પ્રજાસત્તાક દિન અથવા ગણતંત્ર દિવસ
૨૬ જાન્યુઆરી
આજે 26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિન
"શાન ન ઈસ કી જાને પાયે, ચાહે જાન ભલે હી જાયે,વિશ્વ વિજય કર કે દિખલાયેં
તબ હોવે પ્રણ પૂર્ણ હમારા, ઝંડા ઊંચા રહે હમારા.”
આ ગીતના શબ્દો સાંભળતા જ આપણા રોમે રોમ મા એક ઉત્સાહ, હિમ્મત અને શોર્ય ની લહેર દોડી જાય છે.આપણા દેશ ના માન સન્માન અને પ્રતિષ્ઠા માટે દરેક નાગરિક તત્પર રહે છે. ત્યારે આપણે આપણા આ રાષ્ટ્રીય તહેવાર પ્રજાસત્તાક દિન વિશે જાણવુ જોઈએ.
પ્રજાસત્તાક દિન અથવા ગણતંત્ર દિવસ, ૨૬ જાન્યુઆરી, ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. આ દિવસે ઇ.સ. ૧૯૫૦માં ભારતનું બંધારણ અમલમાં આવ્યુ હતુ અને ભારત બ્રિટિશ વાલીપણા હેઠળનાં દેશમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક (ગણતંત્ર) દેશ બન્યો હતો.
ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું બંધારણ છે 26 મી જાન્યુઆરીને ગણતંત્ર દિવસ તેથી નક્કી કર્યો કારણ કે 1930 માં આ દિવસે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ભારતને પૂર્ણ સ્વરાજ ઘોષિત કર્યું હતું . ભારત રાજ્યોનો એક સંઘ છે . તે સંસદીય પ્રણાલીવાળી સરકારનું ગણરાજ્ય છે . આ ગણરાજ્ય ભારતના બંધારણના આધારે શાસિત છે જે બંધારણસભા દ્વારા 26 નવેમ્બર , 1949 ના રોજ ગ્રહણ કરાયું હતું અને તેનો અમલ 26 જાન્યુઆરી , 1950 થી થયો .
ઇતિહાસ
ભારત ૧૫ ઓગસ્ટ,૧૯૪૭ નાં રોજ સ્વતંત્ર થયું, પરંતુ તેમને તેમનું કાયમી બંધારણ હતું નહીં; તેને બદલે સુધારેલા વસાહતી કાયદા, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ૧૯૩૫ પર આધારીત, નો અમલ થતો અને દેશ રાજા પંચમ જ્યોર્જનાં બ્રિટિશ આધિપત્ય તળે ગણાતો અને દેશનાં વડા એવા સર્વોચ્ચ પદ 'ગવર્નર જનરલ' ના પદ પર લોર્ડ માઉન્ટબેટન કારભાર સંભાળતા હતા.
૨૯ ઓગસ્ટ,૧૯૪૭ નાં રોજ કાયમી બંધારણ ની રચના માટે ડો.આંબેડકરનાં વડપણ (as Chairman) હેઠળ એક મુસદ્દા સમિતિ નું ગઠન કરવામાં આવ્યું. સમિતિ દ્વારા બંધારણનો મુસદ્દો તૈયાર કરી અને ૪ નવેમ્બર,૧૯૪૭ નાં રોજ બંધારણ સભા (Assembly) સમક્ષ રજુ કરવામાં આવ્યો. બંધારણનો સ્વિકાર કરતાં પહેલાં બંધારણ સભા નું ૧૬૬ દિવસનું જાહેર સત્ર મળ્યું, તેથી , 26 નવેમ્બરનો દિવસ દર વર્ષે ભારતના બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે .
જે ૨ વર્ષ,૧૧ માસ અને ૧૮ દિવસ ચાલ્યું. કેટલાયે વિચારવિમર્શ અને સુધારાઓ પછી,૩૮૯ સભ્યની આ બંધારણ સભાએ ૨૪ જાન્યુઆરી,૧૯૫૦ નાં રોજ આ દસ્તાવેજોની હિન્દી અને અંગ્રેજીમાં હસ્તલિખીત બે નકલો પર હસ્તાક્ષરો કર્યા. બે દિવસ પછી, ભારતનું બંધારણ ભારતભૂમિ માટે કાયદાનું સ્વરૂપ પામ્યું. ભારતનું બંધારણ (Constitution of India) ૨૬ જાન્યુઆરી,૧૯૫૦ થી અમલમાં આવ્યું. ત્યારે તેમાં 395 લેખ , 8 અનુસૂચિ હતી . આ બંધારણમાં 22 ભાગ હતા . બંધારણ નિર્માણ સમિતિમાં કુલ 284 સભ્યો હતા . 24 નવેમ્બર 1949 બંધારણ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા . આ સભ્યોમાં 15 મહિલા આપણા બંધારણની હસ્તલેખિત પાંડુલિપિ ખાસ પ્રકારનાં ચર્મપત્ર પર તૈયાર કરવામાં આવી હતી . કહેવામાં આવે છે કે તે 1 હજાર વર્ષથી વધુ સમય માટે સલામત હોઈ શકે છે . તે સુક્ષ્મસજીવો અથવા ધૂમ્રપાનથી કોઈ નુકસાન પહોંચાડશે નહીં . પાંડુલિપિ 234 પાના ધરાવે છે , તેનું વજન કુલ 13 કિલો છે .
રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચુંટાયા. ખરેખર, આ એક વિચારણીય પગલું હતું, ૨૬ જાન્યુઆરીનાં બંધારણ પર હસ્તાક્ષર કરી અને ચંદ્રશેખર આઝાદ, સુભાષચંદ્ર બોઝ, ગાંધિજી, ગોપાલ ક્રુષ્ણ ગોખલે,ઝાંસી કી રાની મંગલ પાંડે, મેડમ કામા, ભગતસિંહ, લોકમાન્ય તિલક,લાલા લજપતરાય, સરદાર પટેલ, ગણેશ માવળંકર જેવા અસંખ્ય સ્વતંત્ર્યતા સેનાનીઓ, કે જેઓ ૨૬ જાન્યુઆરીને ભારતનાં સ્વતંત્રતા દિવસ તરીકે ઇચ્છતા હતા, તેમના પ્રત્યે સન્માન દર્શાવવામાં આવ્યું.
"દેશભક્તિ કાંઈ વસ્ત્ર નથી કે આઝાદી પર્વ પર પહેરી ઉતારી દઈએ,
ચાલો એને તિરંગો રક્તકણ બનાવી નસનસમા વહેતો રાખિએ...!!!"
ઉજવણી:-
આજે સમગ્ર દેશમાં ગણતંત્ર દીવસ ઉજવાય છે, ખાસ કરીને ભારતની રાજધાની દીલ્હીમાં આ ઉજવણી રાષ્ટ્રપતિના રાષ્ટ્ર માટેના ઉદ્બોધનથી શરુ થાય છે. ભાષણની શરુઆત સ્વાતંત્ર સેનાનીઓ એ આપેલા બલિદાન તેમ જ “ અમર જવાન જ્યોતિ પર શહીદોને શ્રધ્ધાંજલીથી થાય છે કે જેઓએ દેશના સ્વાતંત્ર્ય માટે સમગ્ર જીવન ન્યોછાવર કરી દીધું હતું તથા રાષ્ટ્રની સંહિતા માટે લડ્યા હતા. આ દિવસનું મહત્ત્વ સિદ્ધ કરવાના ઉદ્દેશ્યથી દર વર્ષે નવી દીલ્હીમાં એક મહા સરઘસ (પરેડ)નું આયોજન કરવામાં આવે છે. તેની શરૂઆત રાષ્ટ્રપતિ ભવન નજીક આવેલ રૈસિના ટેકરીથી થાય છે. વિજય ચોકથી ઇન્ડિયા ગેટ સુધીના માર્ગને રાજપથ કહેવાય છે . જે લગભગ 2 કિમી લાંબો છે જે પહેલા કિગ્સ વે તરીકે ઓળખાતો હતો . પરેડ વિજય ચોકથી શરૂ થાય છે અને રાજપથ થઈને લાલ કિલ્લા પર સમાપ્ત થાય છે .
ભારતના રાષ્ટ્રપતિ દર વર્ષે ભારતના નાગરિકોને પદ્મ એવોર્ડનું વિતરણ કરે છે . ભારત રત્ન પછી આ ભારતનો બીજો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ છે . આ એવોર્ડ ત્રણ કેટેગરીમાં આપવામાં આવે છે , જેમ કે . ઘટતા મહત્વના ક્રમમાં પદ્મ વિભૂષણ , પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદે 21 બંદૂકની સલામી વડે રાષ્ટ્રધ્વજ લહેરાવીને ભારતને સંપૂર્ણ પ્રજાસત્તાક જાહેર કર્યું હતું .
આર્મી, નૌકાદળ અને વાયુસેનાની જુદી જુદી રેજીમેંટ પૂરા સજીધજીને અને એમના અધિકૃત પોશાકમાં પરેડ કરે છે. અરે, ઘોડેસવાર સેનાઓના ઘોડાઓને પણ અવસર અનુસાર આકર્ષક રીતે શણગારવઅમાં આવે છે.ભારતના રાષ્ટ્રપતિ જે ત્રણેય સેનાના પ્રમુખ છે, તેઓ સલામી ઝીલે છે. ત્યાર બાદ રાષ્ટ્રપતિ મંચ પર આવી લશ્કરના જવાનોના પરીવારજનોને જવાનોની યુધ્ધમાં દાખવેલ અજોડ બહાદુરી માટે ચન્દ્રકો એનાયત કરે છે. તથા ભારતના નાગરીકો કે જેમણે અસામાન્ય પરીસ્થિતિઓમાં બહાદુરીપુર્વકનું કાર્ય કર્યુ હોય એમને સન્માનિત કરી તેમને પુરસ્કારો એનાયત કરે છે.
આ પરેડમાં ભારતના જુદાજુદા પ્રદેશની ઝાંકીઓને ફ્લોટ્સ (ખટારા અને ટ્રેલર પર બનાવેલ ધીમેથી સરકરતો મંચ) પર બતાવવામાં આવે છે. આ પરૅડનું જીવંત પ્રસારણ દૂરદર્શન અને આકાશવાણી પરથી કરવામાં આવે છે. રાષ્ટ્રીય બહાદૂરી ચંદ્રક મેળવનાર બાળકો પણ આ સરઘસનો એક ભાગ હોય છે. પ્રાય: તેમને હાથી પર અંબાડીમાં બેસાડવામાં આવે છે. પ્રાદેશિક ઝાંકી (જુદા જુદા પ્રદેશની સાંસ્કૃતિક ઓળખ આપતી ઝલક) સિવાય અન્ય દેખાવ પણ બતાવાય છે.
"કુછ નશા તિરંગે કી આન કા હૈ
કુછ નશા માતૃભૂમિ કી માન કા હૈ
હમ લહરાએંગે હર જગહ ઇસ તિરંગે કો
એસા નશા હી કુછ હિન્દુસ્તાન કી શાન કા હૈ"
અતિથિ:-
આ દિવસે ભારત અન્ય દેશનાં વડાને મુખ્ય અતિથિ તરીકે આમંત્રે છે. 26 જાન્યુઆરી 1950 ના સવારે 10 વાગ્યે 18 મિનિટ પર ભારતની બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું . અને 6 મિનિટ પછી 10 24 મિનિટે ડો . રાજેન્દ્ર પ્રસાદે પ્રથમ રાષ્ટ્રપતિ તરિકેની શપથ લીધા વર્ષ 1950 માં પહેલા ગણતંત્ર દિવસ પર ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો મુખ્ય મહેમાન તરીકે હતા . ચાર વખત વગર મુખ્ય અતિથિએ યોજાયો ગણતંત્ર દિવસ સમારોહ વર્ષ 2021 માં કોરોના વાયરસને કારણે પ્રજાસત્તાક દિન પર કોઈ મુખ્ય અતિથિઓ મહેમાન રહ્યા ના હતા . આ પહેલા 1952,1953 અને 1966 માં ગણતંત્ર દિવસ સમારોહ માટે કોઈને મુખ્ય અતિથિ નથી બનાવવામાં આવ્યા આ ઉપરાંત ત્રણ વખત આ સમારોહના બે - બે મુખ્ય અતિથિ હતા . વર્ષ 1956 , 1968 અને 1974 માં સમારોહના બે - બે મુખ્ય અતિથિ હતા. 2018 માં દસ એશિયાઈ દેશોના શાસનાધ્યક્ષોને સમારોહના મુખ્ય અતિથિ બનાવવામાં આવ્યા હતા.
રાજ્યની રાજધાનીઓમાં પણ ઉજવણી કરવામાં આવે છે, જેમાં રાજ્યપાલ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવે છે.
રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર:-
રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર ભારતમાં દર વર્ષે 26 જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ બહાદુર બાળકોને અપાય છે . આ પુરસ્કારોની શરૂઆત 1957 થી થઈ હતી . પુરસ્કાર સ્વરૂપે એક ચંદ્રક , પ્રમાણપત્ર અને રોકડ રકમ અપાય છે . તમામ બાળકોને સ્કૂલનું ભણતર પૂરું થાય ત્યાં સુધી આર્થિક સહાય પણ આપવામાં આવે છે .
સમાપન:-
બીટિંગ રિટ્રીટનુ આયોજન રાયસીના હિલ્સ પર રાષ્ટ્રપતિ ભવન સામે કરાય છે , જેના ચીફ ગેસ્ટ રાષ્ટ્રપતિ હોય છે . બીટિંગ ધ રિટ્રીટ સમારોહને ગણતંત્ર દિવસનો સમાપન સમારોહ કહેવામાં આવે છે . બીટિંગ રિટ્રીટનું આયોજન ગણતંત્ર દિવસ સમારોહના ત્રીજા દિવસે એટલે કે 29 જાન્યુઆરીની સાંજે કરાય છે . બીટિંગ રિટ્રીટમાં થલ સેના , વાયુ સેના અને નૌસેનાના બૅન્ડ પારંપરિક ધૂન વગાડતાં વગાડતાં માર્ચ કરે છે . આ પછી સત્તાવાર રીતે 29 મી જાન્યુઆરીએ ‘ બીટિંગ રિટ્રીટ ’ સેરેમની સાથે પ્રજાસત્તાક દિનની ઉજવણી સમાપ્ત કરવામાં આવે છે.અંતમાં ભારતીય વાયુસેનાના શક્તિ પ્રદર્શનથી આ સરઘસ પૂર્ણ થાય છે.
રાજ્યની રાજધાનીઓમાં પણ ઉજવણી કરવામાં આવે છે, જેમાં રાજ્યપાલ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવે છે.
"દિલ હમારે એક હૈ, એક હી હૈ હમારી જાન
હિન્દુસ્તાન હમારા હૈ, હમ હૈ ઉસ કી શાન
જાન લુટા દેગે વતન પે, હો જાયેંગે કુરબાન
ઈસલીયે હમ કહેતે હૈ, મેરા ભારત મહાન"
૨૬ જાન્યુઆરી ૧૯૫૦ એ ભારત દેશના ઇતીહાસમાં ઘણો અગત્યનો દિવસ છે. આ દિવસે ભારત દેશનું બંધારણ અમલંમા આવ્યું હતું અને ભારત ખરા અર્થમાં એક 'પ્રજાસત્તાક રાષ્ટ્ર' બન્યું હતું. આ દિવસે ભારત એક પૂર્ણ ગણતંત્ર સંચાલિત લોક્તંત્ર દેશ બન્યુ. દેશે મહાત્મા ગાંધી અને હજારો સ્વતંત્ર સેનાનીઓ જેમણે સ્વાતંત્ર્ય માટે પોતાનુ સર્વસ્વ ન્યોછાવર કર્યુ હતુ તેમનુ સ્વતંત્ર રાષ્ટ્રનું સ્વ્પ્ન ફળીભુત થતુ જોયુ. તેથી જ ૨૬ મી જાન્યુઆરી ને રાષ્ટીય તહેવાર ઘોષિત કરવામાં આવ્યો અને ત્યારથી આ દિવસ ભારતના "પ્રજાસત્તાક દિવસ" તરીકે માનભેર ઉજવાય છે.
રાષ્ટ્રીય ધ્વજ:-
ભારતીય રાષ્ટ્રીય ધ્વજ પિંગલી વેંકૈયાએ ડિઝાઇન કર્યો હતો . પિંગલીએ શરૂઆતમાં ઝંડો ડિઝાઇન કર્યો ત્યારે તે માત્ર બે રંગનો હતો , લાલ અને લીલો . તેમણે આ ધ્વજ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ પાર્ટીના બેઝવાડા અધિવેશનમાં ગાંધીજી સમક્ષ રજૂ કર્યો હતો . બાદમાં ગાંધીજીની ભલામણ આધારે તેમણે ધ્વજમાં સફેદ પટ્ટો જોડી દીધો , આગળ જતાં રાષ્ટ્રીય પ્રતીક સ્વરૂપે અશોક ચક્રને ચરખાનું સ્થાન મળ્યું . ભારતીય રાષ્ટ્રીય ધ્વજને વર્તમાન સ્વરૂપમાં 22 જુલાઈ , 1947 ના રોજ આયોજિત બંધારણસભાની બેઠક દરમિયાન અપનાવવામાં આવ્યો . ભારતમાં “ ત્રિરંગા " નો અર્થ ભારતીય રાષ્ટ્રીય ધ્વજ છે
"ના પૂછો જમાને સે, ક્યા હમારી કહાની હૈ
હમારી પહેચાન તો બસ ઇતની હૈ
કિ હમ હિન્દુસ્તાની હૈ"
માતૃભૂમિની સ્વતંત્રતા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનાર, સ્વતંત્રતા સંગ્રામ વીરોને શત શત નમન વંદન.
"વતન પર જો ફિદા હોગા, અમર વો હર નૌજવાન હોગા,
રહેગી જબ તક દુનિયા યે, અફસાના ઉસકા બયાં હોગા."
*પ્રજાસત્તાક દિવસ*
अनेकता में एकता ही इस देश की शान है,
इसलिए मेरा भारत देश महान है।
પ્રજાસત્તાક દિન અથવા ગણતંત્ર દિવસ, ૨૬ જાન્યુઆરી, ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યુ હતું અને ભારત બ્રિટિશ વાલીપણા હેઠળનાં દેશમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક (ગણતંત્ર) દેશ બન્યો હતો.
ભારત દેશ ૧૫ ઑગસ્ટ, ૧૯૪૭ના રોજ આઝાદ થયો, પરંતુ આપણા દેશનું પોતાનું કાયમી બંધારણ નહોતું. તેને બદલે સુધારેલા વસાહતી કાયદા, ગવર્મેન્ટ ઑફ ઇન્ડિયા એક્ટ ૧૯૩૫ પર આધારીત, નો અમલ થતો અને દેશ રાજા પંચમ જ્યોર્જનાં બ્રિટિશ આધિપત્ય તળે ગણાતો અને દેશનાં વડા એવા સર્વોચ્ચ પદ 'ગવર્નર જનરલ'ના પદ પર લોર્ડ માઉન્ટબેટન કારભાર સંભાળતા હતા.
આપણો દેશ આઝાદ થયા પછી દેશનું સંચાલન કરવા માટે ચોક્કસ માર્ગદર્શિકાની જરૂર હતી. આ માટે બંધારણની રચના કરવાનું જરૂરી જણાયું. બંધારણસભામાં કુલ ૩૮૯ સભ્યો હતા. બંધારણસભાના અધ્યક્ષ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ હતા અને બંધારણની ખરડા (મુસદ્દા) સમિતિના અધ્યક્ષ ડૉ.ભીમરાવ આંબેડકર હતા. બંધારણ સભાએ ૨ વર્ષ, ૧૧ માસ અને ૧૮ દિવસમાં મળેલી કુલ ૧૬૬ બેઠકોમાં બંધારણ ઘડતરની કામગીરી પૂર્ણ કરી હતી. ૨૬ નવેમ્બર, ૧૯૪૯ના રોજ તૈયાર થયેલા બંધારણને બંધારણસભાએ સ્વીકાર્યું અને ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ બંધારણને અમલમાં મૂકવામાં આવ્યું હતું. બંધારણ ઘડવામાં ડૉ. ભીમરાવ આંબેડકરે મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. ભારતનું બંધારણ (Constitution of India) ૨૬ જાન્યુઆરી,૧૯૫૦થી અમલમાં આવ્યું અને ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા.
૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ એ ભારત દેશના ઈતિહાસમાં ઘણો અગત્યનો દિવસ છે. આ દિવસે ભારત દેશનું બંધારણ અમલમાં આવ્યું હતું. આ દિવસે ભારત સંપૂર્ણ લોકતંત્ર બન્યું હતું. આપણા દેશમાં પ્રથમ ગણતંત્ર દિવસ ૨૬મી જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ ઉજવવામાં આવ્યો હતો. ભારતીય રાષ્ટ્રધ્વજ પિંગલી વેંકૈયાએ તૈયાર કર્યો હતો.
આપણા દેશમાં પ્રજાસત્તાક દિન (ગણતંત્ર દિન) ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસે સમગ્ર દેશમાં તહેવાર જેવું વાતાવરણ હોય છે. શાળા, કૉલેજ અને સરકારી કચેરીઓમાં ધ્વજ વંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે.
ભારત માતાકી જય
જય હિંદ- જય ભારત
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.
0 Comments:
Post a Comment