લાભ પાંચમ વિક્રમ સંવતના કારતક માસના પાંચમા દિવસે એટલે કે કારતક સુદ પાંચમના દિવસે મનાવવામા આવે છે. ભારતમાં લાભ પાંચમને દિવાળીના છેલ્લા તહેવાર તરીકે પણ ઉજવવામાં આવે છે. ગુજરાતમાં આ દિવસે દુકાનદારો દિવાળી પર્વની રજાઓમાં બંધ કરેલા વ્યવસાયો લાભપાંચમના દિવસે શરૂ કરે છે.
ગુજરાતમાં આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. વેપારીઓ, દુકાનદારો પણ આ દિવસે શુભ સમયે તેમના ધંધા, દુકાનો ખોલવાનું પસંદ કરે છે. આ તિથિ સુખ-સમૃદ્ધિમાં વધારો કરે છે અને પ્રગતિ થાય છે. એવું માનવામાં આવે છે કે લાભ પાંચમના દિવસે કરવામાં આવતી પૂજા લોકોના જીવન, વ્યવસાય અને પરિવારમાં લાભ અને સૌભાગ્ય લાવે છે. આ દિવસે વ્યાપારીઓ નવી ખાતાવહીનું ઉદ્ઘાટન કરે છે અને ધંધામાં વૃદ્ધિ માટે દેવી લક્ષ્મીની પ્રાર્થના કરે છે. દિવાળી પછી લાભ પાંચમનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે શિવ પરિવાર અને દેવી લક્ષ્મીની પૂજા સાથે નવા વેપારની શરૂઆત કરવી શુભ માનવામાં આવે છે.
લાભ પાંચમને સૌભાગ્ય પંચમી, જ્ઞાન પંચમી અને લાભ પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પવિત્ર દિવસે ઘર કે વ્યવસાયના સ્થળના ઉંબરા ઉપર 'શુભ' અને 'લાભ' જેવા શબ્દો લખીને 'સ્વસ્તિક' (સાથિયા)નું ચિહ્ન કરવામાં આવે છે. નવા વર્ષના હિસાબના ચોપડામાં શ્રી૧। લખવામાં આવે છે. દેવી લક્ષ્મી માતા અને હિસાબના ચોપડાની પૂજા કરવામાં આવે છે. લાભ પાંચમ કોઈપણ શુભ કાર્યનો આરંભ કરવા સર્વોત્તમ તિથિ કે મુહૂર્ત ગણાય છે. લાભ પાંચમના દિવસે શિવ, પાર્વતી, ગણેશ અને લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. લાભ પાંચમના દિવસે હિસાબની ચોપડીઓ લખવાની શરૂઆત કરવામાં આવે છે.
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

0 Comments:
Post a Comment