ગિજુભાઈ બધેકા
શિક્ષણવિદ્ હતા, જેમણે ભારતમાં મોન્ટેસરી શિક્ષણની રજૂઆતમાં અગત્યનો ભાગ ભજવ્યો હતો. તેઓ "મૂછાળી મા" ના હૂલામણાં નામથી જાણીતા હતા. તેઓ શિક્ષણવિદ્ બન્યા પહેલાં હાઇકોર્ટમાં વકીલ હતા. ૧૯૨૩માં તેમના પુત્રના જન્મ પછી તેમણે બાળઉછેર અને શિક્ષણમાં રસ દાખવવાની શરૂઆત કરી. ૧૯૨૦ના દાયકામાં તેમણે બાલ મંદિરની સ્થાપના કરી હતી. તેમણે શિક્ષણના ક્ષેત્રના અનેક પુસ્તકો પ્રકાશિત કર્યા હતા, જેમાં દિવાસ્વપ્ન અત્યંત વખણાયું છે.
🔷🔷🔷🔷🔷🔷🔷🔷
📌 જન્મ - ૧૫ નવેમ્બર, ૧૮૮૫, ચિત્તળ, અમરેલી, ગુજરાત
📌 મૃત્યુ - ૨૩ જૂન, ૧૯૩૯, મુંબઈ
📌 અન્ય નામ - મૂછાળી મા, વિનોદી, બાળકોના બેલી
📌 વ્યવસાય - વકીલાત, શિક્ષણ-કેળવણી
📌 ભાષા - ગુજરાતી
📌 રાષ્ટ્રીયતા - ભારતીય
📌 શિક્ષણ - મેટ્રીક
📌 નોંધપાત્ર પુરસ્કારો - રણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯૩૦)
➖➖➖➖➖➖➖➖
⭕ જીવન :
તેમનો જન્મ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના ચિત્તળ ગામમાં થયો હતો. તેમનું જન્મનું નામ ગિરજાશંકર હતું.તેમનું બાળપણ બાપ દાદાના મૂળ ગામ વલભીપુરમાં વીત્યું હતું. તેમણે પ્રાથમિક શિક્ષણ પણ વલભીપુરની નિશાળમાં લીધું હતું. ૧૯૦૭માં તેઓ ધંધાર્થે પૂર્વ આફિક્રા અને પછી મુંબઈ ગયા હતા. ૨૩ જૂન ૧૯૩૯ના રોજ મુંબઈ ખાતે તેમનું અવસાન થયું હતું.
🔺🔺🔺🔺🔺🔺🔺🔺🔺
🛑 શિક્ષણક્ષેત્રે યોગદાન :
૧૯૨૦ના દાયકામાં શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનમાં બાળમંદિરની સ્થાપના થઈ અને ગિજુભાઈ એના આચાર્ય પદે નિયુક્ત થયા.
💠 સર્જન :
ગિજુભાઈએ ૨૦૦ જેટલાં પુસ્તકો લખ્યા હતા, જેમાં બાળસાહિત્યનો પણ સમાવેશ થાય છે.
શિક્ષણ - વાર્તાનું શાસ્ત્ર (૧૯૨૫), માબાપ થવું આકરૂં છે, સ્વતંત્ર બાલશિક્ષણ, મોન્ટેસરી પદ્ધતિ (૧૯૨૭), અક્ષરજ્ઞાન યોજના, બાલ ક્રીડાંગણો, આ તે શી માથાફોડ? (૧૯૩૪), શિક્ષક હો તો (૧૯૩૫), ઘરમાં બાળકે શું કરવું.
બાળસાહિત્ય - ઈસપનાં પાત્રો, કિશોર સાહિત્ય (૧-૬), બાલ સાહિત્ય માળા (૨૫ ગુચ્છો), બાલ સાહિત્ય વાટિકા (૨૮ પુસ્તિકા), જંગલ સમ્રાટ ટારઝનની અદ્ભૂત કથાઓ (૧-૧૦), બાલ સાહિત્ય માળા (૮૦ પુસ્તકો).
ચિંતન - પ્રાસંગિક મનન (૧૯૩૨), શાંત પળોમાં (૧૯૩૪).
દિવાસ્વપ્ન.
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.
0 Comments:
Post a Comment