કઠપૂતળીનો ઈતિહાસ અને રોચક વાતો
કઠપૂતળીનો ઈતિહાસ અને રોચક વાતો :
‘એ હાલો કઠપૂતળીનો ખેલ જોવા…’ એક જમાનામાં ગામડાંની કોઈ શેરીમાં આ સાદ પડતાંની સાથે જ ગામ આખું પડદા પાછળથી દોરી વડે લાકડાંની પૂતળીઓને નચાવતો ખેલ જોવા ચોકમાં ઉમટી પડતું. ત્યારે કઠપૂતળીના ખેલ ગ્રામ્ય સંસ્કૃતિનું અતિ જૂનું અને મહત્ત્વનું મનોરંજનનું માધ્યમ હતું.
કઠપૂતળીનો ઉદ્ભવ અને પ્રાચીન ઈતિહાસ
નવી પેઢીએ વિક્રમાદિત્યની બત્રીસ પૂતળીઓની વાર્તા વાંચતી હશે કે કેમ એ ખબર નથી પણ આપણે નાના હતાં ત્યારે બત્રીસ પૂતળીઓની વાર્તા લગભગ બધા વાંચતા, કઠપૂતળીનો ઇતિહાસ આશરે પચ્ચીસસો વર્ષ પ્રાચીન છે, પાણિનીના નટસૂત્રમાં કઠપૂતળીના ઉલ્લેખો છે. બે હજાર વર્ષ પહેલાં પણ નાટકો કઠપૂતળીના માધ્યમથી ભજવાતા હતાં.
ભારતથી પડોશી દેશો થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા, શ્રીલંકા, ફિલિપાઇન્સ, વિયેટનામ,કોરિયા વગેરેમાં કઠપૂતળી પહોંચી, ત્યાંથી ચીન થઈ રશિયા અને યુરોપ સુધી ફેલાતી ગઇ. મહત્વની વાત એ છે ત્યાં કઠપૂતળીની કળાનો આધુનિક જ્ઞાન સાથે વિકાસ થયો અને આજે તેને જાળવવા સુંદર પ્રયાસો પણ થાય છે. કઠપૂતળીના ખેલ પરથી અનેક પોપ્યુલર ટીવી શોઝ પણ થાય છે. ઇવન કાર્નિવલમાં પણ પ્રાણીઓની પ્રતિકૃતિ પણ કઠપૂતળી કળા પર આધારિત છે.
એવું માનવામાં આવે છે કે ગ્રીસથી કઠપૂતળી કળા વિકાસ પામી હતી…. ઇવન ઇજીપ્તમાં પણ આ કળા પૌરાણિક યુગથી વિકસી હતી. આપણે બંને વાતો સાથે એટલો વાંધો નથી… વાંધો તો એ છે કે ભગવાન શીવે આપેલી આ કળાને બચાવવા પ્રયત્નો ઘણા ઓછા છે…
યુરોપિયન દાર્શનિક એરિસ્ટોટલ અને પ્લટોએ કઠપૂતળી વિશે લખ્યું છે, હોમરના પૌરાણિક નાટકો ઇલિયાડ અને ઓડીસી કઠપૂતળી દ્વારા રજૂ થયા હતાં.
ભારતની વાત કરીએ તો આપણી લોકકથાઓને જીવંત રાખવા માટે કઠપૂતળીઓના ખેલ અને કલાકારોનો આભાર માનવો જોઈએ.
આપણે ગુજરાતીઓએ રાજસ્થાની કઠપૂતળીના ખેલ વધારે જોયા છે, કપડાની કઠપૂતળીને દોરા વડે બાંધી આંગળીઓથી નચાવતા બજાણિયા જોયા છે. આ શૈલીની વિશેષતા એ છે કે કઠપૂતળીના પહેરવેશ પરથી ખબર પડી જાય કે કોણ રાજા છે અને કોણ પ્રજા…
ઓરિસ્સામાં કુંદેઈ, મહારાષ્ટ્રમાં માલાસૂત્રી કે તમિલનાડુમાં બોમલટ્ટમ શૈલી જાણિતી છે. કેરાલામાં કઠપૂતળી નચાવતા નચાવતા પ્રેક્ષકોને પણ નચાવવામાં આવે છે.
દક્ષિણ ભારતમાં કઠપૂતળી જાનવરોના ચામડામાંથી બને છે પણ બંગાળમાં ડંડા સાથે કઠપૂતળી બાંધી નાચ નચાવવામાં આવે છે….
૨૧ માર્ચે દુનિયાભરમાં વિશ્વ કઠપૂતળી દિવસ તરીકે મનાવાય છે. કઠપૂતળીની કલા ભારતમાંથી દુનિયાના અનેક દેશોમાં પહોંચી હોવા છતાં આજે ભારતમાં તે મૃતપ્રાય હાલતમાં છે. ગ્રામીણ ભારતમાં મનોરંજન સાથે શિક્ષણની ગરજ સારતી કઠપૂતળી સ્માર્ટફોન અને ઈન્ટરનેટના આગમનથી રસ્તે રઝળતી થઈ ગઈ છે
આ ખેલ લોકશિક્ષણનું કાર્ય પણ કરતા. આ ખેલના કલાકારો રોજ કોઈ ગામમાં ખેલ બતાવીને પેટ પૂરતું રળી લેતા. સમય જતાં લોકોનાં જીવનધોરણથી માંડીને મનોરંજનનાં સાધનોમાં પરિવર્તન આવ્યું. સિનેમા અને ટેલિવિઝન જેવાં ઉપકરણોએ પરંપરાગત કળાઓને મરણતોલ ફટકો માર્યો. એ ઘા એટલો જડબેસલાક નીવડ્યો કે પરંપરાગત કળાઓ પર અનેક વિચરતી-વિમુક્ત જાતિઓનો જીવનનિર્વાહ ચાલતો હતો તે બંધ થઈ ગયો. કઠપૂતળી આવી વિસરાયેલી કળાઓમાંની એક છે.
મોહેં-જો-દડો અને ઈજિપ્તના પિરામિડોમાંથી પ્રાચીન પૂતળીઓ મળી આવી હતી. ઔરંગઝેબના સમયમાં કઠપૂતળીના ખેલમાં ‘પૃથ્વીરાજ ચૌહાણ’ અને ‘અમરસિંગ રાઠોડ’ની શૂરવીરતા રજૂ કરાતી. પરિણામે સ્થાનિકોમાં બળવો થવાની આશંકાએ ઔરંગઝેબે તેના પર પ્રતિબંધ મૂકી દીધેલો, ત્યારથી કઠપૂતળીના ખેલ કરનારે મુખથી સંવાદો બોલવાનું બંધ કરીને ‘પીપાડી’ (સીટી)થી સંવાદ બોલવાનું શરૂ કર્યું હતું. ભારતમાંથી જ કઠપૂતળીના કલાકારો જાવા, સુમાત્રા, ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ, ચીન અને જાપાન જેવા દેશોમાં જતા. આ દેશોમાં આજેય ભારતીય પારંપરિક કઠપૂતળી કળા હયાત છે.
હાલ ગુજરાતમાં જે કઠપૂતળીની કળા રજૂ થાય છે તે રાજસ્થાનથી આયાત થયેલી છે. રાજસ્થાનમાં રાજ નટ, દક્ષિણી નટ અને ભાટ નટ એમ ત્રણ પ્રકારની નટજાતિ છે. ભાટ નટ કઠપૂતળી ભાટ તરીકે ઓળખાય છે. ભાટ કોમની ચાર પેટા જાતિઓ રાજભાટ, રાવભાટ, કંકાળીભાટ અને દક્ષિણીભાટ છે. જેમાંથી રાજભાટ રાજાના દરબારમાં રાજકવિ તરીકે સ્થાન પામ્યા હતા. રાવ ભાટ વિવિધ કોમના ‘બારોટ-વહીવંચા’ બન્યા. કંકાળીભાટ કઠપૂતળીના ખેલ સાથે જોડાયા. જેમાં દક્ષિણી નટ કોમ પણ જોડાઈ, જે પછીથી નટભાટ તરીકે ઓળખાઈ.
કઠપૂતળીના પ્રકાર
તેના મુખ્ય ચાર પ્રકાર છે.
1. ગ્લવ્ઝ પપેટ,
2. રોડ પપેટ,
3. શૅડો પપેટ અને
4. સ્ટ્રિંગ પપેટ.
ગ્લવ્ઝ પપેટ હાથમાં પહેરાય છે. રોડ પપેટને એક લાકડા સાથે જોડીને ઊંચેથી દર્શાવાય છે. જ્યારે શૅડો પપેટ પડદા પર પડછાયા દ્વારા રજૂ થાય છે. સ્ટ્રિંગ પપેટ જેમાં કઠપુતળીને દોરીથી બાંધીને આંગળાની મદદથી હલનચલન કરાવીને મનોરંજક પ્રસ્તુતિ કરવામાં આવે છે. દરેકની બનાવટ અને રજૂઆત અલગ રીતે થાય છે. મહારાષ્ટ્રમાં કઠપૂતળીની કળા બાઉલી, કર્ણાટક અને મૈસુરમાં ગોમ્બેઆટ્ટા, કેરળમાં તોલપાવૈ-તૂણીપાવા, ઓરિસ્સામાં સખીનત્ત અને રાવણછાયા, બંગાળમાં પુત્તુલ નાચ-બેનીર પુત્તુલ અને આંધ્રમાં બોમ્મા-તોળુ બોમ્મા તરીકે રજૂ થાય છે.
ફ્રાન્સ, ડેન્માર્ક, ઈટાલી, જર્મની, ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ જેવા દેશોમાં તેમને કઠપૂતળીના ખેલ માટે ભારે ક્રેઝ છે. “કઠપૂતળી મનોરંજન સાથે શિક્ષણ આપે છે, આ વાત વિદેશીઓ વધુ સમજે છે. કેન્દ્રીય સંગીત નાટક અકાદમી આ કળાને પ્રોત્સાહન આપે છે, ગુજરાતની સંગીત નાટક અકાદમી આ બાબતે ઉદાસીન છે.
આ કળાના પતનનું સૌથી મોટું કારણ મનોરંજનનાં સાધનોનો વિકાસ છે. કળા સાથે જોડાયેલા લોકો મોટાભાગે અભણ અને ગરીબ છે. તેમને સરકારી યોજનાનો સહારો કે નથી સમાજ તરફથી કોઈ સહાનુભૂતિ પણ નથી. ગુજરાતમાં પૂતળી ભાટ કોમનાં લગભગ સવાસો કુટુંબ અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર અને મહેસાણામાં વસે છે.
જેમાંથી કઠપૂતળીના ખેલ કરનારા ગણ્યાગાંઠ્યા કલાકારો રહ્યા છે. મોટાભાગના હવે કાપડનાં હાથી-ઘોડા, તોરણ, ચકલી-પોપટની સેરો, નાનીમોટી કઠપૂતળીઓ અને લાકડાની અણઘડ મૂર્તિઓ બનાવીને જીવન ગુજારે છે. શિક્ષણની ઉપેક્ષા અને ગરીબીરેખાથી પણ નીચું જીવનધોરણ હોવાથી તેઓ સામાન્ય પ્રવાહમાં જોડાઈ શક્યા નથી.
બાકી હતું તે સિનેમા, ઈન્ટરનેટ, કમ્પ્યૂટર, સ્માર્ટફોન જેવાં મનોરંજન માધ્યમોએ પૂરું કર્યું. લોકો ઈન્ટરનેટ અને સ્માર્ટફોનથી એવા બંધાઈ ગયા છે કે તેમને કઠપૂતળી જેવી પ્રાચીન કળામાં રસ રહ્યો નહીં.આ કળાને બચાવવી હશે તો સરકારે તેને ફરજિયાત પ્રોત્સાહન આપવું પડશે. સમાજ આ ઉપેક્ષિત કલા પ્રત્યે જાગ્રત થાય તે પણ જરૂરી છે. કઠપૂતળીની કળાની સાથે શિક્ષણ પણ મળી રહે તેવી જોગવાઈ થઈ શકે. એનજીઓ દ્વારા આ કોમના પ્રૌઢોને અક્ષરજ્ઞાન આપવું પડશે.
કઠપૂતળી કળાનો ઉપયોગ બાળ શિક્ષણ, સમાજ શિક્ષણ, મનોરંજન, દિવ્યાંગો માટે થઈ શકે. વિદેશોમાં ખાસ કરીને ઈંગ્લેન્ડમાં રાષ્ટ્રીય અભ્યાસક્રમમાં કઠપૂતળીને સમાવાઈ છે.જેમાં આઠમા ધોરણ સુધીનાં બાળકોને પપેટ દ્વારા અંગ્રેજી ભાષા, ઇતિહાસ, ભૂગોળ, ગણિત, વિજ્ઞાન અને સામાન્ય ટેક્નોલોજીનું જ્ઞાન અપાય છે. આ પ્રયોગ આપણે ત્યાં અમલમાં મૂકી શકાય.
કલા-કલાકારો સમાજનો શણગાર છે. કઠપૂતળીની કળાનો શણગાર આજે ઝાંખો પડી ગયો છે. તેને ફરીથી ચમકદાર બનાવવાની જરૂરિયાત છે. જો એમ નહીં થાય તો એ દિવસ દૂર નથી જ્યારે કઠપૂતળીની કળા મ્યુઝિયમોના કાચના કબાટમાં કેદ થઈને પોતાની કમનસીબી પર આંસુ સારતી હશે.
વિશ્વ કઠપૂતળી દિન
વિશ્વ કઠપૂતળી દિન દર વર્ષે ૨૧ માર્ચના રોજ ઉજવવામાં આવે છે. કઠપૂતળી રંગમંચ પર ખેલાતો સૌથી જૂનો ખેલ છે. આ દિવસની ઉજવણી કરવા માટેનો વિચાર ઈરાનના કઠપૂતળી કલાકાર જાવેદ જોલપાઘરીના મનમાં આવ્યો હતો. વર્ષ ૨૦૦૦માં માંડેબુર્ગ ખાતે ૧૮મા યુનિયન ઇન્ટરનેશનલે દે લા મેરીઓનેટે (UNIMA-Union Internationale de la Marionnette) સંમેલન દરમિયાન આ પ્રસ્તાવ વિચાર માટે મૂકવામાં આવ્યો. ૨ વર્ષ પછી વર્ષ ૨૦૦૨માં જૂન મહિનામાં એટલાન્ટા ખાતે આ પ્રસ્તાવનો કાઉન્સિલ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હતો. આ દિવસની ઉજવણી પ્રથમ વખત વર્ષ ૨૦૦૩માં કરવામાં આવી હતી. યુનેસ્કો સાથે સંકળાયેલી યુનિયન ઇન્ટરનેશનલ-દ-લા-મરીઓનેટે નામની સંસ્થાએ વર્ષ ૨૦૦૩થી સમગ્ર વિશ્વમાં પ્રતિ વર્ષ ૨૧ માર્ચને વિશ્વ કઠપૂતળી દિન (World Puppetry Day) તરીકે ઉજવવાનું શરૂ કર્યુ હતું.
‘એ હાલો કઠપૂતળીનો ખેલ જોવા…’ એક જમાનામાં ગામડાંની કોઈ શેરીમાં આ સાદ પડતાંની સાથે જ ગામ આખું પડદા પાછળથી દોરી વડે લાકડાંની પૂતળીઓને નચાવતો ખેલ જોવા ચોકમાં ઉમટી પડતું. ત્યારે કઠપૂતળીના ખેલ ગ્રામ્ય સંસ્કૃતિનું અતિ જૂનું અને મહત્ત્વનું મનોરંજનનું માધ્યમ હતું.
“આજે કઠપૂતળીનું સ્થાન આધુનિક પપેટે લઇ લીધું છે.” સામાજિક શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ પરિણામ આપવાના સામર્થ્યને કારણે આજે પપેટનું મહત્ત્વ અનેકગણું વધી ગયું છે. ખાસ કરીને બાળકોને પપેટ દ્વારા શિક્ષણ આપવાના પ્રયોગમાં પણ સફળતા મળી રહી છે. પપેટના આ મહત્ત્વને ધ્યાને લઇને પપેટની કળાને વૈશ્વિક ઓળખ આપવા અને તેને રજૂ કરનારા કલાકારોને પ્રોત્સાહિત કરવા યુનેસ્કો સાથે સંકળાયેલી યુનિયન ઇન્ટરનેશનલ-દ-લા-મરીઓનેટે નામની સંસ્થાએ વર્ષ ૨૦૦૩થી સમગ્ર વિશ્વમાં પ્રતિ વર્ષ ૨૧ માર્ચને વિશ્વ કઠપૂતળી દિન (World Puppetry Day) તરીકે ઉજવવાનું શરૂ કર્યુ હતું.
કઠપૂતળીના પ્રકાર : તેના મુખ્ય ચાર પ્રકાર છે. (૧)ગ્લવ્ઝ પપેટ, (૨) રોડ પપેટ (૩) શૅડો પપેટ અને (૪) સ્ટ્રિંગ પપેટ. ગ્લવ્ઝ પપેટ હાથમાં પહેરાય છે. રોડ પપેટને એક લાકડા સાથે જોડીને ઊંચેથી દર્શાવાય છે. શૅડો પપેટ પડદા પર પડછાયા દ્વારા રજૂ થાય છે. સ્ટ્રિંગ પપેટ જેમાં કઠપૂતળીને દોરીથી બાંધીને આંગળાની મદદથી હલનચલન કરાવીને મનોરંજક પ્રસ્તુતિ કરવામાં આવે છે.
આમ તો ભારતમાં કઠપૂતળીની કળા બે હજાર વર્ષ જૂની છે. કઠપૂતળીની કળાની જનની રાજસ્થાનની ભૂમિ હોવાનું માનવામાં આવે છે. કઠપૂતળીને પાતળી દોરીથી બાંધીને હાથના આંગળાથી કે લાકડીની મદદથી નચાવવામાં કઠપૂતળીના કળાકારો માહેર હોય છે. ઇતિહાસના શૌર્ય અને પ્રેમ પ્રસંગોની પ્રસ્તુતિ આ કળાની ખાસ વિશેષતા રહી છે. આ એક એવી કળા છે, જ્યાં વિવિધ કળાનો સંગમ જોવા મળે છે. અહીં નાટ્યકળા, ચિત્રકળા, મૂર્તિકળા, કાષ્ઠકળા, શણગાર, સંગીત અને નૃત્ય જેવી કળા એક સાથે જોડાયેલી જોવા મળે છે.
પ્રાચીન સમયથી કઠપૂતળીની કળા સામાજિક શિક્ષણનું સબળ માધ્યમ બની રહી છે. લોકો સુધી સંદેશો પહોંચાડવા માટે કઠપૂતળીની કળાનો ઉપયોગ જૂનો અને જાણીતો છે. આજે બાળકો જે કાર્ટૂન જુએ છે તેના બીજ કઠપૂતળીના ખેલમાં પડેલાં છે. પ્રાદેશિક વૈવિધ્યને કારણે કઠપૂતળીની કળા અલગ અલગ ક્ષેત્રોમાં અલગ અલગ નામથી ઓળખાય છે. ઓરિસ્સામાં તે સાખી કુંદેઇ, મહારાષ્ટ્રમાં માલાસૂત્રી બહુલી, કર્ણાટકમાં ગોમ્બેયેટ્ટા, તામિલનાડુમાં બોમ્મલટ્ટમ, કેરલમાં તોલપવકૂથુ તેમજ આંધ્રપ્રદેશમાં થોલુ બોમલતા તરીકે ઓળખાતી આ કળા ભારતના દરેક પ્રાંતમાં પ્રચલિત છે. ભારતમાં ટ્રેડિશનલ અને મોડર્ન એમ બે પ્રકારના કઠપૂતળીકાર જોવા મળે છે.
કઠપૂતળી :
પાર્શ્વ દોરીસંચારથી હલનચલન કરતાં માનવ કે પ્રાણી-પાત્રોના કથાપ્રસંગોની મનોરંજનલક્ષી રજૂઆત. સામાન્ય રીતે લાકડાં, ચીંથરાં અથવા કાગળના માવામાંથી પૂતળાં બનાવવામાં આવે છે. દરેક યુગમાં વિશ્વના જુદા જુદા દેશોમાં કઠપૂતળી સમ્રાટો, રાજાઓ, ઉમરાવો, ધનિકો તથા સામાન્ય લોકોનું મનોરંજન કરતી આવી છે.
વધુ માહિતી માટે અહીં લિંક પર ક્લિક કરો
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.
ખૂબ સરસ માહિતી સાહેબ
ReplyDelete