કવિ સંમેલન માતૃભૂમિનાં સૂર સપ્ટેમ્બર 2023
શિક્ષણકુંજ દ્વારા આયોજિત રાજ્યકક્ષાનું ઑનલાઈન કવિ સંમેલન, સપ્ટેમ્બર -2023
🇮🇳 માતૃભૂમિનાં સૂર 🇮🇳
તારીખ, વાર અને સમય
તા.17 /09/2023, રવિવાર
સમય : સાંજે 4:00 વાગ્યે
માધ્યમ : ગૂગલ મીટ
ખાસ સૂચના :
રાજ્યકક્ષાના ઑનલાઈન કવિ સંમેલનમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.
રજિસ્ટ્રેશન લિંક
https://forms.gle/1i4Rbq26fCHFtZJs7
રજિસ્ટ્રેશન કરાવવાની તારીખ
તા. 15/08/2023થી તા. 12/09/2023
https://forms.gle/1i4Rbq26fCHFtZJs7
શિક્ષણકુંજ દ્વારા આયોજિત રાજ્યકક્ષાના ઑનલાઈન કવિ સંમેલન "માતૃભૂમિનાં સૂર" માં ભાગ લેવા માટેના નિયમો વાંચીને પછી રજિસ્ટ્રેશન કરવું.
નિયમો :
(1) 10 વર્ષથી વધુ ઉંમરના કોઈ પણ વ્યક્તિ રાજ્ય કક્ષાના ઑનલાઈન કવિ સંમેલનમાં ભાગ લઈ શકે છે. આ કવિ સંમેલનમાં ફક્ત સ્વરચિત દેશભક્તિ ગીતો જ રજૂ થશે.
(2) પોતાનું સ્વરચિત દેશભક્તિ ગીત ગુજરાતી અથવા હિન્દી ભાષામાં લખીને ઑનલાઈન રજિસ્ટ્રેશન લિંકમાં શ્રુતિ ફોન્ટ 12 ની સાઈઝ, વર્ડ ફાઈલમાં જ અપલોડ કરવું. PDF કે કાગળમાં લખીને અપલોડ કરેલી રચના ગ્રાહ્ય નથી.
(3) રાજ્યકક્ષાના ઑનલાઈન કવિ સંમેલનમાં પોતાના સ્વરચિત દેશભક્તિ ગીતનું ગાન અથવા પઠન કરવાનું રહેશે અને પોતાનું દેશભક્તિ ગીત સ્વરચિત છે તેવી લેખિત બાંહેધરી આપવી પડશે.
(4) રાજ્યકક્ષાના ઑનલાઈન કવિ સંમેલનમાં ભાગ લેનાર વ્યક્તિએ પોતાના સ્વરચિત દેશભક્તિ ગીતનું ફક્ત ગુજરાતી કે હિન્દી ભાષામાં પઠન અથવા ગાન કરવાનું રહેશે.
(5) રાજ્યકક્ષાના ઑનલાઈન કવિ સંમેલનમાં ફક્ત ગુજરાત રાજ્યના અને ગુજરાતમાં વસવાટ કરતા હોય તે વ્યક્તિ જ ભાગ લઈ શકશે.
(6) રાજ્યકક્ષાનું ઑનલાઈન કવિ સંમેલન google meetના માધ્યમથી યોજાશે. તેથી ભાગ લેનાર વ્યક્તિએ પોતાના મોબાઈલમાં google meet એપ્લિકેશન ડાઉનલોડ કરીને રાખવી.
(7) રાજ્યકક્ષાના ઑનલાઈન કવિ સંમેલનમાં ભાગ લેનાર તમામ વ્યક્તિને આકર્ષક e-certificate (ઈ-સર્ટિફિકેટ) આપવામાં આવશે.
(8) શિક્ષણકુંજના સંચાલકો દ્વારા પસંદ કરવામાં આવેલા 25 દેશભક્તિ ગીતોના રચયિતાઓને કવિ સંમેલનમાં તેમની રચનાનું ગાન અથવા પઠન કરવા માટે તક આપવામાં આવશે.
(9) રાજ્યકક્ષાના ઑનલાઈન કવિ સંમેલનમાં આપના સ્વરચિત દેશભક્તિ ગીતનું ગાન અથવા પઠન કરવા માટે 5 મિનિટનો સમય આપવામાં આવશે.
(10) રાજ્ય કક્ષાના ઑનલાઈન કવિ સંમેલનમાં ભાગ લેવા માટે તા.15/08/2023 થી તા.12/09/2023 સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવું.
(11) રાજ્યકક્ષાના ઑનલાઈન કવિ સંમેલનમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવાની અંતિમ તારીખ 12/09/2023 છે.
(12) ઑનલાઈન કવિ સંમેલન તા. 17/09/ 2023 રવિવારના દિવસે સાંજે 4:00 વાગ્યે ગૂગલ મીટનાં માધ્યમથી યોજાશે.
(13) કોઈ પણ ધર્મ, જાતિ, જ્ઞાતિ, દેશ, સંસ્કૃતિ કે વ્યક્તિની લાગણીને ઠેસ પહોંચે એવી રચના રજૂ કરવી નહીં. રચનાની સંપૂર્ણ જવાબદારી જે તે વ્યક્તિની રહેશે.
(14) વર્ડ ફાઇલામાં નીચે આપનું નામ, શાળા નું નામ, ગામ, તાલુકો, જિલ્લો અને મોબાઈલ નંબર અવશ્ય લખવો
(15) આખરી નિર્ણય આયોજકો નો રહેશે.
*રાજ્ય કક્ષાના ઑનલાઈન કવિ સંમેલન *"માતૃભૂમિના સૂર"ના મુખ્ય અતિથિ*
*શ્રી નરેન્દ્રભાઈ રાવલ*
*નિવૃત્ત રિસર્ચ એસોસિયેટ,*
*GCERT - ગાંધીનગર*
🛟 *ઑન લાઈન કવિ સંમેલનના સંચાલક :* 🛟
*જિનેશાબેન લાભચંદ્ર શાહ*
*જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા,*
*મુખ્ય શિક્ષિકા (HTAT)*
*સજના તલાવડી પ્રા. શાળા - વિદ્યાનગર*
*તાલુકો : આણંદ, જિલ્લો : આણંદ*
*🏵️" શિક્ષણકુંજ " ના સંચાલક શ્રી 🏵️*
*(1) શ્રી દિનેશભાઈ ધનાભાઈ ચૌહાણ*
મદદનીશ શિક્ષક
શ્રી રૂણી પ્રાથમિક શાળા
તા. ધાનેરા, જિ.બનાસકાંઠા
મો. 9712824892
*(2) શ્રી નરેન્દ્ર મણિલાલ કાલરિયા*
મદદનીશ શિક્ષક
શ્રી જડસા પ્રાથમિક શાળા
તા.ભચાઉ, જિ. કચ્છ
મો. 9722500197
*(3) શ્રી રાજેશ ધનજીભાઈ ડાભી*
મદદનીશ શિક્ષક
શ્રી સારંગવાડા પ્રાથમિક શાળા
તા.અબડાસા, જિ. કચ્છ
મો. 9898729975
🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️
*શિક્ષણકુંજ વોટ્સએપ ગ્રૂપમાં જોઈન થવા માટેની લિંક*
https://chat.whatsapp.com/Jdp9hyXth2IGgtMWgWYbC2
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.
0 Comments:
Post a Comment