શિક્ષણ , સર્જન , સિદ્ધિ

શિક્ષણકુંજ ઈ મેગેઝીન
Join Us On
Whatsapp
Join Us On
Telegram

26 નવેમ્બર,ભારતીય બંધારણ દિવસ

 26 નવેમ્બર,ભારતીય બંધારણ દિવસ

26 November , Indian Constitution Day





ભારત દેશ પંથ નિરપેક્ષ, પ્રજાસત્તાક, સંસદીય પ્રણાલી ધરાવનાર ગણરાજ્ય છે. જેનું સંચાલન, દિશાનિર્દેશન, તમામ કાયદાઓનો સંગ્રહ કે સર્વોચ્ચ કાયદો એ ભારતનું બંધારણ છે. ભારત ગણરાજ્યમાં ભારતના બંધારણ મુજબ શાસન વ્યવસ્થા ચાલે છે. ભારતનું આ બંધારણ બંધારણસભામાં ૨૬ નવેમ્બર ૧૯૪૯ના દિવસે પસાર થયું હતું અને ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે લાગુ કરવામાં આવ્યું હતું. ૨૬ જાન્યુઆરીનો દિવસ ભારતમાં પ્રજાસત્તાક પર્વ તરીકે ઊજવામાં આવે છે.[૧][૨][૩] મૂળ અપનાવાયેલા બંધારણમાં ૨૨ ભાગો, ૩૯૫ અનુચ્છેદ અને ૮ અનુસૂચિઓ હતી જેમાં બંધારણીય સુધારા દ્વારા વખતોવખત ફેરફાર કરવામાં આવેલ છે.

ભારતનું બંધારણ કલમ ૩૭૦ મુજબ જમ્મુ અને કાશ્મીરમાં લાગુ પડતું ન હતું, જેમાં ૨૦૨૦માં સુધારો કરતા તે હવે સમગ્ર ભારતમાં લાગુ પડે છે.


પરિચય

ભારતનું બંધારણ વિશ્વના તમામ લોકતાંત્રિક દેશોના બંધારણ કરતા સૌથી મોટું લેખિત બંધારણ છે.[૫]તેમાં અત્યારે ૪૬૫ અનુચ્છેદ અને ૧૨ અનુસૂચિઓ છે. તે કુલ ૨૫ ભાગોમાં વિભાજીત છે. નિર્માણ સમયે મૂળ બંધારણમાં ૩૯૫ અનુચ્છેદ, ૨૨ ભાગો અને ૮ અનુસૂચિ હતી. બંધારણમાં ભારત સરકારના સંસદીય સ્વરુપનું માળખુ તૈયાર કરવામાં આવ્યું છે જેનું સ્વરુપ કેટલાક અપવાદોને બાદ કરતા સંઘીય પ્રણાલી આધારિત છે. કેન્દ્રની સર્વોચ્ચ સરકારના કાર્યકારી બંધારણીય પ્રમુખ રાષ્ટ્રપતિ છે. ભારતના બંધારણની કલમ ૭૯ અનુસાર કેન્દ્રની સંસદીય પરિષદમાં રાષ્ટ્રપતિ તથા બે સભાઓ છે જેમાં લોકો દ્વારા સીધા ચૂંટાયેલા સાંસદોની સભા લોકસભા અને રાજ્યો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓની સભા રાજ્ય સભા છે. બંધારણની કલમ ૭૪ (૧)માં એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે રાષ્ટ્રપતિની સહાયતા તથા તેને સલાહ આપવા માટે એક મંત્રીમંડળ હશે જેના પ્રમુખ વડાપ્રધાન હશે, રાષ્ટ્રપતિ આ મંત્રીમંડળની સલાહ મુજબ કાર્ય કરે છે.

ભારતના દરેક રાજ્યમાં એક વિધાન સભા અથવા ધારાસભા પણ હોય છે જે લોકસભા હેઠળ કાર્ય કરે છે. ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં ઉપરી સભા પણ છે જેને વિધાન પરિષદના નામે ઓળખવામાં આવે છે. રાજ્યપાલ એ દરેક રાજ્યના વડા છે. જ્યારે મુખ્ય મંત્રી એ મંત્રીમંડળના વડા છે. મંત્રીમંડળ સામૂહિક રીતે ધારાસભા કે વિધાનસભા દ્વારા નક્કી થાય છે અને એ સભામાં જે ઠરાવો થાય તે મુજબ કાર્ય કરે છે અને એ મંત્રીઓ પણ એ સભાનો જ એક ભાગ છે. સભાની બેઠકના અધ્યક્ષ અલગથી નિમવામાં આવે છે જેની જવાબદારી વિધાનસભાની બેઠકનું સંચાલન કરવાની છે અને તે કોઇ કારણોસર કોઇપણ ધારાસભ્યને ચોક્કસ સમય સુધી વિધાનસભા/ધારાસભાની બેઠકમાં પ્રતિબંધિત પણ કરી શકે છે.

બંધારણના સાતમાં અનુચ્છેદમાં સંસદસભ્યો અને ધારાસભ્યોના અધિકારોનું વર્ણન કરવામાં આવ્યું છે. કેન્દ્ર શાસિત પ્રદેશો સીધા જ કેન્દ્ર સરકાર હેઠળ કેન્દ્રના દિશાનિર્દેશન મુજબ કાર્ય થાય છે.



પૃષ્ઠભૂમિ

ઈ.સ. ૧૬૦૦માં એલિઝાબેથ પ્રથમના ચાર્ટર એક્ટ દ્વારા ભારતમાં અંગ્રેજોની ‘ઈસ્ટ ઈન્ડિયા કંપની’ને વ્યાપાર કરવાનો પરવાનો પ્રાપ્ત થયો. ૧૭૬૫માં કંપનીને બંગાળ, બિહાર અને ઉડિસામાં દીવાની સત્તા પ્રાપ્ત થઈ અને આ સાથે જ અંગ્રેજોના અપ્રત્યક્ષ શાસનનો પ્રારંભ થયો. વિભિન્ન અધિનિયમોના ક્રમિક સુધારા દ્વારા બંધારણ નિર્માણની પ્રક્રિયા શરુ થવા પામી. ૧૯૪૬માં બંધારણ સભાની રચનાથી તેની ઠોસ શરુઆત થઈ. ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ બંધારણ અમલમાં આવ્યું અને ભારત એક પૂર્ણ સંસદીય પ્રજાસત્તાક બન્યું.



બંધારણ સભા

બંધારણ ઘડવા માટે રચાયેલી ચૂંટાયેલા પ્રતિનિધિઓની સમિતિને ‘બંધારણા સભા’ કહે છે. આ સભાની કુલ સભ્ય સંખ્યા ૩૮૯ હતી. જે પૈકી ૨૯૨ પ્રતિનિધિઓ બ્રિટિશ હિંદના ૧૧ પ્રાંતોની વિધાનસભાઓથી, ૯૩ પ્રતિનિધિઓ દેશી રજવાડાંના તથા ૪ પ્રતિનિધિઓ ચીફ કમિશ્નરોના ચાર પ્રાંત દિલ્હી, અજમેર-મારવાડ, કૂર્ગ અને બ્રિટિશ બલૂચિસ્તાન માટે આરક્ષિત રાખવામાં આવેલ હતાં. પ્રત્યેક ૧૦ લાખની જનસંખ્યા પર એક પ્રતિનિધિના ધોરણે દરેક પ્રાંતને બેઠકોની ફાળવણી કરવામાં આવી હતી. જુલાઈ ૧૯૪૬માં બંધારણ સભાની રચના માટે યોજાયેલી ચૂંટણીઓમાં કુલ ૩૮૯ સ્થાન પૈકી ૨૯૬ બેઠકો માટે ચૂંટણી યોજાઈ. જેમાં મુખ્ય પક્ષ કોંગ્રેસને ૨૦૮ બેઠકો મળી હતી જ્યારે મુસ્લિમ લીગના ફાળે ૭૩ બેઠકો આવી હતી. સ્વતંત્ર ભારતના બંધારણના ઘડતર માટે ૨૩ સમિતિઓની રચના કરવામાં આવી. જેમાં ૧૨ કાનૂની બાબતોની સમિતિઓ અને ૧૧ પ્રક્રિયા સંબંધીઓની રચના કરવામાં આવી હતી. બંધારણ સભાના અધ્યક્ષ ડૉ. રાજેન્દ્રપ્રસાદ હતા પરંતુ બંધારણનો મુસદ્દો ઘડવાની જવાબદારી પ્રારૂપ સમિતિના અધ્યક્ષ ડૉ. બી.આર.આંબેડકર પર હતી.

બંધારણ સભાની પ્રથમ બેઠક ડિસેમ્બર ૯, ૧૯૪૬ નાં રોજ સંસંદ ભવનમાં મળી હતી. ડૉ. સચ્ચિદાનંદ સિન્હાને સર્વસંમતિથી બંધારણ સભાના અસ્થાયી અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. સભાની દ્વિતીય બેઠક ૧૧, ડિસેમ્બર, ૧૯૪૬ ના રોજ મળી હતી. જેમાં ડૉ. રાજેન્દ્રપ્રસાદની સ્થાયી અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી. બંધારણ સભાની તૃતીય બેઠક ૧૩, ડિસેમ્બર, ૧૯૪૬ ના રોજ મળી હતી. સભાનો ઉદ્દેશ્ય પ્રસ્તાવ જવાહરલાલ નહેરુએ રજૂ કર્યો હતો. જેના પર ૧૯ ડિસેમ્બર સુધી વિશદ ચર્ચા-વિમર્શ કરવામાં આવ્યા અને અંતે, ૨૨ જાન્યુઆરી ૧૯૪૭ ના રોજ તેને સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો. ભારતીય બંધારણની પ્રથમ આવૃત્તિ ફેબ્રુઆરી ૧૯૪૮માં પ્રકાશિત કરવામાં આવી હતી. ઓક્ટોબર ૧૯૪૮માં તેની બીજી સંવર્ધિત આવૃત્તિ બહાર પાડવામાં આવી હતી. જેમાં બંધારણ સભાના કુલ ૨૯૯ સભ્યો પૈકી હાજર ૨૮૪ સભ્યોએ હસ્તાક્ષર કર્યા હતા. બંધારણા ઘડવા માટે ૬૩,૯૬,૭૨૯ રૂ. (લગભગ ૬૪ લાખ) નો ખર્ચ થયો હતો. બંધારણ નિર્માણનું કાર્ય કૂલ ૧૧ અધિવેશનોમાં કરવામાં આવ્યું હતું. આ કાર્ય માટે ૬૦ જેટલા દેશોના બંધારણનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. પૂર્ રીતે બંધારણ ઘડવા માટે ૨ વર્ષ, ૧૧ માસ અને ૧૮ દિવસનો સમય લાગ્યો હતો. આમ, ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ભારત એક પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું હતું.



સંકલન –

“મોજીલા માસ્તર”

મુકેશકુમાર ચંદ્રકાન્તભાઈ વાઘેલા

શ્રી અવાણિયા કુમાર પ્રાથમિક શાળા

તા – ઘોઘા, જિ – ભાવનગર


Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

0 Comments:

Post a Comment

Join us on Facebook Group

Followers

VISITERS