શિક્ષણ , સર્જન , સિદ્ધિ

શિક્ષણકુંજ ઈ મેગેઝીન
Join Us On
Whatsapp
Join Us On
Telegram

રંગોનો તહેવાર હોળી

 રંગોનો તહેવાર હોળી



હોળી, જેને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે, તે ભારતમાં ભારે લોકચાહના ધરાવતો હિંદુ તહેવાર છે. આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. હોળી ફાગણ માસની પુનમનાં દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે સાંજે ગામનાં પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા, લાકડાં ની 'હોળી' ખડકવામાં આવે છે. ત્યાર બાદ બધાં લોકો ત્યાં વાજતે ગાજતે (ઢોલ,શરણાઇ જેવાં વાજીંત્રો વગાડતાં) એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે. જો કે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીતો હોય છે, પરંતુ દરેકની ભાવના એક જ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્ત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું. હિંદુ ધર્મમાં આને લગતી "હોળીકા અને પ્રહલાદ"ની કથા બહુ જાણીતી છે.


હોળીનાં બીજા દિવસે ધુળેટી મનાવાય છે. આ તહેવાર 'રંગોનો તહેવાર' એટલેજ કહેવાય છે કે આ દિવસે સવારથી સૌ કોઇ નાના મોટા એકબિજા પર અબિલ, ગુલાલ તેમજ કેસુડાનાં રંગો છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે. જો કે હવેનાં સમયમાં ક્યાંક ક્યાંક રસાયણિક રંગોનો ઉપયોગ પણ કરાય છે, જેનો ઉપયોગ બને તેટલો ટાળવો હિતાવહ છે.

      

 *પરંપરા :* 


     ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં, હોળીને 'હુતાસણી'થી પણ ઓળખવામાં આવે છે.   ઘણાં  વિસ્તારોમાં હોળી પ્રગટાવ્યા પછી તેની આસપાસ પારંપારીક નૃત્ય કરવામાં આવે છે. યુવાનો દ્વારા આ દિવસોમાં શૌર્યપૂર્ણ રમતો રમવામાં અને વિવિધ પારંપારીક હરીફાઇ યોજવામાં આવે છે, જેમકે ઘોડાદોડ, આંધળો પાટો, શ્રીફળ ફેંકવાની હરીફાઇ વગેરે. ગ્રામ્ય વિસ્તારોમાં ગામને પાદર આવેલા પૂર્વજોનાં પાળિયાઓનું પૂજન અર્ચન કરવામાં આવે છે. ઘણાં વિસ્તારોમાં હોળીનાં દિવસોમાં ગામ લોકો વાજતે ગાજતે ગામમાં બધાજ લતાઓ કે વિસ્તારોમાં ફરી અને હોળી માટેનો ફાળો (ગોઠ) ઉઘરાવવા નિકળે છે, આ લોકોને ઘેરૈયાઓ કહેવાય છે. હોળીનાં દિવસે જેને ત્યાં ગત વર્ષમાં દીકરાનો જન્મ થયો હોય તે લોકો બાળકને શણગારીને હોળીની પ્રદક્ષિણા કરાવે છે,તથા ગામલોકોને પતાસા તથા ખજૂર વગેરેની 'લાણ' વહેંચે છે.

    

 *સંગીતમાં હોળી* 


     હોળીનાં દિવસે હોળી પ્રગટાવ્યા પછી મોડી રાત્રી સુધી હોળીની આસપાસ બેસી અને જે ગીતો કે દુહાઓ ગાવામાં આવે છે તેને "હોળીનાં ફાગ" તરીકે ઓળખવામાં આવે છે (આ પરંપરા હજુ અમુક ગ્રામ્ય વિસ્તારોમાં ચાલુ છે). આ હોળીનાં ફાગ એક પ્રકારે વસંતોત્સવનું પ્રતીક છે. ગુજરાતી,હિન્દી અને અન્ય ભારતીય ફિલ્મોમાં હોળીના ગીતો ભરપુર પ્રમાણમાં મળી આવે છે. અમુક પ્રસિદ્ધ ગીતો જોઇએ તો :


"હોલી કે દિન દિલ ખીલ જાતે હૈ, જૈસે રંગો મેં રંગ મિલ જાતે હૈ,"

ભૂલે શિકવે દોસ્તો 

દુશ્મન ભી ગલે મિલ જાતે હૈ.



 *હોળી પર ફરવાનું વિચારી રહ્યા છો, તો આ શહેરોમાં પરિવાર સાથે ઉજવો યાદગાર તહેવારો* 


હોળી રંગોનો તહેવાર છે. બાળકો આ તહેવારની શરૂઆત રંગ,  પિચકારી અને ફુગ્ગાથી કરે છે. તમે આ અવસર પર પ્રવાસનું આયોજન પણ કરી શકો છો. ચાલો જાણીએ કે તમે હોળીની ઉજવણી માટે કઇ જગ્યાએ જઇ શકો છો

   

બનારસ -  હોળીના અવસર પર તમે બનારસ જઈ શકો છો. ગંગા ઘાટ પર દેશ-વિદેશના પ્રવાસીઓ આવે છે. આકાશમાં ઉડતા ગુલાલ સાથે આ ઉત્સવ જોવા જેવો છે.


    મથુરા - મથુરા અને વૃંદાવનની હોળીનો આનંદ માણવા માટે માત્ર દેશ જ નહીં વિદેશથી પણ લોકો આવે છે. તમે અહીં લઠ્ઠમાર હોળી, લડ્ડુમાર હોળી અને ફૂલો કી હોળીનો આનંદ માણી શકો છો.


     પુષ્કર - રાજસ્થાનના શહેરોમાં લોકો હોળીનો તહેવાર ખૂબ જ ખાસ રીતે ઉજવે છે. જો તમે હોળીના તહેવારને યાદગાર બનાવવા માંગતા હોવ તો તમે રાજસ્થાનના પુષ્કર પણ જઈ શકો છો. રાજસ્થાનમાં હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે.


ઉદયપુર - હોળી દરમિયાન આ શહેર ખૂબ જ સુંદર લાગે છે. હોળીના પર્વમાં લોકો લોકગીતો ગાય છે. ખરેખર આ નજારો જોવા જેવો છે. તમે અહીં હોળીની ઉજવણી માટે પણ જઈ શકો છો.

   

 *હોળીના લોકગીતો* 


હોળીના લોકગીતો એ ઉત્તર ભારતના લોકો માટે અત્યંત લોકપ્રિય લોકગીતો છે. આ ગીતોમાં હોળી રમવાનું વર્ણન આવતું હોય છે. આ ગીતો હિંદી ભાષા ઉપરાંત વ્રજ ભાષા, રાજસ્થાની, પહાડી, બિહારી, બંગાળી વગેરે અનેક પ્રદેશોની અનેક ભાષાઓ અને બોલીઓમાં ગાવામાં આવતાં હોય છે. 


ફાગણ એ હિંદુ વૈદિક પંચાગ અંતર્ગત વિક્રમ સંવતનો પાંચમો મહિનો છે. આ ઉપરાંત હિંદુ વૈદિક પંચાગ અંતર્ગત શક સંવતનો બારમો મહિનો છે. ફાગણ મહિના પહેલાં મહા મહિનો આવે છે, જ્યારે ફાગણ મહિના પછી ચૈત્ર મહિનો આવે છે.


 *ફાગણ મહિનો* 


ફાગણ એ હિંદુ વૈદિક પંચાગ અંતર્ગત વિક્રમ સંવતનો પાંચમો મહિનો છે. આ ઉપરાંત હિંદુ વૈદિક પંચાગ અંતર્ગત શક સંવતનો બારમો મહિનો છે. ફાગણ મહિના પહેલાં મહા મહિનો આવે છે, જ્યારે ફાગણ મહિના પછી ચૈત્ર મહિનો આવે છે. ફાગણ મહિનો ઉનાળાની ઋતુમાં આવતો મહિનો છે. આ મહિનામાં ખાખરાના વૃક્ષ પર ફૂલો બેસે છે, જેને કેસુડો તરીકે ઓળખવામાં આવે છે.


    

 *હોળીનું કાવ્ય* 


અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા

અમે ફાગણનો ફાલ છીએ ઘેરૈયા


અમે તલવાર ને ઢાલ છીએ ઘેરૈયા

અમે આજ અને કાલ છીએ ઘેરૈયા

ઘેરૈયા ઘેરૈયા ઘેરૈયા…

અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા…


અમે સંમદર ને પાળ છીએ ઘેરૈયા

અમે સોનેરી વાળ છીએ ઘેરૈયા

ઘેરૈયા ઘેરૈયા ઘેરૈયા…

અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા…


અમે રેશમી રૂમાલ છીએ ઘેરૈયા

અમે ધાંધલ ધમાલ છીએ ઘેરૈયા

ઘેરૈયા ઘેરૈયા ઘેરૈયા…

અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા…


અમે ખૂલ્લો સવાલ છીએ ઘેરૈયા

અમે જાદુ કમાલ છીએ ઘેરૈયા

ઘેરૈયા ઘેરૈયા ઘેરૈયા…

અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા…


– સુરેશ દલાલ



પિચકારી રે પિચકારી,

 તું કેવી મજાની પિચકારી !


 હોળીમાં તું યાદ આવે,

    ને બાળકોને હરખાવે.

            પિચકારી રે પિચકારી...


 લાલ પીળા રંગો સમાવી,

    ને સખીઓને મોજ કરાવી.

            પિચકારી રે પિચકારી....


 બંદૂકવાળી રૂપાળી,

    ને ડબ્બલ ઢાંકણવાળી.

            પિચકારી રે પિચકારી....


નાનાં-મોટાં સૌને ગમતી,

   ને સંગી બનીને રહેતી.

             પિચકારી રે પિચકારી....


રંગોની કરે છે લ્હાણી,

 ને ભેરુઓ સંગે ઉજાણી.

            પિચકારી રે પિચકારી....


કવયિત્રી : નીલમ જાદવ 'જયનીલ'




*હોળીની પંક્તિઓ* 


1.મથુરાકી ખુશબૂ, ગોકુલ કા હાર...

વૃંદાવન કી સુગંધ, બરસાને કી ફૂહાર..

રાધા કી ઉમ્મીદ ઔર કાન્હા કા પ્યાર...

મુબારક હો આપકો હોલી કા ત્યૌહાર...

હોલી મુબારક



2. સૂરજ કી પહેલી કિરન મેં સાત રંગ હો,

બાગોમેં ફૂલોકી ખુશબૂ સંગ હો,

આપ જબ ભી ખોલેં અપની પલકે, 

આપકે ચેહરે પર હોલી કા રંગ હો....

હોલી મુબારક



3. દિલ સે હોલી મુબારક હો આપકો બાર બાર,

રંગીન હો આપકી દુનિયા પુરી,

હોલી કા હર રંગ મુબારક,

મુબારક હો આપકો હોલી કા ત્યૌહાર...

હોલી મુબારક



4. ગુલાલ કા રંગ, ગુબ્બારોની માર,

સૂરજ કી કિરને, ખુશિયોં કી બહાર,

ચાંદ કી ચાંદની અપનો કા પ્યાર,

મુબારક હો આપકો રંગો કા ત્યૌહાર,

હોલી મુબારક!



5. ખુશિયોં સે ભરી આપકી દુનિયા હો,

જિંદગીમેં હંમેશા પ્યાર ઔર બહાર હો,

આપકે સંસારમેં હર રંગોની ભરમાર હો,

મુબારક આપકો યે હોલી કા ત્યૌહાર હો.

Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

0 Comments:

Post a Comment

Join us on Facebook Group

Followers

VISITERS