"રંગોત્સવ" રંગોળી સ્પર્ધા, ઑક્ટોબર/નવેમ્બર - 2025
શિક્ષણકુંજ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની ઑનલાઈન "રંગોત્સવ" રંગોળી સ્પર્ધા, ઑક્ટોબર/નવેમ્બર - 2025
વિદ્યાર્થીઓ, શિક્ષકો, અન્ય વ્યવસાય સાથે જોડાયેલ સજ્જનો, ગૃહિણીઓ અને ગુજરાતના તમામ નાગરિકો માટે સોનેરી તક
Download PDF : click here
સ્પર્ધામાં રંગોળી મોકલવાની તારીખ -
તારીખ : 12/10/2025 થી તારીખ 02/11/2025 સુધી.
પરિણામની તારીખ - 09/11/2025
🔰 *"રંગોત્સવ" રંગોળી સ્પર્ધા બે વિભાગમાં યોજવામાં આવશે.*
*📌વિભાગ - 1 - ધોરણ 5 થી 12 નાં વિદ્યાર્થીઓ
*📌વિભાગ - 2- કૉલેજિયન, શિક્ષકો, અન્ય વ્યવસાય ક્ષેત્રે જોડાયેલ સજ્જનો તથા ગૃહિણીઓ અને ગુજરાતના તમામ નાગરિકો
🏆 *પ્રોત્સાહિત ઈનામની રકમ :
વિભાગ 1 : ધોરણ 5 થી 12 સુધીના સ્પર્ધકો માટે* 🏆
પ્રથમ નંબર:- 301 રુપિયા + સર્ટિફિકેટ
દ્વિતીય નંબર:- 201 રુપિયા + સર્ટિફિકેટ
તૃતીય નંબર:- 101 રૂપિયા + સર્ટિફિકેટ
*વિભાગ - 2 : કૉલેજિયન, શિક્ષકો, અન્ય વ્યવસાયકારો, ગૃહિણીઓ વગેરે સ્પર્ધકો માટે* 🏆
પ્રથમ નંબર:- 301 રુપિયા + સર્ટિફિકેટ
દ્વિતીય નંબર:- 201 રુપિયા+ સર્ટિફિકેટ
તૃતીય નંબર:- 101 રૂપિયા+ સર્ટિફિકેટ
*👉 "રંગોત્સવ" ઑનલાઈન રંગોળી સ્પર્ધાના નિયમો :*
૧) ઘરના આંગણામાં રંગોળી બનાવવી.
૨) રંગોળી બનાવતાં હોય ત્યારે શરૂઆતનો ફોટોગ્રાફ, અડધી રંગોળી તૈયાર થાય ત્યારનો ફોટોગ્રાફ અને રંગોળી સંપૂર્ણ તૈયાર થઈ જાય ત્યારનો ફોટોગ્રાફ એમ કુલ ત્રણ ફોટોગ્રાફ્સ અપલોડ કરવાના રહેશે.
૩) રંગોળીનો ફોટો પાડો ત્યારે પ્રથમ અને દ્વિતીય ફોટોમાં સ્પર્ધક રંગોળી બનાવતા હોય તેવો ફોટો પાડવો અને ત્રીજો ફોટો ફક્ત રંગોળીનો પાડવો.
૪) ઘરના આંગણામાં બનાવેલી રંગોળીના ત્રણેય ફોટોગ્રાફની નીચે ગુજરાતીમાં રંગોળી બનાવનારનું પૂરું નામ, ધોરણ, વ્યવસાય, તાલુકો, જિલ્લો, મોબાઈલ નંબર અને વિભાગ ફરજિયાત લખવાનું રહશે. જો આ માહિતી રંગોળીના ફોટોગ્રાફની નીચે લખેલી નહીં હોય તો રંગોળીને અવગણવામાં આવશે, એટલે કે સ્પર્ધામાંથી બાકાત કરવામાં આવશે.
૫) રંગોળીનો ફોટોગ્રાફ સ્પષ્ટ હોવો જોઈએ.
૬) સ્પર્ધકે પોતાનું નામ ગુજરાતીમાં જ લખવું અને પૂરું નામ લખવું. સ્પર્ધક જેવું નામ લખશે તેવું જ પ્રમાણપત્ર મળશે.
૭) કાગળમાં દોરેલી રંગોળી કોઈએ મોકલવાની નથી. ઘરના આંગણામાં દોરેલી રંગોળી જ મોકલવાની રહેશે.
૮) રંગોળી સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકને આકર્ષક પ્રમાણપત્ર આપવામાં આવશે.
૯) જે શિક્ષક પોતાની શાળાના 20 થી વધુ વિદ્યાર્થીઓને "રંગોત્સવ" રંગોળી સ્પર્ધામાં ભાગ લેવડાવશે તે શિક્ષકને સન્માનપત્ર આપવામાં આવશે.
૧૦) સ્પર્ધકે રંગોળીમાં પોતાનો વિભાગ અને મોબાઈલ નંબર ફરજિયાત લખવો. જો સ્પર્ધકે વિભાગ અને મોબાઈલ નંબર દર્શાવેલ નહીં હોય તો તેમની રંગોળીનો ફોટોગ્રાફ અવગણવામાં આવશે.
૧૧) "રંગોત્સવ" રંગોળી સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકે શિક્ષણકુંજ WhatsApp ગ્રૂપમાં ફરજિયાત જોડાઈ જવું, કારણ કે પરિણામ અને પ્રમાણપત્રો ફક્ત શિક્ષણકુંજ WhatsApp ગ્રૂપમાં જ શેર કરવામાં આવશે.
૧૨) નિર્ણાયકોનો નિર્ણય આખરી રહેશે.
🎍🎍🎍🎍🎍🎍🎍🎍
*રંગોળી અપલોડ કરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.*
https://forms.gle/hcvNagrV5kcWuRM57
🎍🎍🎍🎍🎍🎍🎍🎍
*"રંગોત્સવ" રંગોળી સ્પર્ધા વિશે વધુ માહિતી મેળવવા માટે શિક્ષણકુંજના સંચાલકોનો સંપર્ક કરવો.*
*🌈" શિક્ષણકુંજ "ના સંચાલકો*
🤝શ્રી દિનેશભાઈ ધનાભાઇ ચૌહાણ 9712824892
🤝શ્રી નરેન્દ્ર મણિલાલ કાલરિયા 9722500197
🤝શ્રી રાજેશ ધનજીભાઈ ડાભી 9099498094
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*🪀શિક્ષણકુંજ WhatsApp ગ્રૂપ join કરવા નીચેની લિંક પર ક્લિક કરો.*
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.
0 Comments:
Post a Comment