શૂલપાણેશ્વર વન્યજીવન અભયારણ્ય ભારત દેશના ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલ એક સુરક્ષિત વન-પ્રદેશ છે, જે સાતપુડા પર્વતશ્રેણીના વિસ્તારના પશ્ચિમ ભાગમાં તેમ જ નર્મદા નદીના દક્ષિણ કાંઠે આવેલ છે અને તે 607.7 km2 (234.6 sq mi) જેટલા મોટા ક્ષેત્રફળમાં ફેલાયેલ છે. તેની સીમાઓ મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યો સાથે પણ જોડાયેલી છે. આ અભ્યારણ્યમાં મિશ્ર સૂકા પાનખર વન, નદીનું વન, થોડા ભાગમાં ભેજવાળાં સાગ વન, કૃષિ ક્ષેત્રો અને બે જળાશયોનો સમાવેશ થાય છે. તેની સ્થાપના વર્ષ ૧૯૮૨માં કરવામાં આવી હતી.
ભૌતિક રીતે આ પ્રદેશમાં રાજપીપળાની ટેકરીઓનું પ્રભુત્વ છે. આ પ્રદેશમાં ધામણમાળ સૌથી વધુ ઊંચાઈ ધરાવતો ડુંગર છે. પ્રદેશનો સામાન્ય ઢાળ પશ્ચિમ તરફનો છે. આ અભયારણ્ય વિશાળ ઊંચોનીચો ભૂપ્રદેશ, ગીચ વ્યાપેલ હરિયાળી, ઊંચા ડુંગરો, ઊંડી ખીણો, કાળા ખડકો, સૌમ્ય ઝરણાંઓ અને ધોધથી ભરપૂર છે. આ બધો વિસ્તાર વિંધ્યાચળ અને સાતપુડા પર્વતશ્રેણીના પશ્ચિમ ભાગમાં આવેલ છે.
*ઝરવાણી ધોધ*
ઝરવાણી ધોધ આ અભયારણ્યના ઊંડાણના ભાગમાં આવેલ છે, જ્યાં કેવડીયા ખાતેથી પહોંચી શકાય છે.
*વન્યસૃષ્ટિ :*
શૂલપાણેશ્વર વન્યજીવન અભયારણ્ય ઉત્તર પશ્ચિમી ઘાટના ભેજવાળાં પાનખર જંગલોનો એક પર્યાવરણીય ભાગ છે. આ જંગલ ભેજવાળાં પાનખર સાથે થોડા નાના સૂકા વાંસના ઝુંડ, ડુંગરાળ વિસ્તારોના થોડા ભાગમાં ભેજવાળાં સાગ વન, ઝાડી-ઝાંખરાનું વન તેમ જ નદીનું વન (તેરાવ નદી અને નર્મદા નદીના કિનારાના ભાગમાં) અને નાના ઝરણાંઓ ધરાવે છે. ડુંગરાળ વિસ્તારમાં ફેલાયેલ જંગલો આ અભયારણ્યની વન્યસૃષ્ટિ તેમ જ પ્રાણીસૃષ્ટિને પર્યાવરણીય આધાર પૂરો પાડે છે, કે જેમાં હિમાલય અને પશ્ચિમ ઘાટ ખાતે જોવા મળતા રીંછની સમાન પ્રજાતિ આ જંગલમાં વસવાટ કરે છે. સરદાર સરોવર (નર્મદા નદી) અને કરજણ જળાશય (કરજણ નદી) પણ અભયારણ્યને જમીન સંરક્ષણ તેમ જ જળની પૂર્તિ કરે છે. અહીં વિશાળ વાંસના ઝૂંડો અને ૫૭૫ જેટલી પ્રજાતિઓના ફૂલ છોડ જોવા મળે છે.
*પ્રાણીસૃષ્ટિ :*
આ અભયારણ્યની સ્થાપના શરૂઆતમાં સ્લોથ પ્રકારના રીંછના રક્ષણ માટે કરવામાં આવી હતી. ભૂખરા (કાટ જેવા રંગના) ટપકાંવાળી બિલાડી આ અભયારણ્ય ખાતે વર્ષ ૧૯૯૧ના સમયમાં જોવા મળી હતી. શૂલપાણેશ્વર વન્યજીવન અભયારણ્ય ખાતેના સરીસૃપોમાં ભારતીય નરમપીઠવાળા કાચબા, સમાવેશ થાય ભારતીય softshell ટર્ટલ, ભારતીય સખતપીઠવાળા કાચબા, બંગાળી ગરોળી, ભારતીય પથ્થરીયો અજગર, આંધળી ચાકળ, ભારતીય સાપ, ચિત્તળો (સાપ), ભારતીય કાચિંડો, ખડક ગરોળી, સામાન્ય ગરોળી, પીળી સામાન્ય ગરોળી, લાલ ગરોળી તેમ જ નાના પ્રમાણમાં મગરનો સમાવેશ થાય છે. અહીં જોવા મળતા દેડકાઓમાં એશિયન સામાન્ય દેડકો, માર્બલ દેડકો, સાંકડા મોં વાળો દેડકો, ભારતીય કૂદતો દેડકો, ભારતીય વૃક્ષ દેડકા, લીલો તળાવનો દેડકો, ભારતીય આખલા જેવો દેડકો, ક્રિકેટ દેડકો તેમ જ દરમાં રહેતો દેડકોનો સમાવેશ થાય છે. અન્ય સસ્તન પ્રાણીસૃષ્ટિમાં ગરોળી, ચિત્તા બિલાડી, માંકડુ, ચૌશિંગા, હરણ, કીડીખાઉ, ચિત્તળ હરણ, મોટી ભારતીય વનીયર, વનીયર, ભારતીય શાહુડી અને જંગલી કૂતરો વગેરેનો સમાવેશ થાય છે. સ્થાનિક લુપ્ત થતી સસ્તન પ્રજાતિઓમાં ભારતીય ઉડતી ખિસકોલી, વાઘ અને ગૌરનો સમાવેશ થાય છે.
પક્ષીઓમાં શૂલપાણેશ્વરનો પોપટ, રાખોડી જંગલી મુરઘો, રાતો જંગલી મુરઘો, કલગીવાળો ગરૂડ, શકરો, બાજ, મચ્છીમાર ઘુવડ, ઘુવડ અને રાખોડી ચિલોત્રો આ અભયારણ્ય ખાતે જોવા મળે છે.
*માર્ગદર્શન અને રોકાણ :*
અહીંથી સૌથી નજીકનું વિમાનમથક વડોદરા ખાતે આવેલ છે, જે 90.0 km (55.9 mi) દૂર છે. સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદ, જે અહીંથી આશરે 260.0 કિલોમીટર જેટલા અંતરે આવેલ નજીકનું આંતરરાષ્ટ્રીય વિમાનમથક છે. નજીકનું મુખ્ય રેલવેમથક તેમ જ બસ સ્ટેશન અંકલેશ્વર ખાતે આવેલ છે, જે અહીંથી આશરે 60.0 કિલોમીટર જેટલું દૂર છે. રાત્રી દરમિયાન રહેવા માટે ભરૂચ, ડેડિયાપાડા, રાજપીપળા, વિસલખાડી, જૂના રાજ અને સગાઈ ખાતે અતિથિગૃહ આવેલ છે.
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

0 Comments:
Post a Comment