રાષ્ટ્રીય મતદાતા દિવસ
રાષ્ટ્રીય મતદાતા દિવસ -2024 ની થીમ
‘Nothing Like Voting, I Vote For sure’
ભારત સરકાર દ્વારા વધુને વધુ યુવા મતદારોને મતદાન અંગે જાગૃત કરવા, પ્રોત્સાહિત કરવા અને મતદાનની રાજકીય પ્રણાલીમાં જોડવાના ઉદ્દેશથી દર વર્ષના ૨૫ જાન્યુઆરીના દિવસને 'રાષ્ટ્રીય મતદાતા દિવસ' (National Voters Day) તરીકે મનાવવામાં આવે છે. આ ઉજવણીની શરૂઆત ૨૫ જાન્યુઆરી, ૨૦૧૧થી કરવામાં આવી છે. તારીખ ૨૫ જાન્યુઆરી ભારતીય ચૂંટણીપંચ (Election commission Of India)નો સ્થાપના દિવસ છે.
પહેલો રાષ્ટ્રીય મતદાતા દિવસ ૨૫ મી જાન્યુઆરી, ૨૦૧૧ ના રોજ ઉજવાયો હતો. ૨૫ જાન્યુઆરી, ૨૦૧૧ ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસની શરૂઆત કરવામાં આવી હતી. રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ નવા મતદારોને પ્રોત્સાહિત કરવાનો, સુવિધા આપવાનો, મહત્તમ નોંધણી કરવાનો છે. ૨૫ જાન્યુઆરી, ૧૯૫૦ ના રોજ ભારતના ચૂંટણી પંચ (Election Commission of India) (भारत निर्वाचन आयोग)ની સ્થાપના કરવામાં આવી હતી. ભારતના ચૂંટણી પંચ (Election Commission of India) (भारत निर्वाचन आयोग)ના સ્થાપના દિવસની યાદમાં દર વર્ષે ૨૫ જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિના મુખ્ય મહેમાન પદે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. મતદાન એ આપણો મૂળભૂત અધિકાર છે.
ભારત દેશ લોકશાહી વ્યવસ્થા ધરાવે છે. 'લોકોનું, લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસન' એટલે લોકશાહી. ભારત દેશમાં સામાન્ય રીતે દર પાંચ વર્ષે ચૂંટણીઓ યોજાય છે. જેમાં લોકો મત આપીને પોતાના પ્રતિનિધિઓ પસંદ કરે છે. ચૂંટાયેલા સભ્યો પાંચ વર્ષ સુધી લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. ભારતમાં મતાધિકાર માટેની ઉંમર ૧૮ વર્ષ નક્કી કરવામાં આવી છે. મતનું મહત્ત્વ સમજાવવા અને કોઈ પણ પ્રકારના ડર વગર મતદાન થાય એ માટે ભારતનું ચૂંટણીપંચ વ્યવસ્થા કરે છે. ચૂંટણી સમયે વધુને વધુ લોકો મતદાન કરી શકે તે માટે ખાસ પ્રયત્નો કરવામાં આવે છે. જાહેરાત અને વિશેષ વ્યવસ્થા થકી મતદારોને જાગ્રત કરવામાં આવે છે. ચૂંટણીપંચ તટસ્થ રીતે ચૂંટણી કરાવે છે. ભારત દેશમાં નોંધાયેલ સૌ મતદારો મતદાન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. દિવ્યાંગ વ્યક્તિઓ માટે વિશેષ સુવિધા કરવામાં આવે છે.
ભારતીય ચૂંટણીપંચ (Election Commission of India) (भारत निर्वाचन आयोग)ની સ્થાપના ૨૫ જાન્યુઆરી, ૧૯૫૦ ના રોજ થઈ હતી. આ સંસ્થા બંધારણની કલમ-૩૨૪ અંતર્ગત આવે છે. એમાં ત્રણ સભ્ય પ્રમુખ હોય છે, પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર અને બે અન્ય કમિશનર સામેલ હોય છે. તેમને રાષ્ટ્રપતિ તરફથી નિયુક્ત કરવામાં આવે છે. સૌનો કાર્યકાળ ૬ વર્ષનો હોય છે. આ એક બંધારણીય સંસ્થા છે.
ભારતમાં સંવિધાનની કલમ ૨૪૩(ડ) અને કલમ ૨૪૩ (વ)(ક)ની જોગવાઈ અનુસાર રાજ્યની ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના સંચાલન, દેખરેખ અને નિયંત્રણની કામગીરી રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવે છે. ભારતમાં સંવિધાનની કલમ ૨૪૩(ડ) અને કલમ ૨૪૩ (વ)(ક)ની જોગવાઈ અનુસાર ગુજરાત રાજ્યમાં રાજ્ય ચૂંટણી આયોગની રચના ૨૩ સપ્ટેમ્બર, ૧૯૯૩ થી કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી કમિશનરશ્રી તેના વડા છે અને તેમની નિમણૂક રાજ્યપાલશ્રી દ્વારા કરવામાં આવે છે. ગુજરાતના રાજ્ય ચૂંટણી આયોગનું મુખ્ય મથક ગાંધીનગર ખાતે આવેલું છે.
ભારતનું ચૂંટણીપંચ ECI (Election commission Of India) ભારતમાં લોકસભા, રાજ્યસભા અને રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓનું સંચાલન કરે છે. તે ભારતના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના પદ માટેની ચૂંટણીઓ પર પણ દેખરેખ રાખે છે. ભારતનું ચૂંટણીપંચ ECI (Election commission Of India) ની સ્થાપના ૨૫ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ કરવામાં આવી હતી. તેનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે આવેલું છે.
રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે શાળાઓ અને કૉલેજમાં વિવિધ સ્પર્ધાઓ જેમ કે નિબંધ લેખન, વકતૃત્વ સ્પર્ધા, સેમિનાર વગેરે યોજવામાં આવે છે. વિદ્યાર્થીઓ માટે ઑનલાઈન અથવા ઑફ લાઈન મતદાતા ક્વિઝનું આયોજન કરવામાં આવે છે.
જાણવા જેવું :
• મતદારયાદીમાં નવા મતદાર તરીકે નામ નોંધાવવા માટે ફોર્મ નંબર - ૬ ભરવું પડે છે.
• ચૂંટણીકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવા માટે ફોર્મ નંબર ૬- B ( ફોર્મ નંબર ૬- ક) ભરવું પડે છે.
• મતદારના મૃત્યુના કિસ્સામાં મતદારયાદીમાંથી નામ કમી કરવા ફોર્મ નંબર - ૭ ભરવું પડે છે.
• મતદારયાદીમાં ક્ષતિ સુધારણા હેતુ (ફોટો બદલવા, જન્મ તારીખ સુધારવા, નામ સુધારવા, સરનામું સુધારવા) ફોર્મ નંબર - ૮ ભરવામાં આવે છે.
• ઘરબેઠા મતદારયાદીમાં સુધારણા હેતુ ફોર્મ ભરવા Voter helpline એપનો ઉપયોગ કરી શકાય છે
• દિવ્યાંગ મતદારોની સુવિધા હેતુ Saksham - ECI એપનો ઉપયોગ કરી શકાય છે.
• બી.એલ.ઑ.નું પૂરું નામ બૂથ લેવલ ઑફિસર છે.
💐 *"શિક્ષણકુંજ" દ્વારા આયોજિત*
*રાષ્ટ્રીય મતદાતા દિવસ (National Voters Day) અંતર્ગત*
*રાજ્યકક્ષાની ઑનલાઈન ઈ-સર્ટિફિકેટ ક્વિઝ* 💐
*देश के विकास में दे अपना योगदान,*
*हर हाल में करना अपना मतदान।*
*🤝આ ક્વિઝ કોઈપણ વ્યક્તિ આપી શકશે.*
*💫 ક્વિઝ રમવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.*
https://forms.gle/zzcjXh7s7y3W5gPWA
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
*💫 ક્વિઝ આપ્યા બાદ પ્રમાણપત્ર મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.*
https://drive.google.com/drive/folders/1xtuilqACl6UWtxqrlhR4dI0_RV8iKwzt?usp=sharing
✍️✍️✍️✍️✍️✍️✍️✍️
*પ્રેરક*
માનનીય શ્રી એમ.પી.કતીરા
મદદનીશ મતદાર નોંધણી અધિકારી
1-અબડાસા વિધાનસભા મતદાર વિભાગ
અને મામલતદાર - અબડાસા (કચ્છ)
*માર્ગદર્શક :*
શ્રી રાજદીપ પરમાર
નાયબ મામલતદાર - મતદારયાદી
મામલતદાર કચેરી - અબડાસા (કચ્છ)
🌸🌸🌸🌸🌸🌸🌸
*🌈" શિક્ષણકુંજ"ના સંચાલકો 🌈*
*🤝શ્રી દિનેશભાઈ ધનાભાઇ ચૌહાણ*
*🤝શ્રી રાજેશ ધનજીભાઈ ડાભી*
*🤝શ્રી નરેન્દ્ર મણિલાલ કાલરિયા*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*શિક્ષણકુંજ WhatsApp ગ્રૂપમાં જોડાવા માટેની લિંક*
https://chat.whatsapp.com/DB42TGd1GWdKcTu2Rba2ho
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.
0 Comments:
Post a Comment