શિક્ષણ , સર્જન , સિદ્ધિ

શિક્ષણકુંજ ઈ મેગેઝીન
Join Us On
Whatsapp
Join Us On
Telegram

વાક્ બારસ (વાઘ બારસ)

 વાક્ બારસ (વાઘ બારસ)



વાઘ બારસ અથવા વાક્ બારસ એ દિવાળીનાં પર્વની શરૂઆતનો દિવસ છે. ગુજરાતીઓ આજના દિવસથી ઉંબરા પૂજવાની શરૂઆત કરે છે અને તેને દિવાળીના તહેવારનો પહેલો દિવસ ગણે છે. આસો મહિનાની વદ બારસ એટલે વાઘ બારસ (વાક્ બારસ). વાઘ બારસ અથવા વાક્ બારસના દિવસે સરસ્વતી માતા અને ગાય માતાની પૂજા કરવાનો અનેરો મહિમા છે. આ તહેવારનું અન્ય એક પૌરાણિક નામ "વસુ બારસ" છે. 'વસુ' એટલે ગાય, ગાયને ઇશ્વરનું સ્વરૂપ માનવામાં આવે છે અને આ દિવસે ગાય અને વાછરડાંની પૂજા કરવામાં આવે છે.


વાઘ બારસ (વાક્ બારસ) એ દીપાવલી દરમિયાન ઉજવવામાં આવતો એક શુભ દિવસ છે. તે ભારત અને સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ તહેવાર અનિષ્ટ પર સારાની જીત, અંધકાર પર પ્રકાશની જીત અને અજ્ઞાન પર જ્ઞાનની જીતનો પણ સંકેત આપે છે. દિવાળીનો તહેવાર વાઘ બારસ (વાક્ બારસ) થી ભાઈ બીજ સુધી ઉજવવામાં આવે છે. વાઘ બારસને દિવાળી પર્વનો પહેલો દિવસ માનવામાં આવે છે.


વાઘ બારસને ગાય-પૂજાનો તહેવાર માનવામાં આવે છે, કારણ કે મનુષ્યના જીવનમાં ગાયનું મહત્ત્વનું સ્થાન છે. વાઘ બારસ આસો વદ બારસના રોજ ઉજવવામાં આવે છે. વાઘ બારસને ગોવત્સ દ્વાદશી, નંદિની વ્રત, વાઘ બારસ અને વસુ બારસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન કૃષ્ણના ભક્તો ગાયની પૂજા કરે છે અને તેમને અનાજ અથવા ઘાસ ખવડાવે છે. તેઓ તેમના ઘરે પૂજા કરે છે અને શ્રી કૃષ્ણ ભગવાનને યાદ કરે છે. કેટલાક લોકો આ દિવસે ઉપવાસ પણ કરે છે.


હિંદુ ધર્મના લોકો સંપૂર્ણ ભક્તિ સાથે વાઘ બારસ અથવા ગોવત્સ દ્વાદશીની ઉજવણી કરે છે. આ દિવસે પરિણીત મહિલાઓ પોતાના બાળકોની રક્ષા માટે એક દિવસનું વ્રત રાખે છે. આ દિવસે મહિલાઓ પોતાના બાળકોના સુખ અને લાંબા આયુષ્ય માટે નંદિની વ્રત રાખે છે. આ તહેવાર દ્વાદશી પર આવે છે, એટલે કે એકાદશીના એક દિવસ પછી અને ધનતેરસના એક દિવસ પહેલા.


વાક્ એટલે કે વાણી. મા સરસ્વતી આપણી વાણી, વાચા, ભાષાને સારી રાખે, આપણી વાણીથી કોઈની લાગણી ના દુભાય, કોઈનું મન ના દુભાય તે માટે દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. લોકો વાઘ બારસ (વાક્ બારસ)ના દિવસે સરસ્વતી માતાની પૂજા કરે છે. આમ વાઘ બારસનો તહેવાર હિંદુ ધર્મના લોકો ખૂબ જ ધામધૂમથી ઉજવે છે.

Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

1 comment:

Join us on Facebook Group

Followers

VISITERS