રક્ષાબંધન
बहना ने भाई की कलाई से प्यार बाँधा है
प्यार के दो तार से, सँसार बाँधा है
रेशम की डोरी से सँसार बाँधा है।
तोड़े से भी ना टूटे, ये ऐसा मन बंधन है,
इस बंधन को सारी दुनिया कहती रक्षा बंधन है।
ભારત તહેવારોનો દેશ છે. તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે. આપણે ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ. તેમાં રક્ષાબંધનનો તહેવાર આવે છે. રક્ષાબંધન એટલે ભાઇ-બહેનનો તહેવાર છે. તેનું બીજુ નામ ‘બળેવ’ છે. રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમે આવે છે. તે દિવસે બહેન ભાઇને તિલક કરે છે અને રાખડી બાંધે છે અને મીઠાઇ ખવડાવે છે. ભાઇ બહેનને ભેટ આપે છે.
રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો જનોઇ બદલે છે. સાગરખેડૂઓ આ દિવસે નાળિયેર વડે દરિયાની પૂજા કરે છે. તેથી તેને નાળિયેરી પૂનમ પણ કહેવાય છે. રક્ષાબંધનનો તહેવાર બધા ધર્મના લોકો ઉજવે છે. આ જ તો એક વિશેષ દિવસ છે જે ભાઈ-બહેનો માટે બનેલો છે.
રક્ષાબંધનના દિવસે બધી બહેનો પોતાના ભાઈઓને કાંડા પર રાખડી બાંધી છે. ફૂલો કુમકુમ, દીયા, ચોખા, મીઠાઈઓ અને રાખડીથી પૂજાની થાળીને શણગારે છે. તે ભાઈઓના કપાળ પર તિલક કરે છે. તેના કાંડા પર રાખડી બાંધે છે. તે ભાઈઓને મીઠાઇ ખવડાવે છે અને શુભેચ્છા પાઠવે છે. ભાઈઓ બહેનને ભેટો પણ આપે છે અને હંમેશાં તેમનું રક્ષણ કરવાનું વ્રત રાખે છે.
ભાઇના જીવનમાં, ભાઇના જીવન વિકાસમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતીક રક્ષાબંધન પર્વ છે.
હિંદુ સમાજમાં શ્રાવણી પૂર્ણિમાના દિવસે બધી જ બહેનો પોતાના ભાઇના કાંડે રાખડી બાંધી તેની સર્વ પ્રકારની રક્ષા ઇચ્છે છે.
ભાઇને મન રાખડી બંધાવવી એટલે વ્યવહારની એક રસમ પૂરી કરવી, બહેનને શક્તિ અનુસાર કંઇક આપી છૂટવું, અને બહેને ભાઇ પાસેથી કંઇ મેળવવાનો હક
પૂરો કરવો. આપેલી અને લીધેલી ચીજો કે પૈસા એ ગૌણ વસ્તુ છે, એનું મહત્ત્વ નથી, ભાઇ-બહેન વચ્ચે સ્નેહમાં અભિવૃદ્ધિ થાય એ વધુ મહત્ત્વનું છે.
बहन का प्यार किसी दुआ से कम नही होता,
वो चाहे दूर भी हो तो गम नही होता,
अक्सर रिश्ते दूरियों से फीके पड़ जाते हैं,
पर भाई-बहन का प्यार कभी कम नही होता।
રક્ષાબંધન પર્વ એટલે ભગિની પ્રેમ-બંધન. “સ્ત્રી તરફ વિકૃતિ દૃષ્ટિએ ન જોતા પવિત્ર દૃષ્ટિ રાખવી.” એ મહાન સંદેશ આપનાર આ પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન. રક્ષાબંધનનો પર્વ એટલે દૃષ્ટિ પરિવર્તનનો પર્વ, ભાઇ-બહેનના વિશુદ્ધ પ્રેમનું અસ્ખલિત વહેતું ઝરણું. બહેનની રાખડી હાથ પર બંધાવતાની સાથે જ બહેનના રક્ષણની જવાબદારી ભાઇ સસ્મિત સ્વીકારે છે, જેથી બહેન સમાજમાં નિર્ભયપણે ફરી શકે.
રાખડી એ માત્ર સૂતરનો તંતુ નથી, એ તો શીલ અને સ્નેહનું રક્ષણ કરતું તેમજ જીવનમાં સંયમની મહત્તા સમજાવતું એક પવિત્ર બંધન છે. ભાઇના હાથે રાખડી બાંધીને બહેન માત્ર પોતાનું જ રક્ષણ ઇચ્છે છે એટલું જ નહિ, પરંતુ સમસ્ત સ્ત્રી સમાજને પોતાના ભાઇનું રક્ષણ મળે એવી ભવ્ય ભાવના અને અપેક્ષા રાખે છે.
પ્રાચીનકાળમાં દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થયું હતું. યુદ્ધમાં દેવોનો વિજય થાય એટલા માટે ઇન્દ્રાણીએ પોતાના પતિ ઇન્દ્રના હાથે રાખડી બાંધી હતી. કુંતામાતાએ કોઠાયુદ્ધમાં અભિમન્યુનો વિજય થાય તેવી ભાવનાથી તેને રાખડી બાંધી હતી. આજના પવિત્ર દિવસે લક્ષ્મીજીએ બલિ રાજાના હાથે રાખડી બાંધી હતી.
શ્રીકૃષ્ણએ તેમના સુદર્શન ચક્રનો ઉપયોગ શિશુપાલ ઉપર કર્યો ત્યારે તેમની આંગળીમાં પણ ઈજા થઈ હતી. કૃષ્ણની આજુબાજુના લોકો ઘા પર બાંધવા કંઈક શોધવા માટે દોડવા લાગ્યા, પણ ત્યાં ઊભી રહેલી દ્રૌપદીએ કંઇ વિચાર્યા વિના તેની સાડીનો ખૂણો ફાડી નાખ્યો અને તેને કૃષ્ણના ઘા પર લપેટ્યો. ત્યારે શ્રી કૃષ્ણે કહ્યું, “આભાર પ્રિય બહેન, તમે મને મદદ કરી તેથી હું તમને પણ મદદ કરવાનું વચન આપું છું. "એમ કહીને શ્રી કૃષ્ણે દ્રૌપદીને તેની રક્ષા આપવાની ખાતરી આપી હતી. જ્યારે કૌરવોએ સભામાં દ્રૌપદીનું ચીરહરણ કર્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ દ્રૌપદીને અપમાનથી બચાવવા પોતાનું વચન પાળ્યું હતું અને દ્રૌપદીનું રક્ષણ કર્યું હતું.
રક્ષાબંધન એ બહેન માટે પોતાના વહાલસોયા ભાઇ પ્રત્યેની નિષ્પાપ, નિર્મળ અને નિઃસ્વાર્થ ભાવે સેવેલી શુભેચ્છાઓનું અને ત્યાગનું મહામૂલું પવિત્ર પ્રતીક છે. બહેનની આ શુભેચ્છા ભાઇના જીવન વિકાસમાં પ્રેરણાદાયી અને પોષક બને છે.
भाई की कलाई पर राखी बाँधे बहना,
मांगती है वादा सदा संग ही रहना।
बना रहे यूं ही रिश्ता बना रहे ये प्यार,
सबको मुबारक हो रक्षा बंधन का त्यौहार।
बहनों को भाईयों का साथ मुबारक हो,
भाइयों को बहनों का प्यार मुबारक हो,
रहे ये सुख हमेशा आपकी जिंदगी में,
आप सबको राखी का त्यौहार मुबारक हो।
रेशम की डोरी फूलों का हार,
सावन में आया राखी का त्यौहार,
बहन की खुशी में भाई की खुशी है,
देखो दोनो में कितना है प्यार।
कच्चे धागों से बनी पक्की डोर है राखी
प्यार और मीठी शरारतों की होड़ है राखी,
भाई की लम्बी उम्र की दुआ है राखी
बहन के प्यार का पवित्र धुँआ है राखी।
भाई बहन के प्यार का बंधन
है इस दुनिया में वरदान
इसके जैसा दूजा कोई न रिश्ता
चाहे ढूंढ लो सारा जहान।
रिश्ता है यह सबसे अलग और सादा,
बहन बांधे राखी और भाई करे वादा,
बहन और भाई का प्यार है बहुत सच्चा,
इसीलिए माना जाता है यह रिश्ता सबसे अच्छा।
चंदन का टीका रेशम का धागा,
सावन की सुगंध बारिश की फुहार,
भाई की उम्मीद बहना का प्यार,
मुबारक को आपको रक्षा-बंधन का त्यौहार।
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.
0 Comments:
Post a Comment