શિક્ષણ , સર્જન , સિદ્ધિ

શિક્ષણકુંજ ઈ મેગેઝીન
Join Us On
Whatsapp
Join Us On
Telegram
Showing posts with label SUVICHAAR. Show all posts
Showing posts with label SUVICHAAR. Show all posts

SUVICHAR

 

સુવિચાર, DAILY QUOTES


  1. વિશ્વાસ એ જીવતંત્ર છે, જે  સંબંધોને જીવતો રાખે છે.
  2. સપનાઓને હકીકત બનાવવા છે, તો આળસ છોડો.
  3. સકારાત્મક વિચારો જીવનને સારું બનાવે છે.
  4. સંબંધોને ટકાવી રાખવા માફ કરવાનું શીખવું જરૂરી છે.
  5. સમયનો સદુપયોગ કરો, કારણ કે સમય પાછો નહીં આવે
  6. શાંતિ એ મનની સૌથી મીઠી દવા છે.
  7. સંબંધો કાચા હોય તો શબ્દો મીઠા રાખો.
  8. મુકાબલો પોતાની સાથે કરો, બીજાઓ સાથે નહીં.
  9. જ્યાં આશા છે, ત્યાં રસ્તો છે.
  10. વિશ્વાસ એ માનવીનો સૌથી મોટો સાથી છે.
  11. વિશ્વાસ એ એવી માટી છે, જેમાં પ્રેમનું વૃક્ષ ઊગે છે.”
  12. સ્વાસ્થ્ય અને સંસ્કાર – બંને જીવન માટે મહત્ત્વના છે.
  13. સંબંધોમાં શંકા નહીં, સમજણ રાખો.
  14. સફળતા એ મહેનતને ઉજાગર કરે છે.
  15. વિશ્વાસ જંગલમાં પણ રસ્તો બતાવે છે.
  16. સંતોષ રાખો, દુઃખ દૂર થઈ જશે.
  17. વિશ્વાસ રાખો, સત્યની હંમેશાં જીત થાય છે.
  18. વિશ્વાસ એ આનંદનું બીજ છે, સાચવી રાખો.
  19. માટીની ભીનાશ જેમ વૃક્ષને પકડી રાખે છે તેમ શબ્દોની મીઠાસ મનુષ્યના સંબંધોને સાચવી રાખે છે.
  20. બધુ ઉછીનું હોય તો ચાલે પણ,અનુભવ તો પોતાનો જ હોવો જોઈએ.
  21. જે વ્યક્તિને સંતોષ નથી, તેને ગમે તેટલું મળે તો પણ અસંતુષ્ટ જ રહેશે.
  22. સુખ અને દુઃખ બંને જિંદગીના માર્ગ છે.
  23. જ્યાં પ્રેમ છે, ત્યાં ભગવાન છે.
  24. વિશ્વાસને મજબૂત રાખો, રસ્તા ખૂલ્લી જશે.
  25. માણસના શબ્દો તેનું વ્યક્તિત્વ બતાવે છે.
  26. સંબંધોમાં ગુસ્સો નહિ, સમજણ જ રાખવી.
  27. સકારાત્મક રહો તો સમસ્યા ઓછી લાગશે.
  28. સાચી સફળતા એ છે કે જ્યારે તમે તમારી જાતને ગુમાવ્યા વગર લક્ષ્ય સુધી પહોંચો.
  29. સફળતા એ કોઈ ઘટસ્ફોટ નહીં, પણ  સતત પ્રયત્નોનું પરિણામ હોય છે.
  30. સફળતા પામવી છે તો રોજ નવી શરૂઆત કરો.
  31. સફળતા એ છે – જ્યારે તમારું સ્વપ્ન તમારી હકીકત બને.
  32. સફળ લોકો પોતાના ભૂલમાંથી શીખીને આગળ વધે છે.
  33. સફળ થવા માટે તમારું મન ખૂબ મજબૂત હોવું જોઈએ.
  34. સફળતા કોઈનું અપમાન નથી કરતી – માત્ર મહેનતની કદર કરે છે.
  35. સફળતા એ છે – નિષ્ફળતામાં પણ હસતા રહેવું.
  36. જ્યારે કોઈ રસ્તો ન મળે, ત્યારે પોતે એક નવી રસ્તો બનાવો – એજ સાચી સફળતા છે.
  37. સફળ થવું છે તો સમયની કિંમત સમજવી જરૂરી છે.
  38. સફળ થવા માટે તમારું ધ્યાન લક્ષ્ય પર હોવું જોઈએ – નહિ કે અવરોધો પર.
  39. સફળ થવા માટે તમારું મન અને દિલ બંને તટસ્થ હોવા જોઈએ.
  40. સફળતાનો સારો ઉપાય એ છે કે તમે જાતે પોતાની સાથે સ્પર્ધા કરો.
  41. સફળતા મહેનત માંગે છે, સપના નહીં.
  42. જીવનમાં સાચી સફળતા સંતોષમાં છે.
  43. જીવન એ એક સફર છે, સફળતા એ મંજિલ.
  44. જ્યાં સુધી તમે પોતાની ક્ષમતા પર વિશ્વાસ રાખો છો, ત્યાં સુધી કોઈ પણ વાત અશક્ય નથી.
  45. સપનાની ઉંચાઈએ પહોંચી જવું હોય તો ડર નહિ, દૃઢતાથી પ્રયત્ન કરો.
  46. ઘણા લોકોનું માનવું હોય છે કે સમય બદલાય છે, પણ સફળ વ્યક્તિ પોતે જ સમય બદલી દે છે.
  47. તમારું કામ તમારી ઓળખાણ બની જાય એ જ સાચી સફળતા છે.
  48. સાચી સફળતા એ છે કે જ્યારે તમારું કામ બોલે અને તમે શાંત રહો.
  49. કોણે શું કહ્યું એની પાછળ નહિ પણ તમે શું કરી શકો છો એના પર ધ્યાન આપો.
  50. પ્રતિદિનના નાનકડા પ્રયાસો ભવિષ્યમાં મોટા પરિણામ આપે છે.
  51. જીવનને સારું બનાવો, સફળતા આપમેળે આવશે.
  52. સફળતા માટે મહેનતને મિત્ર બનાવો.
  53. સફળ થવું હોય તો કારણ નહીં, ઉકેલ શોધો.
  54. જીવનમાં સફળતા નાના પ્રયાસોમાં વસે છે.
  55. સફળ થવું હોય તો શીખવાનું બંધ ન કરો.
  56. જીવનમાં સફળતા માટે ધૈર્ય રાખો.
  57. સફળ થવું છે તો શંકાને દૂર કરો.
  58. જીવનમાં સફળતા માટે મનને મજબૂત બનાવો.
  59. સફળ થવું છે તો સમયને ઓળખો.
  60. સફળ થવું છે તો કર્તવ્યનિષ્ઠ રહો.
  61. સફળ થવું છે તો હંમેશા સકારાત્મક રહો.
  62. જીવનમાં મુશ્કેલી એ અવસર છે.
  63. સફળતા એ સતત મહેનતનું પરિણામ છે
  64. જીવનમાં સફળ થવું છે તો આળસ છોડો.
  65. સફળતા માટે ધ્યેય મોટું રાખો.
  66. સફળ થવું છે તો ગુસ્સો છોડો.
  67. જીવનમાં સફળ થવું છે તો કડવાશ સહન કરો.

Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

શિક્ષકનું મહત્ત્વ દર્શાવતા સુવિચારો

 


શિક્ષકનું મહત્ત્વ દર્શાવતા સુવિચારો 


1) શિક્ષક એ સપનાને પાંખ આપે,

વિશ્વાસનો દીવો પ્રગટાવે,

જીવનને સફળ બનાવે


2) શિક્ષક એ જ્ઞાનનો પ્રકાશ છે,

જીવનનો સાચો સાથી છે,

તેમનો ઉપકાર અપરંપાર છે.


3)સાક્ષર અમને બનાવે છે,

જીવન શું છે એ સમજાવે છે,

જ્યારે પડીએ છીએ અમે હારીને તો સાહસ એ જ વધારે છે,

આવા મહાન વ્યક્તિ જ તો શિક્ષક-ગુરુ કહેવાય છે.


4) આપ્યો જ્ઞાનનો ભંડાર અમને,

કર્યા ભવિષ્ય માટે તૈયાર અમને,

છીએ આભારી એ ગુરુઓના અમે,

જેમણે કર્યા કૃતજ્ઞ અપાર અમને.


5) જે બનાવે આપણને માણસ અને

આપે સાચા ખોટાની ઓળખ 

દેશના એ નિર્માતાઓને 

અમે કરીએ છીએ કોટિ કોટિ પ્રણામ.


6) મને વાંચતા-લખતા શિખવાડવા માટે આભાર,

મને સાચું-ખોટું સમજાવવા માટે આભાર,

મને મોટા સપના જોવા અને આકાશ આંબવાનુ સાહસ આપવા માટે આભાર,

મારા મિત્ર, ગુરુ અને પ્રકાશ બનવા માટે આભાર.


7) એક સારો શિક્ષક જ્યારે 

 જીવનનો પાઠ ભણાવે છે 

 ત્યારે તેને કોઈ નથી 

 મટાડી શકતું.


8) શિક્ષક અને રસ્તો એક સમાન હોય છે,

પોતે જ્યાં છે ત્યાં જ રહે છે 

 પણ બીજાને તેમની 

 મંઝીલ સુધી પહોંચાડી દે છે.


9) આપણે આપણા જીવન માટે 

માતા પિતાના ઋણી છીએ,

પરંતુ એક સારા વ્યક્તિત્વ માટે 

આપણે એક શિક્ષકના ઋણી છીએ.


10) "શિક્ષક મીણબત્તી જેવા હોય છે 

જે ખુદને બાળીને વિદ્યાર્થીઓનું

જીવન રોશન કરે છે."


11) શિક્ષક એ જીવનની દિશા બતાવે,

સાચા-ખોટાના માર્ગ સમજાવે,

તેમનું યોગદાન અમૂલ્ય છે.


12) મારા જીવનમાં આવનારા 

દરેક શિક્ષકને શત શત નમન,

તમે મારા જીવનની પ્રેરણા રહ્યા છીએ, 

તમે હંમેશાં મને સત્ય અને શિષ્ટાચારનો પાઠ ભણાવ્યો છે.


13) શિક્ષક એ જીવનનો દીવો છે,

અંધકારમાં પ્રકાશ આપે છે,

તેમનું માર્ગદર્શન અનમોલ છે.


14) શિક્ષક એ જીવનનું પુસ્તક છે,

દરેક પાને પ્રેરણા આપે છે.


15) શિક્ષક એ આશાનું બીજ છે,

જે વિકાસનું વૃક્ષ બને છે,

તેમની મહેનત રંગ લાવે છે.


 16) શિક્ષક એ સાચો મિત્ર છે,

પરંતુ શિસ્તનો માર્ગ પણ બતાવે છે,

તેમનો સ્વભાવ અમૂલ્ય છે.


17) શિક્ષક એ જીવનની કળા શીખવે,

સંસ્કારનો દીવો પ્રગટાવે,

તેમનું સ્થાન સર્વોચ્ચ છે.


18) શિક્ષક એ સફળતાની ચાવી છે,

દરેક મુશ્કેલીનો ઉપાય છે,

તેમનું જ્ઞાન અનંત છે.


19) શિક્ષક એ શિસ્તનો પાઠ શીખવે,

પ્રેમથી માર્ગદર્શન આપે,

તેમનો ઉપકાર કદી ભૂલાય નહીં.


20) શિક્ષક એ ભવિષ્યના શિલ્પી છે,

જીવનનું સ્વરૂપ ઘડે છે,

તેમનો પરિશ્રમ અમર છે.


21) શિક્ષક એ આત્માનો પ્રકાશ છે,

જ્ઞાનનો માર્ગ બતાવે છે,

શિક્ષક જીવનનું સુંદર ઘડતર કરે છે.


22) શિક્ષક એ જીવનનો આશરો છે,

જે શીખવાડે સંઘર્ષનો માર્ગ,

અને સફળતા તરફ દોરી જાય છે.


23) શિક્ષક એ સ્નેહનો સાગર છે,

જેમાં જ્ઞાનના મોતી છુપાયેલા છે.


24) શિક્ષક એ જીવંત પ્રેરણા છે,

પ્રયત્નનો માર્ગ બતાવે છે,

તેમનું જીવન આદર્શ છે. 


25) શિક્ષક એ જીવનની કસોટી છે,

જેમાં શિષ્ય મજબૂત બને છે,

તેમની મહેનત અનમોલ છે.


26) શિક્ષક એ ઈમાનદારીનો પાઠ શીખવે,

મૂલ્યોનો દીવો પ્રગટાવે,

તેમની શીખ કદી ભૂલાય નહીં.


27) શિક્ષક એ સપનાનો શિલ્પકાર છે,

સંઘર્ષનો માર્ગદર્શન આપે,

તેમની મહેનત ફળ આપે છે.


28) શિક્ષક એ જીવનની દિશા છે,

સત્યનો માર્ગ બતાવે છે,

તેમનું યોગદાન સર્વોચ્ચ છે. 


29) શિક્ષક એ શાંતિનો સંદેશ આપે,

સંસ્કારનો પાઠ શીખવે,

તેમનો સ્વભાવ પ્રેમાળ છે.


30) શિક્ષક એ જીવનનો સાથી,

સંઘર્ષમાં પ્રેરણા આપે,

આદર્શનું ઉદાહરણ બને.


31) શિક્ષક


       શિ = શિસ્ત

       ક્ષ = ક્ષમા

       ક  = કરુણા

Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

સુવિચાર PART 3

 

સુવિચાર



















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube
Join us on Facebook Group

Followers

VISITERS