શિક્ષણ , સર્જન , સિદ્ધિ

શિક્ષણકુંજ ઈ મેગેઝીન
Join Us On
Whatsapp
Join Us On
Telegram

મીઠી વાર્તાઓ વાર્તા સ્પર્ધા સપ્ટેમ્બર 2025

 મીઠી વાર્તાઓ વાર્તા સ્પર્ધા સપ્ટેમ્બર 2025


*શિક્ષણકુંજ દ્વારા આયોજિત રાજ્યકક્ષાની ઑનલાઈન "મીઠી વાર્તાઓ"   વાર્તા સ્પર્ધા, ઑગસ્ટ/સપ્ટેમ્બર- 2025* 

વિદ્યાર્થીઓ, શિક્ષકો, અન્ય વ્યવસાય સાથે જોડાયેલ   સજ્જનો, ગૃહિણીઓ અને ગુજરાતના તમામ નાગરિકો માટે સોનેરી તક






સ્પર્ધામાં વાર્તા મોકલવાની તારીખ -

તારીખ : 24/08/2025 થી  તારીખ 21/09/2025 


"મીઠી વાર્તાઓ" વાર્તા સ્પર્ધાનું પરિણામ 

તારીખ : 28/09/2025 ના રોજ જાહેર કરવામાં આવશે.



"મીઠી વાર્તાઓ" વાર્તા સ્પર્ધા બે વિભાગમાં યોજવામાં આવશે.

📌વિભાગ - 1

ધોરણ 5 થી 12 નાં વિદ્યાર્થીઓ

📌વિભાગ - 2

કૉલેજિયન, શિક્ષકો, અન્ય વ્યવસાય ક્ષેત્રે જોડાયેલ સજ્જનો તથા ગૃહિણીઓ અને ગુજરાતના તમામ નાગરિકો 


પ્રોત્સાહિત ઈનામની રકમ :

વિભાગ 1 : ધોરણ 5 થી 12 સુધીના સ્પર્ધકો માટે

પ્રથમ નંબર:- 301 રુપિયા + સર્ટિફિકેટ 

દ્વિતીય નંબર:- 201 રુપિયા + સર્ટિફિકેટ 

તૃતીય નંબર:- 101 રૂપિયા + સર્ટિફિકેટ 


વિભાગ - 2 : કૉલેજિયન, શિક્ષકો, અન્ય વ્યવસાયકારો, ગૃહિણીઓ વગેરે સ્પર્ધકો માટે

પ્રથમ નંબર:- 301 રુપિયા + સર્ટિફિકેટ 

દ્વિતીય નંબર:- 201 રુપિયા+ સર્ટિફિકેટ 

તૃતીય નંબર:- 101 રૂપિયા+ સર્ટિફિકેટ


👉 "મીઠી વાર્તાઓ"  વાર્તા સ્પર્ધાના નિયમો : 

1) વાર્તા સ્વરચિત હોવી જોઈએ. 

2) વાર્તા અન્ય કોઈ વર્તમાનપત્રો કે સામયિકમાં પ્રકાશિત થયેલ ન હોવી જોઈએ.

3) વાર્તા ફક્ત વર્ડ ફાઈલમાં જ મોકલવી. PDF મોકલવી નહીં.

4) વાર્તા ફક્ત ગુજરાતી ભાષામાં અને ગુજરાતી શ્રુતિ ફોન્ટમાં લખવી. ફોન્ટની સાઈઝ 11 રાખવી.

5) લેખક/લેખિકા પોતાના મનગમતા વિષય પર વાર્તા લખી શકશે.

6) લિંકમાં તમારું નામ ગુજરાતીમાં જ લખવું અને પૂરું નામ લખવું. તમે જેવું નામ લખશો તેવું જ પ્રમાણપત્ર મળશે.

7) વાર્તામાંથી મળતો બોધ હકારાત્મક હોવો જોઈએ.

8) વાર્તા ઓછામાં ઓછા એક પેજમાં અને વધુને વધુ બે પેજમાં લખવી. 

9) કોઈ ધર્મ, જ્ઞાતિ કે વ્યક્તિની લાગણી દુભાય એવી વાર્તા મોકલવી નહીં. આવી વાર્તા સ્પર્ધામાંથી બાકાત કરવામાં આવશે.

10) સ્પર્ધકે વાર્તાના અંતે લેખક/લેખિકા તરીકે પોતાનું નામ, શાળા, સંસ્થા કે સોસાયટીનું નામ,  પોતાનો મોબાઈલ નંબર અને વિભાગ ફરજિયાત લખવો. જો સ્પર્ધકે વિભાગ અને મોબાઈલ નંબર દર્શાવેલ નહીં હોય તો તેમની વાર્તા માન્ય ગણવામાં આવશે નહીં અને પ્રમાણપત્ર મળશે નહીં.

11) વાર્તા સ્પર્ધામાં આવેલ વાર્તાઓ શિક્ષણકુંજ E-Magazine માં ક્રમશ: પ્રકાશિત કરવામાં આવશે.

12) નિર્ણાયકોનો નિર્ણય આખરી રહેશે.


"મીઠી વાર્તાઓ" વાર્તા સ્પર્ધા અંતર્ગત વાર્તા અપલોડ કરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો. 

https://forms.gle/dQY8R9oSomtfiES99



વધુ માહિતી માટે PDF ડાઉનલોડ કરવા અહિં ક્લિક કરો.



"મીઠી વાર્તાઓ " વિશે વધુ માહિતી મેળવવા માટે શિક્ષણકુંજના સંચાલકોનો સંપર્ક કરવો.

🌈" શિક્ષણકુંજ "ના સંચાલકો

🤝શ્રી દિનેશભાઈ ધનાભાઇ ચૌહાણ 9712824892

🤝શ્રી નરેન્દ્ર મણિલાલ કાલરિયા 9722500197

🤝શ્રી રાજેશ ધનજીભાઈ ડાભી 9099498094



વાર્તા સ્પર્ધા નું પરિણામ 



નમસ્કાર, શિક્ષણકુંજ દ્વારા આયોજિત રાજ્યકક્ષાની ઑનલાઈન "મીઠી વાર્તાઓ" વાર્તા સ્પર્ધા, સપ્ટેમ્બર -2025માં ભાગ લીધેલ તમામ સ્પર્ધકોએ નીચે આપેલ લિંકમાંથી પોતાનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા નમ્ર વિનંતી.

પ્રમાણપત્ર ડાઉનલોડ કરવાની લિંક

https://drive.google.com/drive/folders/1dRImAOsYr8nNuzcon63zvJxAUuBE49TC




🪀શિક્ષણકુંજ WhatsApp ગ્રૂપ join કરવા નીચેની લિંક પર ક્લિક કરો.

https://chat.whatsapp.com/K6p08pBOirVCDfzktf0ZSy?mode=ac_t

Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

0 Comments:

Post a Comment

Join us on Facebook Group

Followers

VISITERS