ધનતેરસ
दिनों दिन बढ़ता जाए आपका व्यापार,
परिवार में रहे स्नेह और प्यार,
होती रहे सदा धन की बौछार,
ऐसा हो आपका धनतेरस का त्यौहार ।
ધનતેરસ એ હિંદુ ધર્મના મહત્ત્વના તહેવારોમાંનો એક છે, જે ભારત દેશમાં ખૂબ જ ઉત્સાહ અને ખુશી સાથે ઉજવવામાં આવે છે. ધનતેરસનો તહેવાર આસો માસની વદ તેરસ એટલે કે દિવાળીનાં બે દિવસ પહેલાં ઉજવવામાં આવે છે. આ શુભ દિવસે લોકો વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓમાં જોડાય છે અને ભગવાન કુબેર, ભગવાન ધન્વંતરિ અને દેવી લક્ષ્મીની પૂજા કરે છે. લોકો તેમના ઘરની બહાર દીવા પ્રગટાવે છે. દર વર્ષે દિવાળીના બે દિવસ પહેલા ધનતેરસ ઉજવવામાં આવે છે.
ધનતેરસના દિવસે ઘર, દુકાન કે ઓફીસ વગેરેને દીવાઓ વડે, રોશની વડે શણગારીને આગળ રંગોળી કરવામાં આવે છે. ધનતેરસના દિવસે રંગોળીમાં લક્ષ્મીજીના પગલાંની આકૃતિ ખાસ કરવામાં આવે છે. ધનતેરસના દિવસે સોનું-ચાંદી ખરીદવું શુકનવંતુ ગણાય છે. લોકો આ દિવસે ધનની પૂજા પણ કરે છે. ધનતેરસના શુભદિને ધન-ધાન્ય, સમૃદ્ધિના દેવ કુબેરની પૂજાનું પણ અનેરું મહત્ત્વ છે.
આ દિવસને સમુદ્ર મંથનના ફળ સ્વરૂપે ભગવાન ધન્વંતરિ પ્રગટ થયાં હોવાથી તેને ધન્વંતરિ ત્રયોદશી કે ધન્વંતરિજયંતી તરીકે પણ ઓળખવામાં આવે છે અને આરોગ્યનાં દેવતા તથા આયુર્વેદનાં પ્રણેતા ભગવાન ધન્વંતરિનું પૂજન કરવામાં આવે છે.
પ્રાચીન સમયથી શાસ્ત્રોમાં ધનતેરસનો વિશેષ મહિમા વર્ણવ્યો છે. ધનતેરસે કરવામાં આવતી દેવી લક્ષ્મીની પૂજા સહસ્ત્ર ગણી ફળદાયી બને છે. માટે અનાદી કાળથી ધનતેરસે દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. ધનતેરસે ધન્વંતરિ દેવનું અને કુબેર દેવનું પણ પૂજન કરવું અનિવાર્ય છે. કુબેર સમૃદ્ધિ અને ઐશ્વર્યના દેવ છે. ધન્વંતરિ આરોગ્યના દેવ છે. લક્ષ્મીકૃપા અને કુબેર કૃપા તેની જ સાર્થક કહેવાય જેનું આરોગ્ય સારું હોય અને તે ધન એશ્વર્ય અને સુખ સમૃદ્ધિ ભોગવી શકે માટે જ આ દિવસે લક્ષ્મી પૂજન સાથે આ બંને દેવો (કુબેર અને ધન્વંતરિ)ની આરાધના કરવાનો મહિમા છે.
ધનતેરસના દિવસે સાંજે ઘરના મુખ્ય દ્વાર અને આંગણામાં દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે. આ દિવસે સોનું, ચાંદી, વાસણો સહિત કેટલીક નવી વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે. આ જ કારણ છે કે મોટાભાગના લોકો ધનતેરસની રાહ જોતા હોય છે અને નવી ખરીદી કરતા હોય છે. ઘણા લોકો ધનતેરસના દિવસે વાસણો, ઝવેરાત, વાહનો અને નવી ચીજવસ્તુઓ ખરીદે છે. કેટલાક લોકો પોતાનો નવો વ્યવસાય શરૂ કરવા માટે ધનતેરસને શુભ માને છે.
ધનતેરસથી લઈને ભાઈબીજ સુધીના પાંચ દિવસના પર્વના શુભ મુહૂર્ત..
https://share.google/8zrlfXXoq84kFCoX7
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.
ખૂબ સરસ..👍👍👍
ReplyDelete