સુભાષચંદ્ર બોઝ જીવન પરિચય
*સુભાષચંદ્ર બોઝ*
સુભાષચંદ્ર બોઝ (જન્મ : ૨૩ જાન્યુઆરી, ૧૮૯૭ - અવસાન : ૧૮ ઑગસ્ટ, ૧૯૪૫) જે 'નેતાજી'ના હુલામણા નામથી પણ જાણીતા છે, તે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી નેતા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, અંગ્રેજોની વિરુદ્ધ લડવા માટે તેમણે જાપાનની સહાયતાથી આઝાદ હિંદ ફોજનું નેતૃત્વ કર્યું હતું. સુભાષચંદ્ર બોઝે 'જય હિંદ', 'ચલો દિલ્લી' અને 'તુમ મુજે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા' સૂત્રો આપ્યાં છે.
સુભાષચંદ્ર બોઝનો જન્મ ૨૩ જાન્યુઆરી, ૧૮૯૭ના રોજ ઓડિશાના કટક શહેરમાં થયો હતો. તેમના પિતાનું નામ જાનકીનાથ બોઝ અને માતાનું નામ પ્રભાવતી હતું. બાળપણમાં, સુભાષચંદ્ર બોઝ કટકમાં રૅવેન્શૉ કૉલેજિએટ હાઈસ્કૂલ નામની પાઠશાળામાં ભણતા હતા. આ પાઠશાળામાં તેમના શિક્ષકનું નામ વેણીમાધવ દાસ હતું. વેણીમાધવ દાસ એમના છાત્રોમાં દેશભક્તિની ભાવના પ્રગટાવતા હતા. એમણે જ સુભાષચંદ્ર બોઝમાં અંદરની સુષુપ્ત દેશભક્તિ જાગૃત કરી હતી. ICS જેવી મુશ્કેલ પરીક્ષા પાસ કરવા છતાં સુભાષચંદ્ર બોઝે અંગ્રેજોની નોકરી ન સ્વીકારી અને દેશસેવામાં જોડાયા. સુભાષચંદ્ર બોઝ રાષ્ટ્રીય મહાસભા (કોંગ્રેસ)ના સક્રિય કાર્યકર બની ગયા. તેઓ ઈ. સ. ૧૯૩૮માં હરિપુરામાં અને ઈ.સ. ૧૯૩૯માં ત્રિપુરામાં એમ બે વર્ષ પ્રમુખ તરીકે ચૂંટાયા. થોડાક સમય બાદ કૉંગ્રેસના ટોચના નેતાઓ સાથે વૈચારિક મતભેદના કારણે કૉંગ્રેસમાંથી રાજીનામું આપી અલગ 'ફૉરવર્ડ બ્લૉક' નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી.
બીજા વિશ્વયુદ્ધ સમયે અંગ્રેજ સરકારની નીતિઓનો વિરોધ કરતાં સુભાષચંદ્ર બોઝની ધરપકડ કરવામાં આવી. જેલમાં રાજકીય કેદીઓ સાથે અંગ્રેજ સરકાર યોગ્ય વ્યવહાર કરતી નહોતી તેથી સુભાષચંદ્ર બોઝે જેલમાં ઉપવાસ શરૂ કર્યા પરંતુ સુભાષચંદ્ર બોઝની તબિયત બગડતાં તેમના નિવાસસ્થાને નજરકેદ રાખવામાં આવ્યાં.
નજરકેદથી છુટવા માટે સુભાષચંદ્ર બોઝે એક યોજના બનાવી. તેઓ પઠાણનો વેશ ધારણ કરી ઘરેથી પલાયન થઈ ગયા. સુભાષચંદ્ર બોઝને ઘરેથી પલાયન થવામાં તેમના ભત્રીજા શિશિરકુમાર બોઝે મદદ કરી હતી. સુભાષચંદ્ર બોઝ કોલકાતાથી અફઘાનિસ્તાન, બર્લિન થઈ જાપાન પહોંચ્યાં. રાસ બિહારી બોઝની સહાયથી ત્યાં 'આઝાદ હિંદ ફોજ'ની સ્થાપના કરવામાં આવી હતી. જેના સેનાપતિ કેપ્ટન મોહનસિંઘ હતાં. સુભાષચંદ્ર બોઝને 'આઝાદ હિંદ ફોજ'ના વડા બનાવવામાં આવ્યાં. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજનું પુનઃગઠન કર્યું. સુભાષચંદ્ર બોઝે 'ચલો દિલ્લી' અને 'તુમ મુજે ખૂન દો મેં તુમ્હે આઝાદી દૂંગા' જેવા સૂત્રો આપ્યાં. આઝાદ હિંદ ફોજમાં મહિલાઓ માટે 'લક્ષ્મીબાઈ બ્રિગેડ' પણ બનાવવામાં આવી.
દ્વિતીય વિશ્વયુદ્ધ વખતે આઝાદ હિંદ ફોજે જાપાની સેનાના સહયોગથી ભારત પર આક્રમણ કર્યું અને અંગ્રેજો પાસેથી અંદમાન અને નિકોબાર દ્વીપ જીતી લીધા. ત્યારબાદ આઝાદ હિંદ ફોજે ઈમ્ફાલ અને આરાકાન વિભાગમાં કેટલાક વિજ્યો મેળવ્યાં. પરંતુ બીજા વિશ્વયુદ્ધમાં જાપાનની હાર થતાં તથા ભારે વરસાદ, પુરવઠાની તંગી અને પ્રાકૃતિક પ્રતિકૂળતાને કારણે આઝાદ હિંદ ફોજની પીછેહઠ થઈ.
૧૮ ઑગસ્ટ, ૧૯૪૫ના રોજ જાપાન જતી વખતે તાઈવાન પાસે વિમાન દુર્ઘટનામાં સુભાષચંદ્ર બોઝ અવસાન પામ્યા એમ માનવામાં આવે છે.
(જન્મ : ૨૩ જાન્યુઆરી ૧૮૯૭ - અવસાન : ૧૮ ઓગસ્ટ ૧૯૪૫)
જે નેતાજીના હુલામણા નામથી પણ જાણીતા છે, તે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી નેતા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, અંગ્રેજોની વિરુદ્ધ લડવા માટે તેમણે જાપાનની સહાયતાથી "આઝાદ હિન્દ ફોજ " નું નેતૃત્વ કર્યું હતી.
તેમના દ્વારા આપવામાં આવેલ "જય હિન્દ"નું સુત્ર ભારતનું રાષ્ટ્રીય સુત્ર બની ગયું છે.
જીવન:-
પ્રભાવતી દેવીના પિતાનું નામ ગંગાનારાયણ દત્ત હતું. દત્ત પરિવારને કોલકાતાનો એક કુલીન પરિવાર માનવામાં આવતો હતો. પ્રભાવતી અને જાનકીનાથ બોઝને કુલ ૧૪ સંતાનો હતાં, જેમા ૬ છોકરીઓ અને ૮ છોકરાઓ હતા. સુભાષચંદ્ર એમનું નવમું સંતાન અને પાંચમા પુત્ર હતાં.
પોતાના બધા ભાઈઓમાંથી સુભાષને સૌથી વધારે શરદચંદ્ર સાથે લગાવ હતો. શરદબાબુ પ્રભાવતી અને જાનકીનાથના બીજા પુત્ર હતા. સુભાષ તેમને મેજદા કહેતા હતા. શરદબાબુની પત્નીનું નામ વિભાવતી હતું
શિક્ષણ:-
બાળપણમાં, સુભાષચંદ્ર બોઝ કટકમાં રૅવેન્શૉ કૉલેજિએટ હાઈસ્કૂલ નામની પાઠશાળામાં ભણતા હતા. આ પાઠશાળામાં તેમના શિક્ષકનું નામ વેણીમાધવ દાસ હતું. વેણીમાધવ દાસ એમના છાત્રોમાં દેશભક્તિની આગ ભડકાવતા હતા. એમણે જ સુભાષચંદ્ર બોઝમાં અંદરની સુષુપ્ત દેશભક્તિ જાગૃત કરી.
25 વર્ષની ઉંમરે, સુભાષચંદ્ર બોઝ ગુરૂની શોધમાં ઘરેથી ભાગી હિમાલય ચાલ્યાં ગયા હતા. પણ ગુરૂની તેમની આ શોધ અસફળ રહી. પણ પછી, સ્વામી વિવેકાનંદનું સાહિત્ય વાંચી, સુભાષચંદ્ર બોઝ તેમના શિષ્ય બની ગયા હતા.
મહાવિદ્યાલયમાં અભ્યાસ કરતા સમયે જ, અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવવાની તેમની પ્રવૃત્તિ દેખાતી હતી. કોલકાતાની પ્રેસિડેંસી કૉલેજના અંગ્રેજ પ્રાધ્યાપક ઓટેનનો ભારતીય વિદ્યાર્થીઓ સાથે વ્યવહાર ઠીક ન રહેતો. આ માટે સુભાષચંદ્ર બોઝના નેતૃત્વમાં મહાવિદ્યાલયમાં હડતાલ કરાઈ હતી.
દેશ સેવા જીવન અને કાર્ય:-
૧૯૨૧માં ઈંગ્લેંડ જઈ, સુભાષચંદ્ર બોઝ ભારતીય સિવિલ સેવાની પરીક્ષામાં સફળ રહ્યાં. પણ તેમણે અંગ્રેજ સરકારની સેવા કરવાનો ઇન્કાર કર્યો અને રાજીનામું આપી તેઓ પાછા ભારત આવી ગયાં.
તેમના સાર્વજનિક જીવનમાં સુભાષબાબુ એ કુલ અગિયાર બાર વર્ષ કારાવાસમાં કાઢ્યા. સહુથી પહેલા તેમણે ૧૯૨૧ માં ૬ મહિના માટે કારાવાસ થયો.
૧૯૨૫માં ગોપીનાથ સાહા નામના એક ક્રાંતિકારી કોલકાતાના પોલીસ અધિક્ષક ચાર્લસ ટેગાર્ટને મારવા માંગતા હતાં. તેમણે ભૂલથી અર્નેસ્ટ ડે નામના એક વ્યાપારીને મારી નાખ્યા. આ માટે તેમને ફાંસીની સજા દેવાઈ. ગોપીનાથને ફાંસી થયા બાદ સુભાષબાબુ જોરથી રડ્યા. તેમણે ગોપીનાથનું શબ મંગાવી તેમના અંતિમસંસ્કાર કર્યા. આથી અંગ્રેજ સરકારે એવો નિષ્કર્ષ કાઢ્યો કે સુભાષબાબુ જ્વલંત ક્રાંતિકારીઓ સાથે માત્ર સંબંધ જ નથી રાખતાં, પણ તેઓ જ તે ક્રાંતિકારીઓનું સ્ફૂર્તિસ્થાન છે. આ બહાને અંગ્રેજ સરકારે સુભાષબાબુને ગિરફતાર કર્યાં અને વગર કોઈ મુકદમો ચલાવી, તેમને અનિશ્ચિત કાલખંડ માટે મ્યાનમારની મંડાલે કારાગૃહમાં બંદી બનાવ્યા.
૫ નવેમ્બર, ૧૯૨૫ ના રોજ, દેશબંધુ ચિત્તરંજન દાસ કોલકાતામાં અવસાન પામ્યા. સુભાષબાબુ એ તેમના મૃત્યુની ખબર મંડાલે કારાગૃહમાં રેડિયો પર સાંભળી.
મંડાલે કારાગૃહમાં રહેતાં સમયે સુભાષબાબુની તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ. તેમને ટી.બી. થઈ ગયો. પરંતુ અંગ્રેજ સરકારે તો પણ તેમને છોડવાથી ઇનકાર કરી દીધો. સરકારે તેમને છોડી મુકવા માટે એ શરત રાખી કે તેઓ ઇલાજ માટે યુરોપ ચાલ્યા જાય. પણ સરકારે એ તો સ્પષ્ટ ન કર્યું કે ઇલાજ બાદ તેઓ ભારત ક્યારે પાછા ફરી શક્શે. એટલા માટે સુભાષબાબુ એ આ શરત ન સ્વીકારી. છેવટે પરિસ્થિતિ એટલી કઠોર થઈ ગઈ કે તેઓ કદાચ કારાવાસમાં જ મૃત્યુ પામત. અંગ્રેજ સરકાર આ ખતરો પણ ઉપાડવા માંગતી ન હતી, કે સુભાષબાબુનું કારાગૃહમાં મૃત્યુ થઈ જાય. એટલા માટે સરકારે તેમને છોડી મૂક્યા. પછી સુભાષબાબુ ઇલાજ માટે ડેલહાઉઝી ચાલ્યા ગયા.
૧૯૩૦માં સુભાષબાબુ કારાવાસમાં હતા. ત્યારે તેમને કોલકાતાના મહાપૌર(મેયર) તરીકે ચૂંટી લેવામાં આવ્યા. એટલા માટે સરકાર તેમને મુક્ત કરવા મજબૂર થઈ ગઈ.
૧૯૩૨માં સુભાષબાબુને ફરી કારાવાસ થયો. આ વખતે તેમને અલમોડા જેલમાં રાખવામાં આવ્યા. અલમોડા જેલમાં તેમની તબિયત ફરી નાદુરસ્ત થઈ ગઈ. વૈદ્યકીય સલાહ પર સુભાષબાબુ આ વખતે ઇલાજ માટે યુરોપ જવા રાજી થઈ ગયા.
1938માં કૉંગ્રેસનું વાર્ષિક અધિવેશન હરિપુરામાં કરવાનું નક્કી થયું હતું. આ અધિવેશન પહેલા ગાંધીજીએ કૉંગ્રેસ અધ્યક્ષપદ માટે સુભાષબાબુની પસંદગી કરી. કૉંગ્રેસનું આ ૫૧મું અધિવેશન હતું. તેથી કૉંગ્રેસ અધ્યક્ષ સુભાષબાબુનું સ્વાગત ૫૧ બળદે ખેંચેલા રથમાં કરવામાં આવ્યું.
આ અધિવેશનમાંં સુભાષબાબુનુંં અધ્યક્ષીય ભાષણ બહુ જ પ્રભાવી રહ્યુંં. કોઇપણ ભારતીય રાજકીય વ્યક્તિએ કદાચ જ આટલુંં પ્રભાવી ભાષણ કયારેય કર્યુંં હશે.
પોતાના અધ્યક્ષપદના કાર્યકાળમાંં સુભાષબાબુએ યોજના આયોગની સ્થાપના કરી હતી. પંડિત જવાહરલાલ નેહરૂ તેના અધ્યક્ષ હતા. સુભાષબાબુએ બેંગલોરમાંં મશહૂર વૈજ્ઞાનિક સર વિશ્વેશ્વરૈય્યાની અધ્યક્ષતામાંં એક વિજ્ઞાન પરિષદ પણ યોજી હતી.
૧૯૩૭માંં જાપાને ચીન પર આક્રમણ કર્યુંં ત્યારે સુભાષબાબુની અધ્યક્ષતામાંં કાંગ્રેસે ચીની લોકોની સહાયતા માટે, ડૉ.દ્વારકાનાથ કોટણીસના નેતૃત્વમાંં વૈદ્યકીય પથક મોકલવાનો નિણય લીધો. આગળ જઈને જ્યારે સુભાષબાબુએ ભારતના સ્વતંત્રતા સંગ્રામ માટે જાપાનનો સહયોગ લીધો, ત્યારે ઘણા લોકો તેમને જાપાનને આધીન અને ફૅસિસ્ટ કહેવા લાગ્યા. પણ આ ઘટનાથી એ સાબિત થાય છે કે સુભાષબાબુ ન તો જાપાનને આધીન હતા, કે ન તો ફૅસિસ્ટ વિચારધારાથી સહમત હતા.
નજરકેદથી છુટવા માટે સુભાષબાબુએ એક યોજના બનાવી. ૧૬ જાન્યુઆરી, ૧૯૪૧ના રોજ તેઓ ૫ઠાણનો વેશ ધારણ કરીને મહમદ ઝીયાઉદ્દીનના નામથી પોલીસને છેતરીને પોતાના ઘરેથી ભાગી છુટ્યા. શરદબાબુના મોટા પુત્ર શિશિરે તેમને પોતાની ગાડીમાં ગોમોહ સુધી પહોચાડ્યા. ગોમોહ રેલ્વે સ્ટેશનથી ફ્રન્ટિયર મેલ પકડીને તેઓ પેશાવર પહોચ્યા. પેશાવરમાં તેઓને ફોરવર્ડ બ્લોકના એક સહકારી મિયા અકબર શહા મળ્યા. મિયા અકબર શહાએ તેઓની મુલાકાત કીર્તિ કિશાન પાર્ટીના ભગતરામ તલવાર સાથે કરાવી. ભગત તલવારની સાથે સુભાષબાબુ પેશાવરથી અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ તરફ નીકળી પડ્યા. આ સફરમાં ભગતરામ તલવાર રહમતખાન નામના પઠાણ અને સુભાષબાબુ એના બહેરા-મૂંગા કાકા બન્યા હતા. પહાડોમાં પગપાળા ચાલતા તેમણે આ સફર પૂર્ણ કરી.
કાબુલમાં સુભાષબાબુ બે મહિના સુધી ઉત્તમચંદ મલ્હોત્રા નામના એક ભારતીય વેપારીને ત્યાં રહયા. ત્યાં તેઓએ રૂસી દૂતાવાસમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હતા. પરંતુ તેઓ નાકામિયાબ થયા, તેથી તેઓએ જર્મન અને ઇટાલિયન દૂતાવાસમાં પ્રવેશ મેળવવાની કોશિશ કરી, જેમાં તેઓ ઇટાલિયન દૂતાવાસમાં પ્રવેશ મેળવવામાં સફળ થયા. જર્મન અને ઇટાલિયન દૂતાવાસે તેમની મદદ કરી. આખરે ઓર્લાંંદો માત્સુતા નામના ઇટાલિયન વ્યક્તિ બનીને કાબુલથી રેલ્વે દ્વારા રૂસની રાજધાની મોસ્કોથી જર્મનીની રાજધાની બર્લિન પહોચ્યા.
વખતે સુભાષબાબુ, "નેતાજી" નામથી જાણીતા થયા. જર્મન સરકારના એક મંત્રી એડૅમ ફૉન ટ્રૉટ સુભાષબાબુના સારા મિત્ર બની ગયા.
આખરે ૨૯ માર્ચ, ૧૯૪૨ના દિવસે, સુભાષબાબુ જર્મનીના સર્વોચ્ચ નેતા એડૉલ્ફ હિટલરને મળ્યા. પણ હિટલરને ભારતના વિષયમાં વિશેષ રૂચી ન હતી. એમણે સુભાષબાબુને સહાયતા માટે કોઈ સ્પષ્ટ વચન ન આપ્યું.
ઘણા વર્ષો પહેલા હિટલરે "માઈન કામ્ફ" નામક પોતાનું આત્મચરિત્ર લખ્યું હતું. આ કિતાબમાં એમણે ભારત અને ભારતીય લોકોની બુરાઈ કરી હતી. આ વિષય પર સુભાષબાબુએ હિટલર સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી. હિટલરે પોતાના કાર્ય પર માફી માંંગી અને માઈન કામ્ફની આવનારી આવૃત્તીમાંથી એ પરિચ્છેદ કાઢી નાખવાનું વચન દીધું.
અંતે, સુભાષબાબુને ખબર પડી કે હિટલર અને જર્મની પાસેથી એમને કંઈ વધુ નહીં મળે. આથી ૮ માર્ચ, ૧૯૪૩ ના દિવસે, જર્મનીના કીલ બંદરમાં, તેઓ પોતાના સાથી અબિદ હસન સફરાનીની સાથે, એક જર્મન સબમરીનમાં બેસીને, પૂર્વ એશિયાની તરફ નીકળી ગયા. આ જર્મન સબમરીન એમને હિંદ મહાસાગરમાં માદાગાસ્કરના કિનારા સુધી લઇ આવી. ત્યાં તેઓ બંને ખુંખાર સમુદ્રમાં તરીને જાપાની સબમરીન સુધી પહુંચી ગયા. દ્વિતીય વિશ્વયુદ્ધના સમયમાં, કોઈ પણ બે દેશની નૌસેનાઓની સબમરીનો દ્વારા, નાગરિકો-લોકોની આ એકમાત્ર અદલા બદલી થઈ હતી. આ જાપાની સબમરીન એમને ઇંડોનેશિયાના પાદાંગ બંદર સુધી લઇ આવી.
પૂર્વ એશિયા પહોંંચીને સુભાષબાબુએ સર્વપ્રથમ, વયોવૃદ્ધ ક્રાંતિકારી રાસબિહારી બોસ પાસેથી ભારતીય સ્વતંત્રતા પરિષદનું નેતૃત્વ સંભાળ્યું. સિંગાપુરના ફરેર પાર્કમાં રાસબિહારી બોસે ભારતીય સ્વતંત્રતા પરિષદનું નેતૃત્વ સુભાષબાબુને સોંંપી દીધું.
જાપાનના પ્રધાનમંત્રી જનરલ હિદેકી તોજોએ, નેતાજીના વ્યક્તિત્વથી પ્રભાવિત થઈને, એમને સહકાર્ય કરવાનું આશ્વાસન આપ્યું. ઘણા દિવસો પછી, નેતાજીએ જાપાનની સંસદ ડાયટની સામે ભાષણ દીધું.
21 અક્તૂબર, 1943ના દિવસે , નેતાજીએ સિંગાપુરમાં અર્જી-હુકુમત-એ-આજાદ-હિંદ (સ્વાધીન ભારતની અંતરિમ સરકાર)ની સ્થાપના કરી . તેઓ ખુદ આ સરકારના રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને યુદ્ધમંત્રી બન્યા . આ સરકારને કુલ નવ દેશોંની માન્યતા દીધી . નેતાજી આજ઼ાદ હિન્દ ફૌજના પ્રધાન સેનાપતિ પણ બની ગયા .
આઝાદ હિન્દ ફૌજમાં જાપાની સેનાએ અંગ્રેજોંની ફૌજ દ્વારા પકડી પડેલા ભારતીય યુદ્ધબંદિયોંકો ભર્તી કરી લીધા . આજ઼ાદ હિન્દ ફ઼ૌજમાં ઔરતો માટે ઝાઁસી કી રાની રેજિમેંટ પણ બનાવવામાં આવી .
પૂર્વ એશિયામાં નેતાજીએ અનેક ભાષણ કરીને ત્યાના સ્થાયિક ભારતીય લોગોંને આજ઼ાદ હિન્દ ફૌજમાં ભરતી થવા માટે અને એમને આર્થિક મદદ કરવા માટે અવકરિત કર્યા . એમને પોતાના આવાહનમાં સંદેશ દીધો "તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આજાદી દૂઁગા ( તમે મને લોહી આપો , હું તમને આઝાદી અપાવીશ )".
દ્વિતીય વિશ્વયુદ્ધ વખતે આઝાદ હિન્દ ફૌજએ જાપાની સેનાના સહયોગથી ભારત પર આક્રમણ કર્યું .પોતાની ફૌજને પ્રેરિત કરવા માટે નેતાજીએ " ચલો દિલ્લી "નો નારો દીધો . બંને ફૌજોએ અંગ્રેજોં પાસેથી અંદમાન અને નિકોબાર દ્વીપ જીતી લીધા . આ દ્વીપ અર્જી-હુકુમત-એ-આજાદ-હિંદના અનુશાસનમાં રહ્યા . નેતાજીએ આ દ્વીપોંનું " શહીદ ઔર સ્વરાજ દ્વીપ " એમ નામકરણ કર્યું .બંને ફૌજોએ માંડીને ઇંફાલ અને કોહિમા ઉપર આક્રમણ કર્યું .પણ પછી અંગ્રેજોંનો પલળો ભરી પડ્યું અને બંને ફૌજોને પાછળ હટવું પડ્યું .
જયારે આઝાદ હિન્દ ફૌજ પાછળ હતી રહી હતી , ત્યારે જાપાની સેનાએ નેતાજીને ભાગી જવાની વ્યસ્થા કરી આપી . પરંતુ નેતાજીએ ઝાઁસી કી રાની રેજિમેંટની છોકરીઓની સાથે સૈકડો મિલ ચાલતા જવાનું પસંદ કર્યું .આ રીતે નેતાજીએ સાચા નેતૃત્વને એક આદર્શ જ બનાવીને રાખ્યું .
6 જુલાઈ, 1944ના આઝાદ હિંદ રેડિઓ પર પોતાના ભસણના માધ્યમથી ગાઁધીજીથી વાત કરતા કરતા , નેતાજીએ જાપાનથી સહાયતા લેવાનું પોતાનું કારણ અને અર્જી-હુકુમત-એ-આજાદ-હિંદ તથા આજ઼ાદ હિન્દ ફૌજની સ્થાપનાના ઉદ્યેશ્ય વિષે કહ્યું . આ ભાષણ વખતે , નેતાજીએ ગાઁધીજીને રાષ્ટ્રપિતા કહીને પોતાની જંગ માટે એમનો આશિર્વાદ માંગ્યું . આ રતે, નેતાજીએ ગાઁધીજીને સર્વપ્રથમ રાષ્ટ્રપિતા કહી ને બોલાવ્યા.
દ્વિતીય વિશ્વયુદ્ધ માં જાપાન ની હાર પછી, નેતાજી ને નવો રાસ્તો શોધવો જરૂરી હતો. તેમણે રૂસ પાસે સહાયતા લેવાનો નિશ્ચય કર્યો હતો.
૧૮ ઓગસ્ટ, ૧૯૪૫ ના રોજ નેતાજી હવાઈ જહાજ થી માંચુરિયા તરફ જઇ રહ્યા હતા. આ સફર દરમિયાન તેઓ લાપતા થઇ ગયા. ત્યાર બાદ તેઓ કોઇ ને ક્યારેય નજર ન આવ્યા.
23 અગસ્ત, 1945 ના રોજ જાપાન ની દોમેઈ ખબર સંસ્થા એ દુનિયા ને ખબર આપી, કે 18 અગસ્ત ૧૯૪૫ ના રોજ, નેતાજી નુ હવાઈ જહાજ તાઇવાન ની ભૂમિ પર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ જેમા તેઓ ગભીર રીતે ઘાયલ થતા નેતાજી ને અસ્પતાલમા લઈ જવાયા, જ્યા તેમણે અંતિમ શ્વાસ લીધો.દુર્ઘટનાગ્રસ્ત હવાઈ જહાજમાં નેતાજીની સાથે એમના સહકારી કર્નલ હબિબૂર રહમાન હતા . એમણે નેતાજીને બચાવવાનો પ્રયત્ન કર્યો , પણ તેઓ સફળ ન રહ્યા . પછી નેતાજીની અસ્થીયોને જાપાનની રાજધાની તોકિયોમાં રેનકોજી નામક બૌદ્ધ મંદિરમાં રાખવામાં આવી .
સ્વતંત્રતા પશ્ચાત, ભારત સરકારએ આ ઘટનાની તપાસ કરવા હેતુ , 1956 અને 1977માં બે વાર એક આયોગને નિયુક્ત કરાયો . બંને વખત એ નતિજો નીકળ્યો કે નેતાજી એ વિમાન દુર્ઘટના માંજ મારી ગયા હતા .પણ જે તાઇવાનની ભૂમિ પર આ દુર્ઘટના થવાની ખબર હતી ,એ તાઇવાન દેશની સરકાર પાસેથી તો , આ બંને આયોગોની વાતજ નહોતી કરેલી .
1999માં મનોજ કુમાર મુખર્જીના નેતૃત્વમાં ત્રીજો આયોગ બનાવવામાં આવ્યું . 2005માં તાઇવાન સરકારએ મુખર્જી આયોગને બતાવી દીધું કે 1945માં તાઇવાનની ભૂમિ પર કોઈ હવાઈ જહાજ દુર્ઘટનાગ્રસ્ત થયો ન હતો . 2005માં મુખર્જી આયોગે ભારત સરકારને પોતાની રિપોર્ટ પેશ કરી , જેમાં એમને કહ્યું , કે નેતાજીની મૃત્યુ એ વિમાન દુર્ઘટનામાં થવાનો કોઈ સબૂત નથી. પણ ભારત સરકારએ મુખર્જી આયોગની રિપોર્ટનો અસ્વીકાર કરી દીધો .
18 ઓગસ્ટ , 1945ના દિન પછી નેતાજી ક્યાં લાપતા થઇ ગયા અને એમનું આગળ શું થયું , આ ભારતના ઇતિહાસનો સૌથી મોટો અનુત્તરીત રહસ્ય બની ગયો છે.
૧૮ ઑગસ્ટ, ૧૯૪૫ના રોજ વિમાનમાં આગ લાગતા નેતાજી સખત રીતે દાઝ્યા અને અવસાન પામ્યા એમ માનવામાં આવે છે. આજે પણ આ ઘટના વણઉકલ્યું રહસ્ય છે.
🙏"શિક્ષણકુંજ"🙏
*👇"શિક્ષણકુંજ" સાથે આપ નીચેની રીતે જોડાઈ શકો છો.* અને Daily અપડેટ્સ અને નવી માહિતી જાણી શકો છો. નવી સ્પર્ધા વિશે અપડેટ્સ મેળવો.
*📱"શિક્ષણકુંજ" ના બ્લોગ ની મુલાકાત લો* follow પર ક્લિક કરો
https://shixankunj.blogspot.com
*🖼️ "શિક્ષણકુંજ" Telegram channel* join પર કરો
https://t.me/joinchat/EvC172FupI43NDBl
🔰 *શિક્ષણકુંજ ફેસબૂક ગ્રૂપ* join પર કરો
http://bit.ly/શિક્ષણકુંજ_FACEBOOK
*🪀શિક્ષણકુંજ Whatsapp ગ્રૂપ* join પર કરો
https://chat.whatsapp.com/C1fPd4BKM87EI6lTp5EBEt
*🖼️ "શિક્ષણકુંજ" વર્કપ્લેસ ગ્રૂપ join પર કરો
http://bit.ly/શિક્ષણકુંજ_WORKPLACE
🙏"શિક્ષણકુંજ"🙏
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.
0 Comments:
Post a Comment