શિક્ષણ , સર્જન , સિદ્ધિ

શિક્ષણકુંજ ઈ મેગેઝીન
Join Us On
Whatsapp
Join Us On
Telegram

કવિ સંમેલન સૂરસંગમ માર્ચ 2025

 કવિ સંમેલન : સૂરસંગમ માર્ચ, 2025 

 શિક્ષણકુંજ દ્વારા આયોજિત રાજ્યકક્ષાનું ઑનલાઈન કવિ સંમેલન, માર્ચ -2025 


 🎵   સૂરસંગમ 🎵 




  •  તારીખ, વાર અને સમય : 

                    તા. 09/03/2025, રવિવાર,  સમય : સાંજે 4:00 વાગ્યે

                     માધ્યમ : ગૂગલ મીટ 

  • રજિસ્ટ્રેશન કરાવવાની  તારીખ :- 

                તા. 09/02/2025 થી તા. 03/03/2025

 ખાસ સૂચના : 

            રાજ્યકક્ષાના ઑનલાઈન કવિ સંમેલનમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.


 રજિસ્ટ્રેશન લિંક :- https://forms.gle/QCLtPYR99kVyuDRr9


શિક્ષણકુંજ દ્વારા આયોજિત રાજ્યકક્ષાના ઑનલાઈન કવિ સંમેલન "સૂરસંગમ"માં  ભાગ લેવા માટે સૌ પ્રથમ નિયમો વાંચવા, ત્યારબાદ રજિસ્ટ્રેશન કરવું.


 નિયમો : 

(1) 15 વર્ષથી વધુ ઉંમરના કોઈ પણ વ્યક્તિ રાજ્ય કક્ષાના ઑનલાઈન કવિ સંમેલનમાં ભાગ લઈ શકે છે. આ કવિ સંમેલનમાં  સ્વરચિત કવિતાઓ, ગઝલો અને ગીતો રજૂ થશે.

(2) ઑનલાઈન કવિ સંમેલનમાં ભાગ લેનાર વ્યકિતએ પોતાની સ્વરચિત કવિતા, ગઝલ અથવા ગીત, ગુજરાતી અથવા હિન્દી ભાષામાં લખીને ઑનલાઈન રજિસ્ટ્રેશન લિંકમાં શ્રુતિ ફોન્ટ 12 ની સાઈઝ, વર્ડ ફાઈલમાં જ અપલોડ કરવી. PDF કે કાગળમાં લખીને અપલોડ કરેલી રચના ગ્રાહ્ય નથી.

(3) રાજ્યકક્ષાના ઑનલાઈન કવિ સંમેલનમાં પોતાની સ્વરચિત  કવિતા, ગઝલ અથવા ગીતનું ગાન અથવા પઠન કરવાનું રહેશે અને પોતાની રચના સ્વરચિત છે તેવી લેખિત બાંહેધરી આપવી પડશે.

(4) રાજ્યકક્ષાના ઑનલાઈન કવિ સંમેલનમાં ભાગ લેનાર વ્યક્તિએ પોતાની સ્વરચિત કવિતા, ગઝલ અથવા ગીતનું ફક્ત ગુજરાતી કે હિન્દી ભાષામાં પઠન અથવા ગાન કરવાનું રહેશે. 

(5) રાજ્યકક્ષાના ઑનલાઈન કવિ સંમેલનમાં ફક્ત ગુજરાત રાજ્યના અને ગુજરાતમાં વસવાટ કરતા હોય તે વ્યક્તિ જ ભાગ લઈ શકશે. 

(6) રાજ્યકક્ષાનું ઑનલાઈન કવિ સંમેલન google meetના માધ્યમથી યોજાશે. તેથી ભાગ લેનાર વ્યક્તિએ પોતાના મોબાઈલમાં google meet એપ્લિકેશન ડાઉનલોડ કરીને રાખવી.

(7) રાજ્યકક્ષાના ઑનલાઈન કવિ સંમેલનમાં ભાગ લેનાર તમામ વ્યક્તિને  આકર્ષક  e-certificate  (ડિજિટલ પ્રમાણપત્ર) આપવામાં આવશે. 

(8) શિક્ષણકુંજના સંચાલકો દ્વારા પસંદ કરવામાં આવેલી 25  કવિતાઓ, ગઝલો અથવા ગીતોના રચયિતાઓને કવિ સંમેલનમાં તેમની રચનાનું ગાન અથવા પઠન કરવા માટે તક આપવામાં આવશે.

(9) રાજ્યકક્ષાના ઑનલાઈન કવિ સંમેલનમાં આપની સ્વરચિત  કવિતા, ગઝલ અથવા ગીતનું ગાન અથવા પઠન કરવા માટે 5 મિનિટનો સમય આપવામાં આવશે.

(10) રાજ્ય કક્ષાના ઑનલાઈન કવિ સંમેલનમાં ભાગ લેવા માટે તા.09/02/2025 થી તા.03/03/2025 સુધીમાં  રજિસ્ટ્રેશન કરાવવું.

(11) રાજ્યકક્ષાના ઑનલાઈન કવિ સંમેલનમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવાની અંતિમ તારીખ 03/03/2025 છે.

(12) ઑનલાઈન કવિ સંમેલન તા. 09/03/2025 રવિવારના  રોજ સાંજે 4:00 વાગ્યે ગૂગલ મીટનાં માધ્યમથી યોજાશે.

(13) કોઈ પણ ધર્મ, જાતિ, જ્ઞાતિ, દેશ, સંસ્કૃતિ કે વ્યક્તિની લાગણીને ઠેસ પહોંચે એવી રચના રજૂ કરવી નહીં. રચનાની સંપૂર્ણ જવાબદારી જે તે વ્યક્તિની રહેશે.

(14) વર્ડ ફાઈલમાં નીચે આપનું પૂરું નામ, શાળાનું નામ, ગામ, તાલુકો, જિલ્લો અને મોબાઈલ નંબર ફરજિયાત લખવો.

(15) ઉત્તમ રચનાઓ શિક્ષણકુંજ ઈ-મેગેઝિનમાં ક્રમશ: પ્રકાશિત કરવામાં આવશે.

(16) આખરી નિર્ણય આયોજકોનો રહેશે.


વધુ માહિતી માટે અહિં ક્લિક કરો.

શિક્ષણકુંજ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાના ઑનલાઈન કવિ સંમેલન "સૂરસંગમ"


 અધ્યક્ષ 

પદ્મશ્રી ડૉ. નારાયણ જોશી 'કારાયલ'

પદ્મશ્રી પુરસ્કાર -2020

કચ્છી સાહિત્ય કલા સંઘ (મોરઝર) સંસ્થાના આદ્ય સ્થાપક

રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા-1991

કચ્છી ભાષા અને સાહિત્યના આરાધક તથા સંવર્ધક


 અતિથિ વિશેષ

ડૉ. નિષાદ ઓઝા

સિનિયર લેક્ચરર 

DIET-ઈડર 

જિ. સાબરકાંઠા


પ્રેરક ઉપસ્થિતિ 

ડૉ. રમેશ ભટ્ટ 'રશ્મિ'

રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા -2005

કચ્છી સાહિત્ય અકાદમી ગૌરવ પુરસ્કાર -2020


 કવિ સંમેલનના સંચાલક :-

ડૉ. કોમલબેન નવીનચંદ્ર સચદે

તાલુકા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા 

શ્રી સુખપર (રોહા) પ્રાથમિક શાળા

તા. નખત્રાણા, જિ. કચ્છ


🏵 ઑનલાઈન કવિ સંમેલનના આયોજકો 🏵


(1) શ્રી દિનેશભાઈ ધનાભાઈ ચૌહાણ

તાલુકા શ્રેષ્ઠ શિક્ષક

શ્રી રૂણી પ્રાથમિક શાળા

તા. ધાનેરા, જિ.બનાસકાંઠા

મો. 9712824892


(2) શ્રી  નરેન્દ્ર મણિલાલ  કાલરિયા

તાલુકા શ્રેષ્ઠ શિક્ષક

શ્રી દીઘલિયા પ્રાથમિક શાળા

તા.વાંકાનેર, જિ. મોરબી

મો. 9722500197


(3) શ્રી રાજેશ ધનજીભાઈ ડાભી

તાલુકા શ્રેષ્ઠ શિક્ષક

શ્રી સારંગવાડા પ્રાથમિક શાળા

તા.અબડાસા, જિ. કચ્છ

મો. 9898729975

🏵🏵🏵🏵🏵🏵🏵🏵


શિક્ષણકુંજ WhatsApp ગ્રૂપમાં જોઈન થવા માટેની લિંક

https://chat.whatsapp.com/DjH6x2fSM1vBYrzbVzMTh6























































Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

Related Posts:

0 Comments:

Post a Comment

Join us on Facebook Group

Followers

VISITERS

116847