શિક્ષણ , સર્જન , સિદ્ધિ

શિક્ષણકુંજ ઈ મેગેઝીન
Join Us On
Whatsapp
Join Us On
Telegram

ઉત્તરાયણ (મકરસંક્રાંતિ)

 ઉત્તરાયણ (મકરસંક્રાંતિ)


           ઉત્તરાયણ અથવા મકરસંક્રાંતિ દર વર્ષે ૧૪ જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે. તેથી એને ‘મકરસંક્રાંતિ’ કહે છે. આ દિવસથી સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરતો હોવાથી તેને ‘ઉત્તરાયણ’ પણ કહે છે. 

         ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગ બનાવવાની અને દોરી રંગવાની પ્રવૃત્તિથી શહેરો ધમધમી ઉઠે છે. મકરસંક્રાંતિની આગલી રાતે બજારમાં ઘણી ભીડ જોવા મળે છે. લોકો બજારમાં પતંગો અને દોરા ખરીદતા હોય છે. કેટલાક લોકો ઉત્તરાયણની આગલી રાતે  પતંગોને કિન્ના બાંધવા લાગી જાય છે. ઉત્તરાયણ અથવા મકરસંક્રાંતિ એ દિવસ છે જ્યારે તમામ ઉંમરના લોકો હૃદયમાં ખુશી અનુભવતા, સુંદર વસ્ત્રો પરિધાન કરી અને વહેલી સવારથી જ પોતાના ઘરની છત પર ચઢી હર્ષ અને ઉલ્લાસભેર પતંગ ઉડાડવાનો આનંદ માણે છે. આખો દિવસ "કાપ્યો છે!" "એ કાટ્ટા!" "લપેટ લપેટ" જેવી વિવિધ કિકિયારીઓ સાંભળવા મળે છે. આકાશ  રંગબેરંગી પતંગો વડે છવાઇ જાય છે. ગુજરાતીઓ આ દિવસે તલ સાંકળી (તલ અને ગોળમાંથી બનાવેલી વાનગી) અને 'ચીકી' (એક મીઠાઈ) ખૂબ ખાય અને ખવડાવે છે. ઉત્તરાયણના દિવસે લોકો ઊંધિયું, રસપાત્રા અને જલેબી ખાય છે.

         ગુજરાત રાજ્ય તેની સાંસ્કૃતિક વિવિધતા અને તહેવારો માટે જાણીતું છે. મકરસંક્રાંતિ એ બધા લોકો માટે મહત્ત્વનાં તહેવારોમાંનો એક છે. આ એક હળીમળીને સંયુક્ત રીતે આનંદ માણવાનો તહેવાર છે. લોકો આખો દિવસ પોતાની પતંગ ઉડાડવાની કલાનું અન્ય ઉડતી પતંગોને કાપીને પ્રદર્શન કરે છે. રાત્રે પણ આ ક્રમ આનંદભેર ચાલતો રહે છે. શોખીનો રાત્રે કાળા અંધારા આકાશમાં સફેદ પતંગો અથવા પતંગ સાથે બાંધીને 'ફાનસ'(કાગળનો દીવો) ઉડાડે છે જેને અમદાવાદમાં 'ટુક્કલ' તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરાયણના બીજા દિવસે લોકો વાસી ઉત્તરાયણ મનાવે છે. 

             સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. જ્યારે સૂર્ય ધન (ધનુ) રાશિમાંથી મકર રાશિમાં સ્થાનાંતર કરે છે, ત્યારે મકરસંક્રાંતિ શરૂ થાય છે, જે ૧૪ જાન્યુઆરીની આસપાસનો સમય હોય છે. મકર સંક્રાતિને શુભ મુહૂર્ત માનવામાં આવે છે, આથી મકરસંક્રાતિને આ શુભ સમયની શરૂઆત રૂપે ઉજવવામાં આવે છે. અલગ અલગ સંસ્કૃતિઓમાં આ ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે.

       ઉત્તરાયણનો અર્થ

ઉત્તરાયણ (ઉત્તર+અયન)નો શાબ્દિક અર્થ છે ઉત્તરમાં ગમન. ઉત્તરાયણના સમયે સૂર્ય પૃથ્વી આજુબાજુની પોતાની પરિભ્રમણની દિશામાં પરિવર્તન કરી થોડો-થોડો ઉત્તર દિશા તરફ ખસતો જાય છે. આમ, સૂર્ય ઉત્તર તરફ ખસવાનું ચાલું કરે તે દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરાયણ એટલે સૂર્યનું ઉત્તર તરફનું પ્રયાણ.



       ઉત્તરાયણનું ધાર્મિક મહત્ત્વ

આજનાં દિવસે અન્ન, વસ્ત્ર અને ધન વગેરે સામગ્રીનું દાન કરવામાં આવે છે. ઉત્તરાયણના દિવસે ગાયને ઘાસ ખવડાવવામાં આવે છે.



        ઉત્તરાયણની ઉજવણી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો

  • મકાનની ખુલ્લી છત ૫ર નાના બાળકો ચડે નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ. 
  • પ્રતિબંધિત અને હાનિકારક ચાઈનિઝ દોરીનો ઉ૫યોગ ન કરીએ. 
  • બાળકો ૫તંગ લૂંટવા ન જાય તેનું ધ્યાન રાખવું જોઈએ. 
  • પતંગ ઉડાડતી વખતે આકાશમાં ઉડતા પક્ષીઓને ઈજા ના પહોંચે તેનું ધ્યાન રાખવું જોઈએ. 
  • રોડ ઉ૫ર તેમજ વાહન વ્યવહારવાળી જગ્યાએ ૫તંગ ઉડાડવાનું ટાળવું જોઈએ. 
  • પતંગની દોરીથી ઈજાગ્રસ્ત લોકો, ૫શુઓ અને ૫ંખીઓની મદદ કરવી જોઈએ. 
  • વિજળીના તાર કે થાંભલા ૫ર લટકતા ૫તંગ ન ઉતારવા માટે બાળકોને સમજાવવા તથા આવું ન કરે તે માટે ઘ્યાન રાખવું. 
  • પતંગની દોરીથી કોઈ વ્યક્તિ કે પશુ પક્ષીને ઈજા ના પહોંચે તેનું ધ્યાન રાખવું જોઈએ.

Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

0 Comments:

Post a Comment

Join us on Facebook Group

Followers

VISITERS