શિક્ષણ , સર્જન , સિદ્ધિ

શિક્ષણકુંજ ઈ મેગેઝીન
Join Us On
Whatsapp
Join Us On
Telegram

શિક્ષણકુંજ E-Magazine

શિક્ષણકુંજ E-Magazine



અમારું નવું સોપાન


લેખ, ચિત્ર, પ્રવૃત્તિ મોકલવાની અંતિમ તારીખ  15 એપ્રિલ, 2024



શિક્ષણકુંજ દ્વિમાસિક E-Magazineનો તૃતીય અંક 10 મે, 2024 ના રોજ પ્રકાશિત કરવામાં આવશે. ( આ અંક માં શક્ય બંને તો  મે, જૂન મહિનાને ધ્યાનમાં રાખવું)



અંક માં ખાસ જુઓ



શિક્ષણકુંજ દ્વિમાસિક E-Magazine મે/જૂન - 2024, 

અંક 03ની થીમ


"રજાની મજા"


 લેખકો અને કવિઓને નિમંત્રણ


 રજાની મજા અંકમાં લેખ માટેના સૂચિત વિષયો

1. વેકેશનને અનુરૂપ વાર્તાઓ, કવિતાઓ, બાળગીતો, જોડકણાં વગેરે

2. વેકેશન દરમિયાન બાળકોને ઉપયોગી રચનાત્મક પ્રવૃત્તિઓ

3. વેકેશન દરમિયાન મુલાકાત લેવા જેવા પર્યટન સ્થળો, ઐતિહાસિક સ્થળો, પ્રકૃતિના સ્થળો, પ્રાણી સંગ્રહાલયો, સંસ્થાઓ, ખેતર, બાગ, નદી, તળાવની વગેરે સ્થળોનો પરિચય

4. વેકેશન દરમિયાન રમવા લાયક ઈન ડોર અને આઉટ ડોર દેશી રમતો

5. વેકેશન દરમિયાન વાંચવા લાયક પુસ્તકો

6. વેકેશન  દરમિયાન સેવાઓ (દાદા-દાદી, વડીલો, બીમાર, અશક્ત લોકોની સેવા)

7. વેકેશનમાં બાળકોને જોવા જેવી ફિલ્મો

8. વેકેશનનું મહત્ત્વ

9. વેકેશનનો સદુપયોગ

10. વેકેશનમાં વૉટર પાર્કની મજા

11. વેકેશનમાં મિત્રો સાથે મોજ

12. વેકેશનમાં મોસાળની મજા

13. વેકેશન દરમિયાન ઉનાળાની ગરમીથી રાહત મેળવવા માટેના ઉપાયો

14. વેકેશન દરમિયાન ગોલા અને આઈસક્રીમ ખાવાની મજા અને ધ્યાનમાં રાખવાની બાબતો

15. વેકેશનમાં પરિવારનું વાતાવરણ 

16. વેકેશન દરમિયાન બાળકની ફરજો

17. વેકેશન દરમિયાન માતા પિતાની ફરજો

18. વેકેશન દરમિયાન સમર કેમ્પ 

19. બાળકોનું વેકેશન માતાપિતા, શિક્ષકો અને શાળાઓ માટે એક અનોખો અનુભવ બની રહે તે માટે ઉપયોગી એવા મૌલિક, સ્વરચિત લેખો, કવિતાઓ વગેરે આવકાર્ય છે.



આપણી કૃતિ , લેખ અપલોડ કરવા માટેની લીંક નીચે આપેલ છે.....




શિક્ષણકુંજ દ્વિમાસિક E-Magazine માં શિક્ષણને લગતા આપના વિચારો, કવિતાઓ, બાળગીતો, બાળવાર્તાઓ, આર્ટિકલ, ઈનોવેશન, રિસર્ચ પેપર, ક્રિયાત્મક સંશોધન, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી સાહિત્ય વગેરે સમગ્ર ગુજરાતમાં (33 જિલ્લાઓમાં) પહોંચાડવા અમે દ્વિમાસિક અંક બનાવી રહ્યા છીએ. આપ સૌ આપના અમૂલ્ય સ્વરચિત લેખ, કૃતિ વગેરે નીચે આપેલી લિંક પર મોકલી આપશો. લિંકમાં આપેલા નિયમો શાંતિથી વાંચ્યા બાદ જ આપની સ્વરચિત કૃતિ, લેખ વગેરે અપલોડ કરવા. આપના લેખ, કૃતિ વગેરે તમામ લોકોને ઉપયોગી થશે તેવી આશા...




 અંક  2024 ડાઉનલોડ કરવા  અહીં ક્લિક કરો 

અથવા QR કોડ સ્કેન કરો.



શિક્ષણકુુંજ E- Magazine 

અમારું નવું સોપાન : શિક્ષણકુંજ E - Magazine (દ્વિમાસિક)



આપના દ્વારા મોકલવામાં આવેલી માહિતી અન્ય કોઈ વર્તમાનપત્રો કે સામયિકોમાં પ્રકાશિત થયેલ ના હોવી જોઈએ. 


"શિક્ષણકુંજ" દ્વારા  વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલી વગેરે માટે ઉપયોગી E-Magazine શરૂ કરવામાં આવેલ છે, જે દર બે મહિને પ્રકાશિત કરવામાં આવશે. શિક્ષણકુંજ E - Magazine નો હેતુ આપની સ્વરચિત કવિતા, બાળવાર્તા, જોડકણાં, હાઈકુ, શૈક્ષણિક આર્ટિકલ, આપની શાળા, તાલુકા અને જિલ્લામાં યોજાયેલ કાર્યક્રમોના અહેવાલો, આપના નવતર શૈક્ષણિક વિચારો  તથા આપના દ્વારા શાળામાં કરવામાં આવેલ નવીન કાર્યો, ઈનોવેશન, રિસર્ચ પેપર, ક્રિયાત્મક સંશોધન, TLM નિર્માણ, પપેટ નિર્માણ વગેરે સમગ્ર ગુજરાત રાજ્યમાં (33 જિલ્લામાં) પહોંચાડવાનો છે. 


શિક્ષણકુંજ E - Magazine માં આપ સૌ નીચેના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પોતાની સ્વરચિત રચનાઓ મોકલી શકો છો.


1. વ્યક્તિ વિશેષ, ઔષધિ વિશેષ, સ્થળ વિશેષ

2. શાળા વિકાસ યાત્રા 

3. બાળવાર્તા, બાળગીત, કવિતા, ગઝલ નાટક વગેરે

4.  લેખ (આર્ટિકલ)

5. નવીન પ્રવૃત્તિ

6. ઈનોવેશન, TLM, પપેટ અને રમકડાં નિર્માણ (સાધન સામગ્રી, હેતુ, પદ્ધતિ, મૂલ્યાંકન, પરિણામ, ઉપયોગિતા લખવી)

7.ભારતની અને વિશ્વની મહાન વિભૂતિઓ 

8. કારકિર્દી માર્ગદર્શન

9. વર્તમાન પ્રવાહો

10. વૈજ્ઞાનિક માહિતી અને વિજ્ઞાનના પ્રયોગો 

11. NMMS, PSE, CET, JNV વગેરે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી સાહિત્ય

12. રિસર્ચ પેપર, ક્રિયાત્મક સંશોધન 

13. વૈદિક ગણિત

14. ઉખાણા, પહેલી, પઝલ, કોયડા

15. વહીવટી માર્ગદર્શન

16. ભાષા અને જોડણી વિશે માહિતી 

17. રમત ગમત અને વિવિધ કલા 

18. અન્ય 


સૂચનાઓ / નિયમો : 


01. ઉપરોક્ત યાદીમાંથી આપ કોઈ પણ એક શ્રેણીમાં માહિતી મોકલી શકો છો.

02. આપની કૃતિ, લેખ, માહિતી વગેરે ગુજરાતી (શ્રુતિ ફોન્ટ), હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજી ભાષામાં જ હોવી જોઈએ. (ફોન્ટની સાઈઝ 12 રાખવી). 

03. આપની માહિતી સ્વરચિત જ હોવી જોઈએ. કોઈની કોપી કરેલ ન હોવી જોઈએ. 

04. આપશ્રીએ મોકલેલ લેખ, કૃતિ વગેરે ચકાસ્યા પછી યોગ્ય લાગશે તો જ પ્રકાશિત કરવામાં આવશે.

05. આપે મોકલેલ માહિતી, લેખ, કૃતિ વગેરે શિક્ષણકુંજના કોઈપણ દ્વિમાસિક  અંકમાં પ્રકાશિત કરવામાં આવશે.

06.  શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીને ઉપયોગી થાય તેવા લેખો આવકાર્ય છે.

07. આપની રચના કે લેખ મૌલિક, સુવાચ્ચ, સર્જનાત્મક, તેમજ જોડણી દોષ રહિત મોકલવાની રહેશે.

08. લેખના લખાણની સંપૂર્ણ જવાબદારી જે તે લેખકની રહેશે.

09. આપનો લેખ માત્ર એક પેજમાં સમાવી શકાય એટલો જ હોવો જોઈએ. બહુ લાંબુ લખાણ લખવું નહિ

10.  આપના દ્વારા મોકલવામાં આવેલી માહિતી અન્ય કોઈ વર્તમાનપત્રો કે સામયિકોમાં પ્રકાશિત થયેલ ના હોવી જોઈએ. 

11. કોઈ પણ ધર્મ, સમાજ, જ્ઞાતિ, વ્યક્તિની લાગણી દુભાય તેવી માહિતી સ્વીકારવામાં આવશે નહીં.

12. માહિતી વર્ડ ફાઈલમાં જ મોકલવી. PDF મોકલવી નહીં.


આપને  કંઈ પણ મૂંઝવણ હોય તો નીચે આપેલ નંબર પર કૉલ કરી શકો છો.



 આપની સ્વરચિત કૃતિ, લેખ વગેરે નીચે આપેલ લિંકમાં નિયમો વાંચ્યા બાદ જ અપલોડ કરવા નમ્ર વિનંતી.



શિક્ષણકુંજ E Magazine મા લેખ આપવા QR કોડ સ્કેન કરો અથવા  અહી ક્લિક કરો



શિક્ષણકુંજ E Magazine કે લેખ વિશે પ્રતિભાવ આપવા QR કોડ સ્કેન કરો અથવા  અહી ક્લિક કરો







શિક્ષણકુંજ E Magazine માં પ્રવૃત્તિઓના ફોટા આપવા QR કોડ સ્કેન કરો અથવા  અહી ક્લિક કરો (માત્ર શિક્ષકો માટે)






શિક્ષણકુંજ E Magazineમાં બાળકોએ દોરેલા ચિત્રો આપવા QR કોડ સ્કેન કરો અથવા  અહી ક્લિક કરો (માત્ર ધો.8 સુધીના બાળકો)





📝📝📝📝📝📝📝📝


તંત્રી / પ્રકાશક  : શિક્ષણકુંજ

🤝શ્રી દિનેશભાઈ ધનાભાઇ ચૌહાણ 9712824892

🤝શ્રી નરેન્દ્ર મણિલાલ કાલરિયા 9722500197

🤝શ્રી રાજેશ ધનજીભાઈ ડાભી 9099498094

📘📘📘📘📘📘📘



☀️"શિક્ષણકુંજ" સાથે જોડાવવા આપ નીચેની કોઈ પણ સોશિયલ લિંક દ્વારા જોડાઈ શકો છો.


*💥ખાસ*

👉🏻દર મહિને *ફેસબુક ગ્રૂપ* માં Top-10  પોસ્ટ અને Commenter રજૂ કરવામાં આવે છે.

👉🏻દર બે મહિને શિક્ષણ ને લગતી સ્પર્ધાઓ યોજવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને દરેક વ્યક્તિ સ્પર્ધામાં ભાગ લઈ પોતાની પ્રતિભા સમગ્ર ગુજરાત સમક્ષ રજૂ કરી શકે 

👉🏻દરરોજ *દિન વિશેષ, જાણવા જેવું, જનરલ નૉલેજ, સુવિચાર, અવનવું, પંચાગ, આજની મહત્વની ઘટનાઓ* જેવી ઉપયોગી પોસ્ટ ગ્રૂપ માં જ મૂકવામાં આવે છે.



*💫શિક્ષણકુંજ બ્લોગ*  crt+D પ્રેસ કરીને બુકમાર્ક કરો.. મુલાકાત લેતા રહો🙏🏻

shixankunj.blogspot.com



*💫શિક્ષણકુંજ YouTube  ચેનલ* ( એક વીડિયો પણ બનાવીએ. તમે ગૂગલ ફોર્મ ભરીને અમને વીડિયો મોકલી શકો છો) બ્લોગ માં માહિતી મળી જશે

https://youtube.com/channel/UCv-A4J3u-7hTyzXrakP5vZA

https://youtube.com/@shikshankunj


*💫શિક્ષણકુંજ Telegram ચેનલ* ( એક ચેનલ ઓલ પોસ્ટ)

https://t.me/+EvC172FupI43NDBl


*💫શિક્ષણકુંજ Facebook ગ્રૂપ* ( તમારી પણ શૈક્ષણિક પોસ્ટ કરી શકો છો.)

https://www.facebook.com/groups/604101860782564/?ref=share



*💫શિક્ષણકુંજ WhatsApp ગ્રૂપ*

https://chat.whatsapp.com/I04NYUAcq9H4E2NALRJFEq


*💫શિક્ષણકુંજ Instagram*

https://instagram.com/shikshankunj1?igshid=YmMyMTA2M2Y=



તૃતીય અંક:- 

શિક્ષણકુંજ દ્વિમાસિક E-Magazineનો તૃતીય અંક 10 મે, 2024 ના રોજ પ્રકાશિત કરવામાં આવશે. 






દ્વિતીય અંક:- 

શિક્ષણકુંજ દ્વિમાસિક E-Magazineનો દ્વિતીય અંક 10 માર્ચ, 2024 ના રોજ પ્રકાશિત કરવામાં આવશે. 




પ્રથમ અંક:- 

શિક્ષણકુંજ દ્વિમાસિક E-Magazineનો પ્રથમ અંક 10 જાન્યુઆરી, 2024 ના રોજ પ્રકાશિત કરવામાં આવશે. 





આપના સાથ અને સહકાર સાથે આભાર🙏🏻

*☀️શિક્ષણકુંજ☀️*




Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

0 Comments:

Post a Comment

Join us on Facebook Group

Followers

VISITERS