર્યો: ભારતમાં નાણાકીય સ્થિરતા હાંસલ કરવા અને સામાન્ય રીતે દેશના હિતમાં ચલણ અને ધિરાણ પ્રણાલીનું સંચાલન કરવા માટે બેંક નોટોના મુદ્દા પર નિયંત્રણ રાખવું, અનામત ભંડોળ રાખવું. નાણાકીય નીતિની રચના, અમલીકરણ અને દેખરેખ રાખવી. નાણાકીય વ્યવસ્થાનું નિયમન અને દેખરેખ. વિદેશી વિનિમય વ્યવસ્થાપન. સરકાર માટે બેંકર અને બેંકો માટે બેંકર તરીકે કામ કરવું. ક્રેડિટ નિયંત્રણ. ચલણ વ્યવહારો નિયંત્રિત કરવા. કરન્સી અને સિક્કાઓનું નિયમન કરવું. નાણાકીય બજારોની ગતિવિધિ પર સતત ધ્યાન આપવું. વિદેશી વિનિમયને મેનેજ કરવું. ચૂકવણી અને સેટલમેન્ટ પર ધ્યાન આપવું. સરકારી દેવું મેનેજ કરવું. વિવિધ પ્રકારની બેંકોનું નિયમન કરવું. કેન્દ્રીય બેન્ક તરીકેનું કામ કરવું. ગ્રાહકને બેન્કિંગ અંગે માહિતી આપવી અને તેની સિક્યોરિટી સુનિશ્ચિત કરવી.



વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


વધુ માહિતી માટે અહીં ક્લિક કરો






Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

રંગોનો તહેવાર હોળી

 રંગોનો તહેવાર હોળી



હોળી, જેને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે, તે ભારતમાં ભારે લોકચાહના ધરાવતો હિંદુ તહેવાર છે. આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. હોળી ફાગણ માસની પુનમનાં દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે સાંજે ગામનાં પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા, લાકડાં ની 'હોળી' ખડકવામાં આવે છે. ત્યાર બાદ બધાં લોકો ત્યાં વાજતે ગાજતે (ઢોલ,શરણાઇ જેવાં વાજીંત્રો વગાડતાં) એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે. જો કે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીતો હોય છે, પરંતુ દરેકની ભાવના એક જ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્ત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું. હિંદુ ધર્મમાં આને લગતી "હોળીકા અને પ્રહલાદ"ની કથા બહુ જાણીતી છે.


હોળીનાં બીજા દિવસે ધુળેટી મનાવાય છે. આ તહેવાર 'રંગોનો તહેવાર' એટલેજ કહેવાય છે કે આ દિવસે સવારથી સૌ કોઇ નાના મોટા એકબિજા પર અબિલ, ગુલાલ તેમજ કેસુડાનાં રંગો છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે. જો કે હવેનાં સમયમાં ક્યાંક ક્યાંક રસાયણિક રંગોનો ઉપયોગ પણ કરાય છે, જેનો ઉપયોગ બને તેટલો ટાળવો હિતાવહ છે.

      

 *પરંપરા :* 


     ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં, હોળીને 'હુતાસણી'થી પણ ઓળખવામાં આવે છે.   ઘણાં  વિસ્તારોમાં હોળી પ્રગટાવ્યા પછી તેની આસપાસ પારંપારીક નૃત્ય કરવામાં આવે છે. યુવાનો દ્વારા આ દિવસોમાં શૌર્યપૂર્ણ રમતો રમવામાં અને વિવિધ પારંપારીક હરીફાઇ યોજવામાં આવે છે, જેમકે ઘોડાદોડ, આંધળો પાટો, શ્રીફળ ફેંકવાની હરીફાઇ વગેરે. ગ્રામ્ય વિસ્તારોમાં ગામને પાદર આવેલા પૂર્વજોનાં પાળિયાઓનું પૂજન અર્ચન કરવામાં આવે છે. ઘણાં વિસ્તારોમાં હોળીનાં દિવસોમાં ગામ લોકો વાજતે ગાજતે ગામમાં બધાજ લતાઓ કે વિસ્તારોમાં ફરી અને હોળી માટેનો ફાળો (ગોઠ) ઉઘરાવવા નિકળે છે, આ લોકોને ઘેરૈયાઓ કહેવાય છે. હોળીનાં દિવસે જેને ત્યાં ગત વર્ષમાં દીકરાનો જન્મ થયો હોય તે લોકો બાળકને શણગારીને હોળીની પ્રદક્ષિણા કરાવે છે,તથા ગામલોકોને પતાસા તથા ખજૂર વગેરેની 'લાણ' વહેંચે છે.

    

 *સંગીતમાં હોળી* 


     હોળીનાં દિવસે હોળી પ્રગટાવ્યા પછી મોડી રાત્રી સુધી હોળીની આસપાસ બેસી અને જે ગીતો કે દુહાઓ ગાવામાં આવે છે તેને "હોળીનાં ફાગ" તરીકે ઓળખવામાં આવે છે (આ પરંપરા હજુ અમુક ગ્રામ્ય વિસ્તારોમાં ચાલુ છે). આ હોળીનાં ફાગ એક પ્રકારે વસંતોત્સવનું પ્રતીક છે. ગુજરાતી,હિન્દી અને અન્ય ભારતીય ફિલ્મોમાં હોળીના ગીતો ભરપુર પ્રમાણમાં મળી આવે છે. અમુક પ્રસિદ્ધ ગીતો જોઇએ તો :


"હોલી કે દિન દિલ ખીલ જાતે હૈ, જૈસે રંગો મેં રંગ મિલ જાતે હૈ,"

ભૂલે શિકવે દોસ્તો 

દુશ્મન ભી ગલે મિલ જાતે હૈ.



 *હોળી પર ફરવાનું વિચારી રહ્યા છો, તો આ શહેરોમાં પરિવાર સાથે ઉજવો યાદગાર તહેવારો* 


હોળી રંગોનો તહેવાર છે. બાળકો આ તહેવારની શરૂઆત રંગ,  પિચકારી અને ફુગ્ગાથી કરે છે. તમે આ અવસર પર પ્રવાસનું આયોજન પણ કરી શકો છો. ચાલો જાણીએ કે તમે હોળીની ઉજવણી માટે કઇ જગ્યાએ જઇ શકો છો

   

બનારસ -  હોળીના અવસર પર તમે બનારસ જઈ શકો છો. ગંગા ઘાટ પર દેશ-વિદેશના પ્રવાસીઓ આવે છે. આકાશમાં ઉડતા ગુલાલ સાથે આ ઉત્સવ જોવા જેવો છે.


    મથુરા - મથુરા અને વૃંદાવનની હોળીનો આનંદ માણવા માટે માત્ર દેશ જ નહીં વિદેશથી પણ લોકો આવે છે. તમે અહીં લઠ્ઠમાર હોળી, લડ્ડુમાર હોળી અને ફૂલો કી હોળીનો આનંદ માણી શકો છો.


     પુષ્કર - રાજસ્થાનના શહેરોમાં લોકો હોળીનો તહેવાર ખૂબ જ ખાસ રીતે ઉજવે છે. જો તમે હોળીના તહેવારને યાદગાર બનાવવા માંગતા હોવ તો તમે રાજસ્થાનના પુષ્કર પણ જઈ શકો છો. રાજસ્થાનમાં હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે.


ઉદયપુર - હોળી દરમિયાન આ શહેર ખૂબ જ સુંદર લાગે છે. હોળીના પર્વમાં લોકો લોકગીતો ગાય છે. ખરેખર આ નજારો જોવા જેવો છે. તમે અહીં હોળીની ઉજવણી માટે પણ જઈ શકો છો.

   

 *હોળીના લોકગીતો* 


હોળીના લોકગીતો એ ઉત્તર ભારતના લોકો માટે અત્યંત લોકપ્રિય લોકગીતો છે. આ ગીતોમાં હોળી રમવાનું વર્ણન આવતું હોય છે. આ ગીતો હિંદી ભાષા ઉપરાંત વ્રજ ભાષા, રાજસ્થાની, પહાડી, બિહારી, બંગાળી વગેરે અનેક પ્રદેશોની અનેક ભાષાઓ અને બોલીઓમાં ગાવામાં આવતાં હોય છે. 


ફાગણ એ હિંદુ વૈદિક પંચાગ અંતર્ગત વિક્રમ સંવતનો પાંચમો મહિનો છે. આ ઉપરાંત હિંદુ વૈદિક પંચાગ અંતર્ગત શક સંવતનો બારમો મહિનો છે. ફાગણ મહિના પહેલાં મહા મહિનો આવે છે, જ્યારે ફાગણ મહિના પછી ચૈત્ર મહિનો આવે છે.


 *ફાગણ મહિનો* 


ફાગણ એ હિંદુ વૈદિક પંચાગ અંતર્ગત વિક્રમ સંવતનો પાંચમો મહિનો છે. આ ઉપરાંત હિંદુ વૈદિક પંચાગ અંતર્ગત શક સંવતનો બારમો મહિનો છે. ફાગણ મહિના પહેલાં મહા મહિનો આવે છે, જ્યારે ફાગણ મહિના પછી ચૈત્ર મહિનો આવે છે. ફાગણ મહિનો ઉનાળાની ઋતુમાં આવતો મહિનો છે. આ મહિનામાં ખાખરાના વૃક્ષ પર ફૂલો બેસે છે, જેને કેસુડો તરીકે ઓળખવામાં આવે છે.


    

 *હોળીનું કાવ્ય* 


અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા

અમે ફાગણનો ફાલ છીએ ઘેરૈયા


અમે તલવાર ને ઢાલ છીએ ઘેરૈયા

અમે આજ અને કાલ છીએ ઘેરૈયા

ઘેરૈયા ઘેરૈયા ઘેરૈયા…

અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા…


અમે સંમદર ને પાળ છીએ ઘેરૈયા

અમે સોનેરી વાળ છીએ ઘેરૈયા

ઘેરૈયા ઘેરૈયા ઘેરૈયા…

અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા…


અમે રેશમી રૂમાલ છીએ ઘેરૈયા

અમે ધાંધલ ધમાલ છીએ ઘેરૈયા

ઘેરૈયા ઘેરૈયા ઘેરૈયા…

અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા…


અમે ખૂલ્લો સવાલ છીએ ઘેરૈયા

અમે જાદુ કમાલ છીએ ઘેરૈયા

ઘેરૈયા ઘેરૈયા ઘેરૈયા…

અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા…


– સુરેશ દલાલ



પિચકારી રે પિચકારી,

 તું કેવી મજાની પિચકારી !


 હોળીમાં તું યાદ આવે,

    ને બાળકોને હરખાવે.

            પિચકારી રે પિચકારી...


 લાલ પીળા રંગો સમાવી,

    ને સખીઓને મોજ કરાવી.

            પિચકારી રે પિચકારી....


 બંદૂકવાળી રૂપાળી,

    ને ડબ્બલ ઢાંકણવાળી.

            પિચકારી રે પિચકારી....


નાનાં-મોટાં સૌને ગમતી,

   ને સંગી બનીને રહેતી.

             પિચકારી રે પિચકારી....


રંગોની કરે છે લ્હાણી,

 ને ભેરુઓ સંગે ઉજાણી.

            પિચકારી રે પિચકારી....


કવયિત્રી : નીલમ જાદવ 'જયનીલ'




*હોળીની પંક્તિઓ* 


1.મથુરાકી ખુશબૂ, ગોકુલ કા હાર...

વૃંદાવન કી સુગંધ, બરસાને કી ફૂહાર..

રાધા કી ઉમ્મીદ ઔર કાન્હા કા પ્યાર...

મુબારક હો આપકો હોલી કા ત્યૌહાર...

હોલી મુબારક



2. સૂરજ કી પહેલી કિરન મેં સાત રંગ હો,

બાગોમેં ફૂલોકી ખુશબૂ સંગ હો,

આપ જબ ભી ખોલેં અપની પલકે, 

આપકે ચેહરે પર હોલી કા રંગ હો....

હોલી મુબારક



3. દિલ સે હોલી મુબારક હો આપકો બાર બાર,

રંગીન હો આપકી દુનિયા પુરી,

હોલી કા હર રંગ મુબારક,

મુબારક હો આપકો હોલી કા ત્યૌહાર...

હોલી મુબારક



4. ગુલાલ કા રંગ, ગુબ્બારોની માર,

સૂરજ કી કિરને, ખુશિયોં કી બહાર,

ચાંદ કી ચાંદની અપનો કા પ્યાર,

મુબારક હો આપકો રંગો કા ત્યૌહાર,

હોલી મુબારક!



5. ખુશિયોં સે ભરી આપકી દુનિયા હો,

જિંદગીમેં હંમેશા પ્યાર ઔર બહાર હો,

આપકે સંસારમેં હર રંગોની ભરમાર હો,

મુબારક આપકો યે હોલી કા ત્યૌહાર હો.

Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

પ્રજાસત્તાક દિન અથવા ગણતંત્ર દિવસ (૨૬મી જાન્યુઆરી)

 પ્રજાસત્તાક દિન અથવા ગણતંત્ર દિવસ

૨૬ જાન્યુઆરી




આજે 26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિન


"શાન ન ઈસ કી જાને પાયે, ચાહે જાન ભલે હી જાયે,વિશ્વ વિજય કર કે દિખલાયેં

તબ હોવે પ્રણ પૂર્ણ હમારા, ઝંડા ઊંચા રહે હમારા.”


આ ગીતના શબ્દો સાંભળતા જ આપણા રોમે રોમ મા એક ઉત્સાહ, હિમ્મત અને શોર્ય ની લહેર દોડી જાય છે.આપણા દેશ ના માન સન્માન અને પ્રતિષ્ઠા માટે દરેક નાગરિક તત્પર રહે છે. ત્યારે આપણે આપણા આ રાષ્ટ્રીય તહેવાર પ્રજાસત્તાક દિન વિશે જાણવુ જોઈએ.


પ્રજાસત્તાક દિન અથવા ગણતંત્ર દિવસ, ૨૬ જાન્યુઆરી, ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. આ દિવસે ઇ.સ. ૧૯૫૦માં ભારતનું બંધારણ અમલમાં આવ્યુ હતુ અને ભારત બ્રિટિશ વાલીપણા હેઠળનાં દેશમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક (ગણતંત્ર) દેશ બન્યો હતો.


ભારતનું બંધારણ  વિશ્વનું સૌથી મોટું બંધારણ છે 26 મી જાન્યુઆરીને ગણતંત્ર દિવસ તેથી નક્કી કર્યો કારણ કે 1930 માં આ દિવસે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ભારતને પૂર્ણ સ્વરાજ ઘોષિત કર્યું હતું . ભારત રાજ્યોનો એક સંઘ છે . તે સંસદીય પ્રણાલીવાળી સરકારનું ગણરાજ્ય છે . આ ગણરાજ્ય ભારતના બંધારણના આધારે શાસિત છે જે બંધારણસભા દ્વારા 26 નવેમ્બર , 1949 ના રોજ ગ્રહણ કરાયું હતું અને તેનો અમલ 26 જાન્યુઆરી , 1950 થી થયો . 


ઇતિહાસ 


ભારત ૧૫ ઓગસ્ટ,૧૯૪૭ નાં રોજ સ્વતંત્ર થયું, પરંતુ તેમને તેમનું કાયમી બંધારણ હતું નહીં; તેને બદલે સુધારેલા વસાહતી કાયદા, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ૧૯૩૫ પર આધારીત, નો અમલ થતો અને દેશ રાજા પંચમ જ્યોર્જનાં બ્રિટિશ આધિપત્ય તળે ગણાતો અને દેશનાં વડા એવા સર્વોચ્ચ પદ 'ગવર્નર જનરલ' ના પદ પર લોર્ડ માઉન્ટબેટન કારભાર સંભાળતા હતા.




 ૨૯ ઓગસ્ટ,૧૯૪૭ નાં રોજ કાયમી બંધારણ ની રચના માટે ડો.આંબેડકરનાં વડપણ (as Chairman) હેઠળ એક મુસદ્દા સમિતિ નું ગઠન કરવામાં આવ્યું. સમિતિ દ્વારા બંધારણનો મુસદ્દો તૈયાર કરી અને ૪ નવેમ્બર,૧૯૪૭ નાં રોજ બંધારણ સભા (Assembly) સમક્ષ રજુ કરવામાં આવ્યો. બંધારણનો સ્વિકાર કરતાં પહેલાં બંધારણ સભા નું ૧૬૬ દિવસનું જાહેર સત્ર મળ્યું, તેથી , 26 નવેમ્બરનો દિવસ દર વર્ષે ભારતના બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે .  


જે ૨ વર્ષ,૧૧ માસ અને ૧૮ દિવસ ચાલ્યું. કેટલાયે વિચારવિમર્શ અને સુધારાઓ પછી,૩૮૯ સભ્યની આ બંધારણ સભાએ ૨૪ જાન્યુઆરી,૧૯૫૦ નાં રોજ આ દસ્તાવેજોની હિન્દી અને અંગ્રેજીમાં હસ્તલિખીત બે નકલો પર હસ્તાક્ષરો કર્યા. બે દિવસ પછી, ભારતનું બંધારણ ભારતભૂમિ માટે કાયદાનું સ્વરૂપ પામ્યું. ભારતનું બંધારણ (Constitution of India) ૨૬ જાન્યુઆરી,૧૯૫૦ થી અમલમાં આવ્યું.  ત્યારે તેમાં 395 લેખ , 8 અનુસૂચિ હતી . આ બંધારણમાં 22 ભાગ હતા . બંધારણ નિર્માણ સમિતિમાં કુલ 284 સભ્યો હતા . 24 નવેમ્બર 1949 બંધારણ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા . આ સભ્યોમાં 15 મહિલા આપણા બંધારણની હસ્તલેખિત પાંડુલિપિ ખાસ પ્રકારનાં ચર્મપત્ર પર તૈયાર કરવામાં આવી હતી . કહેવામાં આવે છે કે તે 1 હજાર વર્ષથી વધુ સમય માટે સલામત હોઈ શકે છે . તે સુક્ષ્મસજીવો અથવા ધૂમ્રપાનથી કોઈ નુકસાન પહોંચાડશે નહીં . પાંડુલિપિ 234 પાના ધરાવે છે , તેનું વજન કુલ 13 કિલો છે . 


રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચુંટાયા. ખરેખર, આ એક વિચારણીય પગલું હતું, ૨૬ જાન્યુઆરીનાં બંધારણ પર હસ્તાક્ષર કરી અને  ચંદ્રશેખર આઝાદ, સુભાષચંદ્ર બોઝ, ગાંધિજી, ગોપાલ ક્રુષ્ણ ગોખલે,ઝાંસી કી રાની મંગલ પાંડે, મેડમ કામા, ભગતસિંહ, લોકમાન્ય તિલક,લાલા લજપતરાય, સરદાર પટેલ, ગણેશ માવળંકર જેવા અસંખ્ય સ્વતંત્ર્યતા સેનાનીઓ, કે જેઓ ૨૬ જાન્યુઆરીને ભારતનાં સ્વતંત્રતા દિવસ તરીકે ઇચ્છતા હતા, તેમના પ્રત્યે સન્માન દર્શાવવામાં આવ્યું.




"દેશભક્તિ કાંઈ વસ્ત્ર નથી કે આઝાદી પર્વ પર પહેરી ઉતારી દઈએ,

ચાલો એને તિરંગો રક્તકણ બનાવી નસનસમા વહેતો રાખિએ...!!!"


ઉજવણી:-


આજે સમગ્ર દેશમાં ગણતંત્ર દીવસ ઉજવાય છે, ખાસ કરીને ભારતની રાજધાની દીલ્હીમાં આ ઉજવણી રાષ્ટ્રપતિના રાષ્ટ્ર માટેના ઉદ્‌બોધનથી શરુ થાય છે. ભાષણની શરુઆત સ્વાતંત્ર સેનાનીઓ એ આપેલા બલિદાન તેમ જ “ અમર જવાન જ્યોતિ પર શહીદોને શ્રધ્ધાંજલીથી થાય છે કે જેઓએ દેશના સ્વાતંત્ર્ય માટે સમગ્ર જીવન ન્યોછાવર કરી દીધું હતું તથા રાષ્ટ્રની સંહિતા માટે લડ્યા હતા. આ દિવસનું મહત્ત્વ સિદ્ધ કરવાના ઉદ્દેશ્યથી દર વર્ષે નવી દીલ્હીમાં એક મહા સરઘસ (પરેડ)નું આયોજન કરવામાં આવે છે. તેની શરૂઆત રાષ્ટ્રપતિ ભવન નજીક આવેલ રૈસિના ટેકરીથી થાય છે. વિજય ચોકથી ઇન્ડિયા ગેટ સુધીના માર્ગને રાજપથ કહેવાય છે . જે લગભગ 2 કિમી લાંબો છે જે પહેલા કિગ્સ વે તરીકે ઓળખાતો હતો . પરેડ વિજય ચોકથી શરૂ થાય છે અને રાજપથ થઈને લાલ કિલ્લા પર સમાપ્ત થાય છે .


ભારતના રાષ્ટ્રપતિ દર વર્ષે ભારતના નાગરિકોને પદ્મ એવોર્ડનું વિતરણ કરે છે . ભારત રત્ન પછી આ ભારતનો બીજો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ છે . આ એવોર્ડ ત્રણ કેટેગરીમાં આપવામાં આવે છે , જેમ કે . ઘટતા મહત્વના ક્રમમાં પદ્મ વિભૂષણ , પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદે 21 બંદૂકની સલામી વડે રાષ્ટ્રધ્વજ લહેરાવીને ભારતને સંપૂર્ણ પ્રજાસત્તાક જાહેર કર્યું હતું .


આર્મી, નૌકાદળ અને વાયુસેનાની જુદી જુદી રેજીમેંટ પૂરા સજીધજીને અને એમના અધિકૃત પોશાકમાં પરેડ કરે છે. અરે, ઘોડેસવાર સેનાઓના ઘોડાઓને પણ અવસર અનુસાર આકર્ષક રીતે શણગારવઅમાં આવે છે.ભારતના રાષ્ટ્રપતિ જે ત્રણેય સેનાના પ્રમુખ છે, તેઓ સલામી ઝીલે છે. ત્યાર બાદ રાષ્ટ્રપતિ મંચ પર આવી લશ્કરના જવાનોના પરીવારજનોને જવાનોની યુધ્ધમાં દાખવેલ અજોડ બહાદુરી માટે ચન્દ્રકો એનાયત કરે છે. તથા ભારતના નાગરીકો કે જેમણે અસામાન્ય પરીસ્થિતિઓમાં બહાદુરીપુર્વકનું કાર્ય કર્યુ હોય એમને સન્માનિત કરી તેમને પુરસ્કારો એનાયત કરે છે.


આ પરેડમાં ભારતના જુદાજુદા પ્રદેશની ઝાંકીઓને ફ્લોટ્સ (ખટારા અને ટ્રેલર પર બનાવેલ ધીમેથી સરકરતો મંચ) પર બતાવવામાં આવે છે. આ પરૅડનું જીવંત પ્રસારણ દૂરદર્શન અને આકાશવાણી પરથી કરવામાં આવે છે. રાષ્ટ્રીય બહાદૂરી ચંદ્રક મેળવનાર બાળકો પણ આ સરઘસનો એક ભાગ હોય છે. પ્રાય: તેમને હાથી પર અંબાડીમાં બેસાડવામાં આવે છે. પ્રાદેશિક ઝાંકી (જુદા જુદા પ્રદેશની સાંસ્કૃતિક ઓળખ આપતી ઝલક) સિવાય અન્ય દેખાવ પણ બતાવાય છે.


"કુછ નશા તિરંગે કી આન કા હૈ

કુછ નશા માતૃભૂમિ કી માન કા હૈ

હમ લહરાએંગે હર જગહ ઇસ તિરંગે કો

એસા નશા હી કુછ હિન્દુસ્તાન કી શાન કા હૈ"


અતિથિ:-


આ દિવસે ભારત અન્ય દેશનાં વડાને મુખ્ય અતિથિ તરીકે આમંત્રે છે. 26 જાન્યુઆરી 1950 ના સવારે 10 વાગ્યે 18 મિનિટ પર ભારતની બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું . અને 6 મિનિટ પછી 10 24 મિનિટે ડો . રાજેન્દ્ર પ્રસાદે પ્રથમ રાષ્ટ્રપતિ તરિકેની શપથ લીધા વર્ષ 1950 માં પહેલા ગણતંત્ર દિવસ પર ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો મુખ્ય મહેમાન તરીકે હતા . ચાર વખત વગર મુખ્ય અતિથિએ યોજાયો ગણતંત્ર દિવસ સમારોહ વર્ષ 2021 માં કોરોના વાયરસને કારણે પ્રજાસત્તાક દિન પર કોઈ મુખ્ય અતિથિઓ મહેમાન રહ્યા ના હતા . આ પહેલા 1952,1953 અને 1966 માં ગણતંત્ર દિવસ સમારોહ માટે કોઈને મુખ્ય અતિથિ નથી બનાવવામાં આવ્યા આ ઉપરાંત ત્રણ વખત આ સમારોહના બે - બે મુખ્ય અતિથિ હતા . વર્ષ 1956 , 1968 અને 1974 માં સમારોહના બે - બે મુખ્ય અતિથિ હતા. 2018 માં દસ એશિયાઈ દેશોના શાસનાધ્યક્ષોને સમારોહના મુખ્ય અતિથિ બનાવવામાં આવ્યા હતા.



રાજ્યની રાજધાનીઓમાં પણ ઉજવણી કરવામાં આવે છે, જેમાં રાજ્યપાલ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવે છે. 


રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર:-


રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર ભારતમાં દર વર્ષે 26 જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ બહાદુર બાળકોને અપાય છે . આ પુરસ્કારોની શરૂઆત 1957 થી થઈ હતી . પુરસ્કાર સ્વરૂપે એક ચંદ્રક , પ્રમાણપત્ર અને રોકડ રકમ અપાય છે . તમામ બાળકોને સ્કૂલનું ભણતર પૂરું થાય ત્યાં સુધી આર્થિક સહાય પણ આપવામાં આવે છે .


સમાપન:-


બીટિંગ રિટ્રીટનુ આયોજન રાયસીના હિલ્સ પર રાષ્ટ્રપતિ ભવન સામે કરાય છે , જેના ચીફ ગેસ્ટ રાષ્ટ્રપતિ હોય છે . બીટિંગ ધ રિટ્રીટ સમારોહને ગણતંત્ર દિવસનો સમાપન સમારોહ કહેવામાં આવે છે . બીટિંગ રિટ્રીટનું આયોજન ગણતંત્ર દિવસ સમારોહના ત્રીજા દિવસે એટલે કે 29 જાન્યુઆરીની સાંજે કરાય છે . બીટિંગ રિટ્રીટમાં થલ સેના , વાયુ સેના અને નૌસેનાના બૅન્ડ પારંપરિક ધૂન વગાડતાં વગાડતાં માર્ચ કરે છે . આ પછી સત્તાવાર રીતે 29 મી જાન્યુઆરીએ ‘ બીટિંગ રિટ્રીટ ’ સેરેમની સાથે પ્રજાસત્તાક દિનની ઉજવણી સમાપ્ત કરવામાં આવે છે.અંતમાં ભારતીય વાયુસેનાના શક્તિ પ્રદર્શનથી આ સરઘસ પૂર્ણ થાય છે.


રાજ્યની રાજધાનીઓમાં પણ ઉજવણી કરવામાં આવે છે, જેમાં રાજ્યપાલ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવે છે.


"દિલ હમારે એક હૈ, એક હી હૈ હમારી જાન

હિન્દુસ્તાન હમારા હૈ, હમ હૈ ઉસ કી શાન

જાન લુટા દેગે વતન પે, હો જાયેંગે કુરબાન

ઈસલીયે હમ કહેતે હૈ, મેરા ભારત મહાન"


૨૬ જાન્યુઆરી ૧૯૫૦ એ ભારત દેશના ઇતીહાસમાં ઘણો અગત્યનો દિવસ છે. આ દિવસે ભારત દેશનું બંધારણ અમલંમા આવ્યું હતું અને ભારત ખરા અર્થમાં એક 'પ્રજાસત્તાક રાષ્ટ્ર' બન્યું હતું. આ દિવસે ભારત એક પૂર્ણ ગણતંત્ર સંચાલિત લોક્તંત્ર દેશ બન્યુ. દેશે મહાત્મા ગાંધી અને હજારો સ્વતંત્ર સેનાનીઓ જેમણે સ્વાતંત્ર્ય માટે પોતાનુ સર્વસ્વ ન્યોછાવર કર્યુ હતુ તેમનુ સ્વતંત્ર રાષ્ટ્રનું સ્વ્પ્ન ફળીભુત થતુ જોયુ. તેથી જ ૨૬ મી જાન્યુઆરી ને રાષ્ટીય તહેવાર ઘોષિત કરવામાં આવ્યો અને ત્યારથી આ દિવસ ભારતના "પ્રજાસત્તાક દિવસ" તરીકે માનભેર ઉજવાય છે.


રાષ્ટ્રીય ધ્વજ:-


ભારતીય રાષ્ટ્રીય ધ્વજ પિંગલી વેંકૈયાએ ડિઝાઇન કર્યો હતો . પિંગલીએ શરૂઆતમાં ઝંડો ડિઝાઇન કર્યો ત્યારે તે માત્ર બે રંગનો હતો , લાલ અને લીલો . તેમણે આ ધ્વજ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ પાર્ટીના બેઝવાડા અધિવેશનમાં ગાંધીજી સમક્ષ રજૂ કર્યો હતો . બાદમાં ગાંધીજીની ભલામણ આધારે તેમણે ધ્વજમાં સફેદ પટ્ટો જોડી દીધો , આગળ જતાં રાષ્ટ્રીય પ્રતીક સ્વરૂપે અશોક ચક્રને ચરખાનું સ્થાન મળ્યું . ભારતીય રાષ્ટ્રીય ધ્વજને વર્તમાન સ્વરૂપમાં 22 જુલાઈ , 1947 ના રોજ આયોજિત બંધારણસભાની બેઠક દરમિયાન અપનાવવામાં આવ્યો . ભારતમાં “ ત્રિરંગા " નો અર્થ ભારતીય રાષ્ટ્રીય ધ્વજ છે


"ના પૂછો જમાને સે, ક્યા હમારી કહાની હૈ

હમારી પહેચાન તો બસ ઇતની હૈ 

કિ હમ હિન્દુસ્તાની હૈ"

માતૃભૂમિની સ્વતંત્રતા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનાર, સ્વતંત્રતા સંગ્રામ વીરોને શત શત નમન વંદન.


"વતન પર જો ફિદા હોગા, અમર વો હર નૌજવાન હોગા,

રહેગી જબ તક દુનિયા યે, અફસાના ઉસકા બયાં હોગા."



*પ્રજાસત્તાક દિવસ* 


अनेकता में एकता ही इस देश की शान है, 

इसलिए मेरा भारत देश महान है।

      પ્રજાસત્તાક દિન અથવા ગણતંત્ર દિવસ, ૨૬ જાન્યુઆરી, ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યુ હતું અને ભારત બ્રિટિશ વાલીપણા હેઠળનાં દેશમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક (ગણતંત્ર) દેશ બન્યો હતો.

       ભારત દેશ ૧૫ ઑગસ્ટ, ૧૯૪૭ના રોજ આઝાદ થયો, પરંતુ આપણા દેશનું પોતાનું કાયમી બંધારણ નહોતું. તેને બદલે સુધારેલા વસાહતી કાયદા, ગવર્મેન્ટ ઑફ ઇન્ડિયા એક્ટ ૧૯૩૫ પર આધારીત, નો અમલ થતો અને દેશ રાજા પંચમ જ્યોર્જનાં બ્રિટિશ આધિપત્ય તળે ગણાતો અને દેશનાં વડા એવા સર્વોચ્ચ પદ 'ગવર્નર જનરલ'ના પદ પર લોર્ડ માઉન્ટબેટન કારભાર સંભાળતા હતા.

      આપણો દેશ આઝાદ થયા પછી દેશનું સંચાલન કરવા માટે ચોક્કસ માર્ગદર્શિકાની જરૂર હતી. આ માટે બંધારણની રચના કરવાનું જરૂરી જણાયું. બંધારણસભામાં કુલ ૩૮૯ સભ્યો હતા. બંધારણસભાના અધ્યક્ષ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ હતા અને બંધારણની ખરડા (મુસદ્દા) સમિતિના અધ્યક્ષ ડૉ.ભીમરાવ આંબેડકર હતા. બંધારણ સભાએ ૨ વર્ષ, ૧૧ માસ અને ૧૮ દિવસમાં મળેલી કુલ ૧૬૬ બેઠકોમાં બંધારણ ઘડતરની કામગીરી પૂર્ણ કરી હતી. ૨૬ નવેમ્બર, ૧૯૪૯ના રોજ તૈયાર થયેલા બંધારણને બંધારણસભાએ સ્વીકાર્યું અને ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ બંધારણને અમલમાં મૂકવામાં આવ્યું હતું. બંધારણ ઘડવામાં ડૉ. ભીમરાવ આંબેડકરે મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. ભારતનું બંધારણ (Constitution of India) ૨૬ જાન્યુઆરી,૧૯૫૦થી અમલમાં આવ્યું અને ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા.

      ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ એ ભારત દેશના ઈતિહાસમાં ઘણો અગત્યનો દિવસ છે. આ દિવસે ભારત દેશનું બંધારણ અમલમાં આવ્યું હતું. આ દિવસે ભારત સંપૂર્ણ લોકતંત્ર બન્યું હતું. આપણા દેશમાં પ્રથમ ગણતંત્ર દિવસ ૨૬મી જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ ઉજવવામાં આવ્યો હતો. ભારતીય રાષ્ટ્રધ્વજ પિંગલી વેંકૈયાએ તૈયાર કર્યો હતો.

      આપણા દેશમાં પ્રજાસત્તાક દિન (ગણતંત્ર દિન) ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસે સમગ્ર દેશમાં તહેવાર જેવું વાતાવરણ હોય છે. શાળા, કૉલેજ અને સરકારી કચેરીઓમાં ધ્વજ વંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે.


ભારત માતાકી જય

જય હિંદ- જય ભારત





Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

રાષ્ટ્રીય મતદાતા દિવસ

 રાષ્ટ્રીય મતદાતા દિવસ




રાષ્ટ્રીય મતદાતા દિવસ -2026 ની થીમ

25 જાન્યુઆરી, 2026 નાં રોજ સમગ્ર દેશમાં 16 મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવામાં આવનાર છે. 16 માં રાષ્ટ્રીય મતદાતા દિવસની થીમ " My india, My vote" છે. જેની ટેગલાઈન " citizen at the heart of Indian democracy" છે.



         ભારત સરકાર દ્વારા વધુને વધુ યુવા મતદારોને મતદાન અંગે જાગૃત કરવા, પ્રોત્સાહિત કરવા અને મતદાનની રાજકીય પ્રણાલીમાં જોડવાના ઉદ્દેશથી દર વર્ષના ૨૫ જાન્યુઆરીના દિવસને 'રાષ્ટ્રીય મતદાતા દિવસ' (National Voters Day) તરીકે મનાવવામાં આવે છે. આ ઉજવણીની શરૂઆત ૨૫ જાન્યુઆરી, ૨૦૧૧થી કરવામાં આવી છે. તારીખ ૨૫ જાન્યુઆરી ભારતીય ચૂંટણીપંચ (Election commission Of India)નો સ્થાપના દિવસ છે. 

           પહેલો રાષ્ટ્રીય મતદાતા દિવસ ૨૫ મી જાન્યુઆરી, ૨૦૧૧ ના રોજ ઉજવાયો હતો.  ૨૫ જાન્યુઆરી, ૨૦૧૧ ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસની શરૂઆત કરવામાં આવી હતી. રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવાનો  મુખ્ય હેતુ નવા મતદારોને પ્રોત્સાહિત કરવાનો, સુવિધા આપવાનો, મહત્તમ નોંધણી કરવાનો છે. ૨૫ જાન્યુઆરી, ૧૯૫૦ ના રોજ ભારતના ચૂંટણી પંચ (Election Commission of India) (भारत निर्वाचन आयोग)ની સ્થાપના કરવામાં આવી હતી. ભારતના ચૂંટણી પંચ (Election Commission of India) (भारत निर्वाचन आयोग)ના સ્થાપના દિવસની યાદમાં  દર વર્ષે  ૨૫ જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિના મુખ્ય મહેમાન પદે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. મતદાન એ આપણો મૂળભૂત અધિકાર છે.

        ભારત દેશ લોકશાહી વ્યવસ્થા ધરાવે છે. 'લોકોનું, લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસન' એટલે લોકશાહી. ભારત દેશમાં સામાન્ય રીતે દર પાંચ વર્ષે ચૂંટણીઓ યોજાય છે. જેમાં લોકો મત આપીને પોતાના પ્રતિનિધિઓ પસંદ કરે છે. ચૂંટાયેલા સભ્યો પાંચ વર્ષ સુધી લોકોનું પ્રતિનિધિત્વ કરે છે.  ભારતમાં મતાધિકાર માટેની ઉંમર ૧૮ વર્ષ નક્કી કરવામાં આવી છે. મતનું મહત્ત્વ સમજાવવા અને કોઈ પણ પ્રકારના ડર વગર મતદાન થાય એ માટે ભારતનું ચૂંટણીપંચ વ્યવસ્થા કરે છે. ચૂંટણી સમયે વધુને વધુ લોકો મતદાન કરી શકે તે માટે ખાસ પ્રયત્નો કરવામાં આવે છે. જાહેરાત અને વિશેષ વ્યવસ્થા થકી મતદારોને જાગ્રત કરવામાં આવે છે. ચૂંટણીપંચ તટસ્થ રીતે ચૂંટણી કરાવે છે. ભારત દેશમાં નોંધાયેલ સૌ મતદારો મતદાન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. દિવ્યાંગ વ્યક્તિઓ માટે વિશેષ સુવિધા કરવામાં આવે છે.

           ભારતીય ચૂંટણીપંચ (Election Commission of India) (भारत निर्वाचन आयोग)ની સ્થાપના ૨૫ જાન્યુઆરી, ૧૯૫૦ ના રોજ થઈ હતી. આ સંસ્થા બંધારણની કલમ-૩૨૪ અંતર્ગત આવે છે. એમાં ત્રણ સભ્ય પ્રમુખ હોય છે, પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર અને બે અન્ય કમિશનર સામેલ હોય છે. તેમને રાષ્ટ્રપતિ તરફથી નિયુક્ત કરવામાં આવે છે. સૌનો કાર્યકાળ ૬ વર્ષનો હોય છે. આ એક બંધારણીય સંસ્થા છે. 

      ભારતમાં સંવિધાનની કલમ ૨૪૩(ડ) અને કલમ ૨૪૩ (વ)(ક)ની જોગવાઈ અનુસાર રાજ્યની ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના સંચાલન, દેખરેખ અને નિયંત્રણની કામગીરી રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવે છે. ભારતમાં સંવિધાનની કલમ ૨૪૩(ડ) અને કલમ ૨૪૩ (વ)(ક)ની જોગવાઈ અનુસાર ગુજરાત રાજ્યમાં રાજ્ય ચૂંટણી આયોગની રચના ૨૩ સપ્ટેમ્બર, ૧૯૯૩ થી કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી કમિશનરશ્રી તેના વડા છે અને તેમની નિમણૂક રાજ્યપાલશ્રી દ્વારા કરવામાં આવે છે. ગુજરાતના રાજ્ય ચૂંટણી આયોગનું મુખ્ય મથક ગાંધીનગર ખાતે આવેલું છે.

       ભારતનું ચૂંટણીપંચ ECI (Election commission Of India) ભારતમાં લોકસભા, રાજ્યસભા અને રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓનું સંચાલન કરે છે. તે ભારતના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના પદ માટેની ચૂંટણીઓ પર પણ દેખરેખ રાખે છે. ભારતનું ચૂંટણીપંચ ECI (Election commission Of India) ની સ્થાપના ૨૫ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ કરવામાં આવી હતી. તેનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે આવેલું છે.


   રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે   શાળાઓ અને કૉલેજમાં વિવિધ સ્પર્ધાઓ  જેમ કે  નિબંધ લેખન, વકતૃત્વ સ્પર્ધા,  સેમિનાર વગેરે યોજવામાં આવે છે. વિદ્યાર્થીઓ માટે ઑનલાઈન અથવા ઑફ લાઈન મતદાતા ક્વિઝનું આયોજન કરવામાં આવે છે.




જાણવા જેવું : 


• મતદારયાદીમાં નવા મતદાર તરીકે નામ નોંધાવવા માટે ફોર્મ નંબર - ૬ ભરવું પડે છે.


• ચૂંટણીકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવા માટે ફોર્મ નંબર ૬- B ( ફોર્મ નંબર ૬- ક) ભરવું પડે છે.


• મતદારના મૃત્યુના કિસ્સામાં મતદારયાદીમાંથી નામ કમી કરવા ફોર્મ નંબર - ૭ ભરવું પડે છે.


• મતદારયાદીમાં ક્ષતિ સુધારણા હેતુ (ફોટો બદલવા, જન્મ તારીખ સુધારવા, નામ  સુધારવા, સરનામું સુધારવા) ફોર્મ નંબર - ૮ ભરવામાં આવે છે.


• ઘરબેઠા મતદારયાદીમાં સુધારણા હેતુ ફોર્મ ભરવા Voter helpline એપનો ઉપયોગ કરી શકાય છે 


• દિવ્યાંગ મતદારોની સુવિધા હેતુ Saksham - ECI  એપનો ઉપયોગ કરી શકાય છે.


• બી.એલ.ઑ.નું પૂરું નામ બૂથ લેવલ ઑફિસર છે.





💐 *"શિક્ષણકુંજ" દ્વારા આયોજિત* 

*રાષ્ટ્રીય મતદાતા દિવસ (National Voters Day) અંતર્ગત* 

*રાજ્યકક્ષાની ઑનલાઈન ઈ-સર્ટિફિકેટ ક્વિઝ* 💐

*देश के विकास में दे अपना योगदान,* 

 *हर हाल में करना अपना मतदान।* 

*🤝આ ક્વિઝ  કોઈપણ વ્યક્તિ આપી શકશે.*


*💫 ક્વિઝ રમવા માટે  નીચે આપેલ લિંક પર ક્લિક કરો.*

https://forms.gle/zzcjXh7s7y3W5gPWA

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

*💫 ક્વિઝ આપ્યા બાદ પ્રમાણપત્ર મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.*

https://drive.google.com/drive/folders/1xtuilqACl6UWtxqrlhR4dI0_RV8iKwzt?usp=sharing

✍️✍️✍️✍️✍️✍️✍️✍️

*પ્રેરક* 

માનનીય શ્રી એમ.પી.કતીરા 

મદદનીશ મતદાર નોંધણી અધિકારી

1-અબડાસા વિધાનસભા મતદાર વિભાગ

અને મામલતદાર - અબડાસા (કચ્છ)


*માર્ગદર્શક :*

શ્રી રાજદીપ પરમાર

નાયબ મામલતદાર - મતદારયાદી

મામલતદાર કચેરી - અબડાસા (કચ્છ)

🌸🌸🌸🌸🌸🌸🌸

*🌈" શિક્ષણકુંજ"ના સંચાલકો 🌈*

*🤝શ્રી દિનેશભાઈ ધનાભાઇ ચૌહાણ*

*🤝શ્રી રાજેશ ધનજીભાઈ ડાભી*

*🤝શ્રી નરેન્દ્ર મણિલાલ કાલરિયા*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

*શિક્ષણકુંજ WhatsApp ગ્રૂપમાં જોડાવા માટેની લિંક* 

https://chat.whatsapp.com/DB42TGd1GWdKcTu2Rba2ho



Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

ઉત્તરાયણ (મકરસંક્રાંતિ)

 ઉત્તરાયણ (મકરસંક્રાંતિ)


           ઉત્તરાયણ અથવા મકરસંક્રાંતિ દર વર્ષે ૧૪ જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે. તેથી એને ‘મકરસંક્રાંતિ’ કહે છે. આ દિવસથી સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરતો હોવાથી તેને ‘ઉત્તરાયણ’ પણ કહે છે. 

         ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગ બનાવવાની અને દોરી રંગવાની પ્રવૃત્તિથી શહેરો ધમધમી ઉઠે છે. મકરસંક્રાંતિની આગલી રાતે બજારમાં ઘણી ભીડ જોવા મળે છે. લોકો બજારમાં પતંગો અને દોરા ખરીદતા હોય છે. કેટલાક લોકો ઉત્તરાયણની આગલી રાતે  પતંગોને કિન્ના બાંધવા લાગી જાય છે. ઉત્તરાયણ અથવા મકરસંક્રાંતિ એ દિવસ છે જ્યારે તમામ ઉંમરના લોકો હૃદયમાં ખુશી અનુભવતા, સુંદર વસ્ત્રો પરિધાન કરી અને વહેલી સવારથી જ પોતાના ઘરની છત પર ચઢી હર્ષ અને ઉલ્લાસભેર પતંગ ઉડાડવાનો આનંદ માણે છે. આખો દિવસ "કાપ્યો છે!" "એ કાટ્ટા!" "લપેટ લપેટ" જેવી વિવિધ કિકિયારીઓ સાંભળવા મળે છે. આકાશ  રંગબેરંગી પતંગો વડે છવાઇ જાય છે. ગુજરાતીઓ આ દિવસે તલ સાંકળી (તલ અને ગોળમાંથી બનાવેલી વાનગી) અને 'ચીકી' (એક મીઠાઈ) ખૂબ ખાય અને ખવડાવે છે. ઉત્તરાયણના દિવસે લોકો ઊંધિયું, રસપાત્રા અને જલેબી ખાય છે.

         ગુજરાત રાજ્ય તેની સાંસ્કૃતિક વિવિધતા અને તહેવારો માટે જાણીતું છે. મકરસંક્રાંતિ એ બધા લોકો માટે મહત્ત્વનાં તહેવારોમાંનો એક છે. આ એક હળીમળીને સંયુક્ત રીતે આનંદ માણવાનો તહેવાર છે. લોકો આખો દિવસ પોતાની પતંગ ઉડાડવાની કલાનું અન્ય ઉડતી પતંગોને કાપીને પ્રદર્શન કરે છે. રાત્રે પણ આ ક્રમ આનંદભેર ચાલતો રહે છે. શોખીનો રાત્રે કાળા અંધારા આકાશમાં સફેદ પતંગો અથવા પતંગ સાથે બાંધીને 'ફાનસ'(કાગળનો દીવો) ઉડાડે છે જેને અમદાવાદમાં 'ટુક્કલ' તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરાયણના બીજા દિવસે લોકો વાસી ઉત્તરાયણ મનાવે છે. 

             સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. જ્યારે સૂર્ય ધન (ધનુ) રાશિમાંથી મકર રાશિમાં સ્થાનાંતર કરે છે, ત્યારે મકરસંક્રાંતિ શરૂ થાય છે, જે ૧૪ જાન્યુઆરીની આસપાસનો સમય હોય છે. મકર સંક્રાતિને શુભ મુહૂર્ત માનવામાં આવે છે, આથી મકરસંક્રાતિને આ શુભ સમયની શરૂઆત રૂપે ઉજવવામાં આવે છે. અલગ અલગ સંસ્કૃતિઓમાં આ ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે.

       ઉત્તરાયણનો અર્થ : 

ઉત્તરાયણ (ઉત્તર+અયન)નો શાબ્દિક અર્થ છે ઉત્તરમાં ગમન. ઉત્તરાયણના સમયે સૂર્ય પૃથ્વી આજુબાજુની પોતાની પરિભ્રમણની દિશામાં પરિવર્તન કરી થોડો-થોડો ઉત્તર દિશા તરફ ખસતો જાય છે. આમ, સૂર્ય ઉત્તર તરફ ખસવાનું ચાલું કરે તે દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરાયણ એટલે સૂર્યનું ઉત્તર તરફનું પ્રયાણ.



       ઉત્તરાયણનું ધાર્મિક મહત્ત્વ : 

આજનાં દિવસે અન્ન, વસ્ત્ર અને ધન વગેરે સામગ્રીનું દાન કરવામાં આવે છે. ઉત્તરાયણના દિવસે ગાયને ઘાસ ખવડાવવામાં આવે છે.



        ઉત્તરાયણની ઉજવણી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો : 

  • મકાનની ખુલ્લી છત ૫ર નાના બાળકો ચડે નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ. 
  • પ્રતિબંધિત અને હાનિકારક ચાઈનિઝ દોરીનો ઉ૫યોગ ન કરીએ. 
  • બાળકો ૫તંગ લૂંટવા ન જાય તેનું ધ્યાન રાખવું જોઈએ. 
  • પતંગ ઉડાડતી વખતે આકાશમાં ઉડતા પક્ષીઓને ઈજા ના પહોંચે તેનું ધ્યાન રાખવું જોઈએ. 
  • રોડ ઉ૫ર તેમજ વાહન વ્યવહારવાળી જગ્યાએ ૫તંગ ઉડાડવાનું ટાળવું જોઈએ. 
  • પતંગની દોરીથી ઈજાગ્રસ્ત લોકો, ૫શુઓ અને ૫ંખીઓની મદદ કરવી જોઈએ. 
  • વિજળીના તાર કે થાંભલા ૫ર લટકતા ૫તંગ ન ઉતારવા માટે બાળકોને સમજાવવા તથા આવું ન કરે તે માટે ઘ્યાન રાખવું. 
  • પતંગની દોરીથી કોઈ વ્યક્તિ કે પશુ પક્ષીને ઈજા ના પહોંચે તેનું ધ્યાન રાખવું જોઈએ.

Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

સ્વાતંત્ર્ય દિન (૧૫મી ઑગસ્ટ)

 સ્વાતંત્ર્ય દિન (૧૫મી  ઑગસ્ટ)
ભારતનો સ્વતંત્રતા દિવસ








ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે ૧૫મી ઓગસ્ટના દિવસને ઉજવવામાં આવે છે. ઇ.સ. ૧૯૪૭નાં વર્ષમાં આ દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો, આથી આઝાદીની લડતમાં સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ કરી તેની ખુશીમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસને ભારતભરમાં રાષ્ટ્રીય તહેવાર તરીકે જાહેર કરવામાં આવેલો છે. દેશનાં તમામ કાર્યાલયોમાં આ દિવસે જાહેર રજા આપવામાં આવે છે. આખા દેશમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ (રાજ્ય સરકારો, જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતો) દ્વારા ધ્વજ વંદનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. મુખ્ય સમારંભ નવી દિલ્હીમાં ઉજવવામાં આવે છે જેમાં ભારતના વડાપ્રધાન લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવે છે અને પ્રજાજોગ સંદેશ આપે છે, જેનું ટેલિવિઝન પર જીવંત પ્રસારણ કરવામાં આવે છે. આ સંદેશામાં તેઓ સરકારની પાછલા વર્ષની સિદ્ધિઓ વર્ણવે છે, મહત્ત્વનાં મુદ્દાઓ જણાવે છે અને વધુ પ્રગતિ તથા વિકાસ માટે દેશને પડકાર કરે છે. વડા પ્રધાન આઝાદીની ચળવળનાં નેતાઓને શહિદોને શ્રદ્ધાંજલિ આપે છે અને સ્વાતંત્ર્ય સેનાનિઓને યાદ કરે છે. ભારતની સાંસ્કૃતિક વિવિધતાનું પ્રદર્શન, વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે દેશે કરેલી પ્રગતિ વિગેરેની ઝાંખી, ભારતની શસ્ત્ર તાકાતનું નિદર્શન અને દેશના સુરક્ષા દળોની પરેડ આ ઉજવણીનું અભિન્ન અંગ છે.


ઉજવણી


સ્વતંત્રતા દિવસ, સમગ્ર ભારતમાં બધા ભારતીય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મનાવવામાં આવે છે. સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ ભારતના રાષ્ટ્રપતિ દેશને સંબોધન કરે છે અને સંદેશો આપે છે. તેમજ ૧૫ મી ઓગસ્ટ ના રોજ વડા પ્રધાન દિલ્હીનો લાલ કિલ્લો જે એતિહાસિક સ્થળની બાજુમાં ભારતીય રાષ્ટ્ર ધ્વજ (તિરંગો) ફરકાવે છે. તેઓ ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતાઓને શ્રદ્ધાંજલિ આપે છે . ભારતીય રાષ્ટ્રગાન, " જન ગણ મન " ગવાય છે. ભાષણ પછી ભારતીય સશસ્ત્ર દળ અને અર્ધ સૈન્ય દળોના વિભાગોના માર્ચ પાસ્ટ આવે છે . પરેડ અને તસ્વીરો સ્વતંત્રતા સંગ્રામ અને ભારતની વિવિધ સાંસ્કૃતિક પરંપરાના દ્રશ્યો દર્શાવે છે. આવી જ ઘટનાઓ રાજ્યની રાજધાનીઓમાં થાય છે જ્યાં વ્યક્તિગત રાજ્યોના મુખ્યમંત્રીઓ રાષ્ટ્રધ્વજ લહેરાવે છે, ત્યારબાદ પરેડ અને અનુક્રમણિકા અનુસાર થાય છે. ૧૯૭૩ સુધી, રાજ્યના રાજ્યપાલે રાજ્યની રાજધાની પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. ફેબ્રુઆરી ૧૯૭૪ માં, તમિળનાડુના મુખ્યમંત્રી એમ. કરુણાનિધિએ તત્કાલિન વડા પ્રધાન ઇન્દિરા ગાંધી પાસે આ મુદ્દો ઉઠાવ્યો કે મુખ્ય પ્રધાનોને સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાની છૂટ આપવામાં આવે, જે રીતે સ્વતંત્રતા દિવસ પર વડા પ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવે છે. બાદમાં સંબંધિત રાજ્યોના મુખ્યમંત્રીઓને ૧૯૭૪ થી સ્વતંત્રતા દિવસની ઉજવણી પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાની છૂટ છે. દેશભરની સરકારી અને બિન-સરકારી સંસ્થાઓમાં ધ્વજવંદન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. શાળાઓ અને કોલેજોમાં ધ્વજવંદન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે. મુખ્ય સરકારી ઇમારતો મોટેભાગે લાઇટના તારથી શણગારવામાં આવે છે. દેશ પ્રત્યેની નિષ્ઠાના પ્રતીક માટે વિવિધ કદના રાષ્ટ્રધ્વજનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ થાય છે.


આઝાદી કા અમૃત મહોત્સવ


 આઝાદી કા આ અમૃત મહોત્સવની શરૂઆત


આઝાદીનો આ અમૃત મહોત્સવ 12 માર્ચ 2021ના રોજ શરૂ થયો હતો. 12 માર્ચ 2021 ના ​​રોજ, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની શરૂઆત કરી. આ કાર્યક્રમ અમદાવાદ, ગુજરાતમાં થઈ હતી અને આ તહેવાર એવા શહેરમાંથી શરૂ કરવામાં આવ્યો હતો જે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય કેન્દ્રો હતા.


તેમાં સાબરમતી આશ્રમ, પંજાબમાં જલિયાવાલા બાગ, આંદામાન અને નિકોબાર ટાપુઓની સેલ્યુલર જેલ વગેરેનો સમાવેશ થાય છે. વડાપ્રધાને સાબરમતી આશ્રમથી દાંડી કૂચને લીલી ઝંડી બતાવીને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની શરૂઆત કરી હતી.


આઝાદી કા અમૃત મહોત્સવનો હેતુ :


આઝાદીનો અમૃત મહોત્સવ એ ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી માટે ભારત સરકાર દ્વારા આયોજિત જુદાજુદા કાર્યક્રમોનો ક્રમ છે. જે તહેવારને જાહેર ઉત્સવ તરીકે ચિહ્નિત કરવામાં આવશે. અને 75 અઠવાડીયા સુધી ઉજવવામાં આવશે.

          આઝાદીનો આ અમૃત મહોત્સવ 15મી ઓગસ્ટ 2023ના રોજ સમાપ્ત થશે.


આઝાદી કા અમૃત મહોત્સવનો અર્થ :



આઝાદી કા અમૃત મહોત્સવનો અર્થ નવા વિચારોનું અમૃત છે. આઝાદી કા અમૃત મહોત્સવ એવો જ એક ઉત્સવ છે જેનો અર્થ સ્વતંત્રતાની ઉર્જાનું અમૃત છે. મતલબ કે ક્રાંતિકારીઓ , સ્વાતંત્ર્ય સેનાનીઓ, દેશભક્તોની આઝાદીનું એવું અમૃત કે જે આપણને હંમેશા દેશ પ્રત્યે સમર્પિત રહેવાની પ્રેરણા આપે છે . આપણા મનમાં નવા વિચારો, નવા સંકલ્પોની ક્રાંતિ લાવે છે.


આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી.  :


આઝાદી કા અમૃત મહોત્સવ એ પ્રગતિશીલ સ્વતંત્ર ભારતના 75 વર્ષની ઉજવણી અને સ્વતંત્રતા સેનાનીઓને યાદ કરવા માટે ભારત સરકારની પહેલ છે . આઝાદીના અમૃત મહોત્સવ દ્વારા , ભારત તેના લોકો , સંસ્કૃતિ અને ગૌરવશાળી ઇતિહાસની સિદ્ધિઓની ઉજવણી કરી રહ્યું છે. આઝાદી કા અમૃત મહોત્સવ એ ભારતની પ્રગતિશીલ સામાજિક , સાંસ્કૃતિક , રાજકીય અને આર્થિક ઓળખનું એક સ્વરૂપ છે.


“ આઝાદી કા અમૃત મહોત્સવ ” ની સત્તાવાર યાત્રા 12 માર્ચ , 2021 ના રોજ સાબરમતી આશ્રમથી શરૂ થઈ હતી , જ્યારે વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ભારતની આઝાદીના 75 વર્ષની સ્મૃતિમાં 75 અઠવાડિયા લાંબી ઉજવણીને લીલી ઝંડી આપી હતી. આઝાદીનો આ અમૃત ઉત્સવ 15 મી ઓગસ્ટ 2023 સુધી ચાલશે.


મહાત્મા ગાંધીએ 12 માર્ચ 1930 ના રોજ સાબરમતી આશ્રમથી દેશની આત્મનિર્ભરતા અને સ્વાભિમાનની જાગૃતિ માટે દાંડી યાત્રાનો પ્રારંભ કર્યો હતો અને આ દિવસે 2021 માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પ્રતિકાત્મક દાંડી યાત્રા શરૂ કરી હતી જે આપણા આત્મનિર્ભરતા અને સ્વાભિમાનના પુનરુત્થાનનું પ્રતિક છે .


આઝાદી કા અમૃત મહોત્સવ ભારતના એ તમામ લોકોને સમર્પિત છે. જેમણે માત્ર ભારતની વિકાસ યાત્રામાં મહત્વની ભૂમિકા જ ભજવી નથી , પરંતુ તેમની અંદર એવી શક્તિ અને ક્ષમતા પણ છે , જે ભારત 2.0 ને સફળ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશી ભાવનાથી પ્રેરિત આત્મનિર્ભર ભારતને સાકાર કરી રહ્યાં છે.


આઝાદી કા અમૃત મહોત્સવના સફળ આયોજન અને અમલીકરણ માટે જનભાગીદારી સાથે દેશભરમાં વિવિધ અભિયાનો યોજવામાં આવી રહ્યા છે. લોકભાગીદારી દ્વારા સ્થાનિક સ્તરે નાના ફેરફારો નોંધપાત્ર રાષ્ટ્રીય લાભાં મદદ કરશે.


આઝાદી કા અમૃત મહોત્સવના સફળ આયોજન અને અમલીકરણ માટે જનભાગીદારી સાથે દેશભરમાં વિવિધ અભિયાનો યોજવામાં આવી રહ્યા છે. લોકભાગીદારી દ્વારા સ્થાનિક સ્તરે નાના ફેરફારો નોંધપાત્ર રાષ્ટ્રીય લાભમાં મદદ કરશે.


સ્વાતંત્ર્ય સેનાનીઓની સ્મૃતિમાં ભારત સરકાર દ્વારા દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવના નામથી વિવિધ સ્વતંત્રતા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે . આ ઈવેન્ટ્સમાં ફોટો એક્ઝિબિશન , મૂવિંગ વાન , વિવિધ સ્પર્ધાઓ વગેરેનો સમાવેશ થાય છે જે સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાનને દર્શાવે છે.


કેટલાક સ્થળોએ આઝાદી કા અમૃત મહોત્સવ ‘ પ્રદર્શનો બે ભાગમાં પ્રદર્શિત કરવામાં આવ્યા હતા – મહાત્મા ગાંધીના આગમન પહેલાની આઝાદીની ચળવળ અને ગાંધીજીની આગેવાની હેઠળનો સ્વતંત્રતા સંગ્રામ . ગાંધીજીના આગમન પહેલા , લાલા લાજપત રાય , લોકમાન્ય તિલક અને લાલ – બાલ – પાલ તરીકે જાણીતા બિપિન ચંદ્ર પાલના યોગદાનને ઐતિહાસિક ફોટોગ્રાફ્સ દ્વારા દર્શાવવામાં આવ્યું છે .


આ સાથે અન્ય ક્રાંતિકારીઓની ચળવળમાં તેમની ભૂમિકા ખૂબ સારી રીતે દર્શાવવામાં આવી હતી . જેમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ , મંગલ પાંડે , રાજા રામમોહન રાય , સ્વામી દયાનંદ , સ્વામી વિવેકાનંદ , ખુદીરામ બોઝ , વીર સાવરકર , કરતાર સિંહજી , ભીખાઇજી કામા અને એની બેસન્ટ વગેરેનો સમાવેશ થાય છે.


ફોટો પ્રદર્શન શ્રેણીમાં , 1915 માં દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા પછી ગાંધીજીનો ભારતીય રાજકારણમાં પ્રવેશ અને સ્વતંત્રતા ચળવળની નવી દિશા ખૂબ જ વ્યવસ્થિત રીતે બતાવવામાં આવી હતી.


અસહકાર ચળવળ ( 1921 ) થી દાંડી સત્યાગ્રહ ( 1930 ) થી ચંપારણ સત્યાગ્રહ ( 1917 ) , ખેડા સત્યાગ્રહ ( 1918 ) જલિયાવાલા બાગ હત્યાકાંડ ( 1919 ) સુધી સત્યાગ્રહ દ્વારા લડવામાં આવેલા વિવિધ સ્વતંત્રતા યુદ્ધોને ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવ્યા છે .


આ દરમિયાન ચંદ્રશેખર આઝાદ , ભગત સિંહ , સુખદેવ , રાજગુરુની શહાદતને યાદ કરવામાં આવી હતી . પ્રદર્શનમાં સ્વતંત્રતા ચળવળમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ અને સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિકા વિશેષ સંદર્ભ સાથે દર્શાવવામાં આવી છે તેમજ રાષ્ટ્રીય એકીકરણમાં સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિકા પ્રદર્શનમાં દર્શાવવામાં આવી હતી.


આઝાદી કા અમૃત મહોત્સવ ‘ ઉત્સવ એ છેલ્લા 75 વર્ષમાં ભારતે કરેલી ઝડપી પ્રગતિ અને ઉન્નતીની અનુભૂતિનો તહેવાર છે . આ તહેવાર આપણને આપણી છુપાયેલી શક્તિઓને ફરીથી ઉજાગર કરવા માટે પ્રોત્સાહિત કરે છે અને રાષ્ટ્રોના સમૂહમાં આપણું યોગ્ય સ્થાન પાછું મેળવવા માટે પ્રામાણિક અને ક્રિયાત્મક પગલાં લેવાની પ્રેરણા આપે છે.



ભારતની આઝાદીનો  ઈતિહાસ

● અંગ્રેજોએ ભારતમાં પોતાની પ્રથમ કોઠી સુરતમાં, ઈ. સ. 1613માં સ્થાપી.

● જહાંગીર બાદશાહે અંગ્રેજોને સુરતમાં કોઠી સ્થાપવાની પરવાનગી આપી. 

● પ્લાસીનું યુદ્ધ ઈ. સ. 1757માં થયું હતું.

● પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળમાં અંગ્રેજોની સત્તા સ્થપાઈ.

● ચતુર્થ મૈસૂર વિગ્રહમાં અંગ્રેજો સામેના યુદ્ધમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યા.

● લોર્ડ કૉર્નવૉલિસે ઈ.સ. 1793માં ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરી હતી.

● રૈયતવારી મહેસૂલ પદ્ધતિના પ્રણેતા થૉમસ મૂનરો હતા.

● હોલ્ટ મેકેન્ઝીએ ભારતમાં મહાલવારી પદ્ધતિ દાખલ કરી હતી.

● ઈ. સ.1818 સુધીમાં અંગ્રેજોએ ભારત પર પોતાની સંપૂર્ણ સત્તા સ્થાપી દીધી હતી.

● લોર્ડ વેલેસ્લી સહાયકારી યોજનાનો જનક હતો.

● અંગ્રેજોની વહીવટી વ્યવસ્થા લોકો માટે ત્રાસદાયક હતી.

● અંગ્રેજોની જકાતનીતિથી સમાજનો ખેડૂત વર્ગ બરબાદ થઈ ગયો.

● ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામની સૌપ્રથમ શરૂઆત ભારતીય સૈનિકોએ કરી હતી. 

● અંગ્રેજ સરકારે સૈનિકો માટે ઍન્ફિલ્ડ રાઇફલ ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું.

● સૌપ્રથમ બંગાળ પ્રાંતના સિપાઈઓએ ઍન્ફિલ્ડ રાઈફલના કારતૂસો વાપરવાનો ઈન્કાર કર્યો.

● મંગલ પાંડેએ અંગ્રેજ અધિકારી બમેજર હ્યુસનની હત્યા કરી.  

● મંગલ પાંડે ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામના પ્રથમ શહીદ બન્યા.

● ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામની ખરી શરૂઆત 10 મે, 1857ના રોજ થઈ હતી.

● 10 મે, 1857ના રોજ 1857નો સ્વાતંત્ર્યસંગ્રામ મેરઠમાં શરૂ થયો હતો.

● ગુજરાતમાં 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ ગરબડદાસ મુખીએ કર્યું હતું. 

● મહીસાગર જિલ્લાના પાંડરવાડાના આદિવાસીઓએ અંગ્રેજો સામે લડત ચલાવી હતી.

● હિંદી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન 28 ડિસેમ્બર, 1885ના રોજ મુંબઈમાં મળ્યું હતું. 72 પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.

● હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનના પ્રમુખ વ્યોમેશચંદ્ર બેનરજી હતા.

●  લોર્ડ કર્ઝને 'ભાગલા પાડો અને રાજ કરો'ની નીતિ અપનાવી હતી.

● ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓના પ્રથમ પ્રણેતા વાસુદેવ બળવંત ફડકે હતા.

● ઈ.સ.1900માં વિનાયક સાવરકરે 'મિત્રમેલા' નામની ક્રાંતિકારી સંસ્થા સ્થાપી હતી.

● અશફાક ઉલ્લાખાન અને રામપ્રસાદ બિસ્મિલે હિંદુ-મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.


● ચંદ્રશેખર આઝાદ બાળપણથી જ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં સક્રિય બન્યા હતા.

● ચંદ્રશેખર આઝાદ અલાહાબાદના આલ્ફ્રેડ બાગમાં અંગ્રેજો સાથેના સંઘર્ષમાં પોતાની પિસ્તોલથી જ શહીદ થયા હતા.

● શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં 'ઈન્ડિયન હોમરૂલ સોસાયટી' સ્થાપી હતી.

● શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં 'ઈન્ડિયન સોશિયોલૉજિસ્ટ' સામયિક શરૂ કર્યું હતું.

● મદનલાલ ઢીંગરાએ અંગ્રેજ અધિકારી વિલિયમ વાયલીની હત્યા કરી હતી.

● ઈ.સ. 1902માં મૅડમ ભિખાઈજી કામાએ લંડનમાં 'વંદે માતરમ્' વર્તમાનપત્ર શરૂ કર્યું હતું. 

● સરદારસિંહ રાણાએ પેરિસમાં સભાઓ ભરી અંગ્રેજી દમનનો વિરોધ કર્યો હતો.

● ઈ.સ.1915માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવ્યા.

● ગાંધીજીએ ઈ.સ.1915માં કોચરબ આશ્રમની સ્થાપના કરી.

● ગાંધીજીના શરૂઆતના સત્યાગ્રહોને પરિણામે તેમને વલ્લભભાઈ પટેલ અને રાજેન્દ્ર પ્રસાદ સાથીદારો મળ્યાં.

● ગાંધીજીએ બિહારમાં ચંપારણ સત્યાગ્રહ કર્યો.

● અંગ્રેજ સરકારે ઈ.સ.1919માં રૉલેટ એક્ટ પસાર કર્યો.

● મહાત્મા ગાંધીજીએ રૉલેટ ઍક્ટને 'કાળો કાયદો' કહ્યો.

● 13 એપ્રિલ, 1919ના રોજ જલિયાંવાલા બાગ હત્યાકાંડ થયો હતો.

● જલિયાંવાલા બાગમાં જનરલ ડાયરે બેફામ ગોળીબાર કરાવ્યો હતો. 

● રવીન્દ્રનાથ ટાગોરે 'નાઈટહૂડ'ની પદવી અંગ્રેજ સરકારને પાછી આપી દીધી. 

● ગાંધીજીએ ઈ.સ.1920માં 'અસહકારનું આંદોલન' શરૂ કર્યું હતું.

● 1928માં 'બારડોલી સત્યાગ્રહ'  થયો હતો.

● વલ્લભભાઈ પટેલને લોકોએ 'સરદાર'નું બિરુદ આપ્યું.

● ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે મધ્યસ્થ ધારાસભામાં બૉમ્બ ફેંક્યો હતો.

● બંગાળાના ક્રાંતિકારી જતીનદાસે જેલમાં ખરાબ ખોરાક અને ખરાબ વર્તન સામે ઉપવાસ શરૂ કર્યા હતા. 

● મીઠાના કાયદાનો ભંગ કરવા ગાંધીજીએ 12 માર્ચ, 1930ના રોજ દાંડીકૂચ કરી હતી.

● ગાંધીજીએ 370 કિલોમીટરની દાંડીયાત્રા કરી હતી.

● ગાંધીજીએ બીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી.

● 8 ઑગસ્ટ, 1942ના રોજ મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિએ 'હિંદ છોડો'નો ઐતિહાસિક ઠરાવ પસાર કર્યો.

● સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી, 1897ના રોજ ઓડિશા રાજ્યના કટક શહેરમાં થયો હતો.

● સુભાષચંદ્ર બોઝે 'ચલો દિલ્લી'નું સૂત્ર આપ્યું હતું.

● સુભાષચંદ્ર બોઝે રચેલી મહિલા લશ્કરી બ્રિગેડને 'લક્ષ્મીબાઈ' નામ આપવામાં આવ્યું હતું.

● 15 ઑગસ્ટ 1947ના રોજ ભારત દેશ સ્વતંત્ર થયો હતો.


Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

26 નવેમ્બર,ભારતીય બંધારણ દિવસ

 26 નવેમ્બર,ભારતીય બંધારણ દિવસ

26 November , Indian Constitution Day





ભારત દેશ પંથ નિરપેક્ષ, પ્રજાસત્તાક, સંસદીય પ્રણાલી ધરાવનાર ગણરાજ્ય છે. જેનું સંચાલન, દિશાનિર્દેશન, તમામ કાયદાઓનો સંગ્રહ કે સર્વોચ્ચ કાયદો એ ભારતનું બંધારણ છે. ભારત ગણરાજ્યમાં ભારતના બંધારણ મુજબ શાસન વ્યવસ્થા ચાલે છે. ભારતનું આ બંધારણ બંધારણસભામાં ૨૬ નવેમ્બર ૧૯૪૯ના દિવસે પસાર થયું હતું અને ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે લાગુ કરવામાં આવ્યું હતું. ૨૬ જાન્યુઆરીનો દિવસ ભારતમાં પ્રજાસત્તાક પર્વ તરીકે ઊજવામાં આવે છે.[૧][૨][૩] મૂળ અપનાવાયેલા બંધારણમાં ૨૨ ભાગો, ૩૯૫ અનુચ્છેદ અને ૮ અનુસૂચિઓ હતી જેમાં બંધારણીય સુધારા દ્વારા વખતોવખત ફેરફાર કરવામાં આવેલ છે.

ભારતનું બંધારણ કલમ ૩૭૦ મુજબ જમ્મુ અને કાશ્મીરમાં લાગુ પડતું ન હતું, જેમાં ૨૦૨૦માં સુધારો કરતા તે હવે સમગ્ર ભારતમાં લાગુ પડે છે.


પરિચય

ભારતનું બંધારણ વિશ્વના તમામ લોકતાંત્રિક દેશોના બંધારણ કરતા સૌથી મોટું લેખિત બંધારણ છે.[૫]તેમાં અત્યારે ૪૬૫ અનુચ્છેદ અને ૧૨ અનુસૂચિઓ છે. તે કુલ ૨૫ ભાગોમાં વિભાજીત છે. નિર્માણ સમયે મૂળ બંધારણમાં ૩૯૫ અનુચ્છેદ, ૨૨ ભાગો અને ૮ અનુસૂચિ હતી. બંધારણમાં ભારત સરકારના સંસદીય સ્વરુપનું માળખુ તૈયાર કરવામાં આવ્યું છે જેનું સ્વરુપ કેટલાક અપવાદોને બાદ કરતા સંઘીય પ્રણાલી આધારિત છે. કેન્દ્રની સર્વોચ્ચ સરકારના કાર્યકારી બંધારણીય પ્રમુખ રાષ્ટ્રપતિ છે. ભારતના બંધારણની કલમ ૭૯ અનુસાર કેન્દ્રની સંસદીય પરિષદમાં રાષ્ટ્રપતિ તથા બે સભાઓ છે જેમાં લોકો દ્વારા સીધા ચૂંટાયેલા સાંસદોની સભા લોકસભા અને રાજ્યો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓની સભા રાજ્ય સભા છે. બંધારણની કલમ ૭૪ (૧)માં એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે રાષ્ટ્રપતિની સહાયતા તથા તેને સલાહ આપવા માટે એક મંત્રીમંડળ હશે જેના પ્રમુખ વડાપ્રધાન હશે, રાષ્ટ્રપતિ આ મંત્રીમંડળની સલાહ મુજબ કાર્ય કરે છે.

ભારતના દરેક રાજ્યમાં એક વિધાન સભા અથવા ધારાસભા પણ હોય છે જે લોકસભા હેઠળ કાર્ય કરે છે. ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં ઉપરી સભા પણ છે જેને વિધાન પરિષદના નામે ઓળખવામાં આવે છે. રાજ્યપાલ એ દરેક રાજ્યના વડા છે. જ્યારે મુખ્ય મંત્રી એ મંત્રીમંડળના વડા છે. મંત્રીમંડળ સામૂહિક રીતે ધારાસભા કે વિધાનસભા દ્વારા નક્કી થાય છે અને એ સભામાં જે ઠરાવો થાય તે મુજબ કાર્ય કરે છે અને એ મંત્રીઓ પણ એ સભાનો જ એક ભાગ છે. સભાની બેઠકના અધ્યક્ષ અલગથી નિમવામાં આવે છે જેની જવાબદારી વિધાનસભાની બેઠકનું સંચાલન કરવાની છે અને તે કોઇ કારણોસર કોઇપણ ધારાસભ્યને ચોક્કસ સમય સુધી વિધાનસભા/ધારાસભાની બેઠકમાં પ્રતિબંધિત પણ કરી શકે છે.

બંધારણના સાતમાં અનુચ્છેદમાં સંસદસભ્યો અને ધારાસભ્યોના અધિકારોનું વર્ણન કરવામાં આવ્યું છે. કેન્દ્ર શાસિત પ્રદેશો સીધા જ કેન્દ્ર સરકાર હેઠળ કેન્દ્રના દિશાનિર્દેશન મુજબ કાર્ય થાય છે.



પૃષ્ઠભૂમિ

ઈ.સ. ૧૬૦૦માં એલિઝાબેથ પ્રથમના ચાર્ટર એક્ટ દ્વારા ભારતમાં અંગ્રેજોની ‘ઈસ્ટ ઈન્ડિયા કંપની’ને વ્યાપાર કરવાનો પરવાનો પ્રાપ્ત થયો. ૧૭૬૫માં કંપનીને બંગાળ, બિહાર અને ઉડિસામાં દીવાની સત્તા પ્રાપ્ત થઈ અને આ સાથે જ અંગ્રેજોના અપ્રત્યક્ષ શાસનનો પ્રારંભ થયો. વિભિન્ન અધિનિયમોના ક્રમિક સુધારા દ્વારા બંધારણ નિર્માણની પ્રક્રિયા શરુ થવા પામી. ૧૯૪૬માં બંધારણ સભાની રચનાથી તેની ઠોસ શરુઆત થઈ. ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ બંધારણ અમલમાં આવ્યું અને ભારત એક પૂર્ણ સંસદીય પ્રજાસત્તાક બન્યું.



બંધારણ સભા

બંધારણ ઘડવા માટે રચાયેલી ચૂંટાયેલા પ્રતિનિધિઓની સમિતિને ‘બંધારણા સભા’ કહે છે. આ સભાની કુલ સભ્ય સંખ્યા ૩૮૯ હતી. જે પૈકી ૨૯૨ પ્રતિનિધિઓ બ્રિટિશ હિંદના ૧૧ પ્રાંતોની વિધાનસભાઓથી, ૯૩ પ્રતિનિધિઓ દેશી રજવાડાંના તથા ૪ પ્રતિનિધિઓ ચીફ કમિશ્નરોના ચાર પ્રાંત દિલ્હી, અજમેર-મારવાડ, કૂર્ગ અને બ્રિટિશ બલૂચિસ્તાન માટે આરક્ષિત રાખવામાં આવેલ હતાં. પ્રત્યેક ૧૦ લાખની જનસંખ્યા પર એક પ્રતિનિધિના ધોરણે દરેક પ્રાંતને બેઠકોની ફાળવણી કરવામાં આવી હતી. જુલાઈ ૧૯૪૬માં બંધારણ સભાની રચના માટે યોજાયેલી ચૂંટણીઓમાં કુલ ૩૮૯ સ્થાન પૈકી ૨૯૬ બેઠકો માટે ચૂંટણી યોજાઈ. જેમાં મુખ્ય પક્ષ કોંગ્રેસને ૨૦૮ બેઠકો મળી હતી જ્યારે મુસ્લિમ લીગના ફાળે ૭૩ બેઠકો આવી હતી. સ્વતંત્ર ભારતના બંધારણના ઘડતર માટે ૨૩ સમિતિઓની રચના કરવામાં આવી. જેમાં ૧૨ કાનૂની બાબતોની સમિતિઓ અને ૧૧ પ્રક્રિયા સંબંધીઓની રચના કરવામાં આવી હતી. બંધારણ સભાના અધ્યક્ષ ડૉ. રાજેન્દ્રપ્રસાદ હતા પરંતુ બંધારણનો મુસદ્દો ઘડવાની જવાબદારી પ્રારૂપ સમિતિના અધ્યક્ષ ડૉ. બી.આર.આંબેડકર પર હતી.

બંધારણ સભાની પ્રથમ બેઠક ડિસેમ્બર ૯, ૧૯૪૬ નાં રોજ સંસંદ ભવનમાં મળી હતી. ડૉ. સચ્ચિદાનંદ સિન્હાને સર્વસંમતિથી બંધારણ સભાના અસ્થાયી અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. સભાની દ્વિતીય બેઠક ૧૧, ડિસેમ્બર, ૧૯૪૬ ના રોજ મળી હતી. જેમાં ડૉ. રાજેન્દ્રપ્રસાદની સ્થાયી અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી. બંધારણ સભાની તૃતીય બેઠક ૧૩, ડિસેમ્બર, ૧૯૪૬ ના રોજ મળી હતી. સભાનો ઉદ્દેશ્ય પ્રસ્તાવ જવાહરલાલ નહેરુએ રજૂ કર્યો હતો. જેના પર ૧૯ ડિસેમ્બર સુધી વિશદ ચર્ચા-વિમર્શ કરવામાં આવ્યા અને અંતે, ૨૨ જાન્યુઆરી ૧૯૪૭ ના રોજ તેને સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો. ભારતીય બંધારણની પ્રથમ આવૃત્તિ ફેબ્રુઆરી ૧૯૪૮માં પ્રકાશિત કરવામાં આવી હતી. ઓક્ટોબર ૧૯૪૮માં તેની બીજી સંવર્ધિત આવૃત્તિ બહાર પાડવામાં આવી હતી. જેમાં બંધારણ સભાના કુલ ૨૯૯ સભ્યો પૈકી હાજર ૨૮૪ સભ્યોએ હસ્તાક્ષર કર્યા હતા. બંધારણા ઘડવા માટે ૬૩,૯૬,૭૨૯ રૂ. (લગભગ ૬૪ લાખ) નો ખર્ચ થયો હતો. બંધારણ નિર્માણનું કાર્ય કૂલ ૧૧ અધિવેશનોમાં કરવામાં આવ્યું હતું. આ કાર્ય માટે ૬૦ જેટલા દેશોના બંધારણનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. પૂર્ રીતે બંધારણ ઘડવા માટે ૨ વર્ષ, ૧૧ માસ અને ૧૮ દિવસનો સમય લાગ્યો હતો. આમ, ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ભારત એક પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું હતું.


Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube
Join us on Facebook Group

Followers

VISITERS