શિક્ષણ , સર્જન , સિદ્ધિ

શિક્ષણકુંજ ઈ મેગેઝીન
Join Us On
Whatsapp
Join Us On
Telegram

મહાત્મા જ્યોતિબા ફૂલે

 મહાત્મા જ્યોતિબા ફૂલે

MAHATMA JYOTIBA PHULE






નામ : જ્યોતિબા ગોવિંદરાવ ફૂલે

જન્મ તારીખ :11 એપ્રિલ 1827

જન્મ સ્થળ : મહારાષ્ટ્રનાં પૂણે જિલ્લાના સતારા ગામમાં 

પિતાજીનું નામ : ગોવિંદરાવ ફૂલે

માતાનું નામ : ચિમનાબાઈ

૫ત્નીનું નામ : સાવિત્રીબાઈ ફૂલે

સંસ્થા : સત્યશોધક સમાજ

મૃત્યુ તારીખ : 28 નવેમ્બર 1890




(જન્મ : ૧૧ એપ્રિલ ૧૮૨૭) 

(મૃત્યુ : ૨૮ નવેમ્બર ૧૮૯૦) 


એક વિચારક, સમાજસુધારક, લેખક, તત્વચિંતક, દાર્શનિક, વિદ્વાન અને સંપાદક હતા. તેઓ અને તેમની પત્ની સાવિત્રીબાઈ ફૂલેએ સ્ત્રી શિક્ષણની ચળવળનો પાયો નાખ્યો. આ સિવાય શિક્ષણ, ખેતીવાડી, જ્ઞાતિપ્રથા, સ્ત્રીઓ અને વિધવાઓના ઉત્થાન અને અસ્પૃશ્યતા નિવારણનાં ક્ષેત્રોમાં પણ તેમનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. તેમનું પ્રમુખ યોગદાન સ્ત્રીઓ અને નીચી જ્ઞાતિના મનાતા લોકોના શિક્ષણક્ષેત્રે હતું. પોતાની પત્નીને ભણાવ્યા પછી ૧૮૪૮માં તેમણે ભારતની બાલિકાઓ માટેની ભારતની પ્રથમ શાળા શરૂ કરી હતી. જ્યોતિબા ફુલે ભારતમાં કન્યા શિક્ષણનાં પ્રણેતા હતા. તેમણે ૨૪ સપ્ટેમ્બર ૧૮૭૩ના રોજ પુના ખાતે સત્યશોધક સમાજ નામની સંસ્થાની સ્થાપના કરી હતી.




પ્રારંભિક જીવન :

જ્યોતિરાવ ફૂલેનો જન્મ ૧૮૨૭માં પુણે જિલ્લાનાં સતારા ગામમાં થયો હતો. તેઓ પિતા ગોવિંદરાવ અને માતા ચીમનાબાઈના બે સંતાનો પૈકી નાના પુત્ર હતા. તેમની ઉંમર એક વર્ષની હતી ત્યારે તેમના માતાનું અવસાન થયું હતું. તેમનો પરીવાર ઘણી પેઢીઓથી સતારાથી પુણે આવીને ફૂલોના ગજરા વેચવાનું કામ કરતો હતો. આથી માળી કામ કરતો તેમનો પરીવાર ફુલે તરીકે ઓળખાતો હતો. જ્યોતિબા પ્રાથમિક શાળામાં લેખન–વાંચન અને અંકગણિતની પાયાની બાબતો શીખી લીધા બાદ અભ્યાસ અધૂરો છોડી પરિવારના વ્યવસાયમાં જોડાઈ ગયા અને દુકાન તથા ખેતરના કામમાં મદદ કરવા લાગ્યા.  એક વ્યક્તિએ જ્યોતિબાફૂલેની બુદ્ધિમતા જોઈને જ્યોતિબાફુલેના વધુ અભ્યાસ માટે તેમના પિતાને સમજાવ્યા જેથી જ્યોતિબાફૂલેને સ્થાનિક સ્કોટીશ મિશન હાઈસ્કૂલમાં દાખલ કરવામાં આવ્યા. તેમણે ૧૮૪૭માં તેમનો અંગ્રેજી અભ્યાસ પૂર્ણ કર્યો. સામાજીક પરંપરા અનુસાર માત્ર ૧૩ વર્ષની ઉંમરે ૧૮૪૦માં તેમના લગ્ન તેમના પિતા દ્વારા પસંદ કરવામાં આવેલ તેમની જ જ્ઞાતિની એક કન્યા સાવિત્રીબાઈ સાથે કરવામાં આવ્યા.


૧૮૪૮નો એક બનાવ તેમના જીવનમાં સીમાચિહ્નરૂપ રહ્યો જ્યારે તેઓ તેમના એક ઉચ્ચ જ્ઞાતિના મિત્રના લગ્નમાં હાજરી આપવા ગયા. તેમણે લગ્ન સમારોહ દરમિયાન વિવાહ સરઘસમાં ભાગ લીધો. પાછળથી આ સંદર્ભે તેના મિત્રના માતાપિતા દ્વારા ઠપકો મળ્યો અને તેમનું અપમાન કરવામાં આવ્યું. તેમને કહેવામાં આવ્યું કે તેઓ નીચી જાતિના હોવાથી તેમણે આ સમારોહથી દૂર રહેવું જોઈતું હતું. આ ઘટનાથી ફૂલે ખૂબ જ વ્યથિત થયા અને જાતિવ્યવસ્થાના અન્યાયની તેમના પર ખૂબ ઊંડી અસર પડી.


સામાજીક સક્રીયતા


૧૮૪૮માં, ૨૩ વર્ષની ઉંમરે તેમણે ઈસાઇ મિશનરી દ્વારા સંચાલિત એક કન્યા શાળાની મુલાકાત લીધી. આ જ વર્ષે તેમણે થોમસ પેઈનનું પુસ્તક મનુષ્યના અધિકાર (Rights Of Man) વાંચ્યું જેનાથી પ્રભાવિત થઈને તેમનામાં સામાજીક ન્યાયની ભાવના વિકસીત થઈ. તેમણે મહેસૂસ કર્યું કે ભારતીય સમાજમાં નીચલી જાતિઓ અને સ્ત્રીઓને ખૂબ જ નુકસાન થયું છે અને આ વર્ગોની મુક્તિ માટે શિક્ષણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ માટે સૌપ્રથમ તેમણે તેમની પત્ની સાવિત્રીબાઈને લખતાં–વાંચતાં શીખવ્યું. ત્યારબાદ  ફૂલે દંપતીએ પૂણેમાં કન્યાશાળા શરૂ કરી. તેમણે વિધવા પુનર્વિવાહનું સમર્થન કર્યું અને ૧૮૬૩માં સગર્ભા વિધવાઓ સુરક્ષિત જગ્યાએ બાળકોને જન્મ આપી શકે તે માટે એક ઘરની શરૂઆત કરી.ફુલેએ નીચલી જાતિઓની સામાજીક અસ્પૃશ્યતાના કલંકને દૂર કરવા માટે પ્રયત્નો કર્યા.


વિધવા આશ્રમની સ્થાપના :

જ્યોતિબા ફૂલે વિધવા પુન:વિવાહની તરફેણમાં હતા. તેમણે વિધવા સ્ત્રીઓની મદદ અને કલ્યાણ  માટે 1854માં વિધવા આશ્રમની સ્થાપના કરી હતી.



સત્યશોધક સમાજ


૨૪ સપ્ટેમ્બર ૧૮૭૩ના રોજ ફુલેએ સ્ત્રીઓ અને શુદ્રો જેવા શોષિત સમૂહોના અધિકારો માટે સત્યશોધક સમાજની સ્થાપના કરી.  તેમણે  જાતિ વ્યવસ્થાનો વિરોધ કર્યો. સત્યશોધક સમાજે તર્કસંગત વિચારના પ્રસાર માટે અભિયાન ચલાવ્યું. તેમણે સત્યશોધક સમાજની સ્થાપના માનવતા, સુખ, એકતા, સમાનતા અને સહજ ધાર્મિક સિદ્ધાંતોના આદર્શો સાથે કરી હતી.




જ્યોતિબા ફૂલેના પુસ્તકો :

જ્યોતિબા ફૂલેએ તૃતીય રત્ન, 

છત્રપતિ શિવાજી, 

 કિસાન કા કોડા, 

અછૂતો કી કેફિયત,

 સત્સાર, 

ગુલામગીરી વગેરે પુસ્તકો લખ્યા હતા. 

તેમનું પુસ્તક 'ગુલામગીરી' સૌથી વધુ વખણાયું હતું.


સન્માન

  • સતારા જિલ્લાના કરાડ ખાતે જ્યોતિબા ફુલેનું બાવલું


  • ૧૯૭૭ની ટપાલ ટિકિટ પર ફુલે


  • ૧૧ મે ૧૮૮૮ના રોજ મુંબઈના અન્ય એક સમાજ સુધારક વિઠ્ઠલરાવ કૃષ્ણાજી વંદેકરે તેમને મહાત્માની પદવીથી સન્માનિત કર્યા. 
  • ભારતના પ્રથમ કાયદા મંત્રી અને બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરે ફુલેને તેમના ત્રણ ગુરુઓ પૈકી એક તરીકે સ્વીકાર્યા હતા.


ફુલેના સન્માનમાં ઘણા સ્થાનો અને સ્મારકો આવેલા છે.


  • મહારાષ્ટ્ર વિધાનસભા ભવનના પરિસરમાં પૂર્ણ કદની પ્રતિમા.
  • મુંબઈમાં મહાત્મા જ્યોતિબા ફુલે બજાર
  • મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના રાહુરીમાં મહાત્મા ફુલે કૃષિ વિદ્યાપીઠ (કૃષિ યુનિવર્સિટી)
  • મહાત્મા જ્યોતિબા ફુલે રોહિલખંડ યુનિવર્સિટી




જ્યોતિબા ફૂલેનું અવસાન

28 નવેમ્બર 1890નાં રોજ આ મહાન ક્રાંતિકારી, લેખક અને સમાજ સુધારકનું પક્ષઘાતની બીમારી અવસ્થામાં જ અવસાન (મૃત્યુ) થયું હતું.


શિક્ષણકુંજ " દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની ઑનલાઈન "કુમકુમ" રંગોળી ચિત્ર સ્પર્ધા, નવેમ્બર - 2021 છેલ્લી તા. 30/11/2021 વધુ માહિતી માટે અહી ક્લિક કરો..



👇"શિક્ષણકુંજ" સાથે આપ નીચેની રીતે જોડાઈ શકો છો.


*📱"શિક્ષણકુંજ" ના બ્લોગ ની  મુલાકાત લો* follow પર ક્લિક કરો

https://shixankunj.blogspot.com


  *🪀શિક્ષણકુંજ Whatsapp ગ્રૂપ* join પર કરો

https://chat.whatsapp.com/HKYZLk7yAPkDjMpMJTbeOw


 🔰 *શિક્ષણકુંજ ફેસબૂક ગ્રૂપ* join પર કરો

http://bit.ly/શિક્ષણકુંજ_ફેસબુક_ગ્રુપ


*🖼️ "શિક્ષણકુંજ" વર્કપ્લેસ ગ્રૂપ* join પર કરો

http://bit.ly/શિક્ષણકુંજ_વર્કપ્લેસ_ગ્રૂપ


*🖼️ "શિક્ષણકુંજ" Telegram channel* join પર કરો

https://t.me/joinchat/EvC172FupI43NDBl


🙏"શિક્ષણકુંજ"🙏




Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

0 Comments:

Post a Comment

Join us on Facebook Group

Followers

VISITERS