શિક્ષણ , સર્જન , સિદ્ધિ

શિક્ષણકુંજ ઈ મેગેઝીન
Join Us On
Whatsapp
Join Us On
Telegram

પતંગ (ઉતરાયણ, મકરસંક્રાંતિ) વિશે અવનવું , નિબંધ

 પતંગ (ઉતરાયણ, મકરસંક્રાંતિ) વિશે અવનવું , નિબંધ
પતંગ વિશે અવનવું | Interesting stories about kites




પતંગ વિશે જાણવા જેવુ : મકરસંક્રાંતિ (ઉત્તરાયણ) નાના-મોટા સૌ માટે આનંદ અને આકર્ષણનું કેન્દ્ર છે. આ લેખમાં આપ પતંગો વિશે અવનવી માહિતી વાંચી શકશો. જે ખુબ જ રસપ્રદ છે. – Interesting stories about kites



Kite festival, પતંગો વિશે જાણવા જેવુ, Kites world records, મકરસંક્રાંતિ, ઉત્તરાયણ, મકરસંક્રાંતિ ઇતિહાસ, ઉત્તરાયણનું ધાર્મિક મહત્વ, પતંગોત્સવ, Kites festival Gujarat, kite festival in india, kite festival, નિબંધ, 




આપણા દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં મકરસંક્રાંતિ (ઉત્તરાયણ) ખુબ જ ધામધુમથી ઉજવવામાં આવે છે. જેનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ છે. બાળકો અને મોટેરાઓમાં આનંદ અને ઉત્સાહ જોવા મળે છે. પ્રાચીન સમયથી જ આ તહેવાર પતંગનો પર્યાય બની ગયો છે. તો આજે પતંગો વિશેની કેટલીક રસપ્રદ વાતો આપની સમક્ષ રજુ કરી રહ્યા છીએ.


પતંગનો ઇતિહાસ

પતંગો વિશે અનેક કથાઓ અને વાતો પ્રચલિત છે. એ રીતે જોઇએ તો તુલસીદાસ કૃત રામચરિતમાનસમાં પણ પતંગનો ઉલ્લેખ જોવા મળે છે. બાલકાંડમાં લખેલ ચોપાઇ મુજબ ભગવાન શ્રીરામે ભાઇઓ સાથે પતંગ ઉડાવી હતી. ” રામ ઇક દિન ચંગ ઉડાઇ, ઇન્દ્રલોક પહુચ જાઈ” અને લગભગ ૩૦૦૦ વર્ષ પહેલા વનસ્પતિના પાંદડાંમાથી પણ પતંગો બનતી હોવાનું માનવામાં આવે છે. અર્વાચીન સંશોધન મુજબ પતંગનો આવિષ્કાર ચીનમાં થયો હોવાનું માનવામાં આવે છે.


સૌ પ્રથમ ઇ.સ. પૂર્વે 206માં પ્રથમ પતંગ ચગાવનાર ચીનના હુઆન થેંગ હતા તેમ મનાય છે. તેમણે પ્રથમ ભમરા જેવી પતંગ બનાવી હતી. ચીનમાં પતંગનો ઉપયોગ લશ્કરમાં સંકેત તરીકે કરવામાં આવતો હતો. આ પતંગબાજીનો શોખ ઊડતાં ઊડતાં ભારતખંડમાં, પશ્ચિમ એશિયામાં, અગ્નિ એશિયામાં, ઇજિપ્તમાં, ગ્રીસમાં આવ્યો.




પતંગ વિશે અવનવું

  • સૌથી પહેલો પતંગ ત્રણ હજાર વર્ષ પૂર્વે પાંદડાંમાંથી બનાવવામાં આવ્યો હતો એવું માનવામાં આવે છે.

  • વિશ્વનો સૌથી નાનો પતંગ પાંચ મિલીમીટર જેટલું ઊંચો ઊડયો હતો.

  • વિશ્વના સૌથી વિશાળ પતંગને મેગા ફ્લેગ તરીકે ઓળખવામાં આવે છે. તે ૬૩૦ ચોરસ મીટરનું કદ ધરાવે છે. પીટર લીન નામની વ્યક્તિએ આ પતંગ બનાવ્યો હતો.

  • વિશ્વનો સૌથી લાંબો પતંગ ૧૦૩૪ મીટર લંબાઈ ધરાવે છે.

  • જાપાનના પતંગબાજ દ્વારા એક જ દોરી પર ૧૧,૨૮૪ પતંગ ઉડાડવાનો વિક્રમ સ્થાપિત કરવામાં આવ્યો હતો.

  • એકદમ દૂર પતંગ ઉડાડવાની હરીફાઈ જમાવતા હો છો ને! અત્યાર સુધીમાં સૌથી દૂર એટલે કે સૌથી વધુ ઊંચાઈ પર પતંગ ઉડાડવાનો વિક્રમ ૩૮૦૧ મીટરનો છે.

  • અત્યાર સુધીમાં સૌથી ઝડપી ઉડાડવામાં આવેલો પતંગ ૧૯૩ કિમી પ્રતિ કલાકની ઝડપે આકાશમાં ઉડાડવામાં આવ્યો હતો.

  • ન્યૂઝીલેન્ડના માઓરી જાતિના લોકો વૃક્ષની છાલ અને પાંદડાંમાંથી અદ્ભુત પક્ષીઓના આકારના પતંગ બનાવવા માટે સમગ્ર વિશ્વમાં જાણીતા છે.


  • કોડી મેનલિફ્ટિંગ કાઇટ સિસ્ટમ શોધનારા સેમ્યુઅલ ફ્રેન્કલિન કોડી ૧૯૦૩માં પતંગની મદદથી ઇંગ્લિશ ચેનલ પાર કરનારી પ્રથમ વ્યક્તિ બન્યા હતા.

  • થાઇલેન્ડમાં પતંગ ઉડાડવા માટે ૭૮ જેટલા નિયમો નક્કી કરવામાં આવ્યા છે.

  • ૧૭૬૦માં જાપાનમાં પતંગ ઉડાડવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો, કારણ કે લોકો કામ કરવાનું છોડીને આખો દિવસ પતંગ ઉડાડતા હતા.


  • અમેરિકામાં જ્યારે આંતરવિગ્રહ થયો ત્યારે અમેરિકન સૈન્ય અધિકારીઓ પતંગનો ઉપયોગ સંદેશાવ્યવહાર માટે કરતા હતા.

  • ૧૯૦૧માં માર્કોનીએ પતંગની મદદથી પહેલી વાર રેડિયો તરંગોના માધ્યમથી સંદેશાને એટલાન્ટિક સમુદ્રની પાર મોકલવામાં સફળતા મેળવી હતી.ચીનના ડ્રેગન આકારના પતંગ ખૂબ જાણીતા છે.

  • પૂર્વ જર્મનીમાં પણ એક જમાનામાં મોટાં મોટાં પતંગ ઉડાડવા પર પ્રતિબંધ હતો, કારણ કે જર્મન શાસકોનું માનવું હતું કે આવા વિશાળ પતંગોના સહારે લોકો ર્બિલનની દીવાલ પાર કરીને પશ્ચિમ જર્મનીમાં પહોંચી શકે છે.

  • ચીનમાં પણ એક સમયે પતંગ ઉડાડવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જો કોઈ વ્યક્તિ પતંગ ઉડાડતી નજરે ચડે તો તેને ત્રણ વર્ષ સુધી કારાવાસની સજા ફરમાવવામાં આવતી. પતંગનું ચીની નામ ફેન ઝેંગ છે.

  • પેરાગ્લાઇડિંગ એટલે પેરાશૂટની મદદથી હવામાં ઉડાડવાની જે રમત છે તે રોગાલો નામના પતંગની પ્રેરણાથી અસ્તિત્વમાં આવી છે. ૧૯૪૮માં ફ્રાન્સિસ રોગાલોએ આ પતંગની ડિઝાઇન તૈયાર કરી હતી.

  • વિશ્વના જુદા જુદા દેશોમાં ઓક્ટોબર મહિનાના બીજા રવિવારે, ‘વન સ્કાય વન વર્લ્ડ’ સૂત્રને સાર્થક સાબિત કરવા અને વિશ્વમાં શાંતિ, ભાઈચારા અને એકતાનો સંદેશો પ્રસરાવવા પતંગ ઉડાડવામાં આવે છે.

  • સૌથી લાંબો સમય પતંગ ઉડાડવાનો વિક્રમ ૧૮૦ કલાકનો છે.




પતંગનો અવનવો ઉપયોગ

  • અઢારમી સદીમાં પતંગનો ઉપયોગ ફોટોગ્રાફી કરવા પણ થયો છે.

  • છઠ્ઠી સદીમાં ચીનના ગાઓ યેન્ગ નામના રાજાએ તો પતંગને લઈને અનેક પ્રયોગો કરેલા. રાજા મૃત્યુની સજા પામેલા ચોરને એક ઊંચાઈ પર લઈ જતો અને એક મોટો પતંગ બાંધી તે ચોરને તે ઊંચાઈ પરથી ધક્કો મારી દેતા. જો પતંગ સાથે ચોર ઊડે તો પ્રયોગ સફળ નહિતર ચોર બિચારો પછડાઈને મરી જતો. જોકે રાજાનો પહેલો પ્રયોગ નિષ્ફળ ગયો હતો.
  • સોળમી સદીમાં એક ચોર પતંગના સહારે એક કિલ્લાની ટોચ પર લગાવેલી સોનાની માછલીઓ ચોરી ગયો હતો.
  • ૧૯૮૪માં ચેકોસ્લોવેકિયાનો એક પંદર વર્ષનો છોકરો પતંગના અને હેન્ગગ્લાઇડરના વૈજ્ઞાનિક નિયમોનો અભ્યાસ કરીને સામ્યવાદી શાસનની કેદમાંથી નાસી છૂટ્યો હતો.
  • ઈ.સ. ૧૭૪૯માં સ્કોટલેન્ડની ગ્લાસગો યુનિવર્સિટીના બે શિક્ષકો એલેક્ઝાન્ડર મિલ્સન્ટ અને ટોમસ મેલવલેએ છ પતંગ એક દોરી પર ચગાવી સાથે થર્મોમીટર બાંધીને વાદળનું ઉષ્ણતામાન નોંધવાની કોશિશ કરી હતી.
  • ૧૯૦૭માં ગ્રેહામ બેલે ૫૦ ફૂટ ઊંચો પતંગ સાત મિનિટ આકાશમાં ઉડાડીને હવામાન વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
  • ઈ.સ. ૧૮૦૦ની સાલમાં ફ્રેન્કલીને આકાશમાં પતંગ ચડાવીને વાદળાંની વીજળીને દોરી વડે આકર્ષવાનો પ્રથમ પ્રયોગ કર્યો હતો. વિજ્ઞાનીઓએ બનાવેલી વીજળી અને વાદળોમાં પેદા થતી વીજળી વચ્ચેનો ભેદ જાણવા ફ્રેન્ક્લીને આ પ્રયોગ કર્યો હતો. ફ્રેન્કલીન ઘણા અંશે સફળ રહ્યો હતો.
  • એવું કહેવાય છે કે શરૂઆતમાં યુદ્ધ વખતે કે કટોકટી દરમિયાન સંદેશા મોકલાવવા, બે સ્થળો વચ્ચેનું અંતર માપવા કે પવનની દિશા અને ઝડપ જાણવા પતંગનો ઉપયોગ થતો. કદાચ આ માટે જ શરૂઆતમાં પતંગની શોધ થઈ હશે.

  • વૈજ્ઞાનિક સંશોધનમાં અને માણસને આકાશમાં ઉડાવવા પતંગનો ઉપયોગ થયો છે. એવું કહેવાય છે કે પશ્ચિમના દેશોમાં અને ખાસ કરીને અમેરિકામાં જે વિશાળ કદના હેન્ગગ્લાઇડરો બન્યા છે તે પતંગની સુધારેલી આવૃત્તિ જ છે.

  • ઈ.સ. ૯૦૦માં કોરિયા અને રશિયાના તત્કાલીન સેનાપતિઓએ દુશ્મનોની સેનાને ડરાવવા માટે પતંગ સાથે હથિયારધારી ઘોડેસવાર માણસનાં પૂતળાં બાંધીને દુશ્મનોના વિસ્તાર તરફ ઉડાવ્યા હતા. એવું કહેવાય છે કે આનાથી દુશ્મનોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને તેનો લાભ પણ સેનાપતિઓને મળ્યો હતો.
  • ઈ.સ. ૧૮૨૭માં જ્યોર્જ પોકોક નામના એક અંગ્રેજે પતંગોના સહારે એક ગાડી દોડાવી હતી.
  • વૈજ્ઞાનિક કોડીએ તો પતંગથી ચાલતી બોટ બનાવી ઇંગ્લિશ ચેનલ પાર પણ કરી હતી.
  • પતંગની શોધનો દાવો કરનાર ગ્રીકો અને ચીનાઓની માન્યતા પ્રમાણે પતંગ સૌ પ્રથમ હકીમલ કમાન નામના માણસે બનાવ્યો હતો. સૌ પ્રથમ ચીનમાં ડ્રેગન નામનો પતંગ બનાવાયો હતો.
  • ચીન, કોરિયા, જાપાનમાં પતંગનો ઉપયોગ જાહેરખબર માટે કરવામાં આવતો હતો.
  • ચીનના તીઆન જલ નામના એક પતંગ-ઉસ્તાદે અનેક આકારના પતંગની શોધ કરી હતી. તેની ડિઝાઇનોની નકલ આજે પણ કરવામાં આવે છે.
  • પતંગનો અદ્ભુત, વિસ્તૃત ઇતિહાસ ફોટોગ્રાફ્સ સાથે માણવો-જાણવો હોય તો અમદાવાદના પાલડી ખાતે આવેલ `કાઇટ મ્યુઝિયમ’ની મુલાકાત લેવી પડે.
  • થાઇલેન્ડમાં પતંગ ઉડાવતી વખતે ૭૮ પ્રકારના અલગ-અલગ નિયમોનું પાલન કરવું પડે છે.
  • ૧૭૬૦માં જાપાનમાં પતંગ ઉડાવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો, કારણ કે લોકો કામ કરવા કરતાં પતંગ ઉડાડવાનું વધુ પસંદ કરતા હતા.
  • ચીનમાં ઊડી રહેલા પતંગને એમ ને એમ છોડી દેવાને અપશુકન માનવામાં આવે છે અને બીમારીને આમંત્રણ આપનારી ઘટના સાથે સાંકળી જાેવામાં આવે છે.
  • કોરિયામાં પતંગ પર બાળકનું નામ અને જન્મતારીખ લખીને પતંગ ઉડાવવામાં આવે છે. આ પાછળનું કારણ એવું માનવામાં આવે છે કે વર્ષ દરમિયાન બાળક પર આવનારી મુશ્કેલીઓ, પીડાઓ પતંગની સાથે દૂર જતી રહે.
  • થાઇલેન્ડમાં લોકો સારો વરસાદ પડે તે માટે પ્રાર્થના કરવા માટે પતંગ ઉડાવે છે અને ત્યાં કપાયેલી પતંગ ઊઠાવવી એ અપશુકન માનવામાં આવે છે.


મકરસંક્રાંતિની રજાની શરુઆત ક્યારથી થઇ ?

સુરતમાં જન્મેલા નાનાભાઇ હરિદાસે આ રજા જાહેર કરાવી હોવાનો ઉલ્લેખ મળે છે. 1873 માં નાનાલાલને મુંબઇ હાઇકોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિમણુંક મળી. જેઓ પતંગ ચગાવવા માટે ખાસ મુંબઇથી સુરત આવતા હતા. તેમણે 1884 માં મહારાણી વિક્ટોરીયા પાસે મકરસંક્રાંતિ ની ખાસ રજા જાહેર કરાવી હતી.


જુદા જુદા રાજ્યોમા મકરસંક્રાંતિ ક્યા નામથી ઓળખાય છે

સંક્રાંતિ સમગ્ર દક્ષિણ પૂર્વ એશિયામાં થોડા સ્થાનિક ફેરફાર સાથે મનાવાય છે:


🔹ઉતર ભારતમાં,


🎈હિમાચલ પ્રદેશ – લોહડી અથવા લોહળી


🎈પંજાબ – લોહડી અથવા લોહળી


🔹પૂર્વ ભારતમાં,


🎈બિહાર – સંક્રાંતિ


🎈આસામ – ભોગાલી બિહુ


🎈પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા – મકરસંક્રાંતિ


🔹પશ્ચિમ ભારતમાં


🎈ગુજરાત અને રાજસ્થાન – મકરસંક્રાંતિ


🎈મહારાષ્ટ્ર – संक्रान्त, સંક્રાન્ત


🔹 દક્ષિણ ભારતમાં,


🎈આંધ્ર પ્રદેશ – તેલુગુ


🎈તામિલ નાડુ – પોંગલ


🎈કર્ણાટક – સંક્રાન્થી


🎈સબરીમાલા મંદિરમાં મકર વલ્લાકુ ઉત્સવ.


🔹 અન્ય


🎈નેપાળમાં,થારૂ લોકો – માઘી


🎈અન્ય લોકો- માઘ સંક્રાંતિ કે માઘ સક્રાતિ


🎈થાઇલેન્ડ – સોંગ્ક્રાન


🎈લાઓસ – પિ મા લાઓ


🎈મ્યાનમાર – થિંગયાન




મકરસંક્રાંતિ વિશે નિબંધ અને ધાર્મિક, ઐતિહાસિક મહત્વ જાણો



મકરસંક્રાંતિ વિશે નિબંધ અને ધાર્મિક, ઐતિહાસિક મહત્વ, ઉત્તરાયણ એટલે શુ ?, ઉત્તરાયણ ક્યારે ઉજવાય છે ?, જુદા જુદા રાજ્યોમા મકરસંક્રાંતિ કેવી રીતે ઉજવાય છે, ઉત્તરાયણ અને ભિષ્મ પિતામહ, મકરસંક્રાંતિ વિશે સંપુર્ણ માહિતી, Makarsankrati vishe Nibandh


મકરસંક્રાંતિ વિશે નિબંધ

પ્રાચીનકાળથી સૂર્યઉપાસનાનું મહત્ત્વ રહેલું છે. વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથ ગણાતા ઋગ્વેદમાં સૂર્ય માટે ‘પતંગ’ શબ્દ વપરાયો છે. આર્યોસૂર્યતત્ત્વની પ્રાચીન કાળથી ઉપાસના કરતા હતા. વેદકાળમાં સૂર્યને લગતા અનેક મંત્રો પણ પ્રાપ્ત થાય છે. પ્રાચીન ગ્રંથો મુજબ સૂર્ય પાસે કલ્યાણ થાય તથા અમંગળ, દરિદ્રતા અને રોગ દૂર થાય તેવી માંગણી કરવામાં આવી છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તેને મકરસંક્રાંતિ કહે છે. જયોતિષશાસ્ત્ર મુજબ આ સંક્રાંતિમાં સૂર્યપૂજા-ઉપાસનાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. સૂર્ય મકરમાં પ્રવેશતાં કમુરતા પૂર્ણ થાય છે અને લગ્નાદિ માંગલિક કાર્યોનો પ્રારંભ થાય છે. મકરસંક્રાંતિનું વિશેષ મહત્ત્વ હોવાથી મહાભારત કાળમાં ભીષ્મએ મકરસંક્રાંતિમાં જ દેહ છોડવાનું પસંદ કર્યું હતું.


મકર સંક્રાતિએ જ્ઞાનની દેવી મા સરસ્વતીની પૂજા, આદર કરવાનો પણ તહેવાર છે. જીવનનાં લક્ષ્યો પુરા કરવાની ઇચ્છા રાખનાર માટે આ આદર્શ સમય મનાય છે.


મકરસંક્રાંતિનો મહત્વપુર્ણ સમય, પરિવર્તનનો, જુનું તજી અને નવું અપનાવવાનો સમય છે. ગુજરાતમાં આ સમયે છડેલા ધાન્યની અને તલની મિઠાઇઓ, ખાધ પદાર્થો બનાવી અને દાન કરવામાં આવે છે. ગુજરાતમાં આ દિવસે ઘઉં, બાજરી કે જુવારને છડીને તેનો ખીચડો બનાવવામાં આવે છે, બહેન-દિકરી તથા અન્ય લોકોને ખીચડો ખવડાવવાથી પુણ્ય મળે છે તેવી માન્યતા ગુજરાતીઓમાં પ્રવર્તે છે આ ઉપરાંત ઘઉંની ધુધરી કરીને ગાયોને ખવડાવવામાં આવે છે.


ભારતનાં અન્ય પ્રાંતોમાં આજનાં દિવસે માલિક પોતાનાં નોકરોને અન્ન,વસ્ત્ર અને ધન વગેરે સામગ્રી દાન-ભેટ સ્વરૂપે આપે છે.મકરસંક્રાંતિનાં પછીનાં દિવસે પશુ-પ્રાણીઓ,ખાસતો ગાયને પણ યાદ કરાય છે.નાની બાળાઓનાં હસ્તે પશુ,પક્ષી અને માછલીઓને ભોજન ખવડાવાય છે.આ દિવસે યાત્રા-પ્રવાસ કરવો અનુચિત મનાય છે,કારણકે આ દિવસ કુટુંબ-પરિવારનાં મિલન અને પરિવાર માટે સમર્પણનો છે.આ દિવસે ગુરુજનો પોતાનાં શિષ્યોને આશિષ આપે છે.



પાક લહેરાવવા માંડે છે..

આ દિવસથી વસંત ઋતુની પણ શરૂઆત થાય છે અને આ તહેવાર સંપૂર્ણ અખંડ ભારતમાં પાકના આગમનની ખુશીના રૂપમાં ઉજવાય છે. ચોમાસાનો પાક કપાય ચુક્યો હોય છે અને ખેતરોમાં રવી (વસંત ઋતુ)નો પાક લહેરાય છે. ખેતરમાં સરસવના ફૂલ મનમોહક લાગે છે.


 ઉત્તરાયણનુ સાંસ્કૃતિક મહત્વ

મકર સંક્રાંતિના આ તહેવારને ભારતના જુદા જુદા રાજ્યોમાં ત્યાના સ્થાનીક રિવાજો મુજબ ઉજવવામાં આવે છે. દક્ષિણ ભારતમાં આ તહેવારને પોંગલના રૂપમાં ઉજવાય છે. ઉત્તર ભારતમાં તેને લોહડી, ખિચડી પર્વ, પતંગોત્સવ વગેરે કહેવાય છે. મધ્યભારતમાં તેને સંક્રાંતિ કહેવાય છે. મકર સંક્રાતિને ઉત્તરાયણ, માઘી, ખિચડી વગેરે નામથી પણ ઓળખવામાં આવે છે.


 તલ-ગોળના લાડુ અને પકવાન

શરદીની ઋતુમાં તાપમાન ખૂબ ઓછુ રહેવાને કારણે શરીરમાં રોગ અને બીમારી જલ્દી પ્રવેશી જાય છે આથી આ દિવસ ગોળ અને તલથી બનેલા મિષ્ટાન કે પકવાન બનાવાય છે. ખવાય છે અને વહેંચાય પણ છે. તેમા ગરમી પેદા કરનારા તત્વો સાથે જ શરીર માટે લાભકારી પોષક પદાર્થ પણ હોય છે. ઉત્તર ભારતમાં આ દિવસે ખિચડીનો ભોગ લગાવાય છે. ગોળ-તલ, રેવડી, ગઝકનો પ્રસાદ વહેંચવામાં આવે છે.


 સ્નાન, દાન પુણ્ય અને પૂજા

એવુ કહેવાય છે કે આ દિવસે સૂર્ય પોતાના પુત્ર શનિદેવ પ્રત્યે ગુસ્સો ત્યજીને તેમના ઘરે આવી ગયા હતા. આથી આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન, દાન, પૂજા વગેરે કરવાથી પુણ્ય હજાર ગણુ થઈ જાય છે. આ દિવસે ગંગાસાગરમાં મેળો ભરાય છે. આ દિવસથી મળમાસ પણ સમાપ્ત થઈ જાય છે નએ શુભ મહિનો શરૂ થઈ જાય છે જેથી લોકો દાન-પુણ્યથી સારી શરૂઆત કરે છે. આ દિવસ સુખ અને સમૃદ્ધિનો ગણાય છે.



પતંગ મહોત્સવનો તહેવાર

આ તહેવારને પતંગ મહોત્સવના નામથી પણ ઓળખાય છે. પતંગ ઉડાવવા પાછળનુ મુખ્ય કારણ છે થોડા કલાક સૂર્યના પ્રકાશમાં વિતાવવા. આ સમય ઠંડીનો હોય છે અને આ ઋતુમાં સવારનો સૂર્ય પ્રકાશ શરીર માટે લાભદાયક હોય છે અને ત્વચા તેમજ હાડકા માટે અત્યંત લાભદાયક હોય છે. તેથી ઉત્સવ સાથે જ આરોગ્યનો પણ લાભ મળે છે.


 સારા દિવસની શરૂઆત

ભગવાન શ્રીકૃષ્ણએ પણ ઉત્તરાયણનુ મહત્વ બતાવતા ગીતામાં કહ્યુ છે કે ઉત્તરાયણના 6 મહિનાના શુભ કાળમાં જ્યારે સૂર્યદેવ ઉત્તરાયણ થાય છે અને પૃથ્વી પ્રકાશમય રહે છે તો આ પ્રકાશમાં શરીરનો પરિત્યાગ કરવાથી વ્યક્તિનો પુનર્જન્મ થતો નથી. આવા લોકો બ્રહ્મને પ્રાપ્ત કરે છે. આ જ કારણ હતુ કે ભીષ્મ પિતામહે શરીર ત્યા સુધી ત્યજ્યુ નહોતુ જ્યા સુધી સૂર્ય ઉત્તરાયન નહોતો થઈ ગયો.


 મકરસંક્રાંતિ ઐતિહાસિક તથ્ય

હિન્દુ ધર્મશાસ્ત્રો મુજબ મકર સંક્રાતિથી દેવતાઓનો દિવસ શરૂ થાય છે. જે અષાઢ મહિના સુધી રહે છે. મહાભારત કાળમાં ભીષ્મ પિતામહે પોતાનો દેહ ત્યાગવા માટે મકર સંક્રતિના દિવસની જ પસંદગી કરી હતી. મકર સંક્રાંતિના દિવસે જ ગંગાજી ભગીરથીની પાછળ પાછળ ચાલીને કપિલ મુનિના આશ્રમથી પસાર થઈ સાગરમાં જઈને મળી હતી. મહારાજ ભગીરથે પોતાના પૂર્વજો માટે આ દિવસે તર્પણ કર્યુ હતુ તેથી મકર સંક્રાતિના દિવસે ગંગાસાગરમાં મેળો ભરાય છે.




મકરસંક્રાંતિ – ઉત્તરાયણનુ ધાર્મિક મહત્વ

મકરસંક્રાંતિ એટલે શુ ?

ઉત્તરાયણ એટલે મકરસંક્રાંતિ-સંક્રાંતિનો ઉત્સવ એટલે નિસર્ગનો ઉત્સવ ,આ ઉપરાંત ઉત્તરાયણને મકરસંક્રાંતિ પણ કહે છે.હિંદુ ધર્મમાં એક માસને બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે. એક છે સુદ પક્ષ અને બીજો છે વદ પક્ષ. એ જ રીતે વર્ષના પણ બે ભાગ પાડવામાં આવ્યા છે. પહેલો છે ઉત્તરાયણ અને બીજો છે દક્ષિણાયન. આ બંને અયન મળીને એક વર્ષ થાય છે આ દિવસે સૂર્ય ઉત્તરની સાથે સાથે એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થાનાંતર કરે છે. સૂર્યની આ ક્રિયાને સંક્રાંતિ કહેવાય છે. આ પ્રમાણે બાર રાશિ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે.


14 જાન્યુઆરીએ સૂર્ય ધન રાશિમાંથી પોષ મહિનામાં સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે અને માટે જ એને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે.



ઉત્તરાયણ એટલે શુ ?

ઉત્તરાયણ શબ્દની ઉત્પત્તિ સમજવા જેવી છે. આ શબ્દનો સંસ્કૃત અર્થ એટલે ‘ઉત્તરાયન’. ઉત્તર + અયન = ઉત્તરાયન અર્થાત્ ઉત્તરાયણ એટલે સૂર્યનું ઉત્તર તરફનું પ્રયાણ…સૂર્ય એની પૃથ્વી આસપાસની પરિભ્રમણ દિશા બદલી સહેજ ઉત્તર તરફ ખસતો જાય છે તેથી ઉત્તરાયણ પણ કહેવાય છે સૂર્યના આ પરિવર્તનથી આ દિવસે રાત-દિવસ સરખા એટલે કે 12-12 કલાકના હોય છે અને બીજા દિવસથી શિયાળાની લાંબી રાત ટૂંકી બને છે. એટલે કે ઉત્તરાયણ પછી દિવસ લાંબો અને રાત ટૂંકી બની જાય છે. , આ દિવસે અંધારું ધીરે ધીરે ઘટતું જાય છે, દેવો ઊંઘમાંથી જાગે છે સારા કામો કરવા માટેના શુભ દિવસોની શરૂઆત થાય છે.


સંક્રાંતિ એટલે સંગક્રાંતિ ,માણસોએ આ દિવસે સંગમુક્ત થવાનો સંકલ્પ કરવો જોઈએ ,કામ ક્રોધ ,લોભ ,મોહ ,માયા ,મદ ,મત્સર ,ઈત્યાદી વિકારોની અસરમાંથી શક્ય તેટલા મુક્ત થઇ છુટવાનો પ્રયતન કરવો જોઈએ ,સારા માણસોના સંગકરી અધોગતિથી બચવું જોઈએ, કર્ણ ધુતરાષ્ટ્ર , શકુની, દુર્યોધન અને દુ:સાસન કુસંગથી અધોગતિ પામ્યા .


આ દિવસે તલ અને ગોળમાંથી બનેલી વાનગીઓ ખાવામાં આવે છે. તલ અને ગોળ આયુર્વેદ અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ ગુણકારી હોય છે. આ ઋતુમાં તેમાંથી બનેલી વાનગીઓ ખાવાથી શરીરને પોષણ મળે છે અને અનેક પ્રકારના રોગ સામે રક્ષણ મળે છે.આ દિવસે લોકો તલગોળના લાડુ એકબીજાને ખવડાવી રૂક્ષ થયેલા આપણા સંબંધોમાં સિનગ્ધતા તલ લાવે છે કારણ તલમાં સિનગ્ધતા છે ગોળ ની મીઠાસ મનની કડવાસ દુર કરી સંબધોને વધુ મજબુત બનાવે છે


આ જ એક એવું પર્વ છે જેને એક જ ધર્મ સાથે કોઈ લેવા-દેવા નથી…પણ બધા ધર્મોમાં તેનું મહત્વ બતાવ્યું છે. ઉત્તરાયણ એટલે મકરસંક્રાંતિ અને પતંગનું ઋતુવિજ્ઞાન છે. એવી સાદી સમજ છે. મકરસંક્રાંતિનો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ પણ સમજવો જરૂરી છે.સૂર્ય પૂર્વથી દક્ષિણ તરફ ગમન કરે છે ત્યારે તેનાં કિરણોને ખરાબ માનવામાં આવે છે, પરંતુ જ્યારે તે પૂર્વથી ઉત્તરની તરફ ગમન કરવા લાગે છે ત્યારે તેનાં કિરણો સ્વાસ્થ્ય અને શાંતિ વધારે છે. બધું જ પ્રકૃતિના નિયમ પ્રમાણે થાય છે. છોડ પ્રકાશમાં સારો ખીલે છે, જ્યારે અંધકારમાં મૂરઝાઈ જાય છે.


તિલ ગુળ ધ્યા આણિ ગોડ ગોડ બોલા…


મકરસંક્રાંતિના દિવસે મહારાષ્ટ્રમાં ‘તિલ ગુળ ધ્યા આણિ ગોડ ગોડ બોલા’ વાક્ય સૌનાં મોઢે સાંભળવા મળે છે. આ દિવસે આ વાક્ય બોલવાની સાથે એકબીજાને ઉપહાર કે ભેટ આપવામાં આવે છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ આ દિવસે બીજી સ્ત્રીઓને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપે છે અને તેમને હળદર-કંકુ લગાવીને તલ-ગોળની સાથે ઉપહારોની પૂજા કરીને તેમને ભેટ આપે છે.


મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણના દિવસે પતંગ ઉડાડવાની વિશેષ પરંપરા ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં જોવા મળે છે.પતંગ ઉડાડવાની પરંપરાનો ઉલ્લેખ શ્રીરામચરિતમાનસમાં તુલસીદાસે પણ કર્યો છે. તેમાં બાલ કાંડમાં ઉલ્લેખ છે કે, ‘રામ ઈક દિન ચંગ ઉડાઈ, ઈંદ્રલોક મેં પહૂંચી ગઈ.’ ત્રેતાયુગમાં એવા ઘણાં પ્રસંગ છે જ્યારે ભગવાન શ્રીરામે પોતાના ભાઈઓ અને હનુમાનજી સાથે પતંગ ઉડાડી હતી


આપણા જીવનની પતંગની દોર પણ વિશ્વની પાછળ રહેલી કોઈ અદ્રષ્ટ શક્તિ જ્ઞાન દ્વારા ચગાવે છે ,માટે પ્રભુ પાસે પ્રાર્થના કરવાની કે મને જ્ઞાનવડે પ્રકાશ ભણી (ઉત્તરાયણ)…લઇ જાઓ જેથી મારો જીવન પતંગ ઝોલે ન ચડે ,


આ પ્રસંગે સૂર્યનો પ્રકાશ , તલગોળની મીઠાશ , આપણા જીવનમાં સાકાર થાય તો આપણા જીવનનું યોગ્ય સંક્રમણ ગણાય


મકરસંક્રાંતિનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ

મકરસંક્રાંતિનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ સમજવા જેવો છે. તા.૧૪ જાન્યુઆરીથી સૂર્ય દક્ષિણના બદલે હવે ઉત્તર દિશામાં ગમન કરવા લાગે છે. જ્યાં સુધી સુર્ય પર્વથી દક્ષિણ તરફ ગમન કરે છે. ત્યારે તેના કિરણો ખરાબ માનવામાં આવે છે. પરંતુ જ્યારે તે પૂર્વથી ઉત્તર તરફ ગમન કરવા લાગે છે. ત્યારે તે કિરણો સ્વાસ્થ્ય અને શાંતિને વધારનારા બની જાય છે.


ઉત્તરાયણનુ ઐતિહાસિક મહત્વ

હિન્દુ સંસ્કૃતિએ તો મૃત્યુને પણ ઉત્તરાયણના સૂર્યમાં જ પવિત્ર માન્યું છે. બાણ શય્યા પર પોઢેલા ભીષ્મ પિતામહ ઉત્તરાયણની પ્રતિક્ષામાં આ કારણે જ મૃત્યુને રોકી રાખ્યાની મહાભારતની કથા સુવિદિત છે કે, બ્રહ્મ ચર્યનિષ્ઠ અને મહાબળવાન ભીષ્મ પિતામહનું શરીર યુદ્ધ ભૂમિમાં વિંધાઇ ગયું. તેમનો અંતકાળ નજીક આવ્યો ત્યારે તેમને જાણ થઇ કે સૂર્ય તો દક્ષિણાયનમાં છે માટે ધ્રુમ્રમાર્ગમાં પ્રાણ ત્યાગ કરવો સુયોગ્ય નથી.


તેથી તેઓ બાણશય્યા પર અસહ્ય કષ્ઠ વેઠીને સૂર્ય ઉત્તરાયણ થાય તેની રાહ જોવા લાગ્યા. જ્યારે સૂર્ય ઉત્તરાયણનો થયો અને જ્યોતિમાર્ગ ચાલુ થયો ત્યારે જ તેમણે પ્રાણનો ત્યાગ કર્યો. જાણ થઇ કે સૂર્ય તો દક્ષિણાયનમાં છે માટે ધ્રુમ્રમાર્ગમાં પ્રાણ ત્યાગ કરવો સુયોગ્ય નથી.


તેથી તેઓ બાણશય્યા પર અસહ્ય કષ્ઠ વેઠીને સૂર્ય ઉત્તરાયણ થાય તેની રાહ જોવા લાગ્યા. જ્યારે સૂર્ય ઉત્તરાયણનો થયો અને જ્યોતિમાર્ગ ચાલુ થયો ત્યારે જ તેમણે પ્રાણનો ત્યાગ કર્યો.


મકરસંક્રાંતિના દિવસે જ ભગવાન વિષ્ણુએ અસુરોનો અંત કરીને યુદ્ધ સમાપ્તિની ઘોષણા કરી હતી તથા બધા જ અસુરોના શીશને મંદાર પર્વતમાં દબાવી દીધા હતા. આ રીતે આ દિવસ અનિષ્ટોના નાશનો દિવસ પણ માનવામાં આવે છે.


મકરસંક્રાંતિમાં પવિત્ર નદીના જળમાં સૂર્યોદય પહેલા સ્નાન કરી ભગવાનની પૂજા- અર્ચના કરવાનો મહિમા છે.


મકરસંક્રાતિના દિવસે તલના દાનનો પણ અનોખો મહિમા છે. ખાસ કરીને તલના લાડવામાં પૈસો મૂકી ગુપ્તદાન કરવામાં આવે છે. સાથે સાથે અનાજ, વસ્ત્ર, ઉનનાં વસ્ત્રો, શેરડી, વિવિધ ફળની દાન કરવાથી શારીરિક કષ્ટોમાંથી મુક્તિ મળે છે. આ દિવસે ગાયોને ઘાસ ખવડાવવાનો પણ મહિમા છે. મકરસંક્રાંતિના દિવસે એક ગણું દાનને હાજારગણું ફળ એમ કહેવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઝોળી દાનનું સવિશષે મહત્વ છે.



મકરસંક્રાતિની ઉજવણી

ઉત્તરાયણના દિવસે સારાય વિશ્વમાં અને ભારતમાં તેની ઉજવણી કરવામાં આવે છે. બાળકો અને યુવાનોમાં આ ઉત્સવ અત્તિ લોકપ્રિય બની ગયો છે. તેની બે- બે માસથી તૈયારીઓ થવા લાગે છે. ઉત્તરાયણના કેટલાય દિવસ અગાઉથી બાળકો પતંગ ચગાવવા લાગે છે. હવે તો વિદેશથી પંતગરસિયાઓ ગુજરાત- અમદાવાદના પતંગ ઉત્સવમાં આવે છે.


પતંગોત્સવમાંથી આપણને જીવન જીવનની કળા પણ શીખવા મળે છે. આપણે ઉત્તરાયણના દિવસ માટે પતંગની ખરીદી કરીએ છીએ ત્યારે કેટલા પતંગ ખરીદીએ છીએ ? એક-બે- પાંચ નંગ ?


ના. કોડીની સંખ્યામાં ખરીદીએ છીએ. કારણ કે, આપણને ખબર છે કે, આપણે પતંગ ચગાવીશું અને બીજાની સાથે પેચ લગાવીશું એટલે અમુક વખત આપણે બીજાના પતંગને કાપી શકીશું અને ઘણીવખત આપણો પોતાનો પણ પતંગ કપાવવાનો જ છે. તેમ દરેક મનુષ્યના જીવનમાં સદાયને માટે સુખના દિવસો ટકતાં નથી. દુ:ખના દિવસો પણ આવે જ છે. તેથી જીવનમાં સુખ અને દુ:ખ માટે તૈયાર રહેવું જોઇએ. તેથી જ કોઇ કવિએ કહ્યું છે કે,


ન તમારી ન મારી નથી કોઇની પણ

સ્થિતિ સાવ સારી નથી કોઇની પણ

કદી સ્હેજ ઉપર, કદી સ્હેજ નીચે,

દશા એકધારી નથી કોઇની પણ


કોઇની જીંદગીમાં એક સરખા દિવસ ક્યારેય પસાર થતા જ નથી. ઋતુમાં વસંત પછી પાનખર આવે છે. દરિયામાં ભરતી પછી ઓટ આવે છે. સૂર્યક્ષેત્રે ઉદય પછી અસ્ત આવે છે, ચંદ્ર ક્ષેત્રે સુદ પછી વદ આવે છે. તેથી જીંદગી જીવવી છે તો સુખ ને દુ:ખ બંને આવવાના છે એમ માનીને જીવવું પડશે. ફૂલ જોઇએ છે તો તેની સાથે કાંટાને પણ સ્વીકારવા જ પડશે.


ચાહતે હો ફૂલ યદિ, તો કાંટે ભી મિલેંગે,

કાંટે સે ડરનેવાલે, ફૂલ નહિ મિલેંગે


જેમ દોરીથી પતંગને આકાશમાં ઊંચો – નીચો, આસપાસ ચગાવીએ છીએ તેમ મનની વૃત્તિરૃપી દોરી વડે ભગવાનની મૂર્તિમાં વૃત્તિ સાધીને મૂર્તિ રૃપી પતંગને આકાશમાં ઉડાવતા શીખવું જોઇએ અને એવી રીતે અખંડ ભગવાનના સ્વરૃપમાં વૃત્તિ રહેવા લાગે તેથી બીજી અધિક પ્રાપ્તિ કોઇ છે જ નહી અને આવી રીતે વૃત્તિ રહે તો સદાય દિવ્યાતિ દિવ્ય આનંદ વધતો ને વધતો જ રહેશે.


જેથી આપણું જીવન પણ રંગબેરંગી પતંગોની જેમ જુદા – જુદા સદ્ગુણોરૃપી રંગોથી દીપી ઊઠશે અને ઉન્નત બનશે.



મકરસંક્રાંતિ – ઉત્તરાયણ – પર્વનો સંદેશ

આપણા દેશના લોકો પોતાના ધર્મ અને પ્રદેશની માન્યતા, પ્રાચીન પ્રણાલિકા મુજબ તહેવાર ઉજવે છે. આ પર્વ આપણી કુવૃત્તિઓને સદ્વૃત્તિઓમાં સંક્રાંતિ કરવાની પ્રેરણા આપે છે. જ્યોતિષની દૃષ્ટિએ દરેક પર્વ દરમિયાન કરેલ પાપ-પુણ્ય ગુણાંકમાં વધે છે, માટે જીવનની સાર્થકતા માટે પાપથી બચવું અને પુણ્યમાં પ્રવૃત્ત થવું આવશ્યક છે.


આ દિવસે ગાયોને તિલક કરી ઘાસચારો, દાણા, લાપસી વગેરે ખવડાવવામાં આવે છે. મહારાષ્ટ્રમાં કહેવાય છે કે તીલ ગુડ દ્યા ગુડ બોલા’ એટલે કે તલ-ગોળ ખાઓ અને મધુર વાણી બોલો. પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં આ પર્વ ‘લોહિડી’ના નામથી ઉજવવામાં આવે છે.


લોકકથા અનુસાર મકર સંક્રાંતિના દિવસે કંસે શ્રીકૃષ્ણને મારવા લોહીતા નામની એક રાક્ષસીને ગોકુળમાં મોકલી હતી, જેનો શ્રીકૃષ્ણે વધ કર્યો હતો. રાજસ્થાનની પ્રથા અનુસાર આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ તલના લાડુ, ઘેબર, મોતીચૂરના લાડુ વગેરે પર રૃપિયા રાખીને, પોતાની સાસુને પ્રણામ કરીને અર્પણ કરે છે.


બંગાળમાં આ દિવસે સ્નાન કરી તલનું દાન આપવાનું મહત્ત્વ છે. અસામમાં આ દિવસ બિહૂના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં આ પર્વને ખીસર કે ખીચડો કહે છે. દક્ષિણ ભારતમાં આ તહેવાર પોંગલને નામે જાણીતો છે. પુષ્ટિ મંદિરોમાં જોગી ઉત્સવ મનાવાય છે.


ઉત્તરાયણનું પર્વ જગતને અધ્યાત્મનો સંદેશ આપે છે. ઉત્તરાયણનું પર્વ દાનનો મહિમા દર્શાવતું પર્વ છે. જૈન ધર્મમાં દાનને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. ગૃહસ્થધર્મના બે પાયા ભક્તિ (પૂજા) અને દાન કહ્યાં છે. ઔષધદાન, શાસ્ત્રદાન, આહારદાન, જ્ઞાનદાન, અભયદાન વગેરે દાનના અનેક પ્રકારો છે. જે પોતાની આવકના ૨૫ ટકા દાન આપે તે ઉત્તમ દાની, ૧૦ ટકા આપે તે મધ્યમ દાની અને ૬ ટકા આપે તે જ ધન્ય દાની ગણાય છે.


સાવધાની : પતંગ ઉડાવવાના મોહમાં અને ઉત્સાહના અતિરેકમાં આપણે જીવલેણ દોરાઓ વાપરી પંચેન્દ્રિય જીવોની હિંસામાં નિમિત્ત તો નથી બનતાને? પતંગ લૂંટવામાં, પેચ લગાવવામાં મસ્ત બની આપણા પોતાના કે અન્યની જાનના દુશ્મન તો નથી બનતા ને?


ચાઈનીઝ તુક્કલનો ઉપયોગ કરી ક્યાંક આગ લાગવાના પ્રસંગમાં આપણે નિમિત્ત નથી બનતાને? દોરી-પતંગ પાછળ કરાતા ખર્ચની જગ્યાએ કોઈ ભૂખ્યાને ભોજન, ગરીબ દર્દીને દવા, ગરીબ વિદ્યાર્થીને શિક્ષણ આપવામાં સહાયક બની પુણ્યકાર્યમાં જરૃર સદ્ભાગી બની શકીએ. ઉત્તરાયણ પર્વમાં આપણે યથાશક્તિ દાન આપી સંતોષ ગુણને કેળવીએ તેવી અભ્યર્થના.


મકરસંક્રાંતિના મેળાઓ

મકરસંક્રાંતિ પર ઘણા મેળાઓ યોજાય છે, ખુબજ પ્રખ્યાત મેળો કુંભ મેળો છે જે દર બાર વર્ષે હરિદ્વાર, પ્રયાગ(અલ્હાબાદ), ઉજ્જૈન અને નાસિક આ ચાર જગ્યાએ વારાફરતી યોજાય છે. માઘ મેળો કે મીની કુંભ મેળો દર વર્ષે પ્રયાગમાં અને ગંગાસાગર મેળો, કલકત્તા નજીક ગંગા નદી જ્યાં બંગાળના ઉપસાગરને મળે છે, ત્યાં યોજાય છે. કેરળનાં સબરીમાલામાં મકરસંક્રાંતિ ઉજવાય છે, જ્યાં ‘મકર વિલક્કુ’ ઉત્સવ પછી ‘મકર જ્યોથી’ નાં દર્શન કરાય છે.


પૂરાણમાં ઉત્તરાયણ

પ્રાચીનકાળથી સૂર્યઉપાસનાનું મહત્ત્વ રહેલું છે. વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથ ગણાતા ઋગ્વેદમાં સૂર્ય માટે ‘પતંગ’ શબ્દ વપરાયો છે. આર્યોસૂર્યતત્ત્વની પ્રાચીન કાળથી ઉપાસના કરતા હતા. વેદકાળમાં સૂર્યને લગતા અનેક મંત્રો પણ પ્રાપ્ત થાય છે. પ્રાચીન ગ્રંથો મુજબ સૂર્ય પાસે કલ્યાણ તથા અમંગળ, દરિદ્રતા અને રોગ દૂર થાય તેની માગણી કરવામાં આવી છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તેને મકરસંક્રાંતિ કહે છે. જયોતિષશાસ્ત્ર મુજબ આ સંક્રાંતિમાં સૂર્યપૂજા-ઉપાસનાનું વિશેષ મહત્ત્વ રહેલું છે.


સૂર્ય મકરમાં પ્રવેશતાં કમુરતા પૂર્ણ થાય છે અને લગ્નાદિ માંગલિક કાર્યોનો પ્રારંભ થાય છે. ઉત્તરાયણનું વિશેષ મહત્ત્વ હોવાથી મહાભારત કાળમાં ભીષ્મએ ઉત્તરાયણમાં જ દેહ છોડવાનું પસંદ કર્યું હતું. મહાભારતમાં કુરુ વંશનાં સક્ષક ભીષ્મ પિતામહે કે જેમને ઈચ્છા મૃત્યુનું વરદાન પ્રાપ્ત હતું તેમણે બાણ શય્યા પર પડ્યા રહીને ઉત્તરાયણનાં દિવસે એટલે કે જ્યારે સૂર્ય ઉત્તર અયનમાં પ્રવેશે ત્યારે જ પોતાનો દેહ ત્યાગ કરવાનું કહ્યું હતું. આપણા શાસ્ત્રોમાં દક્ષિણાયન કરતાં ઉત્તરાયણને શુભ માનવામાં આવે છે. આમ ઉત્તરાયણનો દિવસ તે ભીષ્મ દેહોત્સર્ગના પર્વ તરિકે પણ ઉજવવામાં આવે છે.



〰〰〰〰〰〰 શિક્ષણકુંજ 〰〰〰〰〰〰





Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

0 Comments:

Post a Comment

Join us on Facebook Group

Followers

VISITERS